Friday, October 7, 2011

કુશળ ભારતીયોને ૭૦ વર્ષે ગ્રીનકાર્ડ મળશે


વૉશિંગ્ટનતા. ૬
ઉચ્ચ કુળશતા ધરાવતા સ્પોન્સર્ડ ભારતીય નાગરિકોએ કોમન સ્કિલ્ડ રોજગારી બેઝ્ડ ઇમિગ્રન્ટ વિઝા હેઠળ હવે ગ્રીનકાર્ડ મેળવવા ૭૦ વર્ષ રાહ જોવી પડશે તેવું યુએસ રિસર્ચ પોલિસી ગ્રૂપના બે નવા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. નેશનલ ફાઉન્ડેશન ફોર અમેરિકન પોલિસીમાં જણાવાયું છે કે સાયન્સટેક્નોલોજી એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સની ઉચ્ચ ડિગ્રી ધરાવનારા વિદેશી વિદ્યાર્થીઓને ગ્રીનકાર્ડ ક્વોટામાંથી મુક્તિ આપવાનો હેતુ કુશળ કર્મચારીઓને અમેરિકા છોડીને અન્ય દેશમાં જતા રોકવાનો છે.
આને કારણે અમેરિકન કંપનીઓમાં સ્પર્ધાત્મકતા વધશે અને સર્વાંગી રીતે અમેરિકન ઇકોનોમીને તેના લાભ મળશે. માલિકો દ્વારા સ્પોન્સર્ડ કરાયેલા મોટાભાગના ઇમિગ્રન્ટ્સ ભારત અને ચીનનાં લોકો છે પણ દરેક કન્ટ્રીદીઠ ગ્રીનકાર્ડ આપવાની મર્યાદા પ્રેફરન્સ કેટેગરીના ૭ ટકા હોવાથી મર્યાદિત સંખ્યામાં જ ગ્રીનકાર્ડ આપી શકાય છે પરિણામે આવા વિઝાધારકો માટે ગ્રીનકાર્ડ આપવાનો સમયગાળો ઘણો લંબાઈ ગયો છે.
  • રોજગાર આધારિત વિઝા મેળવનારાઓ માટે લાંબો પ્રતીક્ષાગાળો
રોજગારી આધારિત થર્ડ પ્રેફરન્સ (ઈબી-૩) માટે વાર્ષિક ધોરણે ૩,૦૦૦થી ઓછા ભારતીયોને જ ગ્રીનકાર્ડ આપી શકાય છે. આ કેટેગરીમાં ભારતીય વ્યવસાયીઓને ગ્રીનકાર્ડ આપવાની પ્રતીક્ષાયાદી ૨,૧૦,૦૦૦ પર પહોંચી છેઆથી આ કેટેગરીમાં ગ્રીનકાર્ડ મેળવનારાઓએ ૭૦ વર્ષ સુધી તેમનો વારો આવે તેવી રાહ જોવી પડશેજો આ બેકલોગમાં ૫૦ ટકાનો કાપ મૂકવામાં આવે તો પણ આવા વિઝાધારકે તેનું ગ્રીનકાર્ડ મેળવવા ૩૦ વર્ષની રાહ જોવી પડશે.
ચીનમાંથી આવેલા ઈબી-૩ વિઝાધારકોએ ૨૦ વર્ષ સુધી અને અન્ય દેશનાં લોકોએ ૫ વર્ષ સુધી રાહ જોવી પડશે. સેકન્ડ પ્રેફરન્સ કેટેગરીમાં ભારત અને ચીનના કુશળ કર્મચારીઓ માટે આ પ્રતીક્ષાયાદી ૬થી ૮ વર્ષની છે  જ્યારે અન્ય દેશોનાં કર્મચારીઓ માટે કોઈ પ્રતીક્ષાયાદી નથી. ભારતીયો માટે પ્રતીક્ષાનો આ સમયગાળો ૭૦ વર્ષથી ઘટાડીને ૧૨ વર્ષ કરવા જોઈએ તેમ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છેજો કે ૧૨ વર્ષ પણ ઘણો લાંબો પ્રતીક્ષાગાળો કહેવાય પણ તે છતાં તેને આવકાર્ય ગણી શકાય.