Sunday, October 16, 2011

ચીનની સરખામણીએ ભણવામાં ‘ડબ્બા’ સાબિત થઇ રહ્યાં છે બ્રિટનના બાળકો







લંડન : 15, ઓક્ટોબર 

એવું જાણવા મળ્યું છે કે બ્રિટનના બાળકોનું ભણવાનું કૌશલ્ય સતત બગડી રહ્યું છે અને તેઓ ચીની બાળકોની સરખામણીએ દોઢ વર્ષ પાછળ ચાલી રહ્યા છે.

આર્થિક સહયોગ તેમજ વિકાસ સંગઠન(ઓપીસીડી)ના અભ્યાસમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે બ્રિટનના બાળકો ભણવામાં પોતાની ઉંમરના ચીની બાળકો કરતા દોઢ વર્ષ અને દક્ષિણ કોરિયા તેમજ ફિનલેન્ડના બાળકો કરતા લગભગ એક વર્ષ પાછળ રહે છે.

આ અભ્યાસના નિષ્કર્ષ અનુસાર બ્રિટનમાં 15 વર્ષના બાળકો ઓસ્ટ્રેલિયા, હોંગકોંગ, કેનેડા, ન્યૂઝિલેન્ડ અને જાપાનના પોતાના સમકક્ષોની સરખામણીએ છ મહિના પાછળ છે.

ડેલી મેલના સમાચાર અનુસાર આ સર્વેક્ષણમાં કહેવામાં આવ્યું છે કે ઇંગ્લેન્ડ છેલ્લા 9 વર્ષમાં આંતરરાષ્ટ્રીય મંચ પર બહુ ખરાબ રીતે પછાત થઇ ગયું છે.

વાચનની બાબતમાં તે સાતમાથી 25મા સ્થાને, ગણિતના મામલામાં આઠમાથી 28મા સ્થાને અને વિજ્ઞાનની બાબતમાં ચોથાથી 16મા સ્થાને પહોંચી ગયું છે. ઇંગ્લેન્ડને ઇસ્તોનિયા, આઇસલેન્ડ, ડેનમાર્ક અને સ્લોવેનિયાએ આ મોરચે ભારે મ્હાત આપી છે. વિજ્ઞાનના અભ્યાસમાં ચીનીઓ ફરી એકવખત ટોચ પર છે.

બ્રિટનના સ્કૂલ શિક્ષા મંત્ી નિક ગિબ્બે આના માટે દેશની શિક્ષણ પદ્ધતિ અને સમાજને જવાબદાર ગણાવ્યો છે.