Tuesday, October 25, 2011

ઘડપણ સડવા માટે નથી

– ડૉ..ગુણવંત શાહ
 
જ્યાં જ્યાં નજર કરીએ ત્યાં એડવાન્સ બૂકિંગ કરાવીને ઘડપણમાં રોગોનું મ્યુઝિયમ બનીને ખાટલે પડેલા ખોળિયાજોવા મળે છેએમના જિગરજાન દોસ્તનું નામ છેગળફોએમની ગર્લફ્રેન્ડનું નામ છેથૂંકદાનીએમની પ્રિયતમાનુંનામ છેપથારીરવિશંકર મહારાજ વારંવાર કહેતા કે ઘરડમાં ચાલે તે ઘરડોઘડપણનું સર્જન સડવા માટે નથી થયું.માણસે ઘરડા નથી થવાનુંપણ વૃધ્ધ થવાનું છેજે વૃધ્ધિ પામ્યો  વૃધ્ધ.
પાછલી ઉંમરે સુખી થવાના સચોટ ઉપાયો કયા ? ગમે  ભોગે યુવાનીમાં બેઠાડુ બનવાનું ટાળવું રહ્યુંજેટલું ચલાયએટલું ચાલવું અને વળી ઝડપથી ચાલવું.
 
ચલતે રહો શુબહ શામ
 
પરસેવાના બે પ્રકાર છેએક છે હરામનો પરસેવો અને બીજો છે ખરી કમાણીનો પરસેવોમુંબઈમાં ભેજ એટલો કેઆળસુના પીરને પણ પરસેવો વળે હરામનો પરસેવો ગણાયશિયાળામાં કોઈ માણસ એકાદ કલાક કસરત કરેઅને શરીરે પરસેવો વળે  ખરી કમાણીનો પરસેવો ગણાય પરસેવો રોગમુક્તિ(healing)નો ખરો ઉપાય છે.કમાણીનો પરસેવો ઉંમરને ખાઈ જાય છે.
 
પાછલી ઉંમરે દુ:ખી થવાના ઘણા રસ્તા છેઓફિસની ખરશીમાં પોટલું થઈને બેસવું એ પહેલો ઉપાય છેવ્યસનોવિનાની યુવાની ઘણા લોકોને નથી ગમતીપૈસા કમાવા સિવાય અન્ય કોઈ વાતમાં રસ  લેવાની ટેવ યુવાનીનેકદરૂપી બનાવે છેસાહિત્યસંગીતકળાનાટક અને કવિતા જેવી ‘ફાલ્તુ’ બાબતોથી દૂર રહેનારા ઝટ ઝટ સડે છે.આવા લોકોને તાણ નામની વૅમ્પ અકાળે ઘરડા બનાવે છેકેવળ પૈસો કમાનારી વ્યક્તિને સાચી મૈત્રી સાંપડતીનથીપરિણામે જીવન ઝટ કટાઈ જાય છે.
 
પુસ્તક વાંચવાની ટેવ હોય એવો સ્ફૂર્તિમંત વૃદ્ધ કંટાળતો નથીસંગીતમાં રસ લેનારો વૃદ્ધ નવરાશને શણગારતોજોવા મળે છેમૈત્રીવૈભવ ધરાવનારા દાદા ખાસા રળીયામણા જણાય છેઅન્ય માટે કશુંક કરી છૂટવા તત્પર એવાંદાદીમા આદરણીય જણાય છેપારકી પંચાતથી દૂર રહીને નિજાનંદમાં મસ્ત રહેનારા દાદાને ખાલીપો પજવતોનથીઘરના સંતાનો એમનાથી કંટાળતા નથીપુત્રવધુને એમની હાજરી ખટકતી નથીકેટલાક વડીલોથી પરિવારકંટાળે છે કંટાળો સાબિત કરે છે કે વડીલ હજી જીવે છેઆવું ઘડપણ અભિશાપ ગણાય.
જે વૃધ્ધ છે  તબિયતનો રાંક નથી હોતોપુસ્તકપ્રેમકળાપ્રેમમનોરંજનમૈત્રી અને પ્રસન્ન સ્મિતથી શોભતોકરચળિયાળો ચહેરો એમના સમગ્ર જીવનનું ઓડિટ પ્રગટ કરતો રહે છેઆવો વૃધ્ધ છેક સુધી પોતે સ્થાપેલી કેઉછેરેલી સંસ્થાની ખુરશી પર ફૅવિકોલ (અમેરીકામાં Crazy Glue) લગાડીને ચોંટી રહેતો નથીશંશોધનોએ સાબિતકર્યું છે કે નિયમિતપણે ચર્ચમાં જનારા લોકો લાંબું જીવે છેભગવાન નામનું ટ્રાન્ક્વિલાઈઝર જબરી રાહત સાવ ઓછીકિંમતે પહોંચાડે છેડ્રગને રવાડે ચડવા કરતાં કૃષ્ણને રવાડે ચડવું સારું.
જે બાલ્દી કટાઈને કાણી નથી થતી એને છેક છેલ્લે સુધી કોઈ ભીનો સ્પર્શ મળી રહે છે સ્પર્શ જીવનદાયી છેલાંબાઆયુષ્યના શાસ્ત્રને gerontology કહે છેઆપણા ઘરડા નેતાઓ ઝટ નિવૃત્ત થતા નથીસત્તા  છોડવાની એમનીચીટકુ વૃત્તિને gerontocracy કહે છેકટાઈ જવા માટેનો શ્રેષ્ઠ સમય યુવાની છેઘરડા થવું  ગુનો છેવૃદ્ધ થવું વિશેષાધિકાર છેસતત સમૃધ્ધ થતો રહે તે વૃદ્ધવિચારની વૃદ્ધિ
 
ખિસકોલી ઘરડી થાય તોય દોડવામાં ધીમી પડતી નથીપુષ્પ ખરવાની અણી પર હોય તોય સુગંધ આપવામાંપાછીપાની કરતું નથીહરણ ગમે એટલું ઘરડું હોય તોય એની દોડવાની ગતિ જળવાઈ રહેતી હોય છેઘરડા હાથીનુંગૌરવ પણ છેલ્લી ક્ષણ સુધી અકબંધ રહેતું હોય છેજે માણસ મોટી વયે પણ નવું નવું વાંચવાનુંવિચારવાનું અનેનિર્મળ આનંદ પામવાનું વ્યસન છોડવા તૈયાર નથી  ખરા અર્થમાં વૃદ્ધ છેએવા માણસને ‘ઘરડો’ કહેવો  એનુંઅપમાન છેઅમેરિકાના બનોર્ડ બારુચ કહે છે :
 
ઘરડા થવાની ઉંમર
હું આજે છું એનાં
 
લેખકના ‘વૃક્ષમંદિરની છાયામાં’ પુસ્તકમાંથી સાભાર