Tuesday, October 25, 2011

સેવિંગ્સના વ્યાજ દર અંકુશમુક્ત



નવી દિલ્હીતા.૨૫
રિઝર્વ બેંકે એક મહત્ત્વપૂર્ણ પગલું લઈને બેન્કોના થાપણદારોને દિવાળીની ભેટ આપી છે. આરબીઆઈ દ્વારા દૂરોગામી પગલું લઈને સેવિંગ્સ ખાતામાં રહેલી જમા રકમ પરના વ્યાજ દરોને અંકુશમુક્ત કરવામાં આવતા બેન્કોના લાખો થાપણદારોને તેનો લાભ મળશે. રિઝર્વ બેન્કનાં આ પગલાંથી થાપણો પર અંકુશિત વ્યાજ દરની વર્ષો જૂની પ્રથાનો આખરે અંત આવ્યો છે.  બચત બેંક વ્યાજદરને અંકુશ મુક્ત કરાતા હવે બેંકો પોતે થાપણો ઉપર વ્યાજ દર નક્કી કરી શકશે. વ્યાજ દર નક્કી કરવાની બેન્કોને સ્વતંત્રતા રહેશે. આ ફેરફાર તાત્કાલિક અમલી બન્યો છે. રૂ. ૧ લાખ સુધીની થાપણો પર બેન્કે સમાન વ્યાજ દર રાખવાનો રહેશે જ્યારે રૂ. ૧ લાખથી વધુ રકમની થાપણ પર જુદા જુદા વ્યાજદર નક્કી કરવા બેન્કોને છૂટ આપવામાં આવી છે.
આરબીઆઈના આ નિર્ણયને કારણે બેન્કો તેમના સેવિંગ્સ ખાતાઓ પર અત્યાર સુધી ૪ ટકા વ્યાજ આપતી હતી તેમાં હવે કોઈ અંકુશ રહેશે નહીં. આને કારણે ખાતેદારોને આકર્ષવા બેન્કો વચ્ચે સ્પર્ધા વધશે. સેવિંગ્સ બેન્ક થાપણો રૂ. ૧ લાખથી વધારે હશે તેવા કિસ્સામાં બેન્કો જુદા જુદા વ્યાજ દર નક્કી કરી શકશે. આને કારણે બેન્કિંગ વ્યવસ્થામાં મોટા ફેરફારો આવી શકશે.
બેન્કોના થાપણ વ્યાજ દરમાં વધારો કરવામાં આવતા બેન્કો માટે ફંડ મેળવવાનું મુશ્કેલ બનશે. મોટાભાગની બેન્કો આવનારા દિવસોમાં તેમના બચત ખાતાના વ્યાજ દરમાં વધારો કરે તેવા સંકેતો સાપંડે છે. આરબીઆઈ દ્વારા બચત ખાતાના વ્યાજ દરો અંકુશમુક્ત કરવામાં આવતા બેન્કિંગ ક્ષેત્રે નિયંત્રિત વ્યાજ દરના યુગનો અંત આવ્યો છે. આરબીઆઈએ સ્પષ્ટતા કરી હતી કે થાપણની સમાન રકમ માટે દરેક ગ્રાહક દીઠ જુદા જુદા વ્યાજ દર રાખી શકાશે નહીં. બેન્કોની કુલ થાપણોમાંથી આશરે ૨૦થી ૨૫ ટકા રકમ સેવિંગ્સ બચત ખાતાઓમાં પડેલી હોય છે.
આરબીઆઈ નાણાં નીતિના પ્રત્યાઘાતો........
---- રિઝર્વ બેન્કનાં પગલાંથી ફુગાવો ડામવા આપણી સ્થિતિ વધારે સાનુકૂળ બનશે. આ મુદ્દે મોડા મોડા જાગવાને બદલે વહેલા પગલાં લેવાનું શાણપણભર્યું ગણાશે.   ....................પ્રણવ મુખરજી....કેન્દ્રીય નાણાં પ્રધાન
---- વ્યાજ દરમાં વધારો યોગ્ય છે તે ગેરવાજબી નથી. તમામ બાબતોને ધ્યાનમાં લેતાં એકંદરે ફુગાવો અંકુશિત રહેશે.... મોન્ટેકસિંહ અહલુવાલિયા....આયોજન પંચના ઉપાધ્યક્ષ
---- બચત ખાતાના વ્યાજ દરો તત્કાળ અંકુશમુક્ત કરાયા છે. જે તમામ ક્ષેત્રોને લાગુ પડશે. બેન્કો હવે તેમની મરજી મુજબ બચત ખાતાની થાપણો પર વ્યાજ આપી શકશે. .......દુવ્વુરી સુબ્બારાવ .......રિઝર્વ બેન્કના ગવર્નર
---- રિઝર્વ બેન્કે યોગ્ય નિર્ણય લીધો છે. ફુગાવો વધી રહ્યો છે ત્યારે આરબીઆઈ પાસે વ્યાજ દર વધારવા સિવાય અન્ય વિકલ્પ નહોતો.....સી રંગરાજન.....વડાપ્રધાનની આર્થિક સલાહકાર કાઉન્સિલના ચેરમેન
----- હોમ લોન અને ઓટો લોન સહિત તમામ લોનના વ્યાજ દરમાં ટૂંકમાં વધારો કરવામાં આવશે. બેન્કો ધિરાણ દર અને થાપણ દર બંનેમાં વધારો કરશે. ....બેન્કોના વડાઓ
---- અડધી સારી અને અડધી ખરાબ સ્થિતિમાં બજારના પ્રત્યાઘાત જુદા જુદા રહેશે. રિઝર્વ બેન્કે હજી પણ વ્યાજ દરમાં વધારાનો વિકલ્પ ખુલ્લો રાખ્યો છે. .....રાધિકા રાવ......ફોરકાસ્ટ પ્રા. સિંગાપુર
---- બજારોમાં મંદી છે જ. વ્યાજ દરમાં વધારાથી ઓટો ક્ષેત્રની સ્થિતિ વધારે કફોડી બનશે. તહેવારોની મોસમ દરમિયાન માંગમાં ઘટાડો થશે. જેની અપેક્ષા નહોતી. ...........પી. બાલેન્દ્ર.......જનરલ મોટર્સ ઈન્ડિયાના વાઈસ પ્રેસિડેન્ટ
બચત ખાતાના વ્યાજ દરો અંકુશમુક્ત કરવામાં આવતા બેન્કો પર ભંડોળ મેળવવાનો ખર્ચ વધશે. આવનારા દિવસોમાં મોટાભાગની બેન્કો સેવિંગ્સ બેન્કના વ્યાજ કરો વધારશે. હોમ અને ઓટો લોન સહિત તમામ રિટેલ અને કોર્પોરેટ લોન મોંઘી બનશે.  .......એસ સી સિંહા ............ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સના એક્ઝિક્યુટિવ ડિટરેક્ટર
---- ધિરાણના દર ચોક્કસપણે વધશે. બચત બેંક ખાતાઓ પર થાપણોના દરને અંકુશ મુક્ત કરવાથી પણ નવા સમીકરણો રચાશે. ફંડનો ખર્ચ બેંકો માટે વધશે જેથી આ પૈકીનો કેટલોક ખર્ચ કસ્ટમરો પર નાંખી દેવાશે. દરેક બેંકની લિક્િડિટિટીની સ્થિતિના આધાર ઉપર રેટમાં વધારો ૨૫થી ૫૦ બેઝિસ પોઈન્ટનો હોઈ શકે છે....આર.કે.બંસલ ......આઈડીબીઆઈ બેંકના કારોબારી ડિરેક્ટર
----  ઊંચા વ્યાજ દરના કારણે ઉદ્યોગોના નફાના માર્જિનને માઠી અસર થશે. ઉદ્યોગો માટે
લોન લેવાનું મોંઘું બનશે.   .....ભારતીય ઉદ્યોગ જગત

આરબીઆઇએ દરોમાં૧૩ વખત  કરેલો વધારો
તારીખ
રિવર્સ રેપો (%)
રેપો રેટ (%)
૨૫-૧૦-૧૧
૭.૫
૮.૫
૧૬-૯૧૧
૭.૨૫
૮.૨૫
૨૬-૭-૧૧
૧૬-૬-૧૧
૬.૫
૭.૫
૩-૫-૧૧
૬.૨૫
૭.૨૫
૧૭-૩-૧૧
૫.૭૫
૬.૭૫
૨૫-૧-૧૧
૫.૫
૬.૫
૨-૧૧-૧૦
૫.૨૫
૬.૨૫
૨-૯-૧૦
૪.૭૫
૨૭-૮-૧૦
૪.૨૫
૨-૮-૧૦
૫.૫
૨૦-૪-૧૦
૩.૭૫
૫.૨૫
૧૯-૩-૧૦
૩.૫
સ્રોત : આરબીઆઇ

  • બેન્કોના ખાતેદારોને દિવાળીની ગિફ્ટ
  • એક લાખ સુધીની થાપણ પર એક સમાન વ્યાજ દર
  • રૂ. ૧ લાખથી વધુ થાપણ પર જુદા જુદા વ્યાજદર નક્કી કરવા બેન્કોને છૂટ