Tuesday, October 25, 2011

જર્મનીનો નિષ્ક્રિય ઉપગ્રહ પૃથ્વી પર ત્રાટક્યો



બર્લિનતા. ૨૩
જર્મનીનો બસનાં કદનો ગંજાવર પણ નિષ્ક્રિય ઉપગ્રહ પૃથ્વી પર કોઈ સ્થળે ત્રાટક્યો હોવાના અહેવાલો છે. આશરે એક દાયકા સુધી ભ્રમણકક્ષામાં ઘૂમતો રહ્યા બાદ તે પૃથ્વીનાં ગુરુત્વાકર્ષણમાં આવતાં પટકાયો હોવાના અહેવાલો છેજો કે તેનો કાટમાળ પૃથ્વી પર ક્યાં પડયો છે તે અંગે અવકાશ વૈજ્ઞાનિકોને હજી સુધી કોઈ માહિતી મળી નથી.
૨.૭ ટન વજનનો અને રોએન્ટજેન અથવા તો આરઆસેટ તરીકે ઓળખાતો આ ઉપગ્રહ ભારતીય સમય પ્રમાણે રવિવારે સવારે ૬.૪૫ કલાકે પૃથ્વીનાં વાતાવરણમાં પ્રવેશ્યો હોવાનું મનાય છે. જર્મન એરોસ્પેસ સેન્ટરના અધિકારીઓના જણાવ્યા મુજબ કાટમાળ ક્યાં પડયો તે જાણી શકાયું નથી. પૃથ્વીની સપાટી પર ઉપગ્રહનો કાટમાળ પટકાયો હોવાના કોઈ નક્કર અહેવાલો મળ્યા નથી. પૃથ્વીનાં વાતવરણમાં પ્રવેશ્યા પહેલાં છેલ્લી ૩૦ મિનિટમાં ઉપગ્રહે ૨૦,૦૦૦ કિ.મી.ની સફર કરી હતી પણ વૈજ્ઞાાનિકોને આ મૃત ઉપગ્રહ સાથે સંપર્ક સાધવામાં સફળતા મળી નહોતી.
·       કાટમાળ ક્યાં પડયો તે અંગે અવકાશ વૈજ્ઞાનિકો અજાણ
૨૧ વર્ષ જૂનો આ ઉપગ્રહ પૃથ્વીનાં વાતાવરણમાં પ્રવેશ્યો  તે પહેલાં જ તે તૂટી પડયો હોવાનું મનાય છેતેના ૩૦ ટુકડા થયાનું મનાય છેજેમાં સૌથી મોટો ટુકડો ૧.૯ ટન વજનનો હોઈ શકે છે. ગરમી પ્રતિરોધક કાચના ટુકડા તેમજ સિરેમિક પાર્ટ્સ જેવો કેટલોક ભંગાર પૃથ્વી પર પટકાઈ શકે છે.
તારાગ્રહો અને સુપરનોવામાંથી થતાં એક્સ-રે રેડિએશનનો અભ્યાસ કરવા માટે ૧૯૯૦માં આ ઉપગ્રહને અવકાશમાં તરતો મૂકવામાં આવ્યો હતોતેનું મિશન ૧૮ મહિનાનું હતું પણ તેનું આયુષ્ય લંબાયું હતું.