Tuesday, October 18, 2011

મરે શાંઘાઈ માસ્ટર્સમાં ચેમ્પિયન


શાંઘાઈતા.૧૬
બ્રિટનના એન્ડી મરેએ શાનદાર પ્રદર્શન જારી રાખતા શાંઘાઈ માસ્ટર્સ ટૂર્નામેન્ટ જીતી લીધી છે. મરેએ ફાઈનલમાં સ્પેનના ડેવિડ ફેરરને ૭-૫૬-૪થી પરાજય આપ્યો હતો. આ જીત સાથે મરેએ પૂર્વ નંબર વન ખેલાડી સ્વિત્ઝરલેન્ડના રોજર ફેડરરને પછાડી એટીપી વર્લ્ડ રેન્કિંગમાં ત્રીજો ક્રમાંક મેળવ્યો છે. મરે એક મહિનાના ટૂંકા ગાળામાં થાઈલેન્ડ ઓપન. જાપાન ઓપન બાદ આ ત્રીજું ટાઈટલ જીતવા સફળ રહ્યો છે. જ્યારે આ વર્ષમાં મરેએ પાંચમું ટાઈટલ મેળવ્યું છે. નાદાલ સામેની યુએસ ઓપનની સેમિફાઈનલમાં હાર્યા બાદ મરેની લાગલગાટ ૧૫મી જીત મેળવી હતી. મરેએ ફાઈનલ મેચ જીતવા ૧ કલાક અને ૪૫ મિનિટનો સમય લીધો હતો. મરેએ હરીફ ખેલાડીને કોઈ તક આપી ન હતી અને મેચમાં પોતાનું પ્રભુત્વ જાળવી વિજય મેળવ્યો હતો.
બાર્તોલી જાપાન ઓપનમાં ચેમ્પિયનફ્રાન્સની મારિયન બાર્તોલીએ યુએસ ઓપન ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની સમંથા સ્ટોસરને ફાઈનલમાં હરાવી જાપાન ઓપન ટેનિસ ટૂર્નામેન્ટ જીતી લીધી હતી. ફાઈનલમાં બાર્તોલીએ ઓસ્ટ્રેલિયાની સ્ટોસરને ૬-૩૬-૧થી પરાજય આપ્યો હતો. આ જીત સાથે બાર્તોલીએ આ સત્રમાં બીજુ અને કારકિર્દીનું સાતમું ટાઈટલ મેળવ્યું હતું. બાર્તોલીએ શરૂઆતથી જ મેચ પર પકડ જમાવી હતી અને હરીફ ખેલાડીને આસાનીથી હાર આપી હતી.