Tuesday, October 11, 2011

સેકન્ડના ૧ હજારમાં ભાગમાં નક્કી થાય છે ચેમ્પિયન

મુંબઈતા. ૧૦
ફોર્મ્યુલા-વન રેસ દરમિયાન ડ્રાઇવરોની આકરી પરીક્ષા થાય છે તેમજ ટેક્નિકની પણ પરખ થઇ જાય છે. ફોર્મ્યુલા-વનના ઈતિહાસમાં એવું અનેકવાર જોવા મળ્યું છે જ્યારે સેકન્ડના ૧ હજારમાં હિસ્સામાં હાર-જીતનો ફેંસલો થયો છે. છેલ્લે વર્ષ ૨૦૦૦ દરમિયાન કેનેડિયન ગ્રાં. પ્રિ. વખતે આવો મોકો આવ્યો હતો. આ રેસમાં માઇકલ શુમાકર અને રૃબેન્સ બેરિકેલો લગભગ એકસાથે ફિનિશિંગ લાઇન ઉપર પહોંચ્યા હતા. આખરે વીડિયો રિપ્લેની મદદ લેવી પડી હતી,જેમાં શુમાકરે ૦.૧૮૨૫ સેકન્ડના અંતરથી રેસ જીતી હોવાનું પુરવાર થયું હતું.
જોકેઘણીવાર ટેક્નોલોજી પણ હાર-જીતનો ફેંસલો કરવામાં નિષ્ફળ નીવડી છે. આ પરિસ્થિતિમાં એફઆઇએને મેન્યુઅલ રૃલનો સહારો લેવો પડે છે. ગ્રેટર નોઇડા ખાતે ઇન્ડિયન ગ્રાં. પ્રિ. યોજાશે ત્યારે આ નિર્ણયની જવાબાદરી સિમન્સ કંપનીને સોંપવામાં આવી છે. સિમન્સ કંપની દ્વારા જે આધુનિક ટેક્નોલોજી ઇન્સ્ટોલ કરવામાં આવી છે તેમાં મલ્ટિ એંગલ સ્લો મોશન વીડિયો પણ સામેલ છે. પૂરા ર્સિકટ ઉપર અંદાજે ૧ હજાર વીડિયો કેમેરા લગાવાઈ રહ્યા છે. આ વીડિયો કેમેરાની ખાસિયત એ છે કે તે સેકન્ડના ૧ હજારમાં હિસ્સામાં ફિલ્માવવામાં આવેલાં દૃશ્યને સ્લો-મોશનમાં પેશ કરે છે.