નવી દિલ્હી 08, ઓગસ્ટદેશમાં વધતી જતી બેરોજગારીને દુર કરવા માટે છાત્રોમાં કૌશલ વિકસિત કરવા માટે શાળા, પોલિટેક્નિક તથા એન્જીનીયરીંગ કોલેજોમાં વ્યવસાયિક શિક્ષણનું ભણતર આવતા વર્ષથી શરૂ થવા જઇ રહ્યું છે. હવે વિદ્યાર્થીઓને આ કોર્સમાં ડીગ્રી અને પ્રમાણ પત્ર પણ મળશે.આ પ્રકારે માનવ સંસાધન વિકાસ મંત્રી કપિલ સિબ્બલનું બીજુ સપનું પણ પુરૂ થઇ ગયું છે. ગત બુધવારે સિબ્બલે દુનિયાનું સૌથી સસ્તું ટેબલેટ આકાશ લોન્ચ કરીને પોતાનો ડ્રીમ પ્રોજેક્ટ પુરો કર્યો છે.
સિબ્બલે રાષ્ટ્રીય વ્યવસાયિક શિક્ષા યોગ્યતા ફ્રેમવર્ક લોન્ચ કર્યો છે જેને તૈયાર કરવાની કવાયત બે મહિનાથી ચાલી રહી હતી. ફ્રેમવર્કમાં 20 વિષય છે, ગત 6 ડિસેમ્બરના રોજ આને વર્ષ 27 જૂન સુધી અખિલ ભારતીય ટેકનીક શિક્ષા પરિષદે ઓટોમોબાઇલ, આઇટી, ટેલિકોમ, મીડિયા અને મનોરંજન, પર્યટન અને આતિથ્ય સેક્ટર તથા વિનિર્માણ અને આધારભૂત પદ્ધતિ સેક્ટરમાં કૌશલ વિકાસ માટે પાંચ સમારોહ આયોજિત કરવામાં આવ્યા હતા.
સિબ્બલે નવી કક્ષાથી સ્નાતક સ્તરના વિદ્યાર્થીઓ માટે સાત સ્તરીય ફ્રેમવર્ક લોન્ચ કરતા કહ્યું કે દેશમાં ડિગ્રી ધારી બેરોજગારોની સંખ્યા વધી રહી છે અને ઉદ્યોગ જગતને 90 લાખ કૌશલયુક્ત લોકોની જરૂર છે જ્યારે દરેક વર્ષે ત્રીસ લાખ કૌશલ યુક્ત થઇ રહ્યા છે. એટલે દરેક વર્ષે 60 લાખ કૌશલયુક્ત લોકોની અમારે જરૂર છે. તેઓએ કહ્યું કે ઓટોમોબાઇલ ક્ષેત્રમાં મોટી સંખ્યામાં કૌશલયુક્ત લોકોની જરૂર છે. એટલે કે દર વર્ષે 60 લાખ કૌશલ યુક્ત લોકોની અમારે જરૂરિયાત છે. 2022 સુધી આપણે 50 કરોડ લોકોને હુન્નર મંદ બનાવવાના છે.