Monday, October 17, 2011

Thodak Gujarati ...Really Awakening .......


થોડાક શબ્દો ઉચ્ચારવાથી અગ્નિની 
સાક્ષીએ લગ્ન થાય છે અને થોડાકવધુ 
શબ્દો ઉચ્ચારવાથી ઘરમાં અગ્નિનો 
સાક્ષાત્કાર થાય છે!

 
ધુળ જેવી છે જીંદગીઆપણી આંસુડા 
રેડી એમાં કિચ્ચડ ના કર .!!!

 
કાયદાનું શિક્ષણ મેં એટલી સારી રીતેહાંસલ 
કયું કે કાયદાનો અભ્યાસ પુરો થયાપછી 
મેં મારી કોલેજ પર દાવો માંડ્યો અને 
મારી સઘળી ટ્યુશન ફી પાછીમેળવી...

 
સંતાનને સારા સંસ્કાર આપવા ગમે 
તેટલા પ્રયાસ કરો ..... આખરે તો 
 મા-બાપનેજ અનુસરશે !

 
બરફ જેવી છે  જીંદગી ... જેનોભુતકાળ 
પણ પાણી અને ભવિષ્યકાળ પણપાણી ....
 
પ્રશ્નો તો રહેવાના  . 
સુખી લોકોને પ્રશ્ન થાય કે શું કરીએતો 
ભૂખ લાગેઅને દુઃખી લોકોનો પ્રશ્ન છે 
કે ભૂખ તો લાગે છે, પણ શું કરીએ! 

ઇશ્વરનું બેલેન્સ કેવું અદભુત છે ... 
પાંચ મણ ઘઉંની બોરી ઉપાડી શકે તે 
મજુર એકી સાથે ખરીદી ના શકે
અને જે ખરીદી શકે છેતે શેઠ 
તેને ઊપાડી ના શકે.
 
કેટલાક લોકોનું દિલ દરિયા જેવુંવિશાળ 
હોય છેજેમાં એક ચકલું  પોતાની 
તરસ ના છિપાવી શકે !!!
 
સાચવવા પડે  સંબંધો કદી સાચાનથી 
હોતાઅને જો સંબંધો સાચા હોય
તો એને સાચવવા નથી પડતા.


વ્યવહાર નથી બદલાતા સંજોગોબદલાય છે,
માણસ નથી બદલાતા ખાલી તેમના 
અભિગમ બદલાય છે.

 
માણસને સાચા સ્વરૂપમાંઓળખવો 
હોય તો તેને સતાસ્થાને બેસાડો.


જીવનમાં એટલી બધી ભૂલો નાકરવી કે
પેન્સિલ પેહલા  રબર ઘસાઈ જાય!


જીવનમાં ફક્ત એક સારી વ્યક્તિનોસાથ 
હોય તો આખી જિંદગી જીવી શકાયછે,
પણ ક્યારેક ફક્ત  એક સારીવ્યક્તિની 
શોધમાં આખી જિંદગી વીતી જાય છે!

દરેક માણસ પાસે એક એવું મોટુંકબ્રસ્તાન 
હોવું જોઇએકે જેમાં  પોતાના 
મિત્રોના દોષો દફનાવી શકે!


મિત્ર  એવી વ્યક્તિ છે કે જેતમારા 
હ્દયમા ગુંજ્તા ગીતને જાણે છેઅને
  ગીતને યાદ કરાવે છે જ્યારે 
તમે ગીતના શબ્દો ભુલી જાઓ છો.

 
અને છેલ્લે ....
શ્વાસ ખુટી જાય અને ઈચ્છાઓ 
બાકી રહી જાયતે મોત!
ઈચ્છાઓ ખુટી જાય અને શ્વાસ 
બાકી રહેતે મોક્ષ!