Friday, October 7, 2011

સમૃદ્ધ પરિવારોમાં ભારત બીજા નંબરે


મુંબઈતા. ૬
ભારતની ત્રીજા ભાગની વસ્તી ગરીબીની રેખાથી નીચે જીવતી હોવા છતાં આશ્ચર્યજનક વાત એ છે કે સમગ્ર વિશ્વમાં સમૃદ્ધ પરિવારોના  સંદર્ભમાં ભારતનો અમેરિકા પછી બીજો ક્રમ આવે છે,આમ વધુ ગરીબી છતાં ભારત સમૃદ્ધ દેશ છે. ભારતમાં એક લાખ ડૉલરથી વધુ રોકાણપાત્ર ફંડ ધરાવતા ૩૦ લાખ પરિવારો રહે છે.
ગ્લોબલ માર્કેટ રિસર્ચ એજન્સી ટીએનએસ દ્વારા આ અંગે સર્વે હાથ ધરાયો હતો જેમાં ૩૧ લાખ સમૃદ્ધ પરિવારો સાથે અમેરિકા પહેલા નંબરે આવ્યો હતો. ભારત બીજા ક્રમે રહ્યો હતો. કન્ઝ્યુમર વેલ્થના સંદર્ભમાં ભારતચીન અને બ્રાઝિલે યુરોપમાં અન્ય દેશોને પાછળ રાખ્યા હતા,  બીજા શબ્દોમાં કહીએ તો અમેરિકાના ૨૭ ટકા પરિવારો સમૃદ્ધ હતા જ્યારે વધારે વસ્તીને કારણે ભારતનાં ૧.૨૫ ટકા અને ચીનના ૦.૭૫ ટકા પરિવારો સમૃદ્ધ હતા. તમામ દેશો માટે રોકાણપાત્ર ફંડની રકમ ૧ લાખ ડૉલર નક્કી કરવામાં આવી હતી પણ બ્રાઝિલ માટે કટ-ઓફ રકમ ૪૦,૦૦૦ ડૉલર નક્કી કરાઈ હતી.
  • ભારતમાં એક લાખ ડૉલરથી વધુ રોકાણપાત્ર ફંડ ધરાવતા ૩૦ લાખ પરિવારો
ટકાવારીની દ્રષ્ટિએ બ્રાઝિલના ૫ ટકા પરિવારો સમૃદ્ધ હોવાનું જણાયું હતું જ્યારે ૨૯ ટકા પરિવારો સાથે લક્ઝમબર્ગ પહેલા ક્રમ પર રહ્યું હતું. અલબત્ત પરિવારોની સંખ્યાની દ્રષ્ટિએ તેનાં માત્ર ૮૯,૦૦૦ પરિવારો જ સમૃદ્ધ હતાતે પછી અમેરિકા ૨૭ ટકા સાથે બીજા નંબરેકેનેડા અને સિંગાપુર ૨૦ ટકા સાથે અનુક્રમે ૨૬ લાખ અને ૨,૩૦,૦૦૦ પરિવારો સાથે ત્રીજા અને ચોથા નંબરે રહ્યા હતા.
ટીએનએસનાં બિઝનેસ અને ફાઇનાન્સ ડિરેક્ટર રેગ વાન સ્ટિને કહ્યું હતું કે આવનારાં વર્ષોમાં ઊભરતાં બજારો સમૃદ્ધ પરિવારોની સંખ્યાની દ્રષ્ટિએ આગળ આવશે. ભારત અને ચીને હાલ જર્મની અને ફ્રાન્સ જેવા યુરોપિયન દેશોને તો પાછળ રાખી દીધા છે.

અમેરિકા પહેલા નંબરે અને ચીન ત્રીજા ક્રમે
ટકાવારીની દ્રષ્ટિએ ટોચના ચાર દેશો
લક્ઝમબર્ગ....૨૯ ટકા
અમેરિકા.....૨૭ ટકા
કેનેડા........૨૦ ટકા
સિંગાપુર.....૨૦ ટકા

સમૃદ્ધ પરિવારોમાં નિર્ણય લેનારા પુરુષોની ટકાવારી
ભારત....૮૦ ટકા
મધ્ય યુરોપ....૭૯ ટકા
નોર્થ અમેરિકા....૪૫ ટકા

કિંમતી ધાતુઓમાં રોકાણ કરનારાઓની ટકાવારી
ચીન....૩૫ ટકા
ભારત......૩૩ ટકા
જર્મની.....૨૩ ટકા
સ્વિડન....૦૩ ટકા
નોર્વે....૦૩ ટકા
નેધરલેન્ડ...૦૩ ટકા
ડેન્માર્ક....૦૨ ટકા
ઇઝરાયેલ...૦૨ ટકા