Friday, October 28, 2011

Meaning of Navkarmantra...

નમો અરિહંતાણં
નમો 
સિદ્ધાણં
નમો 
આયરિયાણં
નમો
 ઉવજ્ઝાયાણં
નમો
 લોએ સવ્વસાહૂણં.
એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો.

મંગલાણં ચ સવ્વેસિં, પઢમં હવઈ મંગલં. 
અર્થ -
અરિહંતોને નમસ્કાર થાઓ
સિદ્ધોને નમસ્કાર થાઓ
આચાર્યોને 
નમસ્કાર થાઓ
ઉપાધ્યાયોને નમસ્કાર થાઓ

લોકમાં સ્થિત સર્વ સાધુઓને નમસ્કાર થાઓ.
આ પાંચ નમસ્કાર સર્વ પાપોનો નાશ કરનાર છે અને સર્વ મંગળોમાં શ્રેષ્ઠ મંગળ છે.

વિવેચન :- નવકાર મહામંત્ર, જૈન સંસ્કૃતિનો એક સર્વમાન્ય પ્રભાવશાળી મંત્ર છે. તે સંસારના સર્વ મંત્રોમાંમુગટમણિ સમાન છે, કલ્પતરુ, ચિંતામણિ, કામકુંભ અને કામધેનુ સમાન સમસ્ત કામનાઓને પૂર્ણકરવાવાળો છે, લોકમાં અનુપમ છે, આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક બધી જાતની અડચણોનેદૂર કરનાર અમોઘ મંત્ર છે. તેના જાપથી પાપ નષ્ટ થાય છે, બુદ્ધિની શુદ્ધિ થાય છે, લક્ષ્મીની વૃદ્ધિ થાય છે,સિદ્ધિની ઉપલબ્ધિ થાય છે, આરોગ્યની પ્રાપ્તિ થાય છે, ચિંતાઓ નષ્ટ થાય છે, ભૂત, પ્રેત, રાક્ષસ,પિશાચ, ડાકિની, શાકિની વગેરે બધી જાતના ઉપદ્રવોનું ઉપશમન થાય છે. લૌકિક અને લોકોત્તર બધીજાતનાં સુખ પ્રાપ્ત થાય છે. મલિનથીય મલિન અને પતિતથીય પતિત આત્માઓ પણ નવકાર મંત્રનાજાપથી નિર્મળ તથા પવિત્ર બની જાય છે.
આચાર્યો કહે છે કે, નવકાર મહામંત્રના એક
 અક્ષરનું ધ્યાન કરવાથી પણ સાત સાગરોપમના કાળ સુધીભોગવાય તેટલાં પાપ નષ્ટ થઈ જાય છે. સંપૂર્ણ મહામંત્રનું ધ્યાન ધરવાથી પાંચસો સાગરોપમના કાળસુધી ભોગવાય તેટલાં પાપોનો વિનાશ થાય છે. જે નવકાર મહામંત્રનો નિષ્કામભાવથી વિધિપૂર્વક એકલાખ વાર જાપ કરે છે, તેની અર્ચના કરે છે તે તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરે છે, તે શાશ્વત-ધામ (મુક્તિ)નેપ્રાપ્ત કરે છે. જે ભાવિક ભક્ત આઠ કરોડ, આઠ હજાર, આઠસો આઠ વાર નવકાર મહામંત્રનો જાપ કરે છે તેત્રીજા ભવમાં મોક્ષ પ્રાપ્ત કરે છે.
જૈન આગમ અને આગમેતર સાહિત્યમાં એવી અનેક કથાઓ વિદ્યમાન 
છે કે જેમાં નવકાર મહામંત્રના અદ્ભુતપ્રભાવનો મહિમા વર્ણવ્યો છે. મહામંત્રના પ્રબળ પ્રભાવથી જ શેઠ સુદર્શને શૂળીને સિંહાસનના રૂપમાંપરિણત કર્યું હતું, નાગ જેવા ક્ષુદ્ર જીવને પણ ધરણેન્દ્રની પદવી પ્રાપ્ત થઈ હતી. સતી સુભદ્રાએ કાચાસૂતરથી ચાળણીને બાંધીને કૂવામાંથી પાણી કાઢ્યું હતું અને ચંપાનગરીના દ્વાર ખોલ્યાં હતાં. સતી સીતાએઅગ્નિકુંડને જળકુંડમા રુપમાં બદલી નાખ્યો હતો. અગ્નિની જ્વાળાઓને પણ બરફ જેવી શીતળ બનાવીદીધી હતી. સતી શ્રીમતીએ ભયંકર વિષધરને ફૂલની માળાના રૂપમાં ફેરવી નાખ્યો હતો. તે મહામંત્રનાચમત્કારથી જ શ્રીપાલ અને મયણાસુંદરીનું જીવન સુખી બન્યું હતું. દ્રૌપદીનાં ચીર ઢંકાયાં હતાં, વિષનેઅમૃત, શત્રુને મિત્ર, અગ્નિને પાણી અને દુઃખીને સુખી બનાવનાર દિવ્ય પ્રભાવશાળી તે મહામંત્ર નવકારજ છે.
આ મહામંત્ર અનાદિ છે, ભૂતકાળમાં અનંત તીર્થંકર થયા 
છે, ભવિષ્યમાં અનંત તીર્થંકર થશે પરંતુ કોઈ પણઆ મહામંત્રની આદિને જાણતા નથી. જેની આદિ, જાણી પણ કઈ રીતે શકાય? માટે તે અનાદિ અનંત મંત્રછે.
આ મહામંત્રમાં વ્યક્તિવિશેષની ઉપાસના
 નહિ પણ ગુણોની ઉપાસના કરવામાં આવેલ છે, આત્મિક ગુણોનેવિકસિત કરનારા જે મહાપુરુષો છે તેમને નમસ્કાર કરવામાં આવેલ છે. આ મહામંત્ર, પંથ પરંપરા કેસંપ્રદાયની પરિધિથી મુક્ત છે તેથી માનવમાત્રની એક અણમોલ નિધિ છે અને બધાને માટે સમાન ભાવથીસદા સ્મરણીય છે.