Sunday, October 2, 2011

બ્રિટિશ નાગરિકત્વ પર નિયંત્રણ

લંડનતા. ૨
બ્રિટનમાં કાયમી વસવાટની હજારો ભારતીયોની ઇચ્છા હવે અધૂરી રહી શકે છેકેમ કે બ્રિટન સરકારે કાયમી ધોરણે ત્યાં સેટલ થવા ઇચ્છતા  ઇમિગ્રન્ટ્સના હક્કોને અવરોધવા નવા નિયમો દાખલ કરવાની યોજના કરી છે. આ યોજના આ વર્ષના અંત સુધીમાં જાહેર થાય તેવી શક્યતા છે. જોકે ઊંચી આવક ધરાવનારાઓવેપારીઓ અને કરોડપતિ રોકાણકારોને આમાંથી મુક્તિ આપવામાં આવશેકેમ કે સરકાર માને છે કે તેઓ રોજગારી સર્જનારા છે.
કન્ઝર્વેટિવ પાર્ટીની આગેવાની હેઠળની ગઠબંધન સરકાર પાંચ વર્ષ સુધી બ્રિટનમાં કામ કરતા વિદેશી કામદારોને ત્યાં કાયમી ધોરણે રહેવાનો હક્ક આપતા નિયમને રદ કરશેતેની સાથે તેમના પરિવારના સભ્યોને તેમની સાથે રહેવાના હક્કો પર પણ નિયંત્રણ આવી જશે તેમ સન્ડે ટાઇમ્સ અખબારે જણાવ્યું છે. બ્રિટનમાં રહેતા યુરોપીય સંઘનાં લોકોને આ નિયમો લાગૂ પડશે નહીં.
હોમ સેક્રેટરી થેરેસા મે અનિશ્ચિત મુદત સુધી બ્રિટનમાં રહેવા માટેના વિદશીઓનાં અધિકાર પર અંકુશ આવે તે રીતે ઇમિગ્રેન્ટ્સ માટે એક નવા અવરોધક પગલાંની યોજના તૈયાર કરી રહ્યા છે. સરકારી સૂત્રને ટાંકતા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે  થેરેસા મે અને ડેમિઅન ગ્રીન (ઇમિગ્રેશન પ્રધાન) બ્રિટનમાં કામ કરવા અને સ્થાયી રહેવા વચ્ચેના સંબંધને તોડવા માગે છે.
·       ભારત સહિતના ઇમિગ્રન્ટ્સને મુશ્કેલી પડશે
·       ઊંચી આવક ધરાવનારાવેપારીઓ અને કરોડપતિ રોકાણકારોને મુક્તિ
·       વિદેશીઓ માટે પાંચ વર્ષ કામ કર્યા પછી સ્થાયી થવાનાં અધિકારો રદ કરાશે
સૂત્રે જણાવ્યું હતું કે ક્રિમિનલ રેકોર્ડ નહિ ધરાવતાં લોકો માટે પરિસ્થિતિ મુશ્કેલ નહિ રહે. લોકો અહીં આવીને કામ કરે તેની વિરુદ્ધમાં સરકાર નથી પરંતુ તેનો મતલબ એમ નથી કે તેઓ તેમને આપોઆપ બ્રિટનમાં રહેવાની પરવાનગી મળી ગઇ છે. એક વખત કોઇને દેશમાં અનિશ્ચિત મુદત માટે રહેવાની પરવાનગી મળી જાય તો તેઓ બ્રિટિશ પાસપોર્ટ માટે અરજી કરી શકે છે.
આ નિયમોનો લાભ લેનારા ઇમિગ્રેન્ટ્સની સંખ્યામાં છેલ્લાં ૧૪ વર્ષોમાં ખાસ્સો વધારો થયો છે,આ ઉપરાંત બ્રિટનમાં આવી રીતે કામ કરનારના પતિ કે પત્નીને બ્રિટિશ પાસપોર્ટ મેળવવાના હક્ક પર અંકુશ મૂકવાની દિશામાં વિચારી રહી છે. નવી યોજના હેઠળ વિદેશી કામદારોને અહીં કામ કરવા માટેના વિઝા તો મળશે પરંતુ પાંચ વર્ષ રહ્યા બાદ તેઓ કાયદેસર ત્યાં કાયમી રીતે રહેવાનો હક્ક મેળવી નહિ શકે.
યૂરોપીય સંધ સિવાયનાં વિદેશીઓને કાયમી વસવાટમાં મુશ્કેલી પડશે. ૧૯૯૭માં બ્રિટનમાં આશરે ૫૧,૦૦૦ લોકોને વસવાટની પરવાનગી આપવામાં આવી હતી પરંતુ ગત વર્ષે એ આંકડો ૨,૪૧,૧૯૨એ પહોંચી ગયો હતો. ૨૦૧૦માં બ્રિટનમાં રહેવાનો જેમને હક્ક આપવામાં આવ્યો છે તેમાં અડધાથી વધુ તો પાકિસ્તાન અને ભારત જેવા દેશોના લોકો છે.