Friday, October 7, 2011

‘એપલ’ના કરિશ્માઈ સહ-સ્થાપક સ્ટિવ જોબ્સનું નિધન



ન્યૂયોર્કતા. ૬
ટેક્નોલોજીની દુનિયામાં મહારથી ગણાતા એપલના સહ-સ્થાપક,સ્વપ્નદૃષ્ટા સ્ટિવ જોબ્સનું પેન્ક્રિએટિક કેન્સર સામે ૭ વર્ષ સુધી ઝઝૂમ્યા બાદ આજે નિધન થયું છે. જોબ્સે કેલિફોર્નિયાના પાલો ઓલ્ટોમાં તેમનાં પત્ની લૌરિન પોવેલ અને નજીકનાં સંબંધીઓની ઉપસ્થિતિમાં છેલ્લા શ્વાસ લીધા હતા.
આઇપોડ અને આઇફોન જેવી પ્રોડક્ટ્સ દ્વારા રોજિંદા વપરાશની ટેક્નોલોજી પ્રોડક્ટ્સની દુનિયામાં ક્રાંતિ આણનારા કરિશ્માઈ કમ્પ્યૂટર જિનિયસના અવસાનની ઘોષણા ૩૫૦ અબજ ડોલરનું માર્કેટ કેપિટલાઇઝેશન ધરાવતી તેમની કંપની એપલ’ દ્વારા કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે જોબ્સના નિધનના એક દિવસ પૂર્વે જ એપલ’ દ્વારા લેટેસ્ટ આઇફોન-૪-એસ લોન્ચ કરવામાં આવ્યો હતો.
એપલના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા જારી કરાયેલાં એક સંક્ષિપ્ત નિવેદનમાં જણાવાયું હતું કે, "સ્ટિવ જોબ્સનું આજે નિધન થયું હોવાની અમે ભારે હૈયે ઘોષણા કરીએ છીએ. આપણી જિંદગીને સમૃદ્ધ કરનારી સંખ્યાબંધ શોધો માટે સ્ટિવની તજજ્ઞાતાતેમનું પેશન અને તેમનો ઉત્સાહ પ્રેરણાસ્રોત રહ્યા હતા."
  • દુનિયાને આઇપેડ અને આઇફોન આપનારા જોબ્સ ૭ વર્ષથી પેન્ક્રિએટિક કેન્સરથી પીડાતા હતા
હા્ઈસ્કૂલ ફ્રેન્ડ સ્ટિફન વોઝનિઆક સાથે ૧૯૭૬માં કેલિફોર્નિયાના એક ગેરેજમાં એપલની શરૃઆત કરનારા સ્ટિવ જોબ્સે ગત ઓગસ્ટ મહિનામાં એક આશ્ચર્યજનક નિર્ણય લઈ સીઈઓ તરીકે રાજીનામું આપ્યું હતું અને ટિમ કૂકને તેમના અનુગામી તરીકે નીમ્યા હતા. જોબ્સ ૨૦૦૪થી કેન્સરગ્રસ્ત હતા અને ૨૦૦૯માં તેમણે લીવર ટ્રાન્સપ્લાન્ટ પણ કરાવ્યું હતું.
તેઓ જાન્યુઆરીથી મેડિકલ લીવ પર હતા પરંતુ પ્રસંગોપાત એપલનાં વિવિધ ફંક્શનોમાં હાજરી આપતા હતા. માર્ચમાં તેમણે આઇપેડનું બીજું વર્ઝન લોન્ચ કર્યું હતું અને પછીથી પ્રમુખ બરાકા ઓબામા દ્વારા સિલિકોન વેલીમાં ટેક્નોલોજી ક્ષેત્રના માંધાતાઓ માટે યોજાયેલા ડિનરમાં પણ હાજરી આપી હતી. જૂનમાં સાન ફ્રાન્સિસ્કોમાં તેમણે ક્લાઉડ-બેઝ્ડ કોમ્પ્યુટિંગના ક્ષેત્રમાંએપલના પ્રવેશની, ‘આઇક્લાઉડની ઘોષણા કરી હતી.
જોકેછેલ્લા ઘણા સમયથી તેઓ એપલની પ્રત્યેક ક્રાંતિકારી પ્રોડક્ટના લોન્ચિંગ સમયે ઉત્તરોત્તર વધારે અશક્ત જણાતા હતા. ટિમ કૂકની પોતાના અનુગામી તરીકે નિમણૂક વેળાએએપલના સ્ટાફને સંબોધીને લખેલા એક પત્રમાં જોબ્સે જણાવ્યું હતું કે, "હું હંમેશાં કહેતો આવ્યો છું કે ક્યારેય એવો દિવસ આવશે કે જ્યારે હું એપલના સીઈઓ તરીકે ફરજ ન બજાવી શકું અને અપેક્ષાઓ મુજબનું કામ ન કરી શકું ત્યારે તેની તમને જાણ કરનારી હું પહેલી વ્યક્તિ હોઈશકમનસીબે તે દિવસ આવી ગયો છે."
સ્વપ્નદૃષ્ટા સ્ટિવને મહાનુભાવોની અંજલિ
"સ્ટિવ જોબ્સનાં નિધનથી મને અત્યંત દુઃખ થયું છે. મેલિન્ડા અને હું સ્ટિવના પરિવારજનોને અને મિત્રોને સહાનુભૂતિ પાઠવીએ છીએ."
-બિલ ગેટ્સ (માઇક્રોસોફ્ટના ચેરમેન)
"સ્ટિવએક ગુરુ અને મિત્ર બની રહેવા બદલ આપનો આભારતમે જે કંઇ બનાવો છો તે દુનિયાને બદલી શકે છે તે દર્શાવવા બદલ આભાર,  મને તમારી ખોટ સાલશે."
-માર્ક ઝૂકરબર્ગ (ફેસબુકના સીઈઓ)

"સ્ટિવ જોબ્સનાં નિધનથી આપણે અતુલ્ય સિદ્ધિઓ અને અદ્ભુત કાબેલિયત ધરાવતો એક મહાન ઇન્સાન ગુમાવ્યો છે."
-લેરી પેજ (ગૂગલના સીઈઓ)
"દુનિયાએ એક સ્વપ્નદૃષ્ટા ગુમાવ્યો છે. સ્ટિવની સફળતાને તેનાથી મોટી અંજલિ શું હોઈ શકે કે દુનિયાભરની મોટાભાગની વસતીએ તેમનાં નિધનના સમાચાર તેમણે શોધેલી ડિવાઇસ (આઇફોન) પર મેળવ્યા."
-બરાક ઓબામા (અમેરિકાના પ્રેસિડેન્ટ)
પ્રોફાઇલ : સ્ટિવ જોબ્સ
પૂરું નામ   :     સ્ટિવન પોલ જોબ્સ
જન્મતારીખ      :     ૨૪ ફેબ્રુઆરી૧૯૫૫
જન્મસ્થળ  :     સાનફ્રાન્સિસ્કો (કેલિફોર્નિયા)
નાગરિકતા :     અમેરિકન
શિક્ષણ     :     રીડ કોલેજ (૧૯૭૨માં એક સેમેસ્ટર બાદ ડ્રોપ-આઉટ)
પ્રોફેશન    :     એપલના ચેરમેન અને બોર્ડમેમ્બરધ વોલ્ટ ડિઝની કંપનીના બોર્ડમેમ્બર
સક્રિય રહ્યા :     ૧૯૭૪થી ૨૦૧૧
સંપત્તિ      :     ૮.૩ અબજ ડોલર
ધર્મ  :     બૌદ્ધ
પત્ની :     લૌરિન પોવેલ
સંતાનોની સંખ્યા : ૪ (એક પુત્રત્રણ પુત્રી)
સ્ટિવ જોબ્સની અતિ મહત્ત્વપૂર્ણ પળો કઈ કઈ...
મોબાઇલ કમ્પ્યૂટરના ક્ષેત્રમાં ક્રાંતિ લાવનાર એપલના સહસ્થાપકનું અવસાન થયું છેતેમની કારકિર્દીમાં કેટલીક તારીખો ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહી હતી. અમેરિકન બિઝનેસના ઇતિહાસમાં સફળતાના સૌથી મોટા દાખલા તરીકે  સ્ટિવ જોબ્સને ગણવામાં આવે છે. ટેક્નોલોજીમાં ક્યારેય પણ ડિગ્રી મેળવી ન હતી. એક વર્ષ બાદ જ તેઓ કોલેજમાંથી ડ્રોપઆઉટ થઈ ગયા હતા. વીડિયો ગેમ કંપનીમાં નોકરી શરૃ કરી હતીતેમની કરિયરની મહત્ત્વની તારીખો નીચે મુજબ છે.
        ૧૯૫૫ સ્ટિફન પોલ જોબ્સનો ૨૪મી ફેબ્રુઆરીના દિવસે જન્મ થયો
        ૧૯૭૨ : પોલેન્ડમાં રીડ કોલેજમાં પ્રવેશ લીધો પરંતુ એક સેમિસ્ટર બાદ ડ્રોપઆઉટ થયા
        ૧૯૭૪ : વીડિયો ગેમ્સ બનાવતી કંપની અટારીમાં નોકરી શરૃ કરી
        ૧૯૭૬ : એપલ કમ્પ્યૂટરની એપ્રિલ ફુલના દિવસે રચના કરવામાં આવીએક મિત્રની સાથે એપલની રચના કરી
        ૧૯૭૮ : જોબ્સની પુત્રી લિઝાનો ગર્લ્ડ ફ્રેન્ડ ક્રિસ્ટિના મારફતે જન્મ થયો
        ૧૯૭૯ : જોબ્સે ઝેરોક્ષ પીએઆરસીની મુલાકાત લીધી
        ૧૯૮૦ : એપલનું વેચાણ શરૃ થયું૧૧૦ મિલિયન રૃપિયા ઊભા કર્યા
        ૧૯૮૨ : વાર્ષિક વેચાણ ૧ અબજ ડોલર થયું
        ૧૯૮૩ : પુત્રી લિસાના નામે શરૃ કરેલું કમ્પ્યૂટર વેચાણમાં આવ્યું
        ૧૯૮૯ : પ્રથમ નેક્સ કમ્પ્યૂટર ૬,૫૦૦ ડોલરની કિંમત સાથે વેચાણમાં આવ્યું
        ૧૯૯૩ : એપલ દ્વારા હાથમાં જાળવી શકાય તેવા પેન આધારિત કમ્પ્યૂટર ન્યુટમની શરૃઆત કરી
        ૧૯૯૪ : એપલે પાવર પીસી ચીફ ઉપર આધારિત પાવાર મેકેન્ટીસ કમ્પ્યૂટર રજૂ કર્યાં
        ૨૦૦૧ : પ્રથમ આઈપેડ વેચાણ માટે મૂકવામાં આવતા નવી ક્રાંતિ આવી
        ૨૦૦૩ : એપલ દ્વારા ૯૯ સેન્ટના દરેકની દૃષ્ટિએ ૨,૦૦૦ ગીતો સાથે આઈટયુન મ્યુઝિક સ્ટોરની શરૃઆત કરી
        ૨૦૦૪ : જોબ્સે પેન્ક્રિયાટિક કેન્સર માટે સર્જરી કરાવી
        ૨૦૦૫ : એપલે આઈપેડ લાઈનને વિસ્તૃત બનાવી
        ૨૦૦૭ : એપલે પ્રથમ સ્માર્ટ ફોન આઈફોનની શરૃઆત કરી
        ૨૦૧૦ : એપલે ૧૫ મિલિયન આઈપેડ વેચ્યાં
        ૧૭મી જાન્યુઆરી ૨૦૧૧ : જોબ્સે મેડિકલ રજાની જાહેરાત કરી
        ૨૪મી ઓગસ્ટ ૨૦૧૧ : સીઈઓ તરીકે રાજીનામું આપવાની જાહેરાત કરાઈ
        ૫મી ઓક્ટોબર ૨૦૧૧ : સ્ટિવ જોબ્સનું લાંબી માદગીથી અવસાન થયું

એપલના સુકાની તરીકે
સ્ટિવ જોબ્સે એક વખત એમ કહ્યું હોવાનું મનાય છે કે, "મારું કામ વિચારવાનુંલોકોને મળવાનું અને ઈ-મેઇલ્સ ચેક કરવાનું છે." અલબત્તહકીકતમાં તેઓ તેનાથી ઘણું વધારે કામ કરતા હતા. દાખલા તરીકેસંઘર્ષકાળમાં તેઓ ડોક્યુમેન્ટેશનસેલ્સસપ્લાય ચેઇનના મેનેજમેન્ટથી માંડીને ઓફિસમાં કચરો વાળવા સહિત ઘણાં કામ કરી ચૂક્યા હતા.
કોઇ પણ પ્રોફેશનલ ડિગ્રી કે ફોર્મલ ટ્રેનિંગ ન ધરાવતા જોબ્સમાં બિઝનેસ સેન્સ જન્મજાત અને અત્યંત સુવિકસિત હતીજેનાથી વિશ્વના શ્રેષ્ઠ પ્રોફેશનલ્સ પણ દંગ રહી જતા હતા. ૩૦૦થી પણ વધુ યુએસ પેટન્ટ્સના ઇન્વેન્ટર કે કો-ઇન્વેન્ટર તરીકે જોબ્સનું નામ બોલે છે.
માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સે એક વાર સ્ટિવ જોબ્સ માટે કહેલું કે, "પરખ વ્યક્તિની કરવાની હોય કે પ્રોડક્ટનીસ્ટિવ બન્ને બાબતમાં લાજવાબ છેમારા મતે તે જાદુગર છે."
સ્ટિવ જોબ્સની કરિયરની ૧૦ માઇલસ્ટોન પ્રોડક્ટ્સ
૧. એપલ-૧ (૧૯૭૬) : એપલની ફર્સ્ટ પ્રોડક્ટ એપલ-૧’ એન્જિનિયર્સ અને હોબિસ્ટ્સ માટેનું કમ્પ્યૂટર હતુંજેનું મર્યાદિત સંખ્યામાં જ ઉત્પાદન થયું હતું. આ કમ્પ્યૂટર સ્ટિવ વોઝનિઆકે ડિઝાઇન કર્યું હતું અને સ્ટિવ જોબ્સે તે માટે ભંડોળની વ્યવસ્થા કરી હતી તથા માર્કેટિંગની જવાબદારી સંભાળી હતી.
૨. એપલ-૨ (૧૯૭૭) : એપલ-૨’ સર્વપ્રથમ સફળ પર્સનલ કમ્પ્યૂટર્સ પૈકી એક હતું. તેને એન્જિનિયર્સની પ્રોડક્ટ તરીકે નહીં પણ આમ જનતાની પ્રોડક્ટ તરીકે ડિઝાઇન કરાયું હતુંતેનું પણ મોટાભાગનું ડિઝાઇનિંગ વોઝનિઆકે જ કર્યું હતું. એપલ-૨ના પછીથી અપગ્રેડેડ મોડલ્સ પણ લોન્ચ થયાં હતાં અને તેનું ઉત્પાદન ૧૯૯૩ સુધી ચાલુ રહ્યું હતું.
૩. લિઝા (૧૯૮૩) : કેલિફોર્નિયાના પાલો ઓલ્ટોમાં ઝેરોક્સ કોર્પ.ના રિસર્ચ સેન્ટરની મુલાકાતે જોબ્સને ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસઆઇકોન્સવિન્ડોઝ અને માઉસ દ્વારા કંટ્રોલ્ડ કર્સર સાથેનું પ્રથમ કોર્મિશયલ કમ્પ્યૂટર તૈયાર કરવાની પ્રેરણા આપી હતી. લિઝાએ વર્તમાન સમયના કમ્પ્યૂટર ઇન્ટરફેસીસનો પાયો નાખ્યો હતો પરંતુ તે ખૂબ મોંઘું હોવાથી કોર્મિશયલ સક્સેસ હાંસલ કરી શક્યું નહોતું.
૪. મેકિન્તોશ (૧૯૮૪) : લિઝાની જેમ જ મેકિન્તોશ’ પણ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ ધરાવતું હતું. મેકિન્તોશ’ પ્રમાણમાં સસ્તું અને વધારે ઝડપી હતું તેમ જ તેને વ્યાપક એડવર્ટાઇઝિંગ કેમ્પેનનું પીઠબળ પણ સાંપડયું હતું. લોકોને ખૂબ જલદી અહેસાસ થવા માંડયો કે ડિઝાઇનિંગ માટે ગ્રાફિકલ ઇન્ટરફેસ કેટલું ઉપયોગી છેજે મેકિન્તોશને લેસર પ્રિન્ટર સાથે જોડવાની સુવિધાથી સજ્જ ડેસ્કટોપ પબ્લિશિંગ’ તરફ દોરી ગયું.
૫. NeXT કમ્પ્યૂટર (૧૯૮૯) : એપલમાંથી હાંકી કઢાયા બાદ જોબ્સ જે કંપનીમાં જોડાયા તે શક્તિશાળી વર્કસ્ટેશન કમ્પ્યૂટર બનાવતી હતી. કંપની તેના કમ્પ્યૂટર્સનું મોટી સંખ્યામાં વેચાણ કરવા ક્યારેય સક્ષમ રહી નહોતી પરંતુ તેનું કમ્પ્યૂટર પ્રભાવશાળી હતી અને વિશ્વનું પ્રથમ વેબ બ્રાઉઝર તે કમ્પ્યૂટર પર તૈયાર થયું હતું. તેનું સોફ્ટવેર મેકિન્તોશ’ અને હાલનાં આઇફોનની ઓપરેટિંગ સિસ્ટમનો આધાર બન્યું હતું.
૬. આઇમેક (૧૯૯૮) : જોબ્સ ૧૯૯૬માં એપલમાં પાછા ફર્યા ત્યારે કંપની પીસી માર્કેટમાં લઘુતમ હિસ્સા સાથે કપરા સંજોગોમાંથી પસાર થઇ રહી હતી. પીસી માર્કેટમાં ધરમૂળથી ફેરફારોની દિશામાં આઇમેક’ પહેલું કદમ હતુંતે વાદળી રંગના પરપોટા જેવી આકર્ષક ડિઝાઇન ધરાવતું હતુંજેમાં મોનિટર અને કમ્પ્યૂટર બન્નેને સમાવી લેવાયા હતા. આઇમેક’ સેટ-અપ માટે સરળ હતું અને બીજી તરફ દુનિયાભરમાં ઇન્ટરનેટના લાભ અંગે જાણકારી પણ વધી રહી હતી,જેના કારણે આઇમેક’ ફર્સ્ટ હોમ કમ્પ્યૂટર તરીકે ઘણું લોકપ્રિય બન્યું હતું.
૭. આઇપોડ (૨૦૦૧) : આઇપોડ હાર્ડ ડ્રાઇવ સાથેનું પહેલું ડિજિટલ મ્યુઝિક પ્લેયર તો નહોતું પણ હાર્ડ ડ્રાઇવ સાથેનું પહેલું સફળ ડિજિટલ મ્યુઝિક પ્લેયર ચોક્કસ હતું. પોર્ટેબલ ઇલેક્ટ્રોનિક્સમાંએપલના વિસ્તરણની વ્યાપક અસરો થઇ હતી. આઇપોડની સફળતાએ જ આઇટયુન્સ મ્યુઝિક સ્ટોર અને આઇફોન માટે તખતો તૈયાર કરવાનું કામ કર્યું હતું.
૮. આઇફોન મ્યુઝિક સ્ટોર (૨૦૦૩) : આઇટયુન્સ સ્ટોર પૂર્વે ડિજિટલ મ્યુઝિક ખરીદવું ભારે પળોજણનું કામ હતુંજેના કારણે પાઇરસી વધુ લોકપ્રિય વિકલ્પ બની હતી. આઇટયુન્સ સ્ટોરે ડિજિટલ મ્યુઝિક ખરીદવાની પ્રોસેસને સરળ બનાવી દીધી હતી. ૨૦૦૮માં આઇટયુન્સ સ્ટોર અમેરિકામાં સૌથી મોટો મ્યુઝિક રિટેલર બન્યો હતો.
૯. આઇફોન (૨૦૦૭) : પર્સનલ કમ્પ્યૂટિંગમાં જે ક્રાંતિ મેકિન્તોશ’ લાવ્યું હતું તેવી ક્રાંતિ સેલફોનની દુનિયામાં આઇફોન લાવ્યું. એપલ’ હાલ વિશ્વની સૌથી નફાકારક સેલફોન ઉત્પાદક કંપની છે અને અન્ય કંપનીઓના સ્માર્ટફોન્સ પર તેના આઇફોનનો પ્રભાવ અચૂક જોવા મળે છે,જે આઇફોને કઇ હદે સફળતા મેળવી છે તેનો બોલતો પુરાવો છે.
૧૦. આઇપેડ (૨૦૧૦) : આઇપેડના લોન્ચિંગ પૂર્વે એપલ’ સહિત ડઝનબંધ કંપનીઓએ ટેબ્લેટ કમ્પ્યૂટર્સ બજારમાં મૂક્યાં હતાં પરંતુ તેમાંથી એક પણ ટેબ્લેટ કમ્પ્યૂટર સફળ રહ્યાં નહોતાં છેવટે આઇપેડ થકી એપલ’ કંપનીએ ટેબ્લેટ કમ્પ્યૂટર્સ લોકપ્રિય બનાવ્યા.
બેચલર લાઇફ
લગ્ન પૂર્વે સ્ટિવ જોબ્સ સતત કાર્યરત રહેતા હતા. તેમના કામટેક્નોલોજી અને કંઇક નવું સર્જન કરવા માટેનું પેશન ધરાવતા જોબ્સ પોતાનાં સપનાં સાકાર કરવા માટે આખો દિવસ કામ કરતા અને ફક્ત ડિનર જ લેતા હતા અને રાત્રે બને તેટલી ઓછી ઊંઘ લેતા હતા.
અંગત જીવનપરિવાર અને ટેવો
સ્ટિવ જોબ્સે ૧૮ માર્ચ૧૯૯૧ના રોજ લૌરિન પોવેલ સાથે લગ્ન કર્યાં હતાં અને ટૂંક સમયમાં તેઓ એક સર્મિપત ફેમિલી મેન’ બની ગયા હતા. ત્રણ સંતાનો- પુત્ર રીડ અને પુત્રીઓ- ઇરિન તથા ઇવનાં જન્મ પછી પણ જોબ્સ એપલમાં તેમની જવાબદારીઓમાંથી સમય કાઢીને પરિવાર સાથે શક્ય તેટલું વધારે રહેવાનું પસંદ કરતા હતા.
જોબ્સને પેન્ક્રિએટિક કેન્સર હોવાનું નિદાન થયું તેના તુરંત બાદ વર્ષ ૨૦૦૫માં એક ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે, "મને અહેસાસ થયો છે કે હું મારી જિંદગીને ચાહું છુંખરેખર ચાહું છું. મને વિશ્વનો સૌથી મહાન પરિવાર મળ્યો છે અને મનગમતું કામ મળ્યું છે. મને સામાજિક કાર્યક્રમોમાં બધા સાથે ભળવાનું કે કોન્ફરન્સમાં જવું પસંદ નથી. હું મારા પરિવારને, ‘એપલને અને પિક્સરને પ્રેમ કરું છું. હું ખૂબ જ ભાગ્યશાળી છું."
સ્ટિવ જોબ્સ ચુસ્ત શાકાહારી હતા અને તેમની આસપાસની વ્યક્તિઓને તથા મહેમાનોને માંસાહાર છોડવા ઘણી વાર સમજાવતા હતા. જોબ્સને ગાજર બહુ ભાવતા હતા. તેઓ જાહેર સમારંભોમાં પણ મોટા ભાગે બ્લ્યુ જીન્સ અને બ્લેક ટરટલ નેક શર્ટ કે ટી-શર્ટમાં જ દેખાતા હતા.
જીવનશૈલી
સ્ટિવ જોબ્સ સ્વપ્નદૃષ્ટા હતા અને તેમની એસ્થેટિક સેન્સ (સૌંદર્યની કદર કરવાની સૂઝ) અદ્ભુત હતી. નિરાભિમાની લાઇફસ્ટાઇલ ધરાવતા જોબ્સ અબજો ડોલર કમાતા થયા તે પછી પણ સાદગીપૂર્ણ હતા. પરફેક્શન માટે સતત પ્રયત્નશીલ રહેતા જોબ્સ તેમની શોમેનશિપ એબિલિટીઝ (પોતાની આવડત અને પ્રોડક્ટની જાહેરાત કરવાની કાબેલિયત) માટે પણ જાણીતા હતા. જોકેક્યારેક તેઓ જટિલ અને વિરોધાભાસી પ્રકૃતિના ઇન્સાન બની જતા. મતલબ કે આજે કંઇક કહ્યું હોય અને કાલે તેનાથી તદ્દન ઊલટું કંઇક કહે.
અફેર
બે એરિયાની પેઇન્ટર ક્રિસેન્ન બ્રેન્નાન સાથેના સંબંધો થકી જોબ્સ ૧૯૭૮માં લિઝા બ્રેન્નાન-જોબ્સ નામની એક પુત્રીના પિતા બન્યા હતા. જોબ્સે શરૃઆતમાં લિઝા પોતાની પુત્રી હોવાનો એમ કહીને ઇનકાર કર્યો હતો કે તેઓ નપુંસક છે. જોકેપછીથી તેમણે લિઝાને પુત્રી તરીકે અપનાવી લીધી હતી.
બૌદ્ધ ધર્મ : સ્ટિવને ભારતની ભેટ
વિશ્વના અન્ય મહાનુભાવોને જેવી રીતે ભારતે અધ્યાત્મવાદની ભેટ આપી છે તેવી રીતે એપલના સ્થાપક સ્ટિવ જૉબ્સને પણ ભારતે બૌદ્ધ ધર્મની ભેટ આપી હતી. ૧૯૭૦ના દાયકામાં સ્ટિવ જૉબ્સ જ્યારે ભારતમાં આવ્યા ત્યારે બૌદ્ધ ધર્મથી પ્રભાવિત થઈને આખરે તેમણે બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો.  સ્ટિવે અધ્યાત્મવાદની શોધમાં ભારતનો પ્રવાસ કર્યો હતો અને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. અમેરિકામાં વીડિયો ગેમ્સના ઉત્પાદકને ત્યાં તેમણે ટેક્નિશિયન તરીકે જે કામ કર્યું તેનાં પગારની રકમ સ્ટિવે ભારતભ્રમણ કરવામાં ખર્ચી નાખી હતી. અધ્યાત્મની ખોજમાં સ્ટિવ તેમનાં રીડ કોલેજના મિત્ર ડેનિયલ કોટ્ટકે સાથે કાંચી આશ્રમ ગયા ત્યાં તેમનો ભેટો નીમ કરોલી બાબા સાથે થયો હતો. સ્ટિવનો જન્મ ૧૯૫૫માં સાન ફ્રાન્સિસ્કોમાં થયો હતો. બોબ ડાયલેન અને બિટલ્સ તેમનાં પ્રિય સંગીત સમ્રાટો હતા. તેઓ ઓફિસમાં અને પડોશીઓને ત્યાં હંમેશાં ખુલ્લા પગે ફરતા.
મેકિન્ટોશ... એક અઘરાં કાર્યનો સફળ આવિષ્કાર...
---- મને યાદ નથી કે કોઈ વસ્તુ પર મેં ભારે પુરુષાર્થ કર્યો હોય પણ મેકિન્ટોશને વિકસાવવાની કામગીરી મારા જીવનનો સૌથી યાદગાર અનુભવ રહ્યોઆને માટે કામ કરનારા સૌ કોઈ આવું જ કહે છે. અમારામાનાં કોઈ તેને રિલીઝ કરવા ઇચ્છતા નહોતા. અમને ખબર હતી કે એક વખત તે અમારા હાથમાંથી ચાલી જશે પછી તે અમારુંં નહીં રહે. અમે આખરે જ્યારે શેરહોલ્ડર્સની મિટિંગમાં તેને રજૂ કર્યું ત્યારે સૌએ ૫ મિનિટ સ્ટેન્ડિંગ ઑવેશન આપ્યું. મારા માટે ગર્વની વાત એ હતી કે મેકિન્ટોશ બનાવનાર ટીમમાંનાં કેટલાંક લોકોને હું પહેલી કેટલીક હરોળમાં જોઈ શકતો હતોઆ એવું અઘરૃં કાર્ય હતું કે અમે તેને પૂરું કરી શક્યા છીએ તે અમારા માનવામાં આવતું નહોતું. અમે સૌ રડી પડયાં હતાં.

આઇક્વોટ... સ્ટિવ જૉબ્સનાં અવિસ્મરણીય અવતરણો...
----પડે છે ત્યારે સઘળું પડે છેતમામ આશા-અપેક્ષાઓગર્વહેરાનગતિનો ભયનિષ્ફળતાનો ભય બધું જ મૃત્યુ સામે નિસહાય છે. માત્ર મહત્ત્વની ચીજો જ રહી જાય છેજ્યારે કશુંક ગુમાવવાના વિચારો આવે ત્યારે મૃત્યુને યાદ કરો એટલે તમે સાવ ઉઘાડા પડી જશો પછી હ્ય્દયને અનુસરવાનો કોઈ અર્થ નથી.
----તમારી પાસે સમય મર્યાદિત છે તેથી અન્ય માટે જીવવામાં સમય વેડફો નહીં. અન્યોના વિચારોમાં ફસાઓ નહીં જ્યારે તમારો અંતરાત્મા તમને કંઈક કહેતો હોય ત્યારે મહેરબાની કરીને અન્યોના અભિપ્રાયો પર મદાર રાખો નહીં. અન્ય લોકો શું વિચારે છે તેની દરકાર કરો નહીં.
---- જગતમાં એક વ્યક્તિએ જ્યારે યુકેમાં આઇપેડની શોધ કરી અને તેનાં ઘરે કૂલેસ્ટ પ્રોડક્ટ્સ આવી ત્યારે તે મારા જીવનનો સારામાં સારો દિવસ હતોતેણે મને દોડતો રાખ્યોતે મને પાંચ વર્ષ આગળ લઈ ગયુંજ્યારે જીવનનાં તમામ બારણાં બંધ થઈ ગયાં ત્યારે તે મને જીવનમાં ૧૦ વર્ષ આગળ લઈ ગયું.
---- નવી શોધ અને સંશોધનની પ્રેરણા લોકો સાથેની મુલાકાતમાંથી જ કે રાત્રે ૧૦.૩૦ કલાકે લોકો સાથે નવા વિચારોનું આદાનપ્રદાન કરવાથી મળતું રહે છેજ્યારે તમે કોઈ સમસ્યાઓ અંગે વિચારતા હો ત્યારે તેમાંથી જ કોઈક છટકબારીઓ કે નવા વિચારો મળી આવતા હોય છે.
---- તમે ખોટા રસ્તે જતા નથીને કે ઘણું બધું કરવા માટે પ્રતિબદ્ધ છો તેની ખાતરી કરવા માટે ૧,૦૦૦ ચીજો માટે ના કહેતાં શીખો જ્યારે આપણે નવાં બજારોમાં પ્રવેશ કરવાનો હોય ત્યારે આપણે તેના માટે વિચારીએ છીએ પણ જ્યારે ના કહેવાનું શીખો ત્યારે જ કોઈક મહત્ત્વની બાબત પર તમે ધ્યાન કેન્દ્રિત કરી શકશો.
----ઘણાં લોકોનાં શબ્દમાં કોઇક ડિઝાઇન એટલે બાહ્ય આડંબર કે લાકડાની બાહ્ય સજાવટ કે ઇન્ટિરિયર ડેકોરેટિંગપડદા કે સોફાનું કાપડ પણ મારા માટે તે ફક્ત ડિઝાઇન જ છે. વ્યક્તિની સર્જનક્ષમતામાં ડિઝાઈન એ જ મુખ્ય હાર્દ છે જે તમારી નવી પ્રોડક્ટ કે ર્સિવસને સફળતા બક્ષનાર બાહ્ય પડ છે.
---- એપલમાં હું જ્યારે પાછો આવ્યો ત્યારે અમારો ટેક્નોલોજી ઉદ્યોગ લગભગ કોમામાં આવી ગયો હતો. ૧૯૭૦માં જ્યારે ડેટ્રોઈટમાં અમેરિકન કાર્સ પાણીમાં બોટો તરતી મૂકી દીધી હોય તેવી ધીમી ગતિની હતી. મને તે સમયની યાદ તાજી થઈમારે કંઈક કરવું જ રહ્યું તેવો અહેસાસ મને થયો હતો.
---- લોકો મને ઉદ્ધત અને અહંકારી માને છે પણ આવું માનનારાઓ કાયદાથી પર છે પણ હું એવું માનું છું કે આવું વિચારનારા બધા એક પાતળી બકેટ જેવા છે જેમાં રહેલી તમામ ચીજવસ્તુઓ તદ્દન ખોટી અને વાસ્તવિકતાથી જોજનો દૂર હોય છેઆમ મારી વિચારસરણી બધાથી ભિન્ન છે.
---- ટેક્નોલોજી જીવનને સરળ બનાવે છેઆપણે લોકો સાથે સતત સંપર્કમાં રહી શકીએ છીએ,આવા ગેજેટ્સ જીવનમાં નવી દિશાઓ ખોલે છે. આ ચીજો જીવનની વિચારસરણીને સમૂળગી બદલી નાખે છેજો કે આવી ચીજો વિશ્વ માટે જે કંઈ મહત્ત્વનું છે તેને બદલી શકતી નથી.

આધ્યાત્મિક માર્ગદર્શન માટે સ્ટિવ જૉબ્સનો ભારત પ્રવાસ
ઓરેગનના એપલ ઓર્ચાર્ડ  પરાંની મુલાકાતથી  કંપનીનું નામ એપલ રાખવાની સ્ફુરણા થઈ હતી
એપલના સ્થાપક સ્ટિવ જૉબ્સે ટેક્નોલોજીની દુનિયામાં અવનવી શોધ કરીને આખા વિશ્વને આધુનિક ગેઝેટ્સની અણમોલ ભેટ આપી છે પણ કોલેજનો અભ્યાસ પડતો મૂકનારા સ્ટિવ જૉબ્સનું જુવાનીનું જોશ કંઈક જુદું જ હતું. એક સમય એવો હતો જ્યારે તેમની યુવાવસ્થામાં તેઓ અધ્યાત્મ અને ભૌતિકવાદની શોધમાં ભારતના પ્રવાસે આવેલા. એપલની સ્થાપના પહેલાં તેમની નજર ભારતમાં આધ્યાત્મિક માર્ગદર્શન મેળવવા માટે કોઈ સારા ગુરુની શોધમાં હતી. ઓરેગનના એપલ ઓર્ચાર્ડ  પરાંની મુલાકાત પરથી તેમને તેમની કંપનીનું નામ એપલ રાખવાની સ્ફુરણા થઈ હતી અને તેમના મિત્ર અને સંસ્થાના સહસ્થાપક સ્ટિવ વોઝનિઆકને તેમણે કંપનીનું નામ એપલ રાખવા કહ્યું હતું.
એપલના ચાહકો અને રોકાણકારો સ્ટિવને લાગણીશીલ અને તેજાબી તેમજ કોઈ તેમનું સ્થાન ન લઈ શકે તેવા પ્રતિભાશાળી માનતા હતા. સમગ્ર વિશ્વને કોમ્પ્યુટિંગમ્યુઝિક અને મોબાઇલ ફોન્સની અણમોલ ભેટ આપનાર સ્ટિવ જૉબ્સની ૫૬ વર્ષની વયે આ દુનિયામાંથી વિદાયથી જગતને પૂરી નહીં શકાય તેવી ખોટ સાલશેતેમની અવનવી શોધે સંદેશાવ્યવહાર કરનારાં લોકો માટે માહિતીનાં આદાનપ્રદાન અને મનોરંજનના આયામો બદલી નાખ્યા હતા.
માઇક્રોસોફ્ટના સહસ્થાપક અને સ્ટિવના હરીફ બિલ ગેટ્સે સ્ટિવને પુષ્પાંજલિ અર્પણ કરતાં કહ્યું હતું કે સ્ટિવે જગતને જે રીતે અનોખી ભેટો આપી છે તેવા લોકો વિશ્વમાં ખૂબ ઓછાં હશેતેની આ શોધો પેઢીઓ અને દાયકાઓ સુધી જગતને ઉપયોગી બની રહેશે. ગેટ્સે તેમને અત્યંત પ્રેરણાદાયી વ્યક્તિ ગણાવ્યા હતા. અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ તેમને અમેરિકાનાંસપનોં કા સોદાગર’ કહ્યા હતા.
આધુનિક ગેજેટ્સની અવનવી ડિઝાઇન અને માર્કેટિંગની તેમની માસ્ટરીને કારણે એપલનાં પર્સનલ કમ્પ્યૂટરે સમગ્ર વિશ્વમાં નવી ટેક્નોલોજિકલ ક્રાંતિનો આવિષ્કાર કર્યો હતાજઆ પછી મોબાઇલ માર્કેટમાં પણ તેમણે અદ્ભુત નજરાણાં રજૂ કર્યાં હતાં. આધુનિક આઇપોડ, ‘જિસસ ફોન  તરીકે ઓળખાયેલો આઇફોન અને આઇપેડની તેમની શોધે માર્કેટમાં નવી ક્રાંતિ સર્જી હતી.
વેન્ચર કેપિટાલિસ્ટ અને નેટસ્કેપના સહસ્થાપક માર્ક એન્ડરસનના જણાવ્યા મુજબ સ્ટિવ અદ્ભુતમાં અદ્ભુત હતા. મોઝાર્ટ અને પિકાસો જેવી ઊંચાઈઓ તેમણે સર કરી હતીતેમની બરાબરી કરી શકે તેવું આ જગતમાં કોઈ નથી.
સ્ટિવ જેવી સક્સેસ સ્ટોરી લગભગ કોઈ હાંસલ કરી શકશે નહીંતેમનાં જીવનમાં પણ અનેક ચડતીપડતીઓ આવી અને નિષ્ફળતા તેમજ કમનસીબીએ તેમને પરેશાન પણ કર્યા છતાં તેઓ હિંમત હાર્યા નહીં. ૧૯૮૦ના મધ્યમાં તેમણે એપલની સ્થાપના કરી અને જ્યારે સિદ્ધિનાં શિખરે પહોંચ્યા ત્યારે જ જીવલેણ કેન્સરના રોગે તેમના પર આક્રમણ કર્યુંપોતે હવે વફાદારીથી ફરજ નિભાવી શકશે નહીં તેવો અહેસાસ થતાં ૨૪ ઓગસ્ટે તેમણે એપલના સીઈઓ તરીકે રાજીનામું આપ્યું હતું અને જીવનપર્યંત ચેરમેન તરીકે સેવાઓ આપી હતી.
સ્ટિવે ટેક્નોલોજીવિશ્વને ચારથી પાંચ અણમોલ ભેટ આપી હતી. ૧૯૦૭માં તેમણે એપલ-ટુ નામનું પર્સનલ કમ્પ્યૂટર૧૯૮૦માં મેકિન્ટોસ૨૦૦૧માં આઇપૉડ૨૦૦૭માં આઇફોન અને ૨૦૧૦માં આઇપેડ વિશ્વ સમક્ષ રજૂ કર્યાં હર્તાં.