Saturday, October 8, 2011

ગેરશિસ્ત કર્મચારીને પગારવધારો મળી શકે નહીં


નવી દિલ્હીતા. ૭
ગેરશિસ્ત આચરતાં કર્મચારીને પગાર વધારા જેવા લાભોથી વંચિત રાખી શકાય છે અને તેને બંધારણમાં દર્શાવેલી સમાનતાની કલમના ભંગ કે ભેદભાવ તરીકે લેખી શકાય નહિ તેમ સુપ્રિમ કોર્ટે ઠરાવ્યું છે.
જસ્ટિસ દલવીર ભંડારી અને દીપક વર્માની બનેલી બેંચે કહ્યું હતું કેરાજ્ય સરકારને સ્વચ્છ રેકોર્ડ ધરાવતાં અને ગેરશિસ્ત કર્મચારી વચ્ચે "હકારાત્મક ભેદભાવ" કરવાની સત્તા છે. ગેરશિસ્તને કારણે કેટલાક કર્મચારીઓને પગારમાં વધારા સહિતના લાભો આપવાનો રાજ્યના હાઇ કોર્ટે કરેલા આદેશને પડકારતી રાજસ્થાન સરકારની અપીલ પર સુપ્રિમ કોર્ટે આ ચુકાદો આપ્યો હતો.
  • સુપ્રીમ કોર્ટનું મહત્ત્વનું તારણ
કોર્ટે ઠરાવ્યું હતું કે "નિર્વિવાદસ્વચ્છ અને નિષ્કલંક રેકોર્ડ ધરાવતી વ્યક્તિને વિવાદીકલંકિત અને ખરાબ રેકોર્ડ ધરાવતાં કર્મચારી સામે પ્રાથમિકતા મળે તે જરૂરી છે. આ એક વાજબી વર્ગીકરણ છે અને તે બંધારણના આર્િટકલ ૧૪ના અધિકારક્ષેત્ર હેઠળ તેમાં કોઇ ભેદભાવ નથી."
આ કેસમાં રાજસ્થાન સરકારે ૨૫ જાન્યુઆરી ૧૯૯૨એ એક ઓફિસ મેમો જારી કર્યા હતા અને સેવાના ૯૧૮ અને ૨૭ વર્ષ પૂર્ણ થયા બાદ કર્મચારીઓને સિલેક્શન ગ્રેડ જાહેર કરવાની માગણી કરી હતી.