Wednesday, October 12, 2011

પેઈન કિલર્સ લેવાથી ન્યુમોનિયાનું જોખમ વધે છે


લંડનતા.૧૨
શરીરના દુખાવાને દૂર કરવા માટે વારંવાર લેવામાં આવતી પેઈન કિલર્સ દવાઓ સરવાળે ન્યુમોનિયાનું જોખમ વધારતી હોવાનું તાજેતરમાં હાથ ધરાયેલા નવા અભ્યાસ પરથી જાણવા મળે છે. પેઈન કિલર્સમાં રહેલા ઓપિઓઈડ્સ નામનાં તત્ત્વોને કારણે ન્યુમોનિયાનું જોખમ વધતું હોવાનું જણાઈ આવ્યું હતું.
વોશિંગ્ટન યુનિર્વિસટી અને ગ્રૂપ હેલ્થ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ દ્વારા આ અંગે અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં જણાવ્યા મુજબ ઓપિઓઈડ્સને સ્થાને બેન્ઝોડીઆઝેપાઈન્સ નામનાં ઘટકો ધરાવતી દવાઓ લેવામાં આવે તો ન્યુમોનિયાનું જોખમ ઘટે છે. પ્રાણીઓમાં આ અંગે પ્રયોગો કરવામાં આવ્યા હતા,જેમાં મોર્ફિનકોડેઈન અને ફેન્ટાનીલ જેવાં તત્ત્વો ધરાવતી દવાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ બધી દવાઓ ન્યુમોનિયાની અસરો જન્માવે તેવું જણાઈ આવ્યું હતું.
  • ૬૫થી ૯૪ વર્ષનાં વૃદ્ધોને વધારે અસર થવાની સંભાવના
જે લોકો મોટી ઉંમરનાં કે વૃદ્ધો છે અને ૬૫ વર્ષથી ૯૪ વર્ષના વય જૂથનાં લોકો છે તેમણે દુખાવા માટે વધારે પેઈનકિલર્સ લેવી જોઈએ નહીં. જેમની ઉંમર ૬૫થી ૯૪ વર્ષની વચ્ચે છે તેમણે પેઈન કિલર્સનો વધુ પડતો ઉપયોગ નિવારવો જોઈએ જેથી ન્યુમોનિયાનાં જોખમથી બચી શકાય.
ડો. ડબ્લીન અને તેમની ટીમના સંશોધન પરથી એટલાં તારણો નક્કી કરી શકાયાં છે કેજે લોકો પેઈન કિલર્સ તરીકે ઓપીઓઈડ્સ કે બેન્ઝોડીઆઝેપાઈન્સનું પ્રમાણ ધરાવતી દવાઓ લે છે તેમને ન્યુમોનિયા થવાનાં જોખમો વધે છે. ઓપિઓઈડ્સને કારણે તેમની રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય છે અને દર્દીઓ ન્યુમોનિયાના ભોગ બને છે.