Sunday, October 9, 2011

બાઇકર્સને બાદશાહી બક્ષતું : હાર્લી ડેવીડસન


ઓટો-વર્લ્ડ - હિતેષ જોશી
મોટરસાઇકલની દીવાનગીના બાશિંદાઓએ જિંદગીમાં એક વાર જેના પર સવારી કરવાનું સ્વપ્ન જોયું જ હોય એવી મોટરસાઇકલનું નામ છે - હાર્લી ડેવીડસન. અસંખ્ય ફિલ્મોમાં જેની દમામદાર ઝલક જોવા મળે છે એવી રૂઆબદાર બાઇકની ઉત્પાદક અમેરિકન કંપનીનો પ્રણેતા વિલિયમ એસ. હાર્લી ફક્ત ૨૧ વર્ષનો હતોજ્યારે તેણે ૧૯૦૧માં વોલ્ટર અને આર્થર ડેવીડસન નામના ત્રણ ભાઈઓ સાથે મળી ‘હાર્લી’ ડેવીડસનના નામે મોટરસાઇકલ બનાવવાની શરૂઆત કરી અને ૮ સપ્ટેમ્બર૧૯૦૪માં મીલવૌકી ખાતે યોજાયેલ રેસમાં પોતાની પ્રથમ બાઇક ઉતારી ધમાકેદાર શરૂઆત કરી. ૧૯૦૭ના મોડલ ૧૦૦૦ ccએચટીના જબ્બર વેચાણ સાથે કંપનીએ રફતાર પકડી.૧૫૦ મોટરસાઇકલ પ્રતિવર્ષનું ઉત્પાદન ૧૯૧૩માં ૧૬,૦૦૦ સુધી પહોંચી ગયું. પ્રથમ વિશ્વયુદ્ધમાં હાર્લીએ અમેરિકન સૈન્ય માટે મજબૂતખડતલ અને દમદાર મોટરસાઇકલ્સ બનાવ્યાં. ત્યારથી આર્મી અને પોલીસવિભાગમાં તેનો સિક્કો જામી ગયો. અમેરિકા સહિત કેટલાય દેશોની પોલીસની પહેલી પસંદ હાર્લીની મોટરસાઇકલ રહી છે.
૧૯૨૦ સુધીમાં કંપની સર્વાધિક મોટરસાઇકલ ઉત્પાદક કંપની બની. જોકે, ૧૯૩૩માં વૈશ્વિક મહામંદીને હિસાબે ૨૧,૦૦૦નું સરેરાશ વેચાણ ફક્ત ૩૭૦૦ પૂરતું રહ્યું અને ફરી એક વાર બીજા વિશ્વયુદ્ધને લીધે લશ્કર માટે ઉત્પાદન કરી કંપની બેઠી થઈ. ઉત્પાદનોની શ્રેષ્ઠતા માટે કંપનીને લશ્કર તરફથી એવોર્ડ પણ એનાયત થયાપરંતુ ફરી પાછું ૧૯૫૨થી ૧૯૮૦નો સમયગાળો કંપની માટે કપરા કાળ સમાન રહ્યો. આયાતી મોટરસાઇકલો (મોટેભાગે જાપાન) પર ૪૦ ટકા કર લાદવાની કમિશનને કંપની તરફથી અપાયેલી અરજી અને હોસ્ટર તોફાનોને લીધે હોલિવૂડે એવી ફિલ્મોનું નિર્માણ કર્યું જેમાં ખુલ્લેઆમ કાયદાનો ભંગ કરતા ધૂમસવારીએ નીકળતા માથાંફરેલા બાઇકર્સ દર્શાવવામાં આવ્યા જેમની બાઇક હતી - હાર્લી ડેવીડસન અને આ બે કારણોએ કંપનીની પ્રતિષ્ઠાને ઘણી હાનિ પહોંચાડી. ત્રીજું ૧૯૬૯માં અમેરિકન મશીનરી એન્ડ ફાઉન્ડ્રી (એએમએફ)એ કંપનીને ખરીદી લીધી. અને કોસ્ટ કટિંગના ભાગરૂપે કેટલાય કર્મચારીઓની છટણી કરી પરિણામે હડતાલો થઈઉત્પાદન ઘટયું અને બાઇકની ગુણવત્તા એ હદે ઊતરતી કક્ષાની થઈ ગઈ કે લોકો એને ‘હાર્ડલી ડ્રાઇવેબલ’ કહેવા લાગ્યા, પરંતુ ૧૯૮૨માં પ્રમુખ રીગને આયાતી બાઇક પર ૪૫ ટકા જકાત લાદી દીધી અને નતીજારૂપ હાર્લી ડેવીડસન ફરી ફિનિક્સની જેમ જીવંત થઈ ઊઠયું.
‘ફેટબોય’ નામના મોડલ સાથે કંપની હેવીવેઇટ બાઇક (૬૦૦ cc ઉપરનાં એન્જિન)ના બજારમાં અગ્રેસર બની. કંપનીએ ત્યારપછી કદી પાછું ફરી જોયું નથી. આજ સુધી ૫૦ ઉપર મોડલ કંપની રજૂ કરી ચૂકી છે. આકર્ષક ડિઝાઇનખડતલ દેખાવદૈત્ય જેવી તાકાત ધરાવતાં એન્જિનરોડ પરની રફતાર અને મજબૂત પકડએકદમ આરામદાયક સવારીવિશિષ્ટ અવાજને લીધે હાર્લીના બાઇકની સવારી પુરુષોને સદા આકર્ષતી રહે છે. ૫૦૦ cc થી લઇ ૧૮૦૦ cc સુધીના એન્જિનનાં વિવિધ મોડલ્સ કંપનીનું જમા પાસું રહ્યાં છે.
ઓગસ્ટ ૨૦૦૯માં હાર્લીના ભારતમાં બજારપ્રવેશની જાહેરાત થઈ હતીપરંતુ ૬૦ ટકા આયાતી જકાત ઉપરાંત ૩૦ ટકા કર ગણી બાઇકની કિંમત બમણી થઈ જતી હતી. ઉપરાંત ૫૦૦ cc ઉપરના મોટરસાયકલ માટેનાં કોઈ ધારાધોરણો પણ ભારતમાં ન હોવાને લીધે કંપનીના આગમનમાં મોડું થયું. ચાલુ વર્ષમાં કંપનીએ પોતાનાં સૌથી સસ્તાં બે મોડલ્સ ભારતમાં લોન્ચ કર્યાં. સુપર લો કિંમત ૫.૫ લાખ અને આર્યન કિંમત ૬.૫ લાખ. બન્ને બાઇક ૮૮૩ cc ડબલ સિલિન્ડરના દમદાર એન્જિનની છે. પાંચ સ્પીડ ગીઅર્સપહોળાં ટાયર્સ૨૫૦ ખ્ત વજનશાનદાર દેખાવ,આકર્ષક એલોય વ્હિલ અને ડબલ સાઇલેન્સર ધ્યાન ખેંચે એવાં છે. બાઇકમાં ફક્ત એક સવાર જ બેસી શકે એટલી નાની સીટ છે. ભારતીય રસ્તાઓથી વિપરીત બાઇક ઘણી નીચી છે. આર્યનની પેટ્રોલ ટેન્ક ફક્ત ૧૨.૫ લિટરની જ છેમતલબ દર ૧૦૦ કિમી પછી પેટ્રોલ પુરાવા લઈ જવી પડે જે એનું ઉધાર પાસું છે. પરંતુહાર્લીના ચાહકો માટે આખર શુભ ઘડી આવી છે. માલેતુજાર લોકોની લાખેણી સવારી હવે ભારતમાં ઉપલબ્ધ છે.
એક્સીલેટર
* ડાયનાફેટબોય, સ્પોર્ટસ્ટાર, રોડકિંગ, ઇલેક્ટ્રા મોડલ્સ સર્વાધિક લોકપ્રિય રહ્યાં છે.
* હાર્લીએ તેના XA મોડલ માટે મ્સ્ઉના K71ની નકલ કરેલી.
* કહેવાય છે કે ‘ફેટબોય’ મોડલનું નામ જાપાન પર ફેંકાયેલ ‘ફેટમેન’ અને લિટલ બોય’ પરમાણુ બોમ્બનાં નામોનું મિશ્રણ છે.
કંપનીએ ૧૯૯૪માં એન્જિનના વિશિષ્ટ અવાજ માટે ‘સાઉન્ડ ટ્રેડમાર્ક’ અરજી કરી હતી.
કંપનીના પાર્ટનર વિલિયમ ડેવીડસને ક્યારેક બાઇક સવારી કરી નહોતી.