Tuesday, October 25, 2011

લસણ : આરોગ્યપ્રદ જીવન માટેની ચમત્કારિક ઓષડ



નવી દિલ્હીતા. ૨૪
લસણમાં અનેક બીમારીઓની દવાના ગુણો છે એ બાબતથી આપણે સૌ સારી રીતે પરિચિત છીએતેની સાથે ડોશીમાના વૈદાના અનેક પ્રચલિત ઉખાણાં અને ઉક્તિઓથી  પણ આપણે સૌ વાકેફ છીએ. તેનાથી વિશેષ એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આ "વંડર ડ્રગ"માં જૈવિક રીતે ઉપયોગી ૧૦૦થી વધુ રસાયણો રહેલાં છે. લસણમાં બેક્ટેરિયાવિરોધીવાયરલવિરોધીફૂગવિરોધી અને ઝેરવિરોધી કેટલાંક તત્ત્વો રહેલાં છે.
અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે ૬૦૦ મિલિગ્રામ લસણનો દૈનિક ઉપયોગ કરવામાં આવે તો તેનાથી કોલેસ્ટેરોલનાં પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. ઇન્ફેક્શન અને બેક્ટેરિયા સામે લડવાની તેની ક્ષમતાને કારણે તેને આરોગવાથી મસા અને ચામડીના રોગો માટે તે અસરકારક છે.
લસણ કામોત્તેજક પણ છેતેનાથી લોહીનાં પરિભ્રમણમાં મદદ મળે છે અને તે લોહીમાં ખાંડનું લેવલ નિયમતિ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ડાયબિટીસના દર્દીઓ માટે રાહત આપે તેમ તે ઇન્સ્યુલીન છૂટું કરવામાં પણ મદદરૂપ થાય છે.
લસણના બેક્ટેરિયા અને એનેસ્થેટિકવિરોધી લક્ષણોને કારણે તેનાથી દાંતની બીમારીઓ દૂર થાય છેઆમ લસણ લગભગ દરેક રોગોમાં રાહત આપનારી દવાનું કામ કરે છે.
  • જૈવિક રીતે ઉપયોગી ૧૦૦થી વધુ રસાયણો રહેલાં છે