- રાશિ ચક્ર ધનતેરસ અને દિવાળીના દિવસે લક્ષ્મીજીનું પૂજન-ઉપાસના બધાં લોકો એકસરખી રીતે જ કરતા હોય છે, પરંતુ આ જ ઉપાસના-આરાધનાને પોતાની જન્મ રાશિને ધ્યાનમાં રાખીને અને અનુકૂળ લક્ષ્મીજીના સ્વરૂપની પસંદગી કરીને કરવામાં આવે તો વિશેષ લાભ મેળવી શકાય છે. ઈષ્ટતમ લાભ મેળવવા માટે કયા રાશિના જાતકોએ લક્ષ્મીજીના કયા સ્વરૂપની અને કેવી રીતે પૂજા કરવી જોઈએ તે જાણીએ કળિયુગમાં જીવનનિર્વાહ ચલાવવા માટે જરૂરી ધન કમાવવાની ઇચ્છા રોગી, ભોગી, યોગી એમ દરેકમાં વિદ્યમાન રહે છે. દિવાળી જ એક એવો તહેવાર છે જે તન (ઉત્તમ સ્વાસ્થ્ય), મન (મનોકામનાઓ) તથા ધન (પૈસા) પ્રાપ્ત કરવાનો સોનેરી અવસર પ્રદાન કરે છે. શાસ્ત્રોમાં દિવાળીના તહેવારને જનમાનસ માટે મનોરથ સિદ્ધિનો દિવસ કહેવામાં આવ્યો છે. યંત્ર-મંત્ર,પૂજન તથા સાધના દ્વારા દેવતાઓ પાસે મનોકામનાઓ પૂર્ણ કરાવવાનો દિવસ દિવાળી છે. આ દિવસે બધાં જ દેવતાઓ પ્રસન્ન મુદ્રામાં હોય છે અર્થાત્ માંગી લો જે માંગવું હોય તે! દિવાળીના દિવસે જાતક પોતાની રાશિ અનુસાર ધનની દેવી માતા લક્ષ્મીની પૂજા, સાધના કરીને જાતક પોતાના માટે સુખ, ધન, સૌભાગ્ય, સિદ્ધિ તથા આરોગ્ય મેળવી શકે છે. ધનતેરસના દિવસે કઈ ધાતુ ખરીદશો? ધનતેરસના દિવસે બધાં લોકો ધનરૂપ ધાતુ ખરીદી છે. રાશિ અનુસાર તમારા માટે કઈ ધાતુ ખરીદવી શુભ રહેશે તે જાણો.
મેષ (અ.લ.ઈ.) *દિવાળીના દિવસે શુક્ર યંત્ર તથા શનિ યંત્ર પર ક્રમશઃ જિરકન (શુક્ર ગ્રહનું ઉપરત્ન) તથા નીલમ જડાવીને તથા આ જ ગ્રહોના મંત્રોથી યંત્રોને અભિમંત્રિત કરીને ઘરના મંદિરમાં એક વર્ષ માટે સ્થાપના કરો. દરરોજ તેનું દર્શન તથા પૂજન કરવાથી મા લક્ષ્મીની કૃપા થાય છે. *દિવાળીના દિવસે જ ચાંદીનો ‘શ્રી’ બનાવીને તેની ચારે બાજુ પીળા તથા લાલ જિરકન જડાવીને શ્રીલક્ષ્મીજીના મંત્રો બોલીને ગળામાં ધારણ કરવામાં આવે તો ચોક્કસ ધનલાભ થાય છે. *મંગળ યંત્રની સન્મુખ દિવાળીના દિવસથી શરૂ કરીને દરરોજ ‘ઋણહર્તા મંગલ સ્તોત્ર’નો પાઠ કરવામાં આવે તો શીઘ્ર ઋણ (દેવું, કરજ) ઊતરવા લાગે છે અને ધનની બરકત થાય છે. *દિવાળીની રાત્રિએ એક બાજઠ પર લાલ વસ્ત્ર પાથરીને તેના પર ઘઉં દ્વારા એક સ્વસ્તિક બનાવો, તેની ઉપર એક થાળી મૂકો. થાળીમાં કંકુ વડે ‘ગં’ લખો. તેની ઉપર શ્વેતાર્ક ગણપતિ,શ્રીફળ તથા સાત કોડિયાં મૂકો, ચંદનની માળા વડે પાંચ વાર નીચે આપેલા મંત્રનો જાપ કરો. મંત્રઃ ૐ સર્વ સિદ્ધિ પ્રદીયસિ ત્વં સિદ્ધિ બુદ્ધિપ્રદો ભવઃ શ્રીં । બીજા દિવસે પાંચ કન્યાઓને પીળા રંગની વાનગીનું ભોજન કરાવો, શ્વેતાર્કને પૂજા સ્થાન કે મંદિરમાં રાખો. બાકીની સામગ્રી જળમાં પ્રવાહિત કરો. તેનાથી ધનલાભ થવા લાગશે. વૃષભ (બ.વ.ઉ.) *દિવાળીના દિવસે બુધ યંત્ર તથા ગુરુ યંત્ર બનાવીને ક્રમશઃ ઓનેક્સ તથા સુનહલા જડાવીને તથા આ જ ગ્રહોના મંત્રો દ્વારા યંત્રોને અભિમંત્રિત કરીને ઘરના મંદિરમાં એક વર્ષ માટે સ્થાપન કરીને દરરોજ દર્શન-પૂજન કરવાથી લક્ષ્મીજીની કૃપા બની રહેશે. *દિવાળીના દિવસે જ ચાંદીનો ‘શ્રી’ બનાવીને તેની ચારેબાજુ નીલા તથા લીલા જિરકન જડાવીને શ્રીલક્ષ્મીજીના મંત્રો બોલીને ગળામાં ધારણ કરવામાં આવે તો ધનલાભ થાય છે. *દિવાળીની રાત્રિથી શરૂ કરીને સતત ૭ દિવસ મહાલક્ષ્મી યંત્રની સન્મુખ કમળ ગટ્ટાની માળાથી ‘ૐ મહાલક્ષ્મૈ નમઃ’ મંત્રની વિધિવત્ ૧૧ માળા જપ કરવામાં આવે અને છેલ્લા દિવસે કોઈ બ્રાહ્મણને ભોજન કરાવવામાં આવે તો આર્થિક અનુકૂળતા આવવા લાગે છે. *દિવાળીના દિવસથી શરૂ કરીને દર શુક્રવારે શ્રી વિષ્ણુ-લક્ષ્મીનું પૂજન કરવાથી ધન તથા પ્રતિષ્ઠા મળે છે. દિવસે તુલસીની પૂજા તથા રાત્રે કાચા સૂતરને શુદ્ધ કેસરથી રંગીને નીચે આપેલા મંત્રની પાંચ માળા જપ કર્યા પછી કાર્યસ્થળે (ઓફિસ, દુકાન, ફેક્ટરી) રાખવાથી તથા રોજ તેના દર્શન તથા પૂજન કરવાથી ઉન્નતિ મળે છે. મંત્રઃ ૐ શ્રીં શ્રીં હ્રીં હ્રીં ઐશ્વર્ય મહાલક્ષ્મૈ પૂર્ણ સિદ્ધિં દેહિ દેહિ નમઃ । મિથુન (ક.છ.ઘ.) *દિવાળીના દિવસે ચંદ્ર યંત્ર તથા મંગળ યંત્ર બનાવીને ક્રમશઃ મોતી તથા મૂંગા (પરવાળું) જડાવીને તથા આ જ ગ્રહોના મંત્રોથી યંત્રોને અભિમંત્રિત કરીને ઘરના મંદિરમાં એક વર્ષ માટે સ્થાપના કરો. તેનું દરરોજ પૂજન-દર્શન કરવાથી લક્ષ્મી દેવીની કૃપા ઊતરે છે. *દિવાળીના દિવસે જ ચાંદીનો ‘શ્રી’ બનાવીને તેની ચારેબાજુ નીલા તથા લીલા જિરકન જડાવીને શ્રી લક્ષ્મીજીના મંત્રો બોલીને ગળામાં ધારણ કરવામાં આવે તો ધનલાભ થાય છે. *ગણેશજી રિદ્ધિ-સિદ્ધિના દાતા છે અને લક્ષ્મીજી ધનની દેવી છે. બંનેનું સંયુક્ત યંત્ર મહાયંત્ર કહેવાય છે. દિવાળીના દિવસે આ યંત્રની પૂજા કર્યા પછી ગલ્લા કે તિજોરીમાં રાખવાથી ધનનો ભંડાર ભરેલો રહે છે અને પરિવારની દરેક વ્યક્તિ પ્રસન્ન અને સુખી રહે છે. *દિવાળીના દિવસે શ્વેતાર્કનું મૂળ કે જે શ્રી ગણેશજીનું પ્રતિરૂપ માનવામાં આવે છે તેની પૂજા કરીને મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવે અને રોજ મહાલક્ષ્મીજીના નીચેના મંત્રો સાથે તેમની તથા મહાલક્ષ્મીજીની પૂજા કરવામાં આવે તો માતા લક્ષ્મીજીની કૃપા થાય છે. મંત્ર : ૐ હ્રીં અષ્ટલક્ષ્મ્યૈ દારિદ્રય વિનાશિની સર્વ સુખ સમૃદ્ધિં દેહિ દેહિ હ્રીં ૐ નમઃ । કર્ક (ડ.હ.) *દિવાળીના દિવસે સૂર્ય યંત્ર તથા શુક્ર યંત્ર બનાવીને ક્રમશઃ માણેક તથા જિરકન જડાવીને તથા આ જ ગ્રહોના મંત્રોથી યંત્રોને અભિમંત્રિત કરીને ઘરના મંદિરમાં એક વર્ષ માટે સ્થાપના કરીને દરરોજ દર્શન તથા પૂજન કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. *દિવાળીના દિવસે જ ચાંદીનો ‘શ્રી’ બનાવીને તેની ચારેબાજુ પીળા તથા લાલ જિરકન જડાવીને શ્રી લક્ષ્મીજીના મંત્રો બોલીને ગળામાં ધારણ કરવામાં આવે તો ધનલાભ થાય છે. *દિવાળી પછી જ્યારે પહેલી વાર ચંદ્રમા દેખાય, તે દિવસથી શરૂ કરીને પૂનમ સુધી દરરોજ રાત્રે કેળાના પાન પર દહીં-ભાત મૂકીને ચંદ્રને દેખાડીને તેનું મંદિરમાં દાન કરી દો. ચંદ્રમા પ્રારબ્ધનો દેવતા છે જે પ્રસન્ન થઈને અચાનક જ ધનપ્રાપ્તિ કરાવે છે. * ચાંદીમાંથી બનાવેલી બે ગાયોને અભિમંત્રિત કરાવીને એક ગાય કોઈ વિદ્વાન બ્રાહ્મણને દાનમાં આપવી તથા બીજી ગાયને ‘કામધેનુ’ દેવીની જેમ ઘરના પૂજા સ્થાનમાં રાખીને તેનું દરરોજ પૂજન તથા દર્શન કરવાથી ધનાગમન થતું રહે છે. સિંહ (મ.ટ.) *દિવાળીના દિવસે બુધ યંત્ર બનાવીને તેના પર ઓનેક્સ લગાવીને તથા બુધના મંત્રો દ્વારા અભિમંત્રિત કરીને ઘરના મંદિરમાં એક વર્ષ માટે આ યંત્રની સ્થાપના કરી દો. તેનું દરરોજ દર્શન તથા પૂજન કરવાથી લક્ષ્મીજીની અસીમ કૃપા થાય છે. *દિવાળીના દિવસે જ ચાંદીનો ‘શ્રી’ બનાવીને તેની ચારેબાજુ પીળા તથા લાલ જિરકન જડાવીને શ્રી લક્ષ્મીજીના મંત્રો બોલીને ગળામાં ધારણ કરવામાં આવે તો ધનલાભ થાય છે. *દિવાળીના દિવસથી ‘ૐ નમો નારાયણાય’ મંત્રનો વિષ્ણુ ભગવાન સન્મુખ રોજ જપ કરવાથી ધનલાભ થાય છે. * ‘ૐ હ્રીં ક્લીં મહાલક્ષ્મૈ નમઃ ।’ મંત્રનો શ્રી લક્ષ્મીજીની તસવીર અથવા યંત્ર સન્મુખ દિવાળીના દિવસથી શરૂ કરીને દરરોજ પાંચ માળા જપ કરવાથી ધનાગમન થતું રહે છે. કન્યા (પ.ઠ.ણ.) *દિવાળીના દિવસે ચંદ્ર યંત્ર તથા શુક્ર યંત્ર બનાવીને ક્રમશઃ મોતી તથા જિરકન જડાવીને આ જ ગ્રહોના મંત્રો દ્વારા યંત્રોને અભિમંત્રિત કરીને ઘરના મંદિરમાં એક વર્ષ માટે સ્થાપના કરો. તેનું દરરોજ દર્શન તથા પૂજન કરવાથી ધન આવે છે અને લક્ષ્મીજીની કૃપા ઊતરે છે. *દિવાળીના દિવસે જ ચાંદીનો ‘શ્રી’ બનાવીને તેની ચારેબાજુ નીલા તથા લીલા જિરકન જડાવીને શ્રીલક્ષ્મીજીના મંત્રો બોલીને ગળામાં ધારણ કરવામાં આવે તો ધનલાભ થાય છે. *દેવી દુર્ગાની સન્મુખ ‘દેહિ સોભાગ્યમારોગ્યં દેહિ મેં પરમ સુખમ. રૂપં દેહિ યશો દેહિ જયં દેહિ દ્વિશો દેહિ ।’ મંત્રનો જપ દિવાળીના દિવસથી શરૂ કરીને રોજ કરવો જોઈએ. તેનાથી ધન ચીરકાળ સુધી જળવાઈ રહે છે. *લાજાવર્ત રત્નને ચાંદીની ધાતુમાં જડાવીને લક્ષ્મીજીના કોઈ પણ મંત્રોથી અભિમંત્રિત કરીને મધ્યમા આંગળીમાં ધારણ કરવાથી જાતક ધનવાન બને છે. તુલા (ર.ત.) *દિવાળીના દિવસે મહાલક્ષ્મીની પૂજાના સમયે એક અત્તરની શીશી ચઢાવો. પૂજા પૂર્ણ થઈ ગયા પછી તે શીશીમાંથી થોડું અત્તર લઈને પોતે લગાવવું. ત્યારબાદ રોજ આ જ અત્તરમાંથી થોડું-થોડું અત્તર દરરોજ લગાવીને કામ પર જવામાં આવે તો રોજગારમાં વૃદ્ધિ થવા લાગે છે. *દિવાળીના દિવસે સૂર્ય યંત્ર તથા મંગળ યંત્ર બનાવીને ક્રમશઃ માણેક તથા મૂંગા (પરવાળું) રત્ન જડાવીને આ જ ગ્રહોના મંત્રોથી યંત્રોને અભિમંત્રિત કરીને ઘરના પૂજા સ્થાન પર એક વર્ષ માટે સ્થાપના કરીને દરરોજ તેનું પૂજન કરવું. તેનાથી લક્ષ્મીની કૃપા તથા યશ મળે છે. *દિવાળીના દિવસે જ શ્રી યંત્રની પ્રાણ-પ્રતિષ્ઠા કરવી જોઈએ અને દરરોજ તેની પૂજા કરવી જોઈએ. તેનાથી તમામ પ્રકારનાં દુઃખ, રોગ તથા દરિદ્રતાનો નાશ થાય છે. બધાં જ પ્રકારનાં ભૌતિક સુખ, શાંતિ તથા આનંદ મળે છે. આ યંત્રની પૂજા માટેનો મંત્ર નીચે પ્રમાણે છે. મંત્ર : ‘ૐ શ્રીં હ્રીં શ્રીં કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીં હ્રીં શ્રીં મહાલક્ષ્મૈ નમઃ ।’ *દિવાળીના દિવસે જ ચાંદીનો ‘શ્રીં’ બનાવીને તેની ચારેબાજુ નીલા જિરકન જડાવીને શ્રી લક્ષ્મીજીના મંત્રો બોલીને ગળામાં ધારણ કરવામાં આવે તો ધનલાભ થાય છે. વૃશ્ચિક (ન.ય.) *દિવાળીના દિવસે ગુરુ યંત્ર તથા બુધ યંત્ર બનાવીને ક્રમશઃ સુનહલા તથા ઓનેક્સ જડાવીને તથા આ જ ગ્રહોના મંત્રોથી યંત્રોને અભિમંત્રિત કરીને ઘરના મંદિરમાં એક વર્ષ માટે તેની સ્થાપના કરીને દરરોજ દર્શન-પૂજન કરવાથી લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે. *દિવાળીના દિવસે જ ચાંદીનો ‘શ્રીં’ બનાવીને તેની ચારેબાજુ પીળા તથા સફેદ જિરકન જડાવીને શ્રીલક્ષ્મીજીના મંત્રો બોલીને ગળામાં ધારણ કરવામાં આવે તો ધનલાભ થાય છે. *મંગળ યંત્ર સન્મુખ દિવાળીના દિવસથી શરૂ કરીને દરરોજ ‘ઋણહર્તા મંગલ સ્તોત્ર’નો પાઠ કરવાથી શીઘ્ર જ ઋણ (દેવું) ઊતરવા લાગે છે અને ધનની બરકત થવા લાગે છે. *શ્રી યંત્ર, કુબેર યંત્ર અથવા દક્ષિણાવર્તી શંખ ઘરના મંદિરમાં રાખીને દરરોજ તેનું પૂજન કરવાથી ચમત્કારી પરિણામ જોવા મળે છે. ધન (ભ.ફ.ઢ.ધ.) *દિવાળીના દિવસે શનિ યંત્ર તથા શુક્ર યંત્ર બનાવીને ક્રમશઃ નીલમ તથા જિરકન જડાવીને તથા આ જ ગ્રહોના મંત્રોથી અભિમંત્રિત કરીને ઘરના મંદિરમાં તેની એક વર્ષ માટે સ્થાપના કરી દરરોજ દર્શન-પૂજન કરવાથી લક્ષ્મીજીની અસીમ કૃપા થાય છે. *દિવાળીના દિવસે જ ચાંદીનો ‘શ્રીં’ બનાવીને તેની ચારેબાજુ પીળા તથા લાલ જિરકન જડાવીને શ્રી લક્ષ્મીજીના મંત્રો બોલીને ગળામાં ધારણ કરવામાં આવે તો ધનલાભ થાય છે. *જો દિવાળીના દિવસે નીચે આપેલા મંત્રની ૨૧ માળા જપ કરવામાં આવે અને બીજા દિવસે એક બ્રાહ્મણને ભોજન કરાવવામાં આવે ત્યારબાદ દરરોજ આ મંત્રનો એક માળા જપ કરવામાં આવે તો અક્ષય ધનની પ્રાપ્તિ થાય છે. મંત્ર :’ૐ શ્રીં હ્રીં ક્લીં એં સૌં ૐ હ્રીં ક એ ઈ લ હ્રીં હ સ ક હ લ હ્રીં સકલ હ્રીં સૌં એં ક્લીં હ્રીં શ્રીં ૐ’ *દિવાળીના દિવસે જ હળદરની ૧૧ ગાંઠોને પીળા કપડામાં રાખીને નીચેના મંત્રનો ૧૧ માળા જપ કરી તેને તિજોરીમાં મૂકી દેવામાં આવે અને રોજ ત્યાં દીવો કરવામાં આવે તો વેપારમાં ઉન્નતિ થાય છે. મંત્ર : ‘ૐ વક્રતુણ્ડાય હું ।’ મકર (ખ.જ.) *દિવાળીના દિવસે શનિ તથા મંગળ યંત્ર બનાવીને ક્રમશઃ નીલમ તથા મૂંગા (પરવાળું) જડાવીને તથા આ જ ગ્રહોના મંત્રો દ્વારા યંત્રોને અભિમંત્રિત કરીને ઘરના મંદિરમાં એક વર્ષ માટે સ્થાપવાં. તેનું દરરોજ વિધિવત્ પૂજન કરવામાં આવે તો લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. *દિવાળીના દિવસે જ ચાંદીનો ‘શ્રીં’ બનાવીને તેની ચારેબાજુ નીલા તથા લીલા જિરકન જડાવીને શ્રીલક્ષ્મીજીના મંત્રો બોલીને ગળામાં ધારણ કરવામાં આવે તો ચોક્કસ ધનલાભ થાય છે. *દિવાળીની સાંજે એક સોપારી તથા એક તાંબાનો સિક્કો લઈને કોઈ પણ પીપળાના વૃક્ષ નીચે જઈને તે મૂકી દો. રવિવારે તે જ પીપળાના વૃક્ષનું પાન લાવીને કામકાજના સ્થળે બેસવાની ગાદી નીચે રાખવાથી ગ્રાહકો અને વેચાણ વધે છે. *દિવાળીના દિવસે શનિ યંત્રને ઘરની પશ્ચિમ દિશામાં નીલા કપડાના આસન પર સ્થાપના કરીને દરરોજ શનિ મંત્રોના જપ કરો તથા તેલનો દીવો પણ પ્રગટાવો. આમ કરવાથી જાતકની પાસે રહેલું ધન જળવાઈ રહે છે. કુંભ (ગ.શ.સ.) *દિવાળીના દિવસે ગુરુ યંત્ર બનાવીને તેમાં સુનેહલા જડાવીને તથા ગુરુ ગ્રહના મંત્રો દ્વારા યંત્રોને અભિમંત્રિત કરીને ઘરના મંદિરમાં એક વર્ષ માટે સ્થાપવાં. તેનું દરરોજ વિધિવત્ પૂજન કરવામાં આવે તો લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. *દિવાળી પહેલાં આવતા શનિવારના દિવસે ઘરની સંપૂર્ણ સાફ-સફાઈ કરી દેવી જોઈએ. પસ્તી,તૂટેલી-ફૂટેલી વસ્તુઓ વગેરેનો નિકાલ કરી દેવો જોઈએ. સાંજના સમયે ઘરનાં બધાં જ બલ્બ ઓછામાં ઓછી વીસ મિનિટ માટે ચાલુ રાખવા જોઈએ. નીચે આપેલા મંત્ર દ્વારા લક્ષ્મીજીની ઉપાસના કરવી જોઈએ. તેનાથી સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે. મંત્રઃ ‘ૐ એં હ્રીં શ્રીં સં સિદ્ધિદાં સાધય સાધય સ્વાહા ।’ *દિવાળીના દિવસે જ ચાંદીનો ‘શ્રીં’ બનાવીને તેની ચારેબાજુ નીલા જિરકન જડાવીને શ્રી લક્ષ્મીજીના મંત્રો બોલીને ગળામાં ધારણ કરવામાં આવે તો ખૂબ જ ધનલાભ થાય છે. *દિવાળીના દિવસે પોતાના ગલ્લાની નીચે કાળી ચણોઠીના દાણા નાખીને નીચે આપેલા મંત્રનો પાંચ માળા જપ કરવો તથા રોજ મહાલક્ષ્મીજીની સામે દીવો કરવાથી વ્યવસાયમાં થતું નુકસાન ઓછું થતું જાય છે. મંત્ર : ‘ૐ એં હ્રીં વિજય વરદાય દેવી મમઃ ।’ મીન (દ.ચ.ઝ.થ.) *દિવાળીના દિવસે શનિ તથા મંગળ યંત્ર બનાવીને ક્રમશઃ નીલમ તથા મૂંગા (પરવાળું) જડાવીને તથા આ જ ગ્રહોના મંત્રો દ્વારા યંત્રોને અભિમંત્રિત કરીને ઘરના મંદિરમાં એક વર્ષ માટે સ્થાપવાં. તેનું દરરોજ વિધિવત્ પૂજન કરવામાં આવે તો લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. *દિવાળીના દિવસે જ ચાંદીનો ‘શ્રીં’ બનાવીને તેની ચારેબાજુ પીળા તથા લાલ જિરકન જડાવીને શ્રીલક્ષ્મીજીના મંત્રો બોલીને ગળામાં ધારણ કરવામાં આવે તો ધનલાભ થાય છે. *દિવાળીના દિવસે ૧૧ હળદરની ગાંઠોને પીળા કપડાંમાં મૂકીને નીચે આપેલા મંત્રનો અગિયાર માળા જપ કરીને તિજોરીમાં મૂકીને દરરોજ ત્યાં દીવો કરવામાં આવે તો વેપારમાં ઉન્નતિ થાય છે. મંત્ર : ‘ૐ વક્રતુણ્ડાય હ્રીં ।’ *મૂંગા (પરવાળું)ના ગણપતિની દિવાળીના દિવસે સ્થાપના કરીને ‘ૐ એકદન્તાય વિદ્મહે વક્રતુણ્ડાય ધીમહિ તન્નો દન્તી પ્રચોદયાત્ ।’ મંત્રનો જપ કરો. તેનાથી ચોક્કસ ધનલાભ થશે. *દિવાળીની રાત્રે ચાંદીના ઢાંકણાવાળી ડબ્બીમાં નાગકેશર તથા મધ ભરીને પોતાની તિજોરી અથવા ગલ્લામાં રાખો. બીજી દિવાળી સુધી તેને એમ જ રહેવા દો. પછી દીવો પ્રગટાવીને રોજ શ્રીસૂક્તનો પાઠ અથવા વિષ્ણુ સહસ્ત્ર નામનો જપ કરો. આમ કરવાથી તિજોરીમાં આખું વર્ષ ધનની રેલમછેલ રહે છે. | ||||||||||||||||||||||||