Saturday, October 8, 2011

ભારતમાં પેન્ક્રિયાટિક કેન્સરના રોગનો ફેલાવો



ન્યૂ યોર્કતા. ૭
ભારતમાં ધૂમ્રપાનથી થતા જીવલેણ રોગ પેન્ક્રિયાટિક કેન્સરનો ધાર્યા કરતાં વધુ ઝડપે ફેલાવો થઈ રહ્યો છે. આ રાજરોગ અનેક લોકોને મૃત્યુનાં મુખમાં ધકેલી રહ્યો છે. ભારતમાં મિઝોરમમાં પેન્ક્રિયાટિક કેન્સરના દર્દીઓની સંખ્યા સૌથી વધારે છે. તાજેતરમાં એપલના સહસ્થાપક સ્ટીવ જોબ્સનું પેનક્રિયાટિક કેન્સરનાં કારણે મૃત્યુ થયા પછી આ રોગની ભયાનકતા વધારે પ્રકાશમાં આવી છે. ભારતમાં દર મહિને પેનક્રિયાટિક કેન્સરના બેથી ત્રણ દર્દીઓ મળી આવે છે.
સામાન્ય રીતે બેઠાડું જીવન જીવનારાઓ તેમજ ધૂમ્રપાન કરનારાઓ અને દારૂ પીવાનાં વ્યસનીઓને આ કેન્સર થાય છેજેમને ડાયાબિટીસ થયો હોય અને પેટમાં એસિડિટીનું પ્રમાણ વધારે હોય તેમને આ રોગ થવાની શક્યતાઓ વધારે છે. આ રોગની સારવાર ઘણી ખર્ચાળ છે અને સારવાર કરનારા ઓન્કોલોજીસ્ટની સંખ્યા પણ ઓછી છે. ઐઝવાલ અને મિઝોરમમાં દર ૧,૦૦,૦૦૦ વ્યક્તિએ ૨.૩ ટકાને દર વર્ષે પેનક્રિયાટિક કેન્સર થાય છે. મિઝોરમમાં ખાસ કરીને મહિલાઓ તેની વધારે ભોગ બને છે.
  • મિઝોરમમાં દર્દીઓનું સૌથી વધુ પ્રમાણ
મેડિકલ નિષ્ણાતોના જણાવ્યા મુજબ પેનક્રિયાટિક કેન્સરના દર્દીની બચવાની શક્યતાઓ ખૂબ ઓછી છે. અમેરિકામાં કેન્સરને લગતા મૃત્યુમાં તેનો ચોથો ક્રમ આવે છે. ભારતમાં પેનક્રિયાટિક કેન્સરના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.
વિશ્વમાં દર વર્ષે દર ૧,૦૦,૦૦૦ વ્યક્તિએ ૧ વ્યક્તિ આ જીવલેણ રોગનો ભોગ બને છે જ્યારે મહિલાઓમાં સૌથી વધુ વકરેલા બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ દર વર્ષે દર ૧,૦૦,૦૦૦ વ્યક્તિદીઠ ૮૦નું છે. વિશ્વસ્તરે ૨૦૦૨માં ૨,૩૨,૦૦૦ લોકોને પેનક્રિયાટિક કેન્સર થયું હતું જેમાંથી ૨૦૧૦ સુધીમાં ૨,૨૭,૦૦૦નાં મોત નીપજ્યાં હતાં.
સર ગંગારામ હોસ્પિટલનાં ઓન્કોલોજી ડિપાર્ટમેન્ટના ચેરમેન શ્યામ અગ્રવાલના જણાવ્યા મુજબ પેનક્રિયાટિક કેન્સર આક્રમક અને ઝડપથી વકરતો રોગ છે જેના દર્દીનું પાંચ જ વર્ષમાં મોત થાય છે. આ રોગ જેને થયો હોય તેનાં યકૃત-જઠરમાં કેન્સરની ગાંઠ થાય છે જે વ્યક્તિની પાચનક્રિયાને ખોરવી નાખે છડજેને લીધે ખોરાકની પાચનક્રિયા અવરોધાય છે અને પાચકરસો શરીરમાં જતા અટકે છે. યકૃતમાં ગાંઠ થવાથી દર્દીને કમળો થાય છે અને તે કમળીમાં પરિણમતાં ગાંઠ ફાટયા પછી દર્દીનું મોત થાય છે.
એઈમ્સના પી. કે. ઝુલ્કાના જણાવ્યા મુજબ પેનક્રિયાટિક કેન્સર સામાન્ય રીતે વૃદ્ધોમાં વધારે જોવા મળે છે. રોગ જ્યારે વકર્યો હોય ત્યારે તેની દર્દીને જાણ થાય છે જેમાં દર્દીના બચવાની શક્યતા ઘણી ઓછી છે. દર્દીને કેમોથેરાપીસર્જરી અને રેડિએશનની સારવાર આપવામાં આવે છે પણ દર્દી વધુમાં વધુ ૧૮થી ૨૪ મહિના જ જીવી શકે છે.