કેલિફોર્નિયા, તા. ૩૦ બટાટા ખાવાના ચાહકો માટે હવે આનંદના સમાચાર છે. વજન ઘટાડવા માટે લોકોએ હવે બટાટાની વપરાશ ઘટાડવાની જરૂર નથી જ્યારે વજન ઘટાડવાની વાત આવે ત્યારે કેટલુંક અનાજ કે ફૂડ ગ્રૂપ ખાવાનું બંધ કરવાની જરૂર નથી. ઊલટાનું બટાટા જેવો ખોરાક ચાલુ રાખવાથી શરીરમાં કેલરીનું પ્રમાણ વધુ માત્રામાં ઘટતું હોય છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના સંશોધક ડેવિસના જણાવ્યા મુજબ જો બટાટાને યોગ્ય રીતે રાંધીને ખાવામાં આવે તો તેનાંથી વજનમાં ઘટાડો થાય છે, ખરેખર તો બટાટાને વજન ઘટાડવાના ડાયેટમાં સામેલ કરવાની તેમણે તરફેણ કરી છે. સંશોધકો દ્વારા વધુ વજન ધરાવતા ૮૬ પુરુષો અને મહિલાઓનો ૧૨ અઠવાડિયા માટે અભ્યાસ કરવામાં આવ્યો હતો, તેમનું વજન અને કેલરી ઘટાડવા માટે બટાટા સાથે ગ્લીસેમિક ઇન્ડેક્સ આધારિત ખોરાક આપવામાં આવતો હતો. ગ્લીસેમિક ઇન્ડેક્સનો ઉપયોગ લોહીમાં સુગરનું પ્રમાણ કેટલું છે અને કાર્બોહાઇડ્રેટ્સ પર તેની કેવી અને કેટલી અસર થાય છે તે જાણવા માટે કરાય છે. · વાસ્તવમાં બટાટાથી કેલરીમાં નોંધપાત્ર ઘટાડો થવાનું તારણ વધુ વજન ધરાવતી કેટલીક વ્યક્તિઓનાં ત્રણ ગ્રૂપ પાડવામાં આવ્યાં હતાં અને તેમને નક્કી કરાયેલા ડાયેટ ઉપરાંત અઠવાડિયામાં પાંચથી સાત બટાટા પણ આપવામાં આવતાં હતાં. આ ત્રણેય ગ્રૂપનાં લોકોનાં વજનમાં ઘટાડો થયો હતો. અભ્યાસમાં જણાવ્યા મુજબ એક મધ્યમ કદનાં છાલવાળા બટાટામાંથી ૧૧૦ કેલરી મળે છે,જેમાં ૬૨૦ ગ્રામ પોટેશિયમ હોય છે જે એક કેળામાંથી મળતાં પોટેશિયમ કરતાં વધારે છે,તેમાંથી ૪૫ ટકા વિટામિન-સી મળે છે, આવા બટાટામાં ફેટ, સોડિયમ કે કોલેસ્ટરોલ હોતું નથી. |