
લંડન : તા. 11, ઓક્ટોબર
બ્રિટનની હાઈકોર્ટમાં સોમવારે ભારતીય મૂળના પ્રખ્યાત વકિલ રબિંદર સિંહે પ્રથમ શીખ ન્યાયાધીશના રૂપમાં શપથ ગ્રહણ કર્યા. ભારતીય પ્રવાસી માતા-પિતાના પુત્ર રબિંદરે બ્રિસ્ટલ ગ્રામર સ્કૂલ અને કેબ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે.
તેઓ બ્રિટનમાં પ્રથમ એવા શીખ છે જેમને હાઈકોર્ટમાં જજ બનવાનો મોકો મળ્યો. આ પહેલા મોટા સિંહને શીખ અને પ્રથમ એશિયનના રૂપમાં અદાલતમાં ન્યાયાધીશનો કાર્યભાર સંભાળ્યો હતો. વર્ષ 2010માં તેમને 'નાઈટ'ની ઉપાધીથી નવાજવામાં આવ્યા હતાં.
માનવાધિકારીઓ માટે લડનારા રબિંદરે કહ્યું કે "હું એક વકીલ છું. મેં હંમેશા પોતાના કામથી લોકો માટે આદર્શ બનવાનો પ્રયત્ન કર્યો છે. મેં ક્યારેય નથી કહ્યું કે હું એક શીખ વકિલ છું." રબિંદર સિંહે ઈરાક પર આક્રમણને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યુ હતું જેના માટે તેમને ખાસ ઓળખવામાં આવે છે.