Tuesday, October 25, 2011

ધ્રુવનો તારો - અનિકેત





ઘુ્રવનો તારો સૂર્ય કરતાં ૨૫૦૦ ગણો વઘુ પ્રકાશિત છે અને ઘુ્રવતારકના પ્રકાશને આપણી આંખ સુઘી પહોંચતાં ૪૭ વર્ષ લાગે છેતારાઓમાં જેનું નામ સૌપ્રથમ લોકજીભે ચઢે છે તેના વિશે આપણે કેટલું જાણીએ છીએ?બ્રહ્માંડમાં ગણ્યા ગણાય નહીં એટલા બધા તારાઓ છે. અબજો... અબજો તારા... આપણે આમાંના એકાદ બે તારાનું નામ પણ જાણતા નથી કોઈ પૂછે તો સૌપ્રથમ ઘુ્રવના તારાનું નામ જીભ પર આવે. પરંતુ આ ઝળહળતા તારા વિશેનું આપણંુ જ્ઞાન પણ ઘણું મર્યાદિત હોય છે.આકાશ બધે જ ભૂરું હોય છે અને તેમાં ઝગમગતા તારા બાળકોથી માંડી વૃદ્ધોને પણ એટલા જ પ્રિય છે. આકાશમાં સ્થિર રહેનારો અને ઉત્તર દિશા દાખવનારો તારો ઘુ્રવ તો અત્યંત જાણીતો તારો છે. પણ શું તમે એ જાણો છે કે આજે રાતે આપણે ઘુ્રવ તારો જોઈએ તે ૪૭ વર્ષ જૂનો તારો હોય છે. ધારો કે આજે રાતે ઘુ્રવનો તારો ખરી જાય તો તેની જાણકારી આપણને ઈ. સ. ૨૦૫૮માં થવા પામશે. આ માટે જરાયે આશ્ચર્ય પામવા જેવું નથી. સૂર્યના પ્રકાશને પૃથ્વી પર પહોંચતા ૮ મિનિટ ૨૦ સેકન્ડ લાગે છે. પ્રકાશની ગતિ દર સેકેન્ડે ત્રણ લાખ કિલોમીટર હોય છે. હકીકત એ છે કે ઘુ્રવ તારાના પ્રકાશને પૃથ્વી પર પહોંચતા ૪૭ વર્ષ લાગે છે. એટલે કે ઘુ્રવ તારામાંથી નીકળેલાં પ્રકાશના કિરણોને પૃથ્વી સુધી પહોંચતા ૪૭ વરસો લાગે છે.અંતરિક્ષનું અંતર માપવા માટે ખગોળશાસ્ત્રીઓ પ્રકાશવર્ષનો ઉપયોગ કરે છે. એક પ્રકાશ વર્ષનો અર્થ એ થાય છે કે પ્રકાશ એક વર્ષમાં કેટલું અંતર કાપી શકે છે. અને પ્રકાશની ગતિ દર સેકન્ડે ત્રણ કિલોમીટર હોય છે. જે તારાઓનો સમાવેશ સૂર્યમંડળમાં નથી થતો તે તારાઓનું અંતર માપવા ખગોળશાસ્ત્રીઓએ એક માપ, એક પ્રમાણ શોધી કાઢ્‌યું છે અને તેને ‘‘પારસેક’’ તરીકે ઓળખવામાં આવે છે. એક ‘પારસેક’ એટલે ૩.૨૬ પ્રકાશવર્ષ.આપણા સૌરમંડળની બહાર સહુથી નજીકનો તારો છે. ‘‘પ્રોકસીમા સેન્ટોરી’’ અને તે આપણી પૃથ્વીથી લગભગ ૪.૨૫ પ્રકાશ વર્ષ દૂર છે.
ખગોળશાસ્ત્રીઓ જણાવે છે કે તારાઓ જેટલા અધિક વજનના હોય છે એટલા જ અધિક ઉષ્ણ હોય છે. જેટલું વધારે વજન એટલું જ અધિક એનું ઉષ્ણતામાન. પરંતુ જેટલું વજન વધારે એટલું જ આયુષ્ય ઓછું. ઉદાહરણ તરીકે કોઈ તારાનો ભાર આપણા સૂર્ય કરતાં ૧૫ ગણો અધિક હોય તો એ તારો લગભગ એક કરોડ વર્ષ સ્થિર અવસ્થામાં રહી શકે છે. જ્યારે સૂર્યથી એક ચતુર્થાંશ વજનના દ્રવ્યવાળો તારો લગભગ ૭૦ અબજ વર્ષ સ્થિર રહી શકે છે. સૂર્યનું દ્રવ્યમાન લગભગ ૨ઠ ૧૦ ૩૩ કિલોગ્રામ છે. એની સ્થિર અવસ્થા ૧૦ અબજ વર્ષ અંદાજવામાં આવી છે. એટલે કે સૂર્યનું આયુષ્ય ૧૦ અબજ વર્ષ નિશ્ચિત છે.
ખગોળશાસ્ત્રીઓ જણાવે છે કે જો કોઈ તારાનો રંગ લાલ હોય તો એની સપાટી ઉપરનું ઉષ્ણતામાન લગભગ ૩૫૦૦ ડિગ્રી સેન્ટીગ્રેડ હોય છે. જો તારાનો રંગભૂરો સફેદ હોય તો તેની સપાટી પરનું ઉષ્ણતામાન લગભગ ૫૦,૦૦૦ ડિગ્રી સેન્ટીગ્રેડ હોય છે. તારાના રંગથી કેવળ ઉષ્ણતામાન જ નહિ, પણ તારાના વિકાસ, તેના જીવન અને તેની વિવિધ અવસ્થાઓનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે. તારો એની પ્રારંભિક અવસ્થામાં લાલ રંગ ધરાવે છે. ઉષ્ણતામાન ઘટતું જાય તેમ રંગ બદલાતો રહે છે. જો કોઈ તારાનું ઉષ્ણતામાન ૫૦૦૦, ૬૦૦૦, ૭૦૦૦, ૧૦,૦૦૦ કે ૨૦,૦૦૦ ડિગ્રી સેન્ટીગ્રેડ છે તો એનો રંગ. અનુક્રમે નારંગી, પીળો, લીલો, સફેદ અને ભૂરો હોય છે. તારા વિશેના સામાન્ય જ્ઞાનની ચર્ચા કરી, હવે આપણે ઘુ્રવના તારાની વિગતે વાત કરીએ.
આપણા પુરાણોમાં ઘુ્રવના તારાને લગતી એક રસપ્રદ વાત છે. ઘુ્રવ એ ઉત્તાનપાદ અને અણમાનીતી રાણી સુનીતિનો પુત્ર હતો. પાંચ વર્ષની વયે એ પિતાના ખોળામાં જઈ બેઠો ત્યારે ઉત્તમની માતા માનીતી રાણી સુરુચિએ એનું અપમાન કરી ઘુ્રવને ઉઠાડી મૂકેલો. ત્યાર બાદ ઘુ્રવે વનમાં જઈ તપ કરી ભગવાન વિષ્ણુને પ્રસન્ન કર્યા હતા. ભગવાન વિષ્ણુએ તેને અવિચળ પદ આપેલું. આકાશમાં આજે પણ તેની યાદમાં ઘુ્રવનો તારો અવિચળ ચમકે છે. ઉત્તર આકાશમાં અગત્યનું નક્ષત્ર હોય તો તે લધુ સપ્તર્ષિ છે. તેનાં ઘણાં અંગ્રેજી નામો છે. ઉર્સા માયનોર, સ્મોલ બીયર, સ્મોલ પ્લાઉ, સ્મોલ ડીપર વગેરે. આ નાના રીંછની પૂંછડીમાં જે છેલ્લો તારો છે તે જ આપણો ઘુ્રવનો તારો. ઘુ્રવનો તારો એક ઝાંખો તારો છે. તેથી તેને શોધવો થોડો અઘરો પડે છે. આપણે બધા જાણીએ છીએ કે તે પૃથ્વીની ધરી પર આવેલો તારો છે. અને તેથી તે આપણને સ્થિર દેખાય છે. હકીકતમાં ઘુ્રવનો તારો બરાબર પૃથ્વીની ધરી પર આવેલો નથી. તે તેની ધરીથી થોડે દૂર છે માટે તે પણ એક નાના વર્તુળાકાર માર્ગે પૃથ્વીની ધરીની આજુબાજુ ગતિ કરે છે, પણ પ્રસંગોપાત નિરીક્ષણ કરનારને તે માલૂમ પડતું નથી. સામાન્ય રીતે આપણે તેને સ્થિર માની શકીએ. તેની આ સ્થિતિ આપણને દિશા દર્શાવવા આડે આવતી નથી. જો અવકાશમાં જઈએ તો બધા જ તારા સ્થિર દેખાય છે, પણ આપણને હવે ખબર છે કે પૃથ્વી ગોળ ગોળ ફરતી હોવાથી પૃથ્વી પરથી માત્ર ઘુ્રવનો તારો જ સ્થિર દેખાય છે. બીજા બધા તારા આકાશમાં વિચરતા જણાય છે.દરેકેદરેક ગ્રહ અથવા આકાશીય પંિડ પોતાની ધરી પર ફરે છે. માટે દરેકેદરેક ગ્રહ અને આકાશીય ંિપંડને પોતપોતાનો ઘુ્રવનો તારો હોય છે. સૂર્ય પોતે પણ યુરેનસ ગ્રહનો ઘુ્રવતારો છે. આપણી મંદાકિની પણ તેની ધરી પર ગોળ ગોળ ફરે છે, માટે તેને પણ કોઈ બીજી મંદાકિની ઘુ્રવ મંદાકિની રૂપી છે, જે મંદાકિની આપણી મંદાકિનીની ધરી પર આવેલી છે. તે આપણી મંદિકાનીની ઘુ્રવ મંદાકિની છે. આપણી મંદાકિનીનો દરેકેદરેક તારો કોઈને કોઈ આકાશીય પંિડનો ઘુ્રવનો તારો હશે અને આપણો ઘુ્રવનો તારો, બીજા કોઈ ગ્રહ પરથી કે આકાશીય પંિડ પરથી જોતાં સ્થિર નહીં હોય. તે ગ્રહ અથવા આકાશીય પંિડના આકાશમાં ચલિત થતો દેખાતો હશે. પૃથ્વી પર આકાશ પૂર્વથી પશ્ચિમ તરફ ગોળગોળ ફરતું જણાય છે, પણ જો આપણે શુક્ર પર જઈએ તો આકાશ પશ્ચિમથી પૂર્વ તરફ ગોળ ગોળ ફરતું જણાય કેમ કે શુક્ર પોતાની ધરી પર પૂર્વથી પશ્ચિમ તરફ ભ્રમણ કરે છે. સૂર્યમંડળના શુક્ર સિવાયના બધા જ ગ્રહો પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ તરફ ધૂમે છે, માટે આ બધા જ ગ્રહો પર આકાશ પૂર્વથી પશ્ચિમ તરફ ફરતું દેખાય છે. યુરેનસની ધરી ૯૮ અંશને ખૂણે ઝૂકેલી હોવાથી ત્યાં આકાશ આપણા માથા પર નહીં, પણ આપણી નજર સમક્ષ ગોળ ગોળ ફરતું જણાય. આમ તારાઓની દુનિયા ઘણી અદ્‌ભુત છે. ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટીના અઘ્યક્ષ અને જાણીતા ખગોળશાસ્ત્રી ડૉ. જે. જે. રાવલ કહે છે કે ‘નાના રીંછની પૂંછડીમાં ઘુ્રવનો તારો હોવાથી નાનું રીંછ જેમ દીવાલમાં ખીલા ઉપર કોઈ પાટિયું લટકાવીને અને તેને દીવાલ પર ખીલાની આજુબાજુ ફેરવીએ તેમ આકાશરૂપી દીવાલમાં ઘુ્રવના તારારૂપી ખીલા પરથી પૂંછડી વડે લટકાવ્યું હોય તેમ લાગે છે અને તે ઘુ્રવના તારાની આજુબાજુ ગોળ ગોળ ફરે છે. ઘુ્રવ પ્રદેશ પર સફેદ રીંછો વસે છે માટે ઉત્તરઘુ્રવની આજુબાજુનાં તારા મંડળોનાં નામ રીંછના નામ પરથી નાનું રીંછ અને મોટું રીંછ રાખેલાં છે.’ આપણને એ પણ ખબર છે કે આપણી પૃથ્વી હાલકડોલક થાય છે તેથી ઘુ્રવનો તારો બદલાતો રહે છે. ઘુ્રવના તારાનું ચક્ર ૨૫,૮૦૦ વર્ષનું છે. ૨૫,૮૦૦ વર્ષના આ ચક્રમાં કેટલાક સમયે સેંકડો અને હજારો વર્ષ સુધી કોઈ ઘુ્રવનો તારો હોતો નથી. ઘુ્રવનો તારો આપણને એકલદોકલ લાગે છે. પણ હકીકતમાં તે એકલદોકલ તારો નથી, પણ યુગ્મ તારો છે, એટલે કે ત્યાં બે તારાઓ છે તે આપણાથી લગભગ ૪૦૦ પ્રકાશ વર્ષ દૂર છે. આ મુજબની સ્પષ્ટતા કરતાં ડૉ. રાવલ કહે છે ઃ ‘પૃથ્વી પરથી ઘુ્રવનો તારો ઝાંખો લાગે છે, પણ ખરેખર ઝાંખો નથી. એ તો આપણાથી ૪૦૦ પ્રકાશ વર્ષ દૂર છે માટે તે ઝાંખો લાગે છે. તે ઘણો પ્રકાશિત તારો છે. ઘુ્રવનો તારો સૂર્ય કરતાં અઢી હજાર ગણો વધારે પ્રકાશિત છે. જો સૂર્યને આપણે ઘુ્રવના તારાની જગ્યાએ મૂકી શકીએ તો તે દ્રશ્યમાન થાય જ નહીં. આમ દૂરદૂરના અબજો તારાઓ આપણને દ્રશ્યમાન થતા નથી.’હાલમાં દક્ષિણ ઘુ્રવનો તારો નથી, પણ તેને બદલે મેગેલેનનાં વાદળો દક્ષિણ દિશા દર્શાવે છે. મેગેલેનનાં વાદળો ખરેખર વાદળો નથી, પણ તેઓ નાની નાની મંદાકિનીઓ છે. તારાવિશ્વ્વો છે તે આપણી આકશગંગા મંદાકિની, આકાશગંગા, તારાવિશ્વ્વની ઉપગ્રહ મંદાકિનીઓ છે અને તે દક્ષિણ ગોળાર્ધમાં આવેલી છે. મેગેલેન નામના સાહસિક વહાણવટીએ તેના વહાણમાં બેસી જ્યારે પ્રથમ વાર પૃથ્વીની પરિક્રમા કરી ત્યારે તેને પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં મુસાફરી કરતાં આ મંદાકિનીઓ જોઈ હતી અને તેણે તેની ડાયરીમાં તેની નોંધ વાદળ તરીકે કરી હતી. મેગેલેનને તે નાની નાની મંદાકિનીઓ વાદળો જેવી લાગી હતી તેથી તેણે તેઓને વાદળો કહ્યાં હતાં. મેગેલેનની યાદમાં તેને મેગેનેનનાં વાદળો કહેવામાં આવે છે. ૧૯૮૭ના ફેબુ્રઆરીમાં મેગેલેનના મોટા વાદળમાં એક તારાનો મહાવિસ્ફોટ થયો હતો. મેગેલેનના વાદળો અનિયમિત આકારની મંદાકિનીઓ છે. તે આપણી મંદાકિનીની નજીકમાં હોવાથી આપણી મંદાકિનીના ગુરુત્વાકર્ષણને લીધે તે ધીરે ધીરે ભાંગતી જાય છે તેમ ખગોળ વિજ્ઞાનીઓને માલૂમ પડ્યું છે તે આપણી મંદાકિનીના વલયોનો ભાગ હોય તેમ લાગે છે. અગિયાર હજાર વર્ષ પછી હાલમાં દક્ષિણમાં દેખાતા અગત્યના તારાને દક્ષિણ ઘુ્રવનો તારો ગણી શકાશે. તેમ છતાં હાલમાં પણ દક્ષિણ દિશા જાણવા અગત્સ્યના તારાનો ઉપયોગ થાય છે, થઈ શકે છે અને ભવિષ્યમાં પણ થતો રહેશે જેમ ઉત્તર દિશા જાણવા સપ્તર્ષિનો પણ ઉપયોગ થઈ શકે છે.પૃથ્વીના ઉત્તર ગોળાર્ધ પર આવેલા આકાશ કરતાં પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધ પર આવેલા આકાશમાં ઘણા વધારે તારા દેખાય છે. તે તારાની સમૃદ્ધિમાં વધારે ભવ્ય છે તેનું મુખ્ય કારણ આપણી આકાશગંગાનું કેન્દ્ર છે. આકાશગંગાના કેન્દ્રમાં ખીચોખીચ તારા આવેલા છે.વિષુવવૃત્ત પર જઈએ તો ઘુ્રવનો તારો ક્ષિતિજ પર દેખાય, પણ નાના રીછનું શરીર પૂરી રાત દરમિયાન ક્ષિતિજની નીચે રહે. સવાર પડતાં તે ક્ષિતિજ ઉપરના અડધા વર્તુળનું ચક્ર પૂરું કરે. આમ ઘુ્રવના તારાની વાત જ નિરાળી છે.