Friday, October 7, 2011

બિરલા ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી પીલાણીના વિદ્યાર્થીને ૫૯ લાખની જોબ ઓફર


જયપુરતા. ૬
બિરલા ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી એન્ડ સાયન્સ (બીઆઈટીએસ) પીલાણીના એક વિદ્યાર્થીને ૫૯ લાખ રૂપિયાની જોબ ઓફર થઈ છે જે આ વિસ્તારની સૌથી મોટી પગાર ઓફર હોવાનું જાણવા મળ્યું છે. કોઈ પણ વિદ્યાર્થીને થયેલી સૌથી ઊંચી ઓફર હોવાનું જાણવા મળ્યું છે. આ વર્ષે રેડમોન્ટ ઇન્ટરનેશનલ લિમિટેડે સાતમા સેમિસ્ટરના આ વિદ્યાર્થીને વાર્ષિક ૫૮.૫ લાખ રૂપિયાની પગાર પેકેજની ઓફર કરી છે. મોટાભાગના વિદ્યાર્થીઓને આ વર્ષે પ્રમાણસર શાનદાર પગાર પેકેજ મળ્યાં છેબીજી બાજુ ઇપીક સોલ્યુસને (આઈટી) કંપનીએ ચાર વિદ્યાર્થીઓને પણ ઊંચા પગાર પેકેજની ઓફર કરી છે. આ ચાર વિદ્યાર્થી પૈકીના એકને ૪૨ લાખની જ્યારે અન્ય ત્રણ વિદ્યાર્થીઓને ૩૯ લાખ રૂપિયાની ઓફર કરવામાં આવી છે. હાઈએસ્ટ પેકેજની ઓફર બીઆઈટીએસના વિદ્યાર્થીને ગયા વર્ષે કરવામાં આવી હતી. તે વખતે ૪૦ લાખ રૂપિયાની ઓફર થઈ હતી પરંતુ આ વખતે આંકડો વધી ગયો છે. વિશ્વની અગ્રણી સપ્લાય કંપનીએ પણ ૧૮ વિદ્યાર્થીઓને ૧૮ લાખના પેકેજની ઓફર કરી છે. મહાકાય નેટવર્કિંગ સાઈઝ ફેસબુકે ડિસેમ્બરમાં યોજાનાર ઇન્ટરવ્યૂના આગામી રાઉન્ડ માટે ત્રણ વિદ્યાર્થીઓની યાદી બનાવી દીધી છે જે પૈકી વાર્ષિક પગાર પેકેજ ૩૮.૫ લાખ હતું. સાતમા સેમિસ્ટરમાં ૫૦૦ વિદ્યાર્થી હતા જે પૈકીના ૪૦૦ વિદ્યાર્થીઓને પ્રતિષ્ઠિત કંપનીઓમાં નોકરી મળી ગઈ છે. પ્લેસમેનની પ્રક્રિયા ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં થઈ હતી. હજુ સુધી ૭૦ કંપનીઓ કેમ્પસમાં આવી ચૂકી છે અને ૮૫ જુદી જુદી પ્રોફાઈલ માટે ઓફરો કરવામાં આવી છે. આશરે ૧૦૦ ઓફર ૧૦ લાખના પેકેજની રહી છે. બીઆઈટીએસમાં કંપનીઓ ખૂબ જ રસ દર્શાવી રહી છે.