નમો અરિહંતાણં
નમો સિદ્ધાણં
નમો આયરિયાણં
નમો ઉવજ્ઝાયાણં
નમો લોએ સવ્વસાહૂણં.
એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્ પણાસણો.
મંગલાણં ચ સવ્વેસિં, પઢમં હવઈ મ ંગલં.
અર્થ -
અરિહંતોને નમસ્કાર થાઓ
સિદ્ધોને નમસ્કાર થાઓ
આચાર્યોને નમસ્કાર થાઓ
ઉપાધ્યાયોને નમસ્કાર થાઓ
લોકમાં સ્થિત સર્વ સાધુઓને નમસ્ કાર થાઓ.
આ પાંચ નમસ્કાર સર્વ પાપોનો નાશ કરનાર છે અને સર્વ મંગળોમાં શ્ રેષ્ઠ મંગળ છે.
વિવેચન :- નવકાર મહામંત્ર, જૈન સંસ્કૃતિનો એક સર્વમાન્ય પ્રભા વશાળી મંત્ર છે. તે સંસારના સર્ વ મંત્રોમાંમુગટમણિ સમાન છે, કલ ્પતરુ, ચિંતામણિ, કામકુંભ અને ક ામધેનુ સમાન સમસ્ત કામનાઓને પૂ ર્ણકરવાવાળો છે, લોકમાં અનુપમ છ ે, આધ્યાત્મિક, આધિભૌતિક અને આધ િદૈવિક બધી જાતની અડચણોનેદૂર કર નાર અમોઘ મંત્ર છે. તેના જાપથી પાપ નષ્ટ થાય છે, બુદ્ધિની શુદ્ ધિ થાય છે, લક્ષ્મીની વૃદ્ધિ થા ય છે,સિદ્ધિની ઉપલબ્ધિ થાય છે, આરોગ્યની પ્રાપ્તિ થાય છે, ચિં તાઓ નષ્ટ થાય છે, ભૂત, પ્રેત, ર ાક્ષસ,પિશાચ, ડાકિની, શાકિની વગ ેરે બધી જાતના ઉપદ્રવોનું ઉપશમન થાય છે. લૌકિક અને લોકોત્તર બધ ીજાતનાં સુખ પ્રાપ્ત થાય છે. મલ િનથીય મલિન અને પતિતથીય પતિત આત ્માઓ પણ નવકાર મંત્રનાજાપથી નિ ર્મળ તથા પવિત્ર બની જાય છે.
આચાર્યો કહે છે કે, નવકાર મહામં ત્રના એક અક્ષરનું ધ્યાન કરવાથી પણ સાત સાગરોપમના કાળ સુધીભો ગવાય તેટલાં પાપ નષ્ટ થઈ જાય છે . સંપૂર્ણ મહામંત્રનું ધ્યાન ધર વાથી પાંચસો સાગરોપમના કાળસુધી ભોગવાય તેટલાં પાપોનો વિનાશ થાય છે. જે નવકાર મહામંત્રનો નિષ્ કામભાવથી વિધિપૂર્વક એકલાખ વાર જાપ કરે છે, તેની અર્ચના કરે છે તે તીર્થંકર નામકર્મ ઉપાર્જન ક રે છે, તે શાશ્વત-ધામ (મુક્તિ)ન ેપ્રાપ્ત કરે છે. જે ભાવિક ભક્ત આઠ કરોડ, આઠ હજાર, આઠસો આઠ વાર નવકાર મહામંત્રનો જાપ કરે છે ત ેત્રીજા ભવમાં મોક્ષ પ્રાપ્ત કર ે છે.
જૈન આગમ અને આગમેતર સાહિત્યમાં એવી અનેક કથાઓ વિદ્યમાન છે કે જ ેમાં નવકાર મહામંત્રના અદ્ભુતપ્ રભાવનો મહિમા વર્ણવ્યો છે. મહા મંત્રના પ્રબળ પ્રભાવથી જ શેઠ સ ુદર્શને શૂળીને સિંહાસનના રૂપમા ંપરિણત કર્યું હતું, નાગ જેવા ક ્ષુદ્ર જીવને પણ ધરણેન્દ્રની પદ વી પ્રાપ્ત થઈ હતી. સતી સુભદ્રા એ કાચાસૂતરથી ચાળણીને બાંધીને ક ૂવામાંથી પાણી કાઢ્યું હતું અને ચંપાનગરીના દ્વાર ખોલ્યાં હતાં . સતી સીતાએઅગ્નિકુંડને જળકું ડમા રુપમાં બદલી નાખ્યો હતો. અગ ્નિની જ્વાળાઓને પણ બરફ જેવી શી તળ બનાવીદીધી હતી. સતી શ્રીમતીએ ભયંકર વિષધરને ફૂલની માળાના રૂ પમાં ફેરવી નાખ્યો હતો. તે મહા મંત્રનાચમત્કારથી જ શ્રીપાલ અને મયણાસુંદરીનું જીવન સુખી બન્યુ ં હતું. દ્રૌપદીનાં ચીર ઢંકાયાં હતાં, વિષનેઅમૃત, શત્રુને મિત્ ર, અગ્નિને પાણી અને દુઃખીને સુ ખી બનાવનાર દિવ્ય પ્રભાવશાળી તે મહામંત્ર નવકારજ છે.
આ મહામંત્ર અનાદિ છે, ભૂતકાળમાં અનંત તીર્થંકર થયા છે, ભવિષ્ યમાં અનંત તીર્થંકર થશે પરંતુ ક ોઈ પણઆ મહામંત્રની આદિને જાણતા નથી. જેની આદિ, જાણી પણ કઈ રીતે શકાય? માટે તે અનાદિ અનંત મંત્ રછે.
આ મહામંત્રમાં વ્યક્તિવિશેષની ઉ પાસના નહિ પણ ગુણોની ઉપાસના કરવ ામાં આવેલ છે, આત્મિક ગુણોનેવિ કસિત કરનારા જે મહાપુરુષો છે તે મને નમસ્કાર કરવામાં આવેલ છે. આ મહામંત્ર, પંથ પરંપરા કેસંપ્ રદાયની પરિધિથી મુક્ત છે તેથી મ ાનવમાત્રની એક અણમોલ નિધિ છે અન ે બધાને માટે સમાન ભાવથીસદા સ્ મરણીય છે.
નમો સિદ્ધાણં
નમો આયરિયાણં
નમો ઉવજ્ઝાયાણં
નમો લોએ સવ્વસાહૂણં.
એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્
મંગલાણં ચ સવ્વેસિં, પઢમં હવઈ મ
અર્થ -
અરિહંતોને નમસ્કાર થાઓ
સિદ્ધોને નમસ્કાર થાઓ
આચાર્યોને નમસ્કાર થાઓ
ઉપાધ્યાયોને નમસ્કાર થાઓ
લોકમાં સ્થિત સર્વ સાધુઓને નમસ્
આ પાંચ નમસ્કાર સર્વ પાપોનો નાશ
વિવેચન :- નવકાર મહામંત્ર, જૈન
આચાર્યો કહે છે કે, નવકાર મહામં
જૈન આગમ અને આગમેતર સાહિત્યમાં
આ મહામંત્ર અનાદિ છે, ભૂતકાળમાં
આ મહામંત્રમાં વ્યક્તિવિશેષની ઉ