Friday, October 21, 2011

હવે એક ફોન કરીને રેલવે ટિકિટ બૂક કરાવી શકાશે



નવી દિલ્હીતા.૧૯
ઇન્ડિયન રેલવેઝ કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (આઇઆરસીટીસી) ટૂંક સમયમાં નવો ઇન્ક્વાયરી નંબર ૧૩૮ લોન્ચ કરશેજે નંબર પર રેલવે પ્રવાસીઓ આઇઆરસીટીસીના કાઉન્ટર્સ પરથી ખરીદવામાં આવેલા કેશ કાર્ડ્સના ઉપયોગથી ફોન કરીને ટિકિટ બૂક કરાવી શકશે. આઇઆરસીટીસીને ટેલિકોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટની મંજૂરી મળી ગઇ હોઇ આ નવી સુવિધા ટૂંક સમયમાં શરૂ થઇ જશે. પ્રવાસીઓને સેવાઓ ઝડપથી પૂરી પાડવાનો હેતુ ધરાવતા નવા નંબર પર તમામ ટેલિકોમ ઓપરેટર્સમાંથી ફોન થઇ શકશે.
બીજી તરફ કથળતી નાણાકીય સ્થિતિને પગલે રેલવેએ એરલાઇન્સ પાસેથી પ્રેરણા લઇ આજે જણાવ્યું છે કે રેલવે 'ડાયનેમિકપેસેન્જર ભાડાં દાખલ કરવા વિચારી રહી છેજે ભાડાં અનુકૂલનયુક્ત અને માંગ આધારિત (બેઝ્ડ ઓન ડિમાન્ડ) હશે. માંગ વધુ હોય ત્યારે ભાડાં વધશે અને માંગ ઓછી હોય ત્યારે ભાડાં ઘટશે. રેલવેપ્રધાન દિનેશ ત્રિવેદીએ અત્રે ઇકોનોમિક એડિટર્સની કોન્ફરન્સને સંબોધતાં કહ્યું હતું કે, "અમે પ્રવાસી ભાડાં માટે ડાયનેમિક પ્રાઇસિંગ પોલિસી સહિતનાં પગલાં વિચારી રહ્યાં છીએ."
  • નવો ઇન્ક્વાયરી નંબર ૧૩૮ લોન્ચ કરાશે
    આઇઆરસીટીસીના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે નવો ઇન્ક્વાયરી નંબર ૧૩૮ ટૂંકમાં લોન્ચ થશે અને દેશભરમાં શ્રેણીબદ્ધ વેલ્યુ-એડેડ પેસેન્જર-રિલેટેડ ર્સિવસીસ પૂરી પાડશે. પ્રવાસીઓ આ નંબર પર ફોન કરીને એકોમોડેશનની ઉપલબ્ધતાતત્કાલ બુકિંગટ્રેન નંબરકન્સેશન્સ અને કેન્સલેશન રૂલ્સ સહિતની માહિતી મેળવી શકશે. પીએનઆર ડિટેઇલ્સ જેવી બેઝિક ર્સિવસ ઓફર કરતો રેલવે ઇન્ક્વાયરી નંબર ૧૩૯ પણ ચાલુ રહેશે. ૧૩૮ નંબર ઉપર ર્સિવસ શરૂઆતમાં અંગ્રેજી અને હિન્દીમાં ઉપલબ્ધ હશે અને તબક્કાવાર આ સેવા પ્રાદેશિક ભાષાઓમાં પણ પૂરી પાડવામાં આવશે. રોજના ૮ લાખથી પણ વધુ કોલ હેન્ડલ કરતા ૧૩૯ નંબર પરનો બોજ નવો નંબર ૧૩૮ હળવો કરે તેવી શક્યતા છે.
    ઉલ્લેખનીય છે કે ભારતીય રેલવે ડાયનેમિક ફ્રેઇટ પોલિસી હેઠળ ૧૫ ઓક્ટોબરે નૂરભાડાંમાં ૬ ટકાનો વધારો કરી ચૂકી છે. નજીકના ભવિષ્યમાં પ્રવાસીભાડાં પણ વધારવાનો સંકેત આપતાં રેલવેપ્રધાને કહ્યું હતું કે, "નૂરભાડાંમાં વધારાની કોઇને માઠી અસર થઇ નથી. તેથી અમે પ્રવાસીભાડાંમાં પણ ગણતરીપૂર્વક વધારો કરીશું."
    રેલવેએ પ્રવાસી ભાડાંમાં છેલ્લાં ૮ વર્ષથી કોઇ વધારો કર્યો નથી. પ્રવાસી ભાડાંમાં વધારો ક્યારે કરાશે તે અંગે પૂછવામાં આવતાં રેલવેપ્રધાને એટલું જ કહ્યું હતું કે અમે પ્રવાસી ભાડાંમાં વધારો બિનતાર્કિક હીં પણ તાર્કિક રીતે કરીશું. જોકેતે દિશામાં કોઇ પણ નિર્ણય લેતા પહેલાં અમારે સ્વચ્છતાસલામતીનિયમિતતા અને ભોજનની ગુણવત્તા સહિતની સેવાઓ સુધારવી પડશે.
  • માંગ આધારિત 'ડાયનેમિકભાડાં દાખલ કરવા વિચારણા