નવી દિલ્હી, તા. ૨
સમગ્ર દેશમાં એર ટ્રાવેલર્સને ટૂંક સમયમાં તેમના બોર્ડિંગ પાસ સીધા જ તેમના સેલફોનમાં મેળવી શકશે. એર ટ્રાન્સપોર્ટ કોમ્યુનિકેશન અને આઇટી સોલ્યુશન પ્રોવાઇડર એસઆઇટીએ તેની પેસેન્જર વેબ ચેક-ઇન એપ્લિકેશનના અમલીકરણ માટે વિવિધ એરલાઇન્સ અને અન્ય સંબંધિત સંસ્થાઓ સાથે વાટાઘાટો ચલાવી રહી છે. આ એપ્લિકેશન સીધા જ તેમના ફોનમાં ઇલેક્ટ્રોનિક બોર્ડિંગ પાસ મેળવનાર લોકોને ચેક-ઇનની મંજૂરી આપશે.
· વિવિધ મોબાઇલ ટેક્નોલોજીના અમલીકરણ માટે એરલાઇન્સ અને એરપોર્ટ્સ સાથે કંપનીની વાટાઘાટો
એસઆઇટીએના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ (સેલ્સ અને રિલેશનશિપ મેનેજર) પીટર કનિંગહામે જણાવ્યું હતું કે તેઓ તેમની પેસેન્જરવેબ ચેક-ઇન એપ્લિકેશન સહિત વિવિધ મોબાઇલ ટેક્નોલોજીના અમલીકરણ માટે એરલાઇન્સ અને એરપોર્ટ્સ સાથે વાટાઘાટો ચલાવી રહ્યા છે. પેસેન્જરવેબ ચેક-ઇન એપ્લિકેશન એક સલામત લીંકની મુલાકાત દ્વારા પ્રાવસીઓને તેમના મોબાઇલ ફોન પર તેમનો બોર્ડિંગ પાસ ડાઉનલોડ કરવાની સુવિધા પૂરી પાડે છે. પ્રવાસીઓ ફ્લાઇટ બુક કરાવે ત્યાર બાદ ઇ-મેલ મારફત તેમને આ લીંક મોકલાશે.
કનિંગહામે જણાવ્યું હતું કે મોબાઇલ ડિવાઇસ અને અત્યાધનિક કોમ્યુનિકેશન ટેક્નોલોજીનું સંયોજન એરલાઇન અને એરપોર્ટ સ્ટાફની ઉત્પાદક્તા વધારશે, તેમને તેમનું કામ ઝડપી તથા અસરકારક બનાવવામાં મદદરૂપ થશે. મોબાઇલ બોર્ડિંગ પાસ સિસ્ટમ હાલમાં પણ અમેરિકન એરલાઇન્સ, કોન્ટિનેન્ટલ એરલાઇન્સ, ડેલ્ટા એરલાઇન્સ અને બ્રિટિશ એરવેઝ સહિતની કેટલીક આંતરરાષ્ટ્રીય એરલાઇન્સમાં અમલી છે.