Friday, October 7, 2011

હવામાંથી વિજળી ઉત્પન્ન કરી ઉપકરણો ચાલુ કર્યા

મુઝફ્ફરનગર 06, ઓક્ટોબર

મનુષ્ય જ્યારે કોઇ કામ કરવાનો વિચાર કરી લે ત્યારે મુશ્કેલીઓ પણ આપમેળે તેના રસ્તા બની જાય છે. મુઝફ્ફરનગર જિલ્લાના યુવક સુનિલે આ વાત સાબિત કરી છે. ગ્રામીણ પરિવેશમાં ઉછરેલા સુનિલે હવાથી વિજળી ઉતપ્પન કરનારા પ્રોજેક્ટરથી પંખા, રેડિયો અને ટ્યુબ ચાલુ કરીને લોકોને આશ્ચર્યમાં મુકી દીધા હતા.

થાના નકુડના ગ્રામ ખેડા અફઘાનના મજરા યાકુબપુર નિવાસી મોકમસિંહને પાંચ પુત્રો છે. આખો પરિવાર મજુરી કરીને પોતનો જીવન નિર્વાહ ચલાવે છે. મોકમ સિંહનો એક પુત્ર સુનિલ જે ઘરની આર્થિક સ્થિતિ ઠીક નહીં હોવાના કારણે સાતમાં ધોરણ સુધી ભણી શક્યો છે પરંતુ તેણે વર્ષ 2000થી વિજળી ઉત્પન્ન કરનારા યંત્ર બનાવવાનું સપનું જોયું હતું. ચાર વર્ષના અથાગ પ્રયાસો બાદ તેની મહેનત રંગ લાવી છે અને 2007માં તેણે પોતાના આ સપનાને સાકાર કરી દીધું છે. તેણે હવામાંથી વિજળી ઉત્પન્ન કરનારા યંત્રનો આવિષ્કાર કરી દીધો છે જેને જોઇને લોકો દંગ રહી ગયા હતા. સુનિલે માત્ર 50 રૂપિયાની કિંમતમાં જ ઘરે જ આવું યંત્ર તૈયાર કર્યું છે. જેનાથી ચાર વોલ્ટ ડીસી કરંટ ઉત્પન્ન થાય છે. તેના આ કાર્યની પ્રસંશા કરતા બહુજન સમાજ પાર્ટીના પુર્વ સમન્વયક અને પરિવહન મંત્રી ડો. મેઘરાજ સિંહે જરાવરે વર્ષ 2008માં તેને સન્માનિત કર્યો છે.

સુનિલના આ કાર્યની સુચના જ્યારે વિજળી નિગમને મળી ત્યારે ત્યાંના એક્ઝીક્યુટીવ ઇજનેર શેષ કુમાર બઘેલે પણ તેની આ શોધને જોવાની ઇચ્છા વ્યક્ત કરી. સુનિલે જણાવ્યું કે તેનું લક્ષ્ય માત્ર પરિયોજના નહીં પરંતુ આગળનું લક્ષ્ય મોટરસાઇકલના એન્જીનથી હેલિકોપ્ટર બનાવવાની છે. તેણે પોતાના દ્વારા તૈયાર કરાયેલા હેલિકોપ્ટરના સ્પેરપાર્ટસને પત્રકારોને બતાવ્યા હતા. જેને જોઇને તમામ લોકો દંગ રહી ગયા હતા.

સુનિલે જણાવ્યું કે તેના આ કામની પ્રશંસા તો તમામ લોકોએ કરી છે પરંતુ કોઇએ તેને આર્થિક સહાયતા નથી કરી. તેણે કહ્યું કે જો સરકાર તેને સાધન ઉપલબ્ધ કરાવશે તો તે હવામાંથી વિજળી ઉત્પન્ન કરવાની એક મોટી પરિયોજના તૈયાર કરી શકે છે. સુનિલના પિતા મોકમે જણાવ્યું કે આર્થિક દશા ખરાબ હોવાને કારણે તેના આ કાર્યને હંમેશા પાગલપન જ સમજવામાં આવતું હતું પરંતુ હવે આખો પરિવાર તેની સાથે છે.
 


--