Tuesday, October 4, 2011

પ્લાનિંગથી જીતો કારકિર્દીની ઇનિંગ


કવર સ્ટોરી - ખુશાલી દવે
પ્લાનિંગ શબ્દ સાંભળતાની સાથે જ વિદ્યાર્થીઓને પહેલો વિચાર આવે કે આપણે તે વળી કેવું પ્લાનિંગ કરવાનુંમાત્ર કારકિર્દી માટે યોગ્ય ક્ષેત્ર પસંદ કર્યું અને ટાઇમટેબલ મુજબ ગોખણિયું જ્ઞાન મેળવીને પરીક્ષામાં પાસ થઈ ગયા એટલે પૂરું. હવે ભણતરની શરૂઆતથી જ પ્લાનિંગ જરૂરી બન્યું છે
નોકરી કે વ્યવસાયમાં પ્લાનિંગ કરવાથી સફળતાનાં શિખરો સર કરી શકાય છે
ક્ષેત્રની પસંદગીનું આયોજન કરતાં શીખો
વિદ્યાર્થીકાળથી પ્લાનિંગ કરો
વિદ્યાર્થીઓ હવે બહુ બહુ તો કયા વિષયો ક્યારે વાંચવા એ સમયપત્રક બનાવી લે એમાં આખેઆખા પ્લાનિંગની વ્યાખ્યા સમાઇ જાયપરંતુ હવેના સ્પર્ધાત્મક યુગમાં આટલું ટચૂકડું પ્લાનિંગ કામ કરશે નહીં. ક્ષેત્રની પસંદગી પછી પોતાનું ભવિષ્ય સુધરે અને નોકરીના વિકલ્પો સહેલાઇથી મળી રહે તે માટે પણ આયોજન અત્યારથી જ કરવું શરૂ કરી દો. માત્ર વિદ્યાર્થીઓ જ નહીં વાલીઓએ પણ પૂરતું ધ્યાન આપીને પોતાના સંતાનની કારકિર્દીના વિકલ્પોની પસંદગી અંગે આયોજનમાં મદદ કરવી જોઇએ.
કરિયર પ્લાનિંગ
કરિયરનું બનવું ન બનવું માણસના પોતાના જ હાથમાં છે. કહેવાય છે ને કે સફળતા તમારા હાથમાં બિલકુલ તેમજ કઈ પણ વિષયનું પ્લાનિંગ કરવું એ પણ તમારા હાથમાં જ રહેલું છેકારણ કે તમારા સિવાય કોઈ પણ એ નહીં સમજી શકે કે તમારે ક્યા વિષય માટે કેટલો સમય ફાળવીને એના માટે મહેનત કરવી જોઈએ. નોકરી માટે પણ એ જ રીતે આયોજનબદ્ધ રીતે આગળ વધવાથી સફળતા મેળવી શકાય છે. નોકરીની શોધ ક્યાં ચલાવવાની છે એ અંગેનું પણ આયોજન હોવું જ જોઈએ કે તમે ક્યાં નોકરીની શોધ ચલાવશો. ત્યાં સુધી કે જોબ મળ્યા પછી પણ બનેલી કરિયરને વધુ સારી બનાવવા હંમેશાં કાર્યશીલ અને વિચારશીલ રહેવું જોઇએ.
વાલીઓએ સંતાનના ગુણો તેના રસના વિષયો અને તેની વૃદ્ધિ મુજબ તેના માટે વિકલ્પ પસંદ કરો. બાળક જ્યારે હાયર સેકન્ડરીમાં પહોંચે ત્યારથી જ તે કયા ક્ષેત્રે સારો દેખાવ કરે છે તે જાણો અને વિદ્યાર્થીને આગળ જતાં શું બનવું છે તે અંગેની જાણકારી મેળવતા રહો. કરિયર માટે હવે અનેક વિકલ્પો હોવાથી તેનું પ્લાનિંગ પહેલાંથી જ કરવું હિતાવહ છે.
ક્ષેત્રની પસંદગી
કરિયર માટે ક્ષેત્રની પસંદગી પોતે જ કરો. અન્યોની સલાહ જરૂર લો, પણ અંતિમ નિર્ણય તો પોતાનો જ હોવો જોઈએ.   જેથી કારકિર્દીનું પ્લાનિંગ તમે રસપૂર્વક કરી શકશો.
પૂછતે પૂછતે પંડિત બનો
તમે કારકિર્દી નક્કી કરી લો અથવા મનપસંદ નોકરી મેળવી લો પછી એનો અર્થ જરાય અવો નથી કે ત્યાં જ તમારી કરિયરને બ્રેક મારી દો. જીવનમાં જિજ્ઞાસાવૃત્તિ વિકસાવો. પોતાના દરેક પ્રોજેક્ટ કે નોકરીના સ્થળે તમારા કાર્યનું મૂલ્યાંકન કર્યાં પછી વધુ સફળતા મેળવવા માટેનું આયોજન કરો. જે કાર્યક્ષેત્રમાં તમે છો એ ક્ષેત્રમાં વધુ જાણવાની અને ઉચ્ચ શિક્ષણ મેળવવાની કોશિશ કરો. તે અંગે થયેલા અભ્યાસોનું મુલ્યાંકન કરો. ક્ષેત્રના તજજ્ઞો નું શું માનવું છે એ જાણવા મથો. કંઇક નવું જાણવાથી અને ક્ષેત્રજ્ઞાન મેળવવાની જિજ્ઞાસાવૃત્તિ જીવનમાં તમને સહાયરૂપ સાબિત થશે. આધુનિક ટેક્નોલોજીમાં વિકાસ અને બદલાવ થતો રહેતો હોવાથી જો તમે પણ સમય સાથે ચાલશો તો તમારી કરિયર પણ ચાર કદમ આગળ વધશે. જો તમે એમ વિચારી રહ્યા હોવ કે તમે જે નોકરી મેળવી છે એ સિવાયનું શીખવું જરૂરી નથી તો આગામી સમયમાં આ વિચાર નુકસાનકારક થઇ શકે છે.
શ્રોતા બનો
એક સારી સાંભળનારી વ્યક્તિ હંમેશાં પંડિત બની શકે છે. પોતાની સાથે કાર્ય કરતા કર્મચારીકો-વર્કર અને ઉપરીની વાત સાંભળવાની રાખો. તેમના અનુભવો પરથી તમે ઘણું શીખી શકશો. તમારી જે વિષયને લઇને નવું જાણવાની ઇચ્છા હોય એ પ્રશ્નની વિના સંકોચે યોગ્ય વ્યક્તિએ વિષયના જાણકાર કે તમારા ઉપરી સાથે ચર્ચા કરો. શક્ય છે કે તમને જે વિષય કે ટેક્નોલોજી વિશે શંકા છે તે અંગે જાણકારી આપવા માટે ઘણા લોકો ઉત્સુક જણાશેપરંતુ સાચી સલાહ અને સાચી માહિતીની સમજ કેળવવી તમારા હાથમાં છે.
કામનો સંતોષ
તમે જે નોકરી કરી રહ્યા છો એ નોકરીમાં પોતાના કામ પરત્વે નિષ્ઠા દાખવોનોકરીમાં આવતી જવાબદારીઓને સમજો. તમે તમારી આસપાસ ઘણી એવી સફળ વ્યક્તિઓને જોઈ હશે કે જે પોતાના કાર્યમાં સો ટકા એકાગ્રતા રાખીને સફળતાનાં શિખરો સર કરતાં હોય છે. સફળતા ક્યારેય આસાનીથી મળતી નથી. એના માટે કપરી મહેનત અને સમજપૂર્વક કામ કરવું જરૂરી છે.
પોતાનું નેટવર્ક બનાવો
કરિયર બનાવવા માટે તમારું નેટવર્ક વિસ્તારવું જોઈએ. તમારા કોન્ટેક્ટ અને નેટવર્કથી તમે સારી તક મેળવી શકો છો. નોકરી અને વ્યવસાયના ક્ષેત્રમાં ૫૦ ટકા તક સંપર્કો અને નેટવર્કથી મળે છે. જો તમારું નેટવર્ક અને સંપર્કો સારા હોય તો તમે કારકિર્દી માટે નવા અવસર શોધી શકો છો.