Tuesday, October 4, 2011

માર્ગ અકસ્માતોથી ભારતને વર્ષે ૧ લાખ કરોડનો ફટકો


નવી દિલ્હીતા.૪
ભારતને માર્ગ અકસ્માતોના કારણે દર વર્ષે સરેરાશ ૧ લાખ કરોડનો ફટકો પડે છે તથા એક લાખથી વધુ લોકોનાં મોત નીપજે છે. આયોજન પંચના સભ્ય બી. કે. ચતુરવેદીએ ઇન્ટરનેશનલ રોડ ફેડરેશન (આઈઆરએફ) દ્વારા આયોજિત કરવામાં આવેલી માર્ગ સુરક્ષા વ્યૂહરચના અંગે એક પરિષદમાં બોલતા આ મુજબની વાત કરી હતી. તેમને કહ્યું હતું કે,માર્ગ અકસ્માતોમાં મોત અને ઘાયલોના કારણે ભારતને ૧ લાખ કરોડનો ફટકો ર્વાિષક પડે છે.
 તેમણે ઉમેર્યું હતું કેસરકાર માર્ગ અકસ્માતોમાં મોતના આંકડાને ૫૦ ટકા સુધી કરવાની યોજના ધરાવે છે. ર્વાિષક રીતે માર્ગ અકસ્માતોમાં મોતના મામલે ભારત સૌથી આગળ પડતાં દેશોમાં છે. ટ્રાન્સપોર્ટ રિસર્ચ વિંગ દ્વારા તૈયાર કરવામાં આવેલા  અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કેવર્ષ ૨૦૦૯માં ૧૨૫,૬૬૦ લોકોનાં મોત માર્ગ અકસ્માતનાં કારણે થયાં હતાં. જ્યારે ૫૧૫૪૫૮ જેટલા લોકોને ગંભીર પ્રકારની ઇજા અથવા તો નાની મોટી ઇજાઓ થઈ હતી. આરોગ્ય અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા તાજેતરમાં જ સંયુક્ત રીતે તૈયાર કરેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે કેમાર્ગ અકમાતમાં ૧.૬ લાખ લોકોનાં મોત થયાં હતાં.
  • એક લાખથી વધુ લોકોનાં મોત નીપજે છે
રોડ સેફ્ટી સાથે સંબંધિત નિષ્ણાતો માને છે કેમાર્ગ અકસ્માતોની સંખ્યા અને માર્ગ અકસ્માતમાં મોતનો આંકડો વૈજ્ઞાનિક ડેટા કલેક્શનના અભાવના કારણે વાસ્તવિક આંકડા કરતાં ઓછો છે. પૂરતી માહિતી નહીં હોવાના કારણે પૂરતા આંકડા મળતાં નથી. આઈઆરએફના ચેરમેન કે કપીલાએ કહ્યું હતું કેમાર્ગ અકસ્માતો ગંભીર મામલો છે. ર્વાિષક ધોરણે જોઈએ તો ભારતમાં માર્ગ અકસ્માતોના કારણે જીડીપીના ૧.૫ ટકા સુધીનું નુકસાન થાય છે. માર્ગોને સુરક્ષિત બનાવવા આ રકમ પૈકી ૧૦ ટકાની રકમનો ઉપયોગ થતો  નથી. તેમણે ઉમેર્યું હતું કે,સરકાર દરરોજ ૨૦ કિલોમીટર રાષ્ટ્રીય રાજમાર્ગનું નિર્માણ કરી રહી છે પરંતુ સુરક્ષિત માર્ગો બનાવવા ઉપર પણ ધ્યાન આપવું જોઈએ. ચતુર્વેદીએ કહ્યું હતું કે ડિઝાઈન માર્ગ બનાવવાથી પૂરતી સંભાળ લઈ શકાશે.