Monday, October 17, 2011

‘સંતોષ’ના પાયા ઉપર ઊભેલી ‘સુખ’ નામની ઇમારત(કેલિડોસ્કોપ)









 
 

કેલિડોસ્કોપ - મોહમ્મદ માંકડ
કબીરસાહેબ એક સર્વસ્વીકાર્ય સાચા સંત હતા. એમણે જીવનના તત્ત્વજ્ઞાનને પોતાની સરળ ભાષામાંપદો, ભજનો, સાખીઓ અને દોહાઓ દ્વારા પીરસ્યું છે. એમની એક સાખી છેઃ
ગોધનગજધન, બાજધન, ઔર રતનધન ખાન;
જબ આવે સંતોષ ધનસબ ધન ધૂલ સમાન.
કબીરસાહેબ કહે છે કે તમારી પાસે ગમે તેટલું ધન હોય અને રત્નોની ખાણ હોય પણ જ્યારે તમને ‘સંતોષ’ રૂપી ધન પ્રાપ્ત થાય છે ત્યારે બાકીનાં બધાં ધન તમને ધૂળ સમાન લાગવા માંડે છે. એટલે કે માણસ ‘સંતોષી’ થાય તો જ સુખી થઈ શકે છે.
કબીરસાહેબની વાત આત્મસાતુ કરવા જેવી છેકારણ કે આજના માનવીને પોતાની જીવનજરૂરિયાતથી વધારે મળ્યું હોવા છતાં એની ઇચ્છાઓ વધુ ને વધુ મેળવવા માટે બહેકી જાય છે. અને પછી કોઇ એક તબક્કે પોતે શું મેળવવા ઇચ્છે છે એનું ભાન પણ એને રહેતું નથી. ટોલ્સ્ટોયની વાર્તા ‘માણસને કેટલી જમીન જોઈએ?ના નાયકની જેમ આજનો માનવી વધુ ને વધુ મેળવવા માટે દોડયા જ કરે છેએને સંતોષ જ થતો નથી. ટોલ્સ્ટોયની વાર્તામાં મુદ્દો એવો છે કે સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધીમાં માણસ જેટલી જમીન ઉપર દોડી શકે એટલી જમીનનો એ માલિક બની શકે. હજી વધુહજી વધુની ઇચ્છામાં એક માણસ દોડતો જ રહે છેછેવટે થાકીને હાંફીને એ પડી જાય છે અને એમ જ મૃત્યુ પામે છે. જે જમીન ઉપર એ ફસડાઈને મૃત્યુ પામ્યો હોય છે ત્યાં જ એને દફન કરવામાં આવે છે. છેવટે ‘એની કબર બની એટલી જમીન જ એને મળી.’
હવે નવા વર્ષના નવા દિવસો આવી રહ્યા છે ત્યારે આપણે એ મંથન કરવું જરૂરી છે કે આજના માનવીએ ખાસ કરીને યુવાનોએ ધનસત્તા અને કીર્તિ પાછળ જે દોટ મૂકી છે એ જરૂરી છે ખરી? આખરે એ શું આપી શકશે? સત્તા, પૈસા, પ્રતિષ્ઠા એ ક્યારેય સુખનાં પર્યાય બની શક્યાં છે ખરાં?સંતોષ એ જ સુખનો પર્યાય છે.
પણઆજના માણસનાં તોલમાપ જ ફરી ગયાં છે. આજે માણસના ડહાપણને, તેની સર્જકતાનેતેની ભલાઈનેઅરે, તેના સાધુપણાને માપવા માટે પણ એની પાસેના પૈસાનો અને સંપત્તિનો જ વિચાર કરવામાં આવે છે. અને એટલે સ્વાભાવિક રીતે જ આજના યુવાનો પૈસા અને સત્તા મેળવવા માટે આંધળી દોટ મૂકે છે, એમને લાગે છે કે એ રસ્તે તેઓ સુખી થઈ શકશે. પરંતુડાહ્યા માણસો કહે છે કે માણસે પૈસા એટલા જ કમાવા જોઇએ જેને એ જીરવી શકેજેનો ઉપયોગ એ કરી શકે અને જેને કમાયા પછી સુખ માણવાનો સમય એની પાસે બાકી રહે. અનુભવી માણસો તો ત્યાં સુધી કહે છે કે પૈસા પોતાની સાથે કોઇ ને કોઇ ઉપાધિ લઈને જ આવે છે અને એ ઉપાધિ સુખને હરે છે. ચળકાટથી ભરેલી ફિલ્મી દુનિયામાં જીવતાં-સંકળાયેલાં ધનવૈભવ અને ઐશ્વર્યમાં રાચતાં અનેક લોકોની જિંદગીના કરુણ અને અકાળે આવેલા અંતથી આપણે અજાણ નથી અને છતાં આજનો માનવી એ રસ્તેથી પાછા ફરવાનો વિચાર કરતો નથીપરંતુ એનો અર્થ એ નથી કે માણસે પોતાની જરૂરિયાત જેટલું પણ ન કમાવું. દરેકે પોતાની પાયાની જરૂરિયાત સંતોષવા જેટલું તો કમાવું જ જોઈએ. ધન કમાવાની અને ધન સંચય કરવાની બાબતમાં દરેક વ્યક્તિની મર્યાદા જુદી જુદી હોય છે. કેટલું ધન કમાવાથી કે એકઠું થવાથી નુકસાન થાય એનો કોઈ સર્વસામાન્ય નિયમ નથી. અને એવો કોઇ નિયમ સ્થાપિત થઇ પણ શકે નહીં. માણસ પોતે જ એ નક્કી કરી શકે.
જેમ નિરોગી રહેવા માટે વ્યાયામ જરૂરી છે કે પૌષ્ટિક ખોરાક લેવો જરૂરી છે એ જ રીતે ધન કમાવું પણ માણસ માટે જરૂરી છે. પણ આખો દિવસ જેમ વ્યાયામ ન કરાય, આરામ પણ કરવો પડે, એ જ રીતે આખો દિવસ ભોજન ઉપર પણ બેસી ન રહેવાય. અને એવી જ વાત ધન કમાવાની અને ધન સંચય કરવાની છે. જે માણસ ‘અતિ સર્વત્ર વર્જ્યતે.’ એ સૂત્રને અનુસરે છે
એને કબીરસાહેબના ‘સંતોષધન’ની વાત બરાબર સમજાઈ જાય છે.
જિંદગીને જેમણે અનેક રીતે જોઈ છેઅનેક જુદી જુદી સ્થિતિમાં રહીને જોઈ છે, માણી છેચકાસી છે, એવા અનુભવી માણસોએ કહ્યું છે કે,જિંદગીનું સાચું સુખ વિપુલ સાધનસામગ્રી એકઠી કરવામાં નથીધન દોલત પાછળ દોડવામાં નથીભોગવિલાસમાં નથી. સાચું સુખ જુદી જ વસ્તુ છે. અને તે સંયમ અને મર્યાદામાં રહેલું છે. સંયમમર્યાદા કે સાદગી સંતોષમાંથી અને સમજણમાંથી પ્રગટે છે.
રાજા યયાતિ હોયભતૃહરિ હોયસોક્રેટિસ જેવો ફિલસૂફ હોયશેખ સાદી કે મૌલાના રૂમી જેવા સૂફીઓ હોય કે આધુનિક સમયમાં જીવી ગયેલ ટોલ્સ્ટોય, થોરો કે મહાત્મા ગાંધી હોય, દરેક વ્યક્તિએ આ જ વાત ભારપૂર્વક કરી છે. એટલું જ નહીંજિંદગીનો પૂરો અનુભવ લીધા પછી કહી છે. સાદી જિંદગીમાં જેવું સુખ છે તેવું સુખ વિલાસી જિંદગીમાં નથી.
બહારથી જોનારને ધનવાન અને વિલાસી વ્યક્તિઓનું જીવન ભર્યું ભર્યું લાગે છે. કેવાં વિવિધ પ્રકારનાં સુખો એ લોકો માણતાં હશે એની કલ્પના બીજા લોકોમાં ઇર્ષ્યા પ્રેરે છેપરંતુ જે જાળમાં ફસાયેલી વ્યક્તિ પોતે જ પોતાની ખરી સ્થિતિ જાણાતી હોય છે. એટલે જ યયાતિ અને ભર્તૃહરિ જેવા રાજાઓએ ભોગ વિલાસમાં સુખ નથી એમ કહ્યું છે. અને સંસારના ભોગ વિલાસ, ધન દોલતનો પૂરો અનુભવ કર્યા પછી એમણે એવું કહ્યું છે.
જિંદગીના ભોગવિલાસમાં રાચતી વ્યક્તિ કે ધનદોલત પાછળ દોડતી વ્યક્તિ ક્યાંક ને ક્યાંક પરાધિનતા અનુભવતી જ હોય છે. ક્યાંક ને ક્યાંક એ બીજાની ઓશિયાળી બનતી જ હોય છે અને જીવનનું સાચું સુખ મણવામાં એ બાધારૂપ થાય છે. જેમ જેમ તે તેમાંથી દૂર ખસતી જાય છે તેમ તેમ તેની સ્વતંત્રતા વધતી જાય છે. એટલે જ જિંદગીના અનેકવિધ અનુભવોમાંથી પસાર થયેલી વ્યક્તિઓએ જીવનનું સાચું સુખ સાદગીમાં, સંયમમાંત્યાગમાં, સંતોષમાં છે એમ કહ્યું છે.
મનુષ્ય સ્વભાવને ઉજાગર કરતું અંગ્રેજીમાં એક વાક્ય છેઃ ‘Few men are ever satisfied when they get what they deserve.’ બહુ ઓછા માણસોને એ વાતનો સંતોષ હોય છે કે તેમને તેમની લાયકાત મુજબનું મળ્યું છે.
મોટા ભાગના માણસો એમ જ માનતા હોય છે કે તેમને પોતાની લાયકાત કરતાં ઘણું જ ઓછું મળ્યું છે. અને એમ માનીને અસંતોષની આગમાં પોતે તો ભૂંજાયા કરે છે પણ બીજાને પણ દુઃખી કરી મૂકે છે.
અંગ્રેજીમાં બીજું પણ એક વાક્ય છેઃ There are two ways of being rich. One is to have all you want, and other is to be satisfied what you have.
આ વાક્ય કબીરસાહેબની વાત જ દોહરાવે છે. શ્રીમંત થવાના બે રસ્તા છે. એક તમારી ઇચ્છા મુજબનું બધું જ તમને મળેઅને બીજો રસ્તો તમને જે મળ્યું હોય એમાં સંતોષ પામવાનો છે અને પોતાની ઇચ્છા મુજબ બધું જ મળ્યું છે એમ ભાગ્યે જ કોઈ માને છે.
અહીં મહાભારતના કર્ણની વાતઃ જન્મ કુદરતને આધિન છે પણ પરાક્રમ મારે આધિન છે’ ને જરા યાદ કરી લઈએ, અને સંકલ્પ કરી લઈએ કે ‘ગૌધન, ગજધન, બાજધન ઔર રતનધન’ મળવું કે ન મળવું એ તો કુદરતને આધિન છે પરંતુ ‘સંતોષધન’ મેળવવું એ વ્યક્તિને પોતાને આધિન છે. જે વ્યક્તિ એ મેળવશે એને બાકીનાં બધાં ધન ક્ષુલ્લક લાગશે. ‘સંતોષ’ એ ‘સુખ’ નામની ઇમારતનો પાયો છે. કદાચ એ પાયો દેખાય કે ન દેખાય પણ ‘સુખ’ નામની ઇમારત તો એના ઉપર જ ઊભેલી હોય છે. એના ઉપર જ ઊભી રહી શકે છે