Friday, October 28, 2011

દુનિયાભરમાં લોકપ્રિય બની રહ્યું છે ‘થર્ડ પ્લેસ વર્ક કલ્ચર’



મુંબઈતા. ૨૬
કોર્પોરેટ જગતમાં આજકાલ ઓફિસ અને ઘર સિવાયનાં ત્રીજા સ્થળેથી કામ કરવાનો ટ્રેન્ડ લોકપ્રિય બની રહ્યો છે. આ થર્ડ પ્લેસ વર્ક કલ્ચરના બેજોડ ફાયદા હોવાનું એક સર્વેક્ષણનાં તારણો જણાવે છે.
મોડર્ન બિઝનેસમાં થર્ડ પ્લેસ વર્કિંગ કેટલું સામાન્ય બની ચૂક્યું છે તેના પર ભાર મૂકતાં આ સર્વેક્ષણમાં એમ પણ જણાવાયું છે કે ઘરની નજીક હોય તેવાં ઘર કે ઓફિસ સિવાયનાં ત્રીજા સ્થળેથી કામ કરવાથી વર્ક-લાઇફ બેલેન્સમાંજોબ સેટિસ્ફેક્શનમાં અને પ્રોડક્ટિવિટીમાં પણ સુધારો થાય છે.
ભારત સહિત દુનિયાભરના ૧૭,૮૦૦ રિસ્પોન્ડન્ટ્સના ડેટાને આવરી લેતાં સર્વેક્ષણનાં તારણો દર્શાવે છે કે થર્ડ પ્લેસ વર્ક કલ્ચરની લોકપ્રિયતા વધી રહી છે. સર્વેક્ષણ હાથ ધરનારા જાણીતા સોશિયલ એન્થ્રોપોલોજિસ્ટટાઉન પ્લાનર અને વર્કપ્લેસ સ્ટ્રેટેજિસ્ટ ઝિઓના સ્ટ્રેલિત્ઝે લંડનથી વીડિયો કોન્ફરન્સિંગ મારફત જણાવ્યું હતું કે આ થર્ડ પ્લેસ’ બિઝનેસ સેન્ટરક્લબલાઇબ્રેરી કે કોફી શોપ જેવું કોઈ સ્થળ હોઈ શકે છે.
વિશ્વની સૌથી મોટી ફ્લેક્સિબલ વર્કપ્લેસ પ્રોવાઇડર રેગુસનું સમર્થન ધરાવતા આ સ્વતંત્ર રિસર્ચ રિપોર્ટે એવી માન્યતાનો પણ છેદ ઉડાવ્યો છે કે ફ્લેક્સિબલ ર્વિંકગ એટલે હોમ-ર્વિંકગ.
ઝિઓનાએ ઉમેર્યું હતું કે, "રિપોર્ટથી એમ પણ માલૂમ પડયું છે કે થર્ડ પ્લેસ ર્વિંકગના સંખ્યાબંધ લાભ છેજેમાં વર્ક અને લાઇફ વચ્ચે સંતુલનમાં સુધારોમાનસિક તાણમાં ઘટાડો અને કર્મચારીની પ્રોડક્ટિવિટીમાં વધારો સામેલ છેસાથે સાથે કર્મચારી જે કંપની સાથે સંકળાયેલા હોય તે કંપનીનું પ્રોપર્ટી કમિટમેન્ટ પણ ઘટી જાય છે."
સર્વેક્ષણ માટે જેમના ઇન્ટરવ્યુ લેવાયા હતા તે રિસ્પોન્ડન્ટ્સ પૈકી મોટા ભાગના રિસ્પોન્ડન્ટ્સનું કહેવું હતું કે તેઓ ઘેરથી કામ કરવા ઇચ્છતા નથીતેઓ થર્ડ પ્લેસ’ પર કામ કરતી અન્ય વ્યક્તિઓની સાથે કામ કરવા ઇચ્છુક હતાજેથી ઘેર ન હોય તે સુવિધાઓ પણ મળી રહે અને નોન-ડોમેસ્ટિકપ્રોફેશનલ એન્વાયર્મેન્ટ પણ મળે.

  • ઘર કે ઓફિસ સિવાયનાં ત્રીજા સ્થળેથી જ કામ કરવાનો ટ્રેન્ડ