Saturday, October 8, 2011

મારાં સંતાનો મને ઓળખે તેમ હું ઇચ્છું છું : જોબ્સ



ન્યૂયોર્કતા. ૭
આઇપોડઆઇફોનના સંશોધક અને એપલને ટોચની કંપનીઓમાં સ્થાન અપાવનાર સ્ટીવ જોબ્સનાં વ્યક્તિત્વ વિશે બહુ ઓછી બાબતો જાહેર થઈ છે તેનું મુખ્ય કારણ એ હતું કે જોબ્સ પ્રાઇવસીમાં માનતા હતા તથા તેઓ પોતાની પસંદગી મુજબ જ જીવન જીવવા ઇચ્છતા હતાજોકે તેમને તથા તેમનાં કાર્યોને તેમનાં સંતાનો ઓળખી શકે તે માટે સ્ટીવ જોબ્સે પોતાની જીવનકથા પ્રકાશિત કરવાનો નિર્ણય કર્યો હતો.
ઘણા લાંબા સમયથી કેન્સર સામે લડતાં જોબ્સે વર્ષ ૨૦૦૪માં લેખક વોલ્ટર ઇસાકસનને તેની જીવનકથા લખવા જણાવ્યું હતુંજોકે ઇસાકસને તે સમયે તેઓ નિવૃત્ત થઈ જાય ત્યાર બાદ એકાદ-બે દાયકા પછી તેમની જીવનકથા લખવા અંગે સૂચન કર્યું હતું પરંતુ જોબ્સ તેમની વિનંતીને વળગી રહ્યા હતા.
  • સમગ્ર જીવનને નિયંત્રિત રાખનાર જોબ્સે એક જ પુસ્તકમાં બધું ઠાલવી દીધું : ઇસાકસન
આગામી બે સપ્તાહમાં સ્ટીવ જોબ્સની જીવનકથા 'સ્ટીવ જોબ્સપ્રકાશિત થઈ રહી છે ત્યારે ઇસાકસને જોબ્સ સાથેની અંતિમ મુલાકાતને યાદ કરતાં જણાવ્યું હતું કે જોબ્સ અત્યંત બીમાર હતા ત્યારે કેલિફોર્નિયાના પાલો અલ્ટોમાં તેમના નિવાસસ્થાને તેમને મળ્યા હતાતે સમયે તેમણે જોબ્સને કહ્યું હતું કે તેમને ઘણા લાંબા સમયથી એક પ્રશ્ન સતાવી રહ્યો છેજેનો જવાબ તેમને મળતો નથીતેમણે જોબ્સને પૂછયું હતું કે જે વ્યક્તિ સમગ્ર જીવન દરમિયાન ખૂબ જ નિયંત્રિત રહી અને તેનાં વ્યક્તિત્વ અને અંગત જીવન વિશે લોકોને વિશેષ માહિતી આપવા નથી દીધી તે વ્યક્તિ એક પુસ્તકમાં શા માટે બધી જ માહિતી ઠાલવી રહી છેજોબ્સે આ પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે હું ઇચ્છું છું કે મારાં સંતાનો મને ઓળખે. હું હંમેશાં તેમની સાથે નહોતો. હું ઇચ્છું છું કે તેઓ જાણે કે તેમણે શું કામ કર્યું છે અને જે કામ કર્યું છે તે શા માટે કર્યું છે.