મુંબઈ : 8, ઓક્ટોબરજાણીતા અભિનેતા અનુપમ ખેરને રંગમંચના ક્ષેત્રમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ કાલીદાસ સન્માનથી નવાજવામાં આવશે.
મધ્ય પ્રદેશ સરકાર પ્રાચીન ભારતના વિખ્યાત સંસ્કૃત કવિ કાલિદાસના નામે દર વર્ષે આ સન્માન આપે છે.
અનુપમ ખેરે ટ્વિટર પર આ વિષે લખ્યું છે, "હું આ મહત્વની માહિતી વિષે જણાવવા માંગુ છું. આ વર્ષે રંગમંચના ક્ષેત્રમાં કાલિદાસ સન્માન માટે મને પસંગ કરવામાં આવ્યો છે."
નોંધનીય છે કે 56 વર્ષીય અનુપમ ખેરે રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલય(નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા)માંથી સ્નાતકની પદવી લીધેલી છે ત્યારબાદ તેઓએ એક અભિનેતા તરીકેની શરૂઆત કરી હતી બાદમાં તેઓ એનએસડીના અધ્યક્ષ પણ બન્યા.