Friday, October 7, 2011

વિશ્વની ટોચની ૨૦૦ યુનિ.માં ભારતની એક પણ નહીં


લંડનતા. ૬
વિશ્વની ટોચની ૨૦૦ યુનિવર્સિટીઝમાં પ્રતિષ્ઠિત આઇઆઇટી અને આઇઆઇએમ સહિતની ભારતની એક પણ યુનિવર્સિટી સ્થાન મેળવી શકી નથી. આ યાદીમાં મુખ્યત્વે અમેરિકાની યુનિવર્સિટીઝનું પ્રભુત્વ છે.
અમેરિકી પ્રમુખ બરાક ઓબામા અમેરિકાના વિદ્યાર્થીઓને ભારત અને ચીનના વિદ્યાર્થીઓ દ્વારા તીવ્ર સ્પર્ધાની ચેતવણી ભલે આપતા હોય પણ વિશ્વની ટોચની ૧૦ યુનિવર્સિટીઝમાંથી ૭ અમેરિકાની છે જ્યારે ઓક્સફર્ડકેમ્બ્રિજ અને ઇમ્પિરિયલ કોલેજ લંડન-એમ કુલ ત્રણ યુનિવર્સિટી બ્રિટનની છે.
  • ટોપ ટેનમાં ૭૫ યુનિ. અમેરિકાની૩૨ બ્રિટનની
'ટાઇમ્સ હાયર એજ્યુકેશનમેગેઝિન દ્વારા આપવામાં આવેલા વર્લ્ડ રેન્કિંગ્સમાં ટોપ ૨૦૦ યુનિવર્સિટીઝમાં અમેરિકાની ૭૫ યુનિવર્સિટીઝનો સમાવેશ થાય છે જ્યારે બ્રિટનની ૩૨જર્મની અને નેધરલેન્ડની ૧૨-૧૨ તથા કેનેડાની ૯ યુનિવર્સિટીઝે યાદીમાં સ્થાન મેળવ્યું છે.
ટોપ ૨૦૦માં સ્થાન મેળવનારી અન્ય દેશોની યુનિવર્સિટીઝમાં તાઇવાનબ્રાઝિલસિંગાપોર,દક્ષિણ આફ્રિકા અને ચીનની યુનિવર્સિટીઝનો પણ સમાવેશ થાય છે પરંતુ ભારતની એક પણ યુનિવર્સિટીને સ્થાન મળ્યું નથી. તાજેતરનાં વર્ષોમાં ઉચ્ચ શિક્ષણ પાછળ ખર્ચમાં નોંધપાત્ર વધારો કર્યો હોવાના ભારતના દાવા છતાં આ સ્થિતિ છે.
વિશ્વની ટોપ ટેન યુનિવર્સિટીઝ
ક્રમ   યુનિવર્સિટી દેશ
૧.    કેલિફોર્નિયા ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી  અમેરિકા
૨.    હાર્વર્ડ યુનિવર્સિટી      બ્રિટન
૩.    સ્ટેનફોર્ડ યુનિવર્સિટી    અમેરિકા
૪.    યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડ   બ્રિટન
૫.   પ્રિન્સ્ટન યુનિવર્સિટી    અમેરિકા
૬.    યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ     બ્રિટન
૭.   મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી અમેરિકા
૮.    ઇમ્પિરિયલ કોલેજ લંડન     બ્રિટન
૯.    યુનિવર્સિટી ઓફ શિકાગો     અમેરિકા
૧૦.  યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાબર્કલી     અમેરિકા