Monday, October 31, 2011

યોગાસનો હાર્ટ પેશન્ટ માટે બાયપાસ સર્જરીનો વિકલ્પ ન હોઇ શકે


આયુર્વેદ અને એલોપથી એકબીજાનાં પૂરક છે, વિરોધી નથી
યોગ અને આયુર્વેદ પાસે તમામ રોગોનો ઇલાજ હોત તો આઘુનિક પંડિતોને ઓછા ઘાતક રોગોથી આટલાં પરેશાન થવું પડ્યું ન હોત
અવિજ્ઞાન અને આઘ્યાત્મિક્તા વચ્ચેનું લગ્ન હતું જે દેખીતી રીતે સફળ ન થયું. જીવનશૈલી અને આરોગ્ય વિશે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ (એ. આઇ. આઇ. એમ. એમ.) દ્વારા નવી દિલ્હી ખાતે યોજાયેલી પ્રથમ આંતરરાષ્ટ્રીય પરિષદના અંતે સંશયવાદીઓ તેમના સંશયો યથાવત્‌ રાખી પાછા ફર્યાં હતાં. મહાત્માઓ અને મેડિકલ સંશોધકોએ યોગ અને ઘ્યાનની રોગીને સાજા કરવાની અવૃતિય ક્ષમતાનાં ગુણગાન ગાયાં છતાં સંશયવાદીઓનો અભિપ્રાય ન બદલાયો. પણ પરિષદે સાઘુઓ અને વિજ્ઞાનીઓને આ પ્રકારનું પ્લેટફોર્મ કદાચ પહેલી વાર પૂરું પાડ્યું અને અર્ધદગ્ધ વિજ્ઞાનનાં જોખમોને ઊઘાડાં પાડવામાં તેઓ સફળ રહ્યા.જો કોઇ બે લિટી વચ્ચેનું લખાણ વાંચી શકે તો પરિષદનો સંદેશ સ્પષ્ટ હતો. કહેવાતી વૈકલ્પિક થેરપીઓ. જેમને પોસ્ટ ફ્‌લાવર પાવર મેડિકલ ગુરડીન ઓર્નિશે ફેશનેબલ બનાવી છે તેને ખંતપૂર્વક કરાયેલા ગૃહકાર્ય અને સમયની કસોટી પર સફળ નીવડેલી વૈજ્ઞાનિક પઘ્ધતિનો ટેકો મળવો જરૂરી છે. આયુર્વેદ જેવી ઔષધોની પ્રાચીન વિદ્યાની અપીલ ચુંબકીય છે, ખાસ કરીને આઘુનિક મેડિકલ સાયન્સ પાસે માનવજાતના તમામ રોગોનો ઇલાજ નથી ત્યારે આ આકર્ષણ વધી જાય છે. પણ ઉતાવળે દોડી જઇને આ પરંપરાગત ડહાપણને વળગી પડતાં પહેલાં સામાન્ય બુઘ્ધિ નેવે મૂકવાની જરૂર નથી, કારણ કે જો યોગ અને આયુર્વેદ પાસે તમામ રોગોનો ઇલાજ હોત તો આઘુનિક પંડિતોને ઓછા ઘાતક રોગોથી આટલાં પરેશાન થવું પડ્યું ન હોત.ડીન ઓર્નિશ સાથે કામ કરતા સામાજિક માનસશાસ્ત્રી ડો.લેરી શેરવિત્ઝે અભ્યાસ લેખ રજૂ કર્યો ત્યારે અર્ધદગ્ધ વિજ્ઞાનનાં જોખમો અંગે ડેલિગેટોને પતીજ પડી હતી પણ તે પહેલાં ડીન ઓર્નિશ વિશે થોડા શબ્દો. આ બેસ્ટ સેલર પુસ્તકોનો અમેરિકન લેખક ટેક્સાસમાં બેચલર કોલેજમાં બીજા વર્ષનો વિદ્યાર્થી હતો ત્યારે યોગ ભણી આકર્ષાયો હતો. ત્યારથી તે પોતાની યોગિક લાઇફ સ્ટાઇલ નામની થિસિસ વિક્સાવીને તેને સંપૂર્ણ બનાવી રહ્યો છે.આ જીવનશૈલીમાં ઓછા ચરબીયુક્ત પદાર્થો, રેસાવાળી વનસ્પતિ, યોગાસનો, દર અઠવાડિયે ત્રણ કલાક એરોબિક્સ કસરત અને સ્ટ્રેસ મેનેજમેન્ટનો સમાવેશ થાય છે. આ જીવનશૈલીથી કોરોનરી આર્ટરી ડિસીઝ (ધમનીના રોગો) થવાનું જોખમ ઘટતું નથી એટલું જ નહિ. પણ આ જીવનશૈલી અથેરોસ્કેલેરોસીસ રિગ્રેશન ભણી દોરી જાય છે જેમાં ધમનીની દીવાલો સખત થઇ જતાં જીવનનું જોખમ સર્જાય છે. ડીન ઓર્નિશના જૂથે તેમની દલીલોના ટેકામાં ચાર વર્ષ સુધી કરેલા અભ્યાસના તારણો હજી હમણાં જ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સામાયિકમાં પ્રગટ કર્યા છે. પણ જ્યારે ડૉ.શેરવિત્ઝે પરિષદમાં માહિતી રજૂ કરી ત્યારે વાતાવરણમાં સંશય સર્જાયો હતો.ડૉ.શેરવિત્ઝવા જણાવ્યા મુજબ યોગ આધારિત જીવનશૈલીની જીવન પર લગભગ જાદુઇ અસર થાય છે. તે એન્ટી કોલેસ્ટેરોલ ડ્રગ્સ કરતાં પણ વધારે અસરકારક રીતે લોહીના પ્રવાહમાંથી ખરાબ ઓપીએલ કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડે છે. તે મેદસ્વી વ્યક્તિઓને વજન ઘટાડવામાં ઘણી મદદ કરે છે. તે તંદુરસ્તીની લાગણી જગાવે છે અને હૃદય માટે હાનિકારક લાગણીઓ ગુસ્સો અને ઉગ્રતાને અંકુશમાં રાખે છે. તે છાતીના દુખાવામાં સારી એવી રાહત આપે છે અને એન્ટી એન્જિનલ ડ્રગ્સની જરૂરિયાત ઘટાડે છે અને છેલ્લે તે અથેરોસ્કલેરોસીસને ઘટાડે છે અને હૃદયરોગના હુમલા થવાની શક્યતા ઘટાડે છે. આને કારણે એન્જિયોપ્લાસ્ટી અને બાયપાસ સર્જરી જેવી મોંઘીદાટ સારવારની જરૂર ઘટાડે છે. ડૉ.શેરવિત્ઝ કહે છે તેમ સારા સમાચાર એ છે કે એથેરોસ્કેલેરોસીસને ઘટાડવું શક્ય છે. અને ખરાબ સમાચાર એ છે કે તેને માટે તમારે ભારે મહેનત કરવી પડે તમે તેમાં ગરબડ કરી ન શકો.ભારત માટે આ મહાન સમાચાર ગણી શકાય. ભારતમાં ૧૯૯૧માં કાર્ડિયોવેસ્ક્યુલર રોગોથી પીડાતા દર્દીઓની સંખ્યા સાડાચાર કરોડની હતી. તેમાંથી સવા બે કરોડ લોકો હાયપરટેન્શનથી પીડાતા હતા અને કરોડો લોકો કોરોનરી આર્ટરી ડિસીઝ (સીએડી)ની સારવાર લઇ ચૂક્યા હતા. હવે આપણે બધા જાણીએ છીએ તેમ હાયપરટેન્શન અને સીએડીએ જીવનશૈલીમાંથી નીપજતા રોગો છે એટલે હવે આ મોંઘા રોગોથી મુક્તિ આપવાનું વચન આપે તેવી કોઇ પણ જીવનશૈલીથી લલચાઇ જઇએ છીએ.જો કે આ રોગોનું શ્રેષ્ઠ મારણ સામાન્ય બુઘ્ધિ છે અને તે નવી દિલ્હીના એસ્કોર્ટસ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટરના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ.ઝેહાનના પ્રવચનમાં સારી એવી માત્રામાં હતી. ડૉ.ઝેહાને દર્શાવ્યું તેમ ડીન ઓર્નિશના અભ્યાસમાં મુખ્ય ખામી એ છે કે તેમના જૂથના દર્દીઓ નોન-ક્રિટિકલ કેટેગરીના હતા. નોન-ક્રિટિકલ કેટેગરી એટલે જેમની ધમનીઓમાં ૪૦ થી ૫૦ ટકા રક્ત માર્ગ રૂંધાયો હોય તેવા દર્દીઓની કેટેગરી.આ બધા કેસોમાં જીવનશૈલી બદલવાથી ફેર પડી શકે પણ શસ્ત્રક્રિયાના કોઇ વિકલ્પ નથી. ખાસ કરીને થ્રી વેસલ ડિસીઝ અથવા ઇસ્ચમિયાથી પીડાતા દર્દીઓ માટે શસ્ત્રક્રિયાનો કોઇ વિકલ્પ નથી. આ રોગોમાં બચવાની શક્યતાઓ છેલ્લાં ચાર વર્ષમાં ૫૩ ટકા ઘટી ગઇ છે હકીકતમાં જે વ્યક્તિઓ થ્રી વેસલ ડિસીઝથી પીડાતી હોય તેમને માટે કસરતનો કાર્યક્રમ મોટે ભાગે અવળી અસર કરનારો બની રહે, કારણ કે દર્દીઓ સામાન્ય રીતે કસરત કરવા તૈયાર હોતા નથી.પોતાની દલીલને વધારે અસરકારક બનાવવા ડૉ.ઝેહાને દિલ્હીસ્થિત અમેરિકન સ્થપતિનું ઉદાહરણ આપ્યું. આ અમેરિકન સ્થપતિને બે વર્ષ અગાઉ હૃદયરોગનો હુમલો આવ્યો ત્યારે તેમની વય ૮૩ વર્ષની હતી. સ્થપતિએ કેલિફોર્નિયા જઇ ઝનૂનપૂર્વક પોતાની જીવનશૈલી બદલવી શરૂ કરી હતી. પણ તેનાથી કશો લાભ ન થયો. ગયા વર્ષે ફરી એક હૃદયરોગનો હુમલો થયો અને ડૉ.ઝેહાને તેમના પર શસ્ત્રક્રિયા કરવી પડી. વાતનો સાર એ કે જીવનશૈલી બદલવાનો વૈભવ ત્યારે પરવડે જ્યારે ડૉક્ટર પાસે પુરતો ફાજલ સમય હોય. સીએડી એડવાન્સ્ડ સ્ટેજમાં હોય તેવા દર્દીઓ માટે બાયપાસ સર્જરી શ્રેષ્ઠ છે. ડૉ. ઝેહાને આપેલા આંકડા મુજબ બાયપાસ સર્જરી કરાવનાર ૬૫ ટકા દર્દીઓ ૨૦ વર્ષ સુધી જીવી ગયા છે. બાયપાસ સર્જરી સાથે આટીરિયલ ગ્રાફ્‌ટ કરાવવામાં આવે તો દર્દીનો બચી જવાનો દર (સર્વાઇવલ રેટ) ૮૦ ટકા થઇ જાય છે.ડૉ.ઝેહાનની લાગણીનો પડઘો પાડતા જાણીતાં લેખક અને એઆઇઆઇએમએસ ખાતે ડિપાર્ટમેન્ટ ઓફ કાર્ડિયોલોજીના વડા ડૉ. વાસીરે ઘ્યાન અને હાયપરટેન્શન જેવી પારસ્પરિક ટેક્નિકની અસર વિશે પ્રગટ થયેલા ૮૦૦ અભ્યાસોના વિશ્વ્લેષણ ભણી ઘ્યાન દોર્યું હતું. પંદરમી જૂન ૧૯૯૩ના રોજ એનલ્સ ઓફ ઇન્ટરર્નલ મેડિસિનમાં પ્રગટ થયેલા અભ્યાસમાં જણાવ્યા મુજબ આ અભ્યાસોમાંથી માત્ર ૨૬ અભ્યાસો જ મૂલ્યાંકનના માપદંડોને અનુસરે છે.સામાન્ય માણસની ભાષામાં કહીએ તો મોટા ભાગના અભ્યાસો યોગ અને દયાની ઉપચારાત્મક અસરોને ટેકો આપે છે તે વૈજ્ઞાનિક ધોરણોને અનુસરતા નથી. આપણે ખરેખર દવા વિશે વાતચીત કરવી જોઇએ. ડૉ.વાસીર કહે છે તમારે અથેરોફ્‌લેરોસીસના દર્દીને આઘુનિક પઘ્ધતિથી જ સારવાર આપવી જોઇએ. કારણ કે તેમના કિસ્સાઓમાં સારું લગાડવા માટે આશાઓ જગાડવાનો સમય જ નથી હોતો, પણ યોગ અને ઘ્યાન જો રોજરોજ કરવામાં આવે તો તે તમને રોગમુક્ત રાખે છે પણ જો તમે દર્દી બની ચૂક્યા હો તો તમને તે સાજા ન કરી શકે.ડૉ.વાસીર સોનેરી નિયમોની તરફેણ કરતાં કહે છે ઓટોજેનિક રિલેક્સેશનને આઘુનિક મેડિકલ વિજ્ઞાન ટેકો આપે છે. ઓટોજેનિક રિલેક્સેશન એટલે ઘ્યાન અથવા યોગનું સત્ર કે તમારા માનીતાં શાસ્ત્રીય સંગીતકારનું સંગીત સાંભળવું એ આઇ આઇ એમ એસના કાર્ડિયોલોજી વિભાગમાં આ ફિલસૂફી રોજ અમલમાં મૂકવામાં આવે છે. આ વિભાગમાં દરરોજ અત્યંત સંકુલ શસ્ત્રક્રિયા કરવામાં આવે છે. આ વિભાગમાં એક નહિવત્‌ ફર્નિચર ધરાવતો રૂમ છે જ્યાં શસ્ત્રક્રિયા કરાવવાં ઇચ્છનાર દર્દીઓ ઘ્યાન ધરી શકે છે અથવા સાઇકલ પર હળવી કસરત કરી શકે છે. આ વ્યવસ્થા કરવા પાછળનો હેતુ એ દર્શાવવાનો છે કે આઘુનિક વિજ્ઞાન અને પરંપરાગત ઉપચારો એ એક બીજાના પૂરક છે. એક બીજાનો વિરોધ કરતી વિચારધારાઓ નહીં.ડીન ઓર્નિશના જૂથે આગળ કરેલી સરળ થિયરીઓ સામે સામાન્ય માણસને ચેતવતાં ડૉ.વાસીર કહે છે કે ક્લિનિકલ સારવારમાં તત્કાળ સારું થવાની ઘટનાઓ એ સામાન્ય બીના છે પણ એવા લોકો પણ ઘણા છે. જેઓ જોખમભરી જીવનશૈલીમાં જીવે છે અને તેમ છતાં તેમના હૃદય મજબૂત છે અને ધમનીઓ તંદુરસ્ત છે. ઉદાહરણ તરીકે અગ્રણી એક ઉદ્યોગપતિની દિનચર્ચામાં અસંખ્ય સિગારેટ અને સાંજે માનીતાં પીણાંના બે પેગ પીવાનો સમાવેશ થાય છે. આમ આરોગ્યની કાળજી લેવાની બાબતે સર્વ સામાન્ય નિરીક્ષણો થઇ શકે નહીં.દર્દીએ શું કરવું અને શું ન કરવું તે વિશે ડૉ.ઝેહાને એક મજાની વાત કહી. એક માણસ ૧૦૦ વર્ષ સુધી જીવવા માટે ડૉક્ટરની સલાહ લેવા ગયો. ડૉક્ટરે સલાહ આપી, મદ્યપાન અને ઘુમ્રપાન છોડી દો, ઓછી ચરબીવાળો ખોરાક લો, રોજ ઘ્યાન અને યોગ કરો અને દરરોજ પરોઢિયે ઉઠી જાવ.સલાહ સાંભળી પેલા માણસે પૂછ્‌યું, આ બઘું કરવાથી હું શું સો વરસ જીવી શકીશ? ખેર, આ બાબતે હું તમને ખાત્રી તો ન આપી શકું. તેમ ડૉક્ટરે જણાવ્યું પણ તમે સો વર્ષના હો એવી લાગણી તો જરૂર અનુભવશો! માફ કસરનું જીવન જીવવું જોઇએ.