Sunday, October 30, 2011

ઇન્ડિયન ગ્રાં.પ્રી. : વેટલ ચેમ્પિયન



ગ્રેટર નોઇડાતા.૩૦
ભારતના રમત-ગમતના ઇતિહાસમાં વધુ એક સફળ પ્રકરણનો ઉમેરો થયો છે. નવી દિલ્હીથી ૩૬ કિલોમીટર દૂર આવેલા ગ્રેટર નોઇડાની બુદ્ધ ઇન્ટરનેશનલ સર્કિટ ખાતે રવિવારે ઇન્ડિયન ગ્રાં.પ્રી. ફોર્મ્યુલા-વનનું સફળતાપૂર્વક આયોજન સંપન્ન થયું છે. ૯૦ હજારથી વધુ પ્રેક્ષકો વચ્ચે યોજાયેલી ભારતની આ સૌપ્રથમ ફોર્મ્યુલા-વન રેસમાં રેડ બુલ ટીમનો જર્મન ડ્રાઇવર સેબસ્ટિયન વેટલ ચેમ્પિયન બન્યો હતો. વેટલે ૮.૪ સેકન્ડથી ફેરારીના જેન્સન બટનને પાછળ મૂકી આ સિઝનની ૧૧મી રેસ પોતાને નામે કરી હતી. ફેરારીનો ફર્નાન્ડો એલોન્સો ત્રીજા સ્થાને આવ્યો હતો. હિસ્પેનિયા સાથે કરારબદ્ધ ભારતનો નારાયણ કાર્તિકેયન રેસ પૂરી કરવામાં સફળ રહ્યો હતો પણ તેનો ક્રમ ૧૭મો આવ્યો હતો. હાલ ફોર્મ્યુલા-વન રેસ આપણા દેશમાં જેના નામથી ઓળખાય છે તે સાત વખતનો વર્લ્ડ ચેમ્પિયન માઇકલ શુમાકર પાંચમા ક્રમે આવ્યો હતો.
·       રેડ બુલનો સેબસ્ટિયન વેટલ ચેમ્પિયન બન્યો·       ઇન્ડિયન ગ્રાં.પ્રી.નું સફળતાપૂર્વક સમાપન
ફોર્મ્યુલા-વનમાં ૨૦૧૧ની સિઝનમાં હજુ બે રેસ બાકી છે. જોકેવેટલે ઇન્ડિયન ગ્રાં.પ્રી. અગાઉ જ સતત બીજી વાર વર્લ્ડ ચેમ્પિયનશિપ પોતાને નામે કરી દીધી હતી. ઇન્ડિયન ગ્રાં.પ્રી.માં પોલ પોઝિશન મેળવવાની સાથે જ વેટલે પોતાના હરીફોને ચેતવી દીધા હતા. વિજય બાદ વેટલના શબ્દો હતા યસ્સ બોયઝ! વિ ડીડ ઇટ..’. વેટલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે,ભારતથી હું ખૂબ જ પ્રભાવિત થયો છું. સમય મળશે ત્યારે ભારતની મુલાકાત લેવા આતુર છું.
વેટલનો ૭૯ રેસમાં આ ૨૧મો વિજય છે. વેટલે ૪૨મા લેપમા સરસાઇ મેળવવાની સાથે જ વધુ એક રેકોર્ડ પોતાને નામે કર્યો હતો. વેટલ આ સિઝનમાં કુલ ૬૯૩ લેપમાં સરસાઇ મેળવી ચૂક્યો છે. જે એક જ સિઝનમાં સૌથી વધુ વાર લેપમાં સરસાઇ મેળવવાનો રેકોર્ડ છે. આ ઉપરાંત સિઝન દરમિયાન વેટલ ૭૦૦ રેસમાં લેપમાં સરસાઇ મેળવનારો પ્રથમ ડ્રાઇવર પણ બન્યો હતો.
ઇન્ડિયન ગ્રાં.પ્રી. રેસની શરૂઆત ખૂબ જ રોમાંચક રીતે થઇ હતી. પ્રારંભે રૂબિન્સ બેરેકેલોની કાર ટકરાઇ હતી જ્યારે અન્ય ત્રણ કાર ઓફ ટ્રેક થઇ ગઇ હતી. આ પછી જાર્નો ટ્રુલીની કાર હવામાં થોડો સમય ગ્રાસ ઉપર આવી ગઇ હતી. 
સચિન-શુમાકરની મુલાકાતઇન્ડિયન ગ્રાં.પ્રી.ની મજા માણવા સચિન તેંડુલકરપત્ની અંજલિ અને પુત્રી સારા સાથે આવ્યો હતો. સચિન તેંડુલકરનું સ્વાગત રેસના પ્રમોટર જેપી સ્પોર્ટ્સ ઇન્ટરનેશનલના સમીર ગૌડે કર્યું હતું. સર્કિટ ઉપર પહોંચતા જ સચિને ફોર્મ્યુલા-વનના અધ્યક્ષ બર્ની એકલસ્ટોન સાથે અડધો કલાક વાત કરી હતી. સચિન-એકલસ્ટોન વાત કરી રહ્યા હતા ત્યારે ગુલશન ગ્રોવર અને મહાન ડ્રાઇવર જેકી સ્ટુઅર્ટ પણ તેમની સાથે જોડાયા હતા. સચિન આ પછી સાત વખતના વર્લ્ડ ચેમ્પિયન મર્સિડિઝ ટીમના માઇકલ શુમાકરને મળવા ગયો હતો. સચિન અને શુમાકરની વર્ષ ૨૦૦૨ બાદ આ સૌપ્રથમ મુલાકાત હતી.
કઇ હસ્તી ઉપસ્થિત રહી?રોબર્ટ વાઢેરાઓમર અબ્દુલ્લાસચિન તેંડુલકરવીરેન્દ્ર સેહવાગહરભજનસિંહયુવરાજસિંહ,શાહરુખ ખાનમધુર ભંડારકરઅર્જુન રામપાલજ્હોન અબ્રાહમદીપિકા પદુકોણગુલશન ગ્રોવરસાનિયા મિર્ઝા.
સચિને ચેકર્ડ ફ્લેગ બતાવ્યોફોર્મ્યુલા-વનમાં જે ડ્રાઇવર સૌપ્રથમ રેસ પૂરી કરે તેને ચેકર્ડ ફ્લેગ બતાવવામાં આવે છે. આજે સેબસ્ટિયન વેટલે સૌપ્રથમ રેસ પૂરી કરી ત્યારે તેને સચિન તેંડુલકરે ચેકર્ડ ફ્લેગ બતાવ્યો હતો. આ ઉપરાંત વિજેતા ડ્રાઇવર વેટલને ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી માયાવતીએ ટ્રોફી આપી હતી.
મેસ્સા-હેમિલ્ટનની કાર ટકરાઇઇન્ડિયન ગ્રાં.પ્રી.ના ૨૪મા લેપ દરમિયાન ફેરારીના ફેલિપ મેસ્સા અને લુઇસ હેમિલ્ટનની કાર વચ્ચે ટક્કર થઇ હતી. જેના કારણે હેમિલ્ટન પોતાની રેસ પૂરી કરી શક્યો નહોતો. હેમિલ્ટન અને મેસ્સાની કારની ટક્કર થઇ હોય તેવું છેલ્લી ચાર રેસમાં ત્રીજી વાર બન્યું છે.
 ભારતનો વટ પડયો૨૦૧૦માં કોમનવેલ્થ ગેમ્સ અને આ વર્ષે ઇન્ડિયન ગ્રાં. પ્રિ. જેવી હાઈપ્રોફાઇલ ઇવેન્ટનું સફળ આયોજન કરી ભારતે રમતક્ષેત્રે ફરી એકવાર તાકાતનો પરચો બતાવી દીધો છે. બે વર્ષ અગાઉ જ ભારતને ઇન્ડિયન ગ્રાં. પ્રિ. યોજવા ગ્રીન સિગ્નલ મળ્યું હતું. આ સમયથી જ આપણે વિશ્વની આ સૌથી હાઈપ્રોફાઇલ કાર રેસિંગ ઇવેન્ટનું સફળતાપૂર્વક આયોજન કરી શકશું કે કેમ એ વિષે આશંકા પ્રવર્તી રહી હતી. ભારતીય ટ્રેક હોવાથી આજે રેસનાં આયોજન વખતે અકસ્માત સર્જાય નહીં તો સારું એવી પણ ટીકાકારો ચર્ચા કરતા હતાપરંતુ આ ટીકાકારોની બોલતી બંધ થઇ ગઇ છે અને ભારતે સફળતાપૂર્વક ઇન્ડિયન ગ્રાં. પ્રિ.નું આયોજન કરી રમતમાં નવું પ્રકરણ ઉમેર્યું છે.
વેટલ : એફ-વનનો નવો કિંગરેડ બુલ રેનોલ્ટનો ૨૪ વર્ષીય સેબસ્ટિયન વેટલ બીજો માઇકલ શુમાકર બનવા તરફ આગળ ધપી રહ્યો હોય તેમ જણાય છે.ઇન્ડિયન ગ્રાં. પ્રિ. અગાઉ જ વેટલે એફ-વનની ૨૦૧૧ની સિઝનની વર્લ્ડ ચેમ્પિયનશિપ પોતાને નામે કરી દીધી હતી. વર્લ્ડ ચેમ્પિયનશિપ પોતાને નામે કરી હોવા છતાં વેટલે આત્મસંતુષ્ટ થયા વિના ઇન્ડિયન ગ્રાં. પ્રિ. પણ જીતી લીધી છે. આ સિઝનમાં યોજાયેલી ૧૭માંથી ૧૧ રેસ વેટલે જીતેલી છે. વેટલ અગાઉ ઓસ્ટ્રેલિયામલેશિયા,તુર્કીસ્પેનમોનેકોયુરોપબેલ્જિયમઇટાલીસિંગાપુરકોરિયા ગ્રાં. પ્રિ. જીતી ચૂક્યો છે. વેટલે ઇન્ડિયન ગ્રાં. પ્રિ.માં પોલપોઝિશન મેળવી હતી અને આજની ફાઇનલમાં શરૂઆતથી જ તેણે પોતાનો દબદબો જમાવ્યો હતોઆ રેસમાં મેકલારેન-મર્સિડીઝના જેસન બટન બીજા અને ફેરારીના એલોન્સો ત્રીજા ક્રમે રહ્યા હતા.
ફોર્સ ઇન્ડિયાને પોઇન્ટએફ-વન રેસમાં ભાગ લઇ રહેલી વિજય માલ્યા-સહારા જૂથની સહારા-ફોર્સ ઇન્ડિયા ટીમના ડ્રાઇવર સુતલી નવમા ક્રમે આવ્યો હતોજેના કારણે ફોર્સ ઇન્ડિયાને બે પોઇન્ટ મળ્યા હતા,આમઆ સિઝનમાં સહારા-ફોર્સ ઇન્ડિયા ૫૧ પોઇન્ટ સાથે છઠ્ઠા ક્રમે આવી ગયું છે.
શુમી પાંચમોકાર્તિકેયન ૧૭મોસાત વખતનો વર્લ્ડ ચેમ્પિયન માઇકલ શુમાકર પાંચમા સ્થાને આવ્યો હતોબીજી તરફ હિસ્પેનિયાના નારાયણ કાર્તિકેયને આ રેસની શરૂઆત ૨૩મા ક્રમથી કરી હતી અને તે ૧૭મા ક્રમે આવ્યો હતો.
ડ્રાઇવર્સે એક મિનિટનું મૌન પાળ્યુંરેસિંગવિશ્વમાં છેલ્લા એક મહિનામાં અકસ્માત થવાને કારણે બે ડ્રાઇવર્સનાં મોત થયાં છેજેમાં બ્રિટિશ ઇન્ડિકાર રેસર ડેન વ્હેલડોન અને ઇટાલિયન મોટોજીપી ડ્રાઇવર માર્કો સિમોન્સેલીનો સમાવેશ થાય છે. આ બંને સદ્ગત ડ્રાઇવર્સને શ્રદ્ધાંજલિ આપવા ઇન્ડિયન ગ્રાં. પ્રિ.ના પ્રારંભ અગાઉ ૧ મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. જેન્સન બટન અને માર્ક વેબર આ રેસમાં ખભે કાળી પટ્ટી બાંધીને પણ ઊતર્યા હતા.
મિ. બીન’ પણ ઇન્ડિયન ગ્રાં. પ્રિ.માંમિસ્ટર બીનની કોમેડી સિરીઝને કારણે જાણીતા બનેલા રોવાન એટકિન્સને ઇન્ડિયન ગ્રાં. પ્રિ.નો બુદ્ધ સર્કિટ ઉપરથી રોમાંચ માણ્યો હતો. એટકિન્સન આ રેસ માટે શુક્રવારથી જ ભારતમાં છે. એટકિન્સન સ્પોર્ટ્સ કાર રેસિંગ માટે દીવાના છે અને તેમણે મેકલારેનની એફ-વનની કાર પણ ખરીદેલી છે. ઓગસ્ટમાં એટકિન્સન પોતાની આ સ્પોર્ટ્સ કારને લઇ જઇ રહ્યો હતો ત્યારે ગંભીર અકસ્માત નડવાથી તેમને ખભે ફ્રેક્ચર થયું હતું.
સચિન તેંડુલકર કોણ છે?’આપણે ત્યાં માત્ર કોઇ સચિન નામ કહે તો સચિન તેંડુલકર જ યાદ આવ્યા વિના રહે નહીંપરંતુ વિદેશનું મીડિયા સચિન તેંડુલકરથી ખાસ પરિચિત નથી તેનો આજે દાખલો જોવા મળ્યો હતો. સચિન બુદ્ધ ઇન્ટરનેશનલ સર્કિટ ઉપર આવ્યો તેની સાથે જ પત્રકારો અને ફોટગ્રાફરો તેને ઘેરી વળ્યા હતાઆ ટોળું જોઇ સ્પેનના એક પત્રકારે પૂછયું કે આ કોઇ વીવીઆઇપી છેશા માટે તેને જોઇ લોકો ઘેરી વળ્યાં છે?’ જેની સામે ભારતીય પત્રકારે ઉત્તર આપ્યો કે આ સચિન તેંડુલકર છેભારતીય સ્પોર્ટ્સનો ભગવાન’.
આફ્ટર પાર્ટીની ટિકિટની કિંમત ૪૦ હજાર રૂપિયાઇન્ડિયન ગ્રાં. પ્રિ. બાદ મોડી સાંજે અર્જુન રામપાલની રેસ્ટોરન્ટ બાર લેપમાં આફ્ટર પાર્ટી યોજવામાં આવી હતીઆ પાર્ટીમાં એફ-વનના ડ્રાઇવર્સ સહિત વીવીઆઇપી લોકોએ હાજરી આપી હતીસામાન્ય લોકો માટે આ આફ્ટર પાર્ટીની ટિકિટ ૪૦ હજાર હતીઆટલી ઊંચી કિંમત હોવા છતાં શનિવારે સાંજે જ તમામ ટિકિટનું વેચાણ થઇ ગયું હતું. આ પાર્ર્ટીમાં પોપસ્ટાર લેડી ગાગા આકર્ષણનું મુખ્ય કેન્દ્ર હતી.
૨૦૧૨માં પણ ઓક્ટોબરમાં જ ઇન્ડિયન ગ્રાં. પ્રિ.એફઆઇએ દ્વારા વર્ષ ૨૦૧૨ના એફ-વનનો કાર્યક્રમ પણ જારી કરી દેવાયો છે. ૧૫-૧૮ માર્ચ દરમિયાન યોજાનારી ઓસ્ટ્રેલિયન ગ્રાં. પ્રિ. સાથે સિઝનની શરૂઆત થશે. આગામી સિઝનમાં કુલ ૨૦ ગ્રાં. પ્રિ. રેસ યોજાશે જેમાં સતત બીજી વાર ૧૭મી રેસ ભારતમાં હશે. ભારતમાં આ રેસ ૨૬-૨૮ ઓક્ટોબર દરમિયાન યોજાશે.
ઇન્ડિયન ગ્રાં.પ્રી. : ટોપ-૧૦ ડ્રાઇવર્સ
ક્રમ
ડ્રાઇવર
ટીમ
લેપ
સમય
પોઇન્ટ
વેટલ
આરબીઆર-રેનોલ્ટ
૬૦
૧:૩૦:૩૫.૦૦૨
૨૫
બટન
મેકલારેન-મર્સિડિઝ
૬૦
+૮.૪ સેકન્ડ
૧૮
એલોન્સો
ફેરારી
૬૦
+૨૪.૩ સેકન્ડ
૧૫
વેબર
આરબીઆર-રેનોલ્ટ
૬૦
+૨૫.૫ સેકન્ડ
૧૨
શુમાકર
મર્સિડિઝ
૬૦
+૬૫.૪ સેકન્ડ
૧૦
રોસબર્ગ
મર્સિડિઝ
૬૦
+૬૬.૮ સેકન્ડ
હેમિલ્ટન
મેકલારેન-મર્સિડિઝ
૬૦
+૮૪.૧ સેકન્ડ
એલ્ગ્યુરસુઆરી
એસટીઆર-ફેરારી
૫૯
+૧ લેપ
સુતલી
ફોર્સ ઇન્ડિયા-મર્સિડિઝ
૫૯
+૧ લેપ
૧૦
પેરેઝ
સૌબર-ફેરારી
૫૯
+૧ લેપ
ટીમ સ્ટેન્ડિંગ
ક્રમ
ટીમ
પોઇન્ટ
આરબીઆર-રેનોલ્ટ
૫૯૫
મેકલારેન-મર્સિડિઝ
૪૪૨
ફેરારી
૩૨૫
મર્સિડિઝ
૧૪૫
રેનોલ્ટ
૭૨
ફોર્સ ઇન્ડિયા
૫૧
સૌબર-ફેરારી
૪૧
એસટીઆર-ફેરારી
૪૧
વિલિયમ્સ-કોસવર્થ
૦૫
૧૦
લોટસ-રેનોલ્ટ
૦૦
૧૧
એચઆરટી-કોસવર્થ
૦૦
૧૨
વર્જિન-કોસવર્થ
૦૦
ડ્રાઇવર્સ સ્ટેન્ડિંગ
ક્રમ
ડ્રાઇવર
ટીમ
પોઇન્ટ
વેટલ
આરબીઆર-રેનોલ્ટ
૩૭૪
બટન
મેકલારેન-મર્સિડિઝ
૨૪૦
એલોન્સો
ફેરારી
૨૨૭
વેબર
આરબીઆર-રેનોલ્ટ
૨૨૧
હેમિલ્ટન
મેકલારેન-મર્સિડિઝ
૨૦૨
મેસ્સા
ફેરારી
૯૮
રોસબર્ગ
મર્સિડિઝ
૭૫
શુમાકર
મર્સિડિઝ
૭૦
પેટ્રોવ
રેનોલ્ટ
૩૬
૧૦
હૈડફિલ્ડ
રેનોલ્ટ
૩૪
ફોર્મ્યુલા-૧ વિ. ક્રિકેટફોર્મ્યુલા-૧ફર્નાન્ડો એલોન્સોવાર્ષિક પગાર : ૨૦૪ કરોડ રૂપિયારેસના કુલ દિવસ : ૨૦કામના કુલ દિવસ : ૬૦પ્રતિ દિવસનો પગાર : ૩.૪ કરોડ
ક્રિકેટગૌતમ ગંભીર(આઇપીએલમાં સૌથી વધુ કમાણી)બે વર્ષનો પગાર : ૧૧ કરોડ રૂપિયાભારતીય ક્રિકેટર તરીકે પગાર૨.૩ કરોડ પ્રતિ વર્ષવર્ષમાં કામના દિવસ : ૧૨૫
ટીવી વ્યુઅરશિપએફ-વન : ૫૨૭ મિલિયન (૨૦૧૦નો આંક)૨૦૧૧-ક્રિકેટ વર્લ્ડકપ ફાઇનલ : વિશ્વભરમાં ૧ બિલિયન