Friday, October 7, 2011

વિશ્વની બિસ્માર હેરિટેજ સાઇટમાં બાલાજી ઘાટનો સમાવેશ


ન્યૂ યોર્કતા. ૬
વારાણસીનો ૧૮મી સદીનો બાલાજી ઘાટ યોગ્ય જાળવણીના અભાવે બિસ્માર અને જર્જરિત હાલતમાં મુકાયો છે ત્યારે વિશ્વની ૬૭ સાંસ્કૃતિક હેરિટેજ બિસ્માર સાઇટ્સમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગંગા નદીના કિનારે આવેલો આ ઘાટ યોગ્ય સારસંભાળને અભાવે હાલ જર્જરિત થઈ ગયો છે અને હેરિટેજ સાઇટ તરીકે તેનું સ્થાન ગુમાવે તેવી સંભાવના છે. વર્લ્ડ મોન્યુમેન્ટ્સ ફંડ નામનાં પ્રાઇવેટ ફાઉન્ડેશન દ્વારા આવા બિસ્માર હેરિટેજ સ્થળોની યાદી જાહેર કરવામાં આવી છે.
વર્લ્ડ મોન્યુમેન્ટ્સ ફંડનાં પ્રેસિડેન્ટ બોની બર્નહામનાં જણાવ્યા મુજબ ૪૧ દેશોની ૬૭ સાંસ્કૃતિક હેરિટેજ સાઈટ્સની યાદી જાહેર કરવામાં આવી છે  જેની તાત્કાલિક મરામત કરાવવાની જરૃર છેજે સાઈટ્સનો યાદીમાં સમાવેશ કરાયો છે તેમાં પેરૃનાં નાસ્કા લાઈન્સ અને જીઓગીલીફસ,ચીનનાં નાન્યુઈ કિંગ્ડમનો પેલેસ અને ગાર્ડનઈંગ્લેન્ડનું કોવેન્ટ્રી ચર્ચ તેમજ વિયેટનામનાં તરતા ફિશિંગ ગામડાંઓનો સમાવેશ થાય છે.
  • યોગ્ય જાળવણીના અભાવે વારાણસીના ઘાટ સામે જોખમ
ભારતનાં વારણસીમાં ગંગાનાં કિનારે ૧૮મી સદીમાં બંધાયેલો બાલાજી ઘાટ હેરિટેજ સાઈટ તરીકે ઘણી ઝડપથી જોખમમાં મુકાઈ રહ્યો છે,  કારણ કે તેની આસપાસ મોટાંમોટાં બિલ્ડિંગો બંધાઈ ગયાં છે અને બાલાજી ઘાટનું મેઈન બિલ્ડિંગ નબળા લાકડાના પાયાને કારણે પડી ગયું છે જેનું તાત્કાલિક સમારકામ અનિવાર્ય બન્યું છે. પ્રાચીન અને પરંપરાગત યાત્રાધામનાં સાંસ્કૃતિક વારસા તરીકે આ ઘાટનું તાકીદે રીપેરિંગ કરાવવું જરૃરી બન્યું છે.