Tuesday, October 25, 2011

આ ‘જાદુઈ ગોળી’ તમને આપશે 150 વર્ષનું જીવન!



વૉશિંગ્ટન : 22, ઓક્ટોબર

વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે ઉંમર વધવાની પ્રક્રિયાને ઓછી કરનારી અને તમારા જીવનની ઉંમર 150 વર્ષ સુધી પહોંચાડનારી 'જાદુઈ દવા' બસ થોડા જ વર્ષોમાં મળી શકશે.

વૈજ્ઞાનિકોએ સિડનીમાં એક સંમેલનમાં કહ્યું કે શરીરને મજબૂત બનાવનારી આ 'જાદુઈ ગોળી' વિકસિત થવાના શરૂઆતના ચરણમાં છે અને આના સેવન બાદ 100 વર્ષથી વધુ જીવવામાં મદદ મળી શકશે. તેમણે કહ્યું કે આ દવાના સેવનથી સ્ટેમ કોશિકા થેરેપી જીવનની ગુણવત્તા વધારી દેશે.
   
ન્યૂ સાઉથ વેલ્સ યુનિવર્સિટીમાં 'ડીન ઓફ મેડિસિન'ના પ્રોફેસર પીટર સ્મિથે કહ્યું કે મેડિસિન ડીને ઢળતી જતી ઉંમરમાં ખુશ અને સ્વસ્થ રહેવાની સંભાવનાઓ પર વ્યાખ્યાન આપ્યું જે વ્યક્તિની ઉંમર વધારવાની દિશામાં મહત્વની કડી સાબિત થશે. તેમણે કહ્યું છે, મને પૂરી આશા છે કે અમે માનવજીવનને થોડા દશકો સુધી વધારી શકીશું. પણ આનો ઉદ્દેશ્ય માત્ર આયુષ્ય વધારવાનો જ નહીં પણ લાંબું અને સ્વસ્થ જીવન જીવવાનો છે.

હાર્વર્ડના વૈજ્ઞાનિક પ્રોફેસર ડેવિડ સિનક્લેયરે દાવો કર્યો છે, અમે એવી નવી તક્નીકી શરૂઆત નિહાળી રહ્યા છીએ જેનાથી એક દિવસ 150 વર્ષનું જીવન જોઇ શકાશે.