Monday, October 31, 2011

દક્ષિણ ભારતમાં ફ્રાન્સની સંસ્કૃતિની ઝાંખી કરાવતું પોંડિચેરી






બંગાળના ઉપસાગર નજીક આવેલો મહર્ષિ અરવંિદ આશ્રમ અહીંનું મુખ્ય આકર્ષણ છેૉ૧૯૨૬માં જ્યારે શ્રી અરવંિદ જગતથી અલિપ્ત થઈને ઘ્યાનમાં બેઠા ત્યારે ‘મધર’ તેમના દૂત અને બાહ્ય જગત સાથેનો એકમાત્ર સંપર્ક રહ્યા હતા. માતાજીના માર્ગદર્શન હેઠળ આશ્રમ પાશ્ચાત્ય રંગે રંગાવા લાગ્યો હતો અને તેમાં કેલિસ્થેનીક્સ અને ટેનીસનો સમાવેશ કરવામાં આવ્યો હતોબહુરત્ના વસુંધરા ગણાતી ભારતભૂમિના પ્રત્યેક પ્રદેશમાં આગવી વિશેષતા જોવા મળે છે, ધર્મ, કલા, સંસ્કૃતિ, ઈતિહાસ, પ્રાકૃતિક સૌંદર્યનું વૈવિઘ્ય દેશી-વિદેશી પર્યટકોને આકર્ષે છે. દક્ષિણ ભારતમાં આવેલું પોેંડિચેરી ત્યાંની અન્ય સંસ્કૃતિથી વેગળું પડી જાય છે. ૧૬૭૨થી અહીં ફ્રેન્ચ શાસન હતું. આથી હજુ પણ પોંડિચેરીમાં ઠેકઠેકાણે ફ્રાન્સની સંસ્કૃતિ ઉજાગર થાય છે. બંગાળના ઉપસાગરના ધુઘવતાં મોજામાં હજુ પણ ડ્યુવિલે અથવા બાઈરીટ્‌ઝના પડઘા સાંભળવા મળે છે. સમુદ્ર કિનારે રહેલી પાળીનું ‘રુ ડી લા મરીન’ નામ તથા ગલીઓમાં કરવામાં આવેલી નિશાનીઓ ફ્રેન્ચની ગલીઓમાં ધુમી રહ્યા હોવાની પ્રતીતિ કરાવે છે.ફ્રેન્ચ શાસકોની ‘કોલોનીઅલ’ સ્ટાઈલનું પ્રતિબંિબ પોંડિચેરીમાં જોવા મળે છે. ‘રુ ડી લા મરીન’ની બાજુમાં તેમણે વિલાઓ બાંધી હતી. જેથી સમુદ્ર કિનારાનું અદ્‌ભૂત સૌંદર્ય તથા ઠંડા વાયરાની મજા માણી શકાય. ત્યાં ક્લાસિક યુરોપીયન મોડેલનો ઉદ્યાન, મુખ્ય દેવળ, આકર્ષક ઈમારતો અને હાટેલ્સ પણ છે. આ સમગ્ર વિસ્તાર હજુ આજે પણ ‘વ્હાઈટ ટાઉન’ તરીકે જ ઓળખાય છે. જ્યારે બીજી તરફ ‘બ્લેક ટાઉન’ આવ્યું છે. જ્યાં ભારતીય સંસ્કૃતની રંગછટા દ્રશ્યમાન થાય છે.જોકે પોંડીચેરીમાં ફ્રેન્ચ વિસ્તારમાં વિદેશી વસાહતીઓના અસ્તિત્વની નિશાનીઓ હવે સમયની સાથે ભૂંસાઈ રહી છે. અહીંનું જે સરકારી મકાન છે ત્યાં વર્ષો અગાઉ ‘હોટેલ ડે’લ યુરોપ હતી. તેના માલિક રેમન્ડ મેગ્રે એન્ટિક ગ્રામોફોન પર ફ્રેન્ચ સંગીત વગાડીને આંગતૂકોનું શાહી સ્વાગત કરતા હતા.પોંડિચેરી આવતાં વિદેશી પર્યટકોનું મુખ્ય આકર્ષણ ‘શ્રી ઓરોબિન્દો આશ્રમ’ છે. શ્રી મહર્ષિ અરવંિદ બાદ આ આશ્રમની ઘૂરા’ ‘મધર’ (માતાજી) તરીકે ઓળખતાં ફ્રેન્ચ મહિલા ‘મીરા અલ્ફાસા’ એ સંભાળી હતી. આશ્રમ અને તેની પ્રવૃત્તિમાં પ્રાચીન ફ્રેન્ચ સંસ્કૃતિનો પ્રભાવ જોવા મળે છે. આશ્રમના ૪૦૦ મકાનો, શાળા, પ્રિન્ટીંગ પ્રેસ, બેંક, પોસ્ટ ઓફિસ, દુકાનો, ટ્રાવેલ એજન્સી અને અનેક ગેસ્ટહાઉસ છે. અહીં બે હજાર જેટલા કાયમી રહેવાસીઓ છે અને રોજ અંદાજે એટલા જ લોકો આશ્રમની મુલાકાતે આવે છે.૧૯૨૬માં જ્યારે શ્રી અરવંિદ જગતથી અલિપ્ત થઈને ઘ્યાનમાં બેઠા ત્યારે ‘મધર’ તેમના દૂત અને બાહ્ય જગત સાથેનો એકમાત્ર સંપર્ક રહ્યા હતા. માતાજીના માર્ગદર્શન હેઠળ આશ્રમ પાશ્ચાત્ય રંગે રંગાવા લાગ્યો હતો અને તેમાં કેલિસ્થેનીક્સ અને ટેનીસનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગાંધીવાદથી લઈને બર્નાર્ડ શોના કાર્ય જેવા વિવિધ વિષયો પર પ્રવચનો રાખવામાં આવતા હતા. ‘માતા’ અરવંિદ કરતાં ૨૩ વર્ષ સુધી જીવીને તેમના આત્મા સાથે પોતે સંપર્ક જાળવી શકશે એવો દાવો કરતા હતા. ૧૯૭૩માં ૯૫ વર્ષની વયે તેમનું નિધન થયું હતું.આશ્રમની સ્થાપના મહર્ષિ અરવંિદે કરી અને તેની સાથે તેમનું નામ જોડાયું છે પરંતુ મધર આ આશ્રમમાં વઘુ છવાયેલા જોવા મળે છે. હરણી જેવી આંખો, અણિયાળું નાક અને લાંબા કાન ધરાવતા મધરનો સસ્મિત ચહેરો પ્રત્યેક દુકાન, ગેસ્ટ હાઉસ સહિત સર્વત્ર જોવા મળે છે.દરિયાકિનારાથી થોડે દૂર આવેલા એક સુંદર વિલામાં મહર્ષિ અરવંિદ અને માતાજીએ જીવન વિતાવ્યું હતું. આ વિલાની નજીક એક મંદિર આવ્યું છે. શ્રઘ્ધાળુઓ વિલાના પ્રવેશદ્વાર પાસે એકઠા થઈ પ્રાર્થના કરે છે અને તેનો સ્વર નજીક આવેલી ગલીમાં સાંભળવા મળે છે. વિલાની પાછળની બાજુ આવેલા વાડામાં ફૂલોના અસંખ્ય છોડ છે. આ છોડના મઘ્યમભાગમાં મહર્ષિ અરવંિદ અને મધરની સમાધિ છે. સમાધિસ્થળ પર આરસપહાણની ઉપર- રંગબેરંગી ફૂલોની ચાદર પાથરવામાં આવે છે. અહીં પ્રગટતી ઘૂપસળી અને સર્વત્ર જોવા મળતાં ફૂલોની મંદમંદ સુગંધ વાતાવરણને પવિત્ર બનાવે છે.અહીં નોંધનીય વાત એ છે કે મહર્ષિ અરવંિદના વિચારોથી સામાન્ય ભારતીયો ખાસ આકર્ષાયા નહોતા. તેમ છતાં આશ્રમ પરિસરમાં મઘ્યમવર્ગીય ભારતીયોની ચહલપહલ જોવા મળે છે. આ ઉપરાંત અઘ્યાત્મની ખોજમાં આવતાં વિદેશીઓ અહોભાવથી અહીં રહેતાં હોય છે. સમાધિસ્થળના દર્શકોને આવતાં કેટલાક લોકો ધૂંટણિયે પડીને મસ્તક ઝુકાવી આરસપહાણને સ્પર્શે છે તો અન્ય કેટલાક અહીંની શાંતિમાં ઘ્યાનમાં બેસી જાય છે. જો કે તેમના ઉપદેશનો ધર્મના નામે પ્રચાર ન કરવાનો કડક આદેશ માતાજીએ આપ્યો હતો. તેમ છતાં આ ભૂમિ અત્યંત પવિત્ર હોવાની અનુભૂતિ થાય છે.પોંડિચેરીની બહારની બાજુ ૧૫ ચોરસવાર જમીન ખરીદીને ફ્રેન્ચ આર્કિટેક્ટ રોબર્ટ એંગર પાસે નવા શહેરના અરુવિલેનો પ્લાન તૈયાર કરાવવામાં આવ્યો હતો. આ શહેરનું રેસિડેન્શીયલ, ઈન્ડસ્ટ્રીયલ, કલ્ચરલ અને ઈન્ટરનેશનલ એમ ચાર ભાગમાં વિભાજન કરવામાં આવ્યું હતું અને તેની વચ્ચે ‘માતૃમંદિર’ બનાવવામાં આવ્યું હતું. જો કે અરુવિલેનેે શહેર ગણાવવું પણ ખોટું ગણાશે. જુદા જુદા ૨૭ દેશોમાંથી આવેલા બે હજાર લોકો અહીં રહે છે. તેમ છતાં અહીં શહેરીકરણની ઝલક જોવા મળતી નથી. ખેતર અને વનમાં અલાયદા ૮૦ નિવાસસ્થાન બનાવવામાં આવ્યા છે અને તેમને ‘હોપ’ (આશા, ‘સર્ટિટ્યુડ’ (નિરાંત), ‘વેરાઈટી’ (સત્ય) અને ‘રિવેલેશન’ (ચમત્કાર) જેવા નામ આપવામાં આવ્યા છે. અહીં આરોગ્ય કેન્દ્ર, શાળા, સ્ટુડિયો, ટેક્સટાઈલ અને ફર્નીચર માટેના નાના ઔદ્યોગિક એકમો છે. અરુવિલેની સ્થાપનાથી અત્યાર સુધીમાં ૨૦ લાખથી અધિક વૃક્ષોે વાવીને સમગ્ર વિસ્તારને હરિયાળો બનાવવામાં આવ્યો છે.પહેલી નજરે તો અરુવિલે ગુંચવણભર્યું સ્થળ લાગે. અહીં મુલાકાતીઓ માટેનું સેન્ટર છે. જ્યાં પુસ્તકો તથા હસ્તકલાની વસ્તુઓ પણ વેચાય છે પરંતુ આ સેન્ટર અરુવિલેની સાચી ઓળખ આપતું નથી. અરુવિલેનો પરિચય પામવા એકાદ મહિનો રહેવું જોઈએ.જર્મન નાગરિક ફેડરીક આશ્રમમાં સ્થાયી થનારા આરંભિક પૈકીનો હતો. અરુવિલેના વિકાસમાં તે પૂર્ણપણે સહભાગી થયો હતો. આશ્રમમાં સ્થાયી થયેલા પરિવારોમાં પ્રથમ બાળક ફેડરીકના ઘરે જન્મ્યું હતું. અને ‘માતાજી’ એ તેનું નામ ‘અરુસન’ પાડ્યું હતું. હાલમાં અરુસન, તેની પત્ની અને સંતાન અરુવિલેમાં રહે છે.મહર્ષિ અરવંિદ અને માતા મીરાં એમ કહેતાં હતાં કે ‘વ્યક્તિ આત્મસાક્ષાત્કાર દિશામાં આગળ વધી રહી છે અને આ માટે તેને એવા સ્થળની જરૂર છે જ્યાં તે પોતાના અહમ્‌, સત્તા, પદ્‌, પ્રતિષ્ઠા બઘું જ કોરાણે મૂકીને રહી શકે.’ આ સપના સાથે આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી.પરંતુ આ આશ્રમને પણ અનેક અવરોધો નડ્યા છે. આશ્રમની સ્થાપના બાદ ૧૫ વર્ષ સુધી શ્રી અરવંિદ સોસાયટી અને અહીં વસવાટ કરનારાઓ વચ્ચે માલિકીને મુદ્દે વિવાદ થયો હતો. ૧૯૭૬માં સોસાયટીએ ભંડોળને કબજામાં લઈને અરુવિલામાં વસવાટ કરનારાઓને ભૂખ્યા રાખવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે ફ્રાન્સ, જર્મની અને અમેરિકાની સરકાર ફૂડ પાર્સલ મોકલતી હતી. આ ઉપરાંત વીજ, પાણી અને ગટર વ્યસ્થાની સમસ્યા પણ ઉદ્‌ભવી હતી. હસ્તકલાની વસ્તુઓ અને કૃષિ ઉત્પાદનનું વેચાણ કરીને અરુવિલે ભંડોળ મેળવે છે. આ ઉપરાંત માટીની જાળવણીથી લઈને વૈકલ્પિક ઊર્જા સ્ત્રોત જેવા પ્રકલ્પો માટે તેમને અનુદાન મળે છે. ફેડરીકની જેમ જ આર્કિટેક્ટ જ્હોની પણ અહીં વર્ષોથી રહે છે. તેણે પથ્થરની દીવાલો અને ઢળતાં છાપરાવાળું પોતાના ‘સપનાનું ઘર’ અહીં બનાવ્યું છે. અહીં દૂધમાટે આંગણામાં ગાય બાંધી છે, ચૂલા પર રાંધવાનું હોય છે અને કુવામાંથી પાણી લેવાનું હોય છે. શરૂઆતમાં જ્હોેની અરુસન સહિત અરુવિલેના કેટલાક બાળકોને ભણાવતો હતો. ૧૧ વર્ષની વય સુધીમાં અરુસન આર્કિટેક્ટ અને ભૂમિતીનો જાણકાર બની ગયો હતો. પરંતુ અંગ્રેજીના સ્પેલીંગ અને ઈતિહાસમાં તે કાચો હતો. બાદમાં અરુસને યુરોપ જઈને શિક્ષણ લીઘું હતું. અત્યારે તે પરિવાર સાથે અરુવિલેમાં રહે છે અને હેન્ડીક્રાફ્‌ટનો બિઝનેસ ધરાવે છે.અરુવિલેનું મુખ્ય આકર્ષણ ‘માતૃમંદિર’ છે. બોટનીકલ ગાર્ડનની વચ્ચે આવેલું આ મંદિર માતાજીની પ્રેરણા પરથી બનાવવામાં આવ્યું છે. માતૃમંદિર બહારથી એકદમ સાદું દેખાય છે. પરંતુ તેમાં પ્રવેશતાં જ જાણે પૃથ્વીના પેટાળમાં પ્રવેશતાં હોઈએ તેવી અનુભૂતિ થાય છે. સફેદ આરસપહાણની બનેલી ગોળાકાર ચેમ્બરની ફરસ પર એક સફેદ કુશનની હારમાળા જોવા મળ ેછે. માતૃમંદિરની મઘ્યમાં સોનાના પારણામાં ચાર ફૂટ પરિઘનો ક્રિસ્ટલનો પૃથ્વીનો ગોળો જોવા મળે છે. અહીં અરીસાની એવી કમ્પ્યુટરાઈઝ્‌ડ સિસ્ટમ ગોઠવવામાં આવી છે કે ક્રિસ્ટલના પૃથ્વીના ગોળા પર સૂર્યપ્રકાશ પડે છે અને તેના પ્રકાશથી ચેમ્બર ઝળાહળા થાય છે. આ જોઈને અંતરમાં જે આનંદની અનુભૂતિ થાય છે તે કદાચ આત્મસાક્ષાત્કારની દિશાનું પહેલું પગલું બનતી હશે.