Tuesday, October 25, 2011

વાતનું વતેસર - ડો. રઈશ મનીઆર


દુનિયામાં ‘સંકોચ’થી પીડાનારા સજ્જનોની અને સન્નારીઓની ખોટ નથી. અમારા એક મિત્ર રસિકભાઈ કાયમ સંકોચના દર્દી. કહેવાય છે કે યુવાનીમાં પહેલી વાર ભાવિ સાસરે ગયા ત્યારે જોવા જેવી થઈ હતી. રસિકભાઈને પાપડ ખૂબ ભાવે સાસુને એની જાણ હશે કે કેમ તે ખબર નહીં પણ એમણે જમતી વેળા ઘણા બધા પાપડ તળીને કિચનના પ્લેટફોર્મ પર છાબડીમાં મૂકી રાખ્યા હતા. કિચનની સામે જ ડાઈનિંગ ટેબલ પર જમવા બેઠા. જમવાનું શરૂ થયું. શાકરોટલી, દાળ, અથાણું... બધું જ પીરસવામાં આવ્યું. પણ સાસુ પાપડ પીરસવાનું ભૂલી ગયાં. રસિકભાઈનો એક જ પ્રોબ્લેમપહેલી વાર સાસરે ગયાં હોય તો સાસુને કેવી રીતે કહેવાય કે જરા પાપડ આપશોસામે કિચન પર જ નાનકડી છાબડીમાં ઘણા બધા પાપડ લચી પડેલા દેખાતા હતા અને સાસુની એ તરફ પીઠ હતીસાસુ પાપડને છોડીને તમામ વાનગીઓનો આગ્રહ કરી રહ્યાં હતાં. રસિકભાઈએ મનને મનાવી જોયું, “ચાલો વાંધો નહીં, આજે પાપડ વગર જમી લઈએ. પણ રસિકભાઈ પોતાની પાપડવાસનાને દબાવી કોળિયો હોઠે અડાડે ત્યાં જ પાપડ પોકારે, “અમારો ઉપભોગ કરી મોક્ષ કરાવો. દાંત વચ્ચે કોળિયો રાખી રસિકભાઈથી ઝડપથી બોલી જવાયું, “જરા પાપડ આપશો?” સાસુને સંભળાયું નહીં, “શું કહ્યું રસિકકુમાર! રસિકભાઈના ગળામાં કોળિયો ફસાઈ ગયો. હવે આવી અભદ્ર માંગણી બીજી વાર કરીએ તો કેવું લાગે? અને તે પણ સાસરામાં અને તે પણ પહેલી જ મુલાકાતમાંસાસુ પૂછી રહ્યાં હતાં, “જમાઈરાજ કંઈ માંગ્યું?” એટલે સત્ય અને શરમની વચ્ચે મૂંઝાયેલા રસિકભાઈના ગળેથી એટલું જ નીકળ્યું, “પા...પા...પા... પાણી!” સાસુ ગયાંપાપડની છાબડીની પાછળ મૂકેલી પાણીની બોટલ લાવી રસિકભાઈને આપી. ડ્રિંક બ્રેક રસિકભાઈ માટે થિંક બ્રેક બની રહ્યો. રસિકભાઈએ કમર કસી અને પાણી મૂક્યું. યેનકેન પ્રકારેણ આજે પાપડ ખાઈને જ જવું અને તે પણ માંગ્યા વગર!
રસિકભાઈએ વાત ચાલુ કરી, “ગુજરાતી ભોજનની વાત જ નોખી. દાળ, ભાતશાક રોટલીકચુમ્બર અને.. પાપડ! અહાહાહા.” સાસુને યાદ આવ્યું, “અરે હા, કચુમ્બર સમારીને તૈયાર છે એ તો હું ભૂલી જ ગઈ.” સાસુ ફ્રીઝમાંથી કચુમ્બર લાવ્યાં. રસિકભાઈ કહે, “હા! ગુજરાતીઓને કચુમ્બર અને પાપડ વગર તો ખાવાની મજા જ ન આવે. સાસુએ વાડકામાંથી બધું જ કચુમ્બર પીરસી દીધંુ, “નવું સમારી લાવું?” રસિકભાઈએ પેંતરો બદલ્યો, “અરે, મેળામાં એક જાદુગર આવ્યો છે, આખીને આખી ટયૂબલાઈટ એવી રીતે ખાઈ જાય, જાણે પાપડ ન ખાતો હોય.. કચડ...કચડ...” સાસુ કહે, “ટયૂબલાઈટ ખાયહોય નહી?” હસુભાઈ કહે, “હા મજેથી.. પાપડની જેમ!” સાસુ કહે, “બિચારો, લોકો પેટ ભરવા માટે શું શું કરેકોઈ જાદુગર બને તો કોઈ મદારી! રસિકભાઈ પણ મરણિયા બન્યા હતા. રસિકભાઈએ સાસુની પ્રાસબુદ્ધિ પર દાવ ખેલી ક્રમશઃ કાપડની અને ઝાપડની પણ વાત છેડી પણ સાસુને પાપડ ન યાદ આવ્યા તે ન જ યાદ આવ્યા. સાસુને ‘કાચો પાપડ પાકો પાપડ’ની રમત યાદ કરાવી. તો સાસુએ ‘ગોળ ગોળ પાણી’ યાદ કયુંર્, ગોળ પીરસ્યો,ધાણી ખવડાવી પણ પાપડનું ન પૂછયું. રસિકભાઈએ જમી પરવારીને હાથ ધોયા પણ આશા અમર હોય છે. રસિકભાઈને થયુંકદાચ આ લોકોને ત્યાં મુખવાસમાં પાપડ આપવાનો રિવાજ હશે. સાસુએ પાપડની છાબડી હાથમાં લઈ બે-ત્રણ વાર આમતેમ ખસેડી પણ તે મુખવાસની આડેઅવળે મુકાઈ ગયેલી બાટલી શોધવા માટે. નીકળતી વેળા રસિકભાઈને હોઠ સુધી આવ્યું, “પેલા પાપડ સાંજ માટે બનાવ્યા છે?” રસિકભાઈને ઇચ્છા થઈ ગઈ, “એવું હોય તો સાંજ સુધી રોકાઈ જાઉં અને એવું ન હોય તો બાંધી આપો રસ્તે ટ્રેનમાં ખાઈ જઈશ. ન બોલાયેલી વાત જાણે સાસુ સાંભળી ગયાં! “અરે હાટ્રેનમાં ખાવા માટે કશું આપવાનું તો ભૂલી જ ગઈ! કામવાળીને કહ્યું, “પેલી છાબડી લાવ તો! રસિકભાઈના ચિત્તમાં દિવ્ય આલોક પ્રસરી ગયો. આખરે પાપડ નસીબમાં પણ આ શું નવ્વી છાબડીમાં થેપલાં બાંધીને સરસ પાર્સલ આપવામાં આવ્યુંજૂની છાબડીમાં પાપડ કરમાઈ રહ્યા હતા. ટ્રેન ઊપડી અને સાસુનો ફોન આવ્યો, “હાય હાય! હુંય મૂંઈ ભૂલકણીપાપડ પીરસવાનું તો ભૂલી જ ગઈ, તમે યાદ પણ ન કરાવ્યું!” રસિકભાઈ પોતાની ભદ્રતા જાળવીને બોલ્યા,મેં જોયા પાપડ ! સામે જ તો પડેલા હતા. પણ મારી ખાસ ઇચ્છા નહોતી પાપડ ખાવાની.