Friday, October 28, 2011

શીતયુદ્ધ સમયના USના છેલ્લા શક્તિશાળી પરમાણુ બોમ્બનો નાશ કરાયો



એમારિલો (ટેક્સાસ)તા. ૨૬
શીતયુદ્ધ સમયના અમેરિકાના છેલ્લા સૌથી શક્તિશાળી પરમાણુ બોમ્બ B53નો મંગળવારે ટેક્સાસમાં નાશ કરાયો છે. નિષ્ણાતોએ બોમ્બની યુરેનિયમ પિટમાંથી ૧૩૬ કિલો વિસ્ફોટકો અલગ પાડયાં હતાં. મિની વાનના કદના B53નું વજન ૪,૫૦૦ કિલો હતું અને તે ૧૯૪૫માં જાપાનના હિરોશીમા પર ઝીંકાયેલા પરમાણુ બોમ્બથી ૬૦૦ ગણો વધુ શક્તિશાળી હોવાનું કહેવાતું હતું.
૧૯૬૨માં શીતયુદ્ધ તેની પરાકાષ્ઠાએ હતું ત્યારે B53ને પહેલી વાર અમેરિકી સૈન્યમાં દાખલ કરાયો હતો અને તે ૧૯૯૭ સુધી અમેરિકાના શસ્ત્રાગારમાં હતો. શીતયુદ્ધ દરમિયાન સૈન્યના જવાનો કે બિનલશ્કરી નેતાઓ જ્યાં આશરો લેતા હતા તેવાં બંકર્સ જેવા અન્ડરગ્રાઉન્ડ ટાર્ગેટ્સ પર હુમલા માટે આ બોમ્બ ડિઝાઇન કરાયો હતો.
સૌપ્રથમ B53 બોમ્બનો ૧૯૮૦ના દાયકામાં નાશ કરાયો હતો પરંતુ કેટલાક બોમ્બ ૧૯૯૭ સુધી સવર્સિમાં રહ્યા હતા. B53 બોમ્બ જૂની ટેક્નોલોજીથી અને હાલમાં નિવૃત્ત થઇ ચૂકેલા કે હયાત ન હોય તેવા વિજ્ઞાનીઓ દ્વારા વિકસાવવામાં આવેલો હોઇ તેનો નાશ કરવા માટે એક ખાસ'ડિસમેન્ટલિંગ પ્રોગ્રામતૈયાર કરાયો હતો. B53 એક અલગ સમયે એક અલગ દુનિયા માટે બનાવવામાં આવેલો બોમ્બ હતો જ્યારે આજે દુનિયા શીતયુદ્ધ સમયનાં પરમાણુ શસ્ત્રોથી ઘણી આગળ વધી ચૂકી છે.
અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જીના નેશનલ ન્યુક્લિઅર સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશન (એનએનએસએ)ના વડા થોમસ ડી'એગોસ્ટિનોએ જણાવ્યું હતું કે B53નો નાશ એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન છે. આ બોમ્બના નાશ સાથે વિશ્વ એક વધુ સુરક્ષિત સ્થળ બન્યું છે.
B53નો નાશ કરાયા બાદ તેની યુરેનિયમ પિટ્સને ટેક્સાસના એમારિલો નજીક પેન્ટેક્સ પ્લાન્ટ ખાતે હંગામી ધોરણે સંગ્રહિત કરવામાં આવી છે. B53નો નાશ પણ આ સ્થળે જ કરવામાં આવ્યો હતો. પેન્ટેક્સ પ્લાન્ટ ન્યુક્લિઅર વેપન્સ એસેમ્બ્લી એન્ડ ડિસએસેમ્બ્લી ફેસિલિટી ધરાવતો અમેરિકાનો એકમાત્ર પ્લાન્ટ છે.
અમેરિકી ગૃહવિભાગ દ્વારા મે૨૦૧૧માં જારી કરાયેલા આંકડા મુજબઅમેરિકા પાસે ૧૯૬૭માં ૩૧,૨૫૫ પરમાણુ શસ્ત્રો હતાંજેની સંખ્યા હવે ઘટીને ૫,૧૧૩ થઇ ચૂકી છે.
B53 પરમાણુ બોમ્બ વિશે જાણવા જેવું
નિષ્ણાતોએ બોમ્બની યુરેનિયમ પિટમાંથી ૧૩૬ કિલો વિસ્ફોટકો અલગ પાડયાં હતાં. મિની વાનના કદના B53નું વજન ૪,૫૦૦ કિલો હતું અને તે ૧૯૪૫માં જાપાનના હિરોશીમા પર ઝીંકાયેલા પરમાણુ બોમ્બથી ૬૦૦ ગણો વધુ શક્તિશાળી હતો.
૧૯૬૨માં શીતયુદ્ધ પરાકાષ્ઠાએ હતું ત્યારે B53ને પહેલી વાર અમેરિકી સૈન્યમાં દાખલ કરાયો હતો અને તે ૧૯૯૭ સુધી અમેરિકાના શસ્ત્રકાફલામાં હતો.
આ બોમ્બને બંકર્સ જેવા અન્ડરગ્રાઉન્ડ ટાર્ગેટ્સ પર હુમલા માટે ડિઝાઇન કરાયો હતો.
અમેરિકા પાસે ૧૯૬૭માં ૩૧,૨૫૫ પરમાણુ શસ્ત્રો હતાંજેની સંખ્યા હવે ઘટીને ૫,૧૧૩ થઇ ચૂકી છે.
  • નિષ્ણાતોએ B53 બોમ્બની યુરેનિયમ પિટમાંથી ૧૩૬ કિલો વિસ્ફોટકો અલગ પાડયાં
  • આ બોમ્બ હિરોશીમા પર ઝીંકાયેલા પરમાણુ બોમ્બથી ૬૦૦ ગણો વધુ શક્તિશાળી હતો