Monday, October 17, 2011

માઇક્રોસોફ્ટ રજૂ કરશે ભારતમાં પ્રથમ વિન્ડોઝ ફોન & ટેક્નોલોજીનો ઉપયોગ : ઇંગ્લેન્ડ અવ્વલ


માઇક્રોસોફ્ટ રજૂ કરશે ભારતમાં પ્રથમ વિન્ડોઝ ફોન



comment    e-mail    print    
 





 

નવી દિલ્હી 14, ઓક્ટોબર

માઇક્રોસોફ્ટે ભારતમાં પ્રથમવાર વિંડોઝ ફોન લોન્ચ કર્યો છે. આ ઓપરેટિંગ સિસ્ટમની સફળતા માઇક્રોસોફ્ટ માટે મહત્વની બની રહેશે કારણ કે આઇ ફોન અને એન્ડ્રોયડના મુકાબલે આને સૌથી મોટો દાવ માનવામાં આવે છે. વિન્ડોઝ ફોન 7.5 પર ભારતમાં મળતા પહેલા હેન્ડસેટ એચટીસી રડાર છે.

માઇક્રોસોફ્ટના જણાવ્યા પ્રમાણે બહુ જલ્દીથી સેમસંગ, એસર અને પછી નોકીયા પણ આ ફોન પર આવશે. આવતા વર્ષે નોકીયા વિન્ડોઝને જ પોતાનો સ્માર્ટફોન ઓપરેટિંગ સિસ્ટમ રાખશે. આ સાથે એક ખબર એ પણ છે કે આઇ ફોન 4 એસ ભારતમાં આ વર્ષે રજૂ કરવામાં આવશે અને આઇફોન 4ની જેમ જ આના પર રિવર્સ સબસીડી મોડલ અને અનલોક રાખવાની સંભાવના છે.

વિન્ડોઝ ફોન 7.5ને ભારતમાં રજૂ કરતા માઇક્રોસોફ્ટે એવી આશા વ્યક્ત કરી છે કે ટાઇલ્સ જેવા એકદમ નવા ઇન્ટરફેસ લોકોને પસંદ આવશે. આ સિવાય સોશિયલ નેટવર્કિંગ, ઓફિસ, મ્યુઝીક અને ગેમિંગમાં તેમાં આ પ્રકારે ઇન્ટિગ્રેટ કરવામાં આવ્યા છે, જે કિલર ફિચર સાબિત થશે. આ ઓએસ પર રજૂ કરવામાં આવેલા એચટીસી રડાર લગભગ 24 હજાર રૂપિયાનો છે. તેમાં 3.6 ઇંચની એસ - એલસીડી સ્ક્રીન, 1 ગીગા હર્ટ્ઝનું પ્રોસેસર, 512 એમબીની રેમ, 8 જીબીની ઇનબિલ્ડ મેમરી, 5મેગાપિક્સલ મેન કેમેરા અને 3જી પર આઠ કલાકની બેટરી લાઇફ તેના મુખ્ય ફિચર છે. જલ્દીથી જ અન્ય કંપનીઓના ફોન પણ આવશે જેમાં ઓપરેટિંગ સિસ્ટમ તો સમાન રહેશે પરંતુ હાર્ડવેર ક્વોલિટી અલગ અલગ રહેશે.

ટેક્નોલોજીનો ઉપયોગ : ઇંગ્લેન્ડ અવ્વલ



 
 

હૈદરાબાદતા. ૧૨
ગેજેટ્સના ઉપયોગની વાત આવે તો તેમાં ભારતીયો સહેજ પણ પાછા પડતા નથી. આપણે કે આપણી બાજુ કોઈને કોઈ આઇફોન,આઇપેડ્સટેબ્સનો ઉપયોગ કરતા હોય છે,જોકેવાત ક્રિકેટમાં ટેક્નોલોજીના ઉપયોગની આવે તો બીસીસીઆઇ તેમાં નીરસ જણાય છે,માત્ર ડિસિઝન રિવ્યૂ સિસ્ટમ નહીં ક્રિકેટર્સને ફાયદો કરાવે તેવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં બીસીસીઆઇ અન્ય કેટલાંક ક્રિકેટ બોર્ડથી ઘણું જ પાછળ છે જેની સામે ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ હવે ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની બાબતમાં નંબર-વન બની રહ્યું છે.
લૌગરબ્રો ખાતે ઇસીબીએ નેશનલ પર્ફોર્મન્સ સેન્ટર બનાવેલું છે. આ નેશનલ પર્ફોર્મન્સ સેન્ટર ક્રિકેટ કોચિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આદર્શ પુરવાર થઇ રહ્યું છે. આ નેશનલ પર્ફોર્મન્સ સેન્ટરમાં પ્રો. બેટરધ મર્લિન અને ટ્રેકમેન જેવી અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે. ઇંગ્લેન્ડની ટીમના દેખાવમાં છેલ્લા કેટલાક સમયથી જે સુધારો થયો છે તેમાં આ ટેક્નોલોજીએ મહત્ત્વનો ફાળો ભજવ્યો છે.
  • ઇંગ્લેન્ડને છેલ્લા કેટલાક સમયમાં મળેલી સફળતા આ આધુનિક ટેક્નોલોજીને આભારી
આપણે ત્યાં દરેક સ્ટેટ એસોસિયેશનને દર વર્ષે બીસીસીઆઇ દ્વારા ૨૫ કરોડ રૃપિયા આપવામાં આવે છે. આ રકમનો ઉપયોગ આ એસોસિયેશન પોતાનાં સ્ટેડિયમને બહેતર કરવા કરે છે પરંતુ ઇંગ્લેન્ડમાં માળખાગત સવલતમાં સુધારો કરવામાં કોચિંગ સેન્ટરને પણ આવરી લેવાય છે. આ વિષે ઇંગ્લેન્ડ ટીમના મેનેજર જેમ્સ એવરીએ જણાવ્યું હતું કે દરેક સ્ટેડિયમમાં ફ્લડ લાઇટ નાખવા અમે પૈસો ખર્ચતા નથી. ફ્લડ લાઇટ વિના પણ ક્રિકેટ રમી જ શકાય છે. અમે દર વર્ષે નાણાંનો અમુક હિસ્સો ટ્રેનિંગ સેન્ટરમાં ટેક્નોલોજી સુધારવા પણ ફાળવીએ છીએ. અમારા દરેક ટ્રેનિંગ સેન્ટરમાં તમને આધુનિક ટેક્નોલોજી અવશ્ય જોવા મળશેજે પણ ક્રિકેટર ઇંગ્લેન્ડની ટીમમાં સામેલ થાય તેને ઇંગ્લેન્ડ પર્ફોર્મન્સ પ્રોગ્રામ (ઈપીપી)માંથી પહેલાં પસાર થવું પડે છે. ભારત સામે શરૃ થતી શ્રેણી અગાઉ અમારી વીડિયો એનાલિસ્ટ ગેમ્મા (સ્ટુઅર્ટ બ્રોડની બહેન)એ એક રિપોર્ટ તૈયાર કર્યો છે જેમાં ભારતના દરેક પ્લેયરના ઉધાર-જમા પાસાંભારતમાં અમારે જે ગ્રાઉન્ડમાં રમવાનું છે તેની ખાસિયતનો ડેટા અમારી પાસે છે.

ઇંગ્લેન્ડ કઈ આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે તેના ઉપર નજર...

પ્રો-બેટર : બેટ્સમેન નેટ્સમાં બેટિંગ કરતો હોય ત્યારે તેની સામે એક જાયન્ટ વીડિયો સ્ક્રીન હોય છેહવે માની લ્યો કે કૂકને ઝહિર ખાન સામે બેટિંગ કરવાની નબળાઈ સુધારવી છેઆ માટે વીડિયો સ્ક્રીન ઉપર ઝહિર ખાનની  બોલિંગએક્શનની જૂની વીડિયો ચાલતી હશે જેમાં ઝહિર જેમ બોલ રિલીઝ કરે તે જ રીતે અને ત્યાં જ કૂક સામે મૂકવામાં આવેલું બોલિંગ મશીન પણ બોલ રિલીઝ કરશે.

મર્લિન : આ ટેક્નોલોજી પ્રો બેટરથી માત્ર એક રીતે અલગ પડે છે. આ ટેક્નોલોજી વડે સ્પિનરને કઇ રીતે રમવું તેની પ્રેક્ટિસ થાય છે. કોઇ બેટ્સમેનને મુરલીધરનની બોલિંગ રમવી છે તો આ મશીન એ જ રીતે બોલ રિલીઝ કરશે.

ટ્રેકમેન : કયો સ્પિનર પોતાની બોલિંગમાં કેટલી વિવિધતા લાવે છે તે જાણવા માટે. લેગસ્પિનર બ્રોથવિકની આ વિવિધતા જોઇને જ ભારતપ્રવાસની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
હોકઆઇ : પ્રેક્ટિસ દરમિયાન કયો બેટ્સમેન ક્યાં વધુ શોટ્ લગાવે છે અને ક્યાં તેને સમસ્