Saturday, October 15, 2011

મહિલાઓનાં રક્ષણમાં મોબાઈલ ઉપયોગી બનશે Oct 14,2011


નવી દિલ્હીતા.૧૪
રાષ્ટ્રીય પાટનગર દિલ્હી સહિત તમામ જગ્યાઓ ઉપર મહિલાઓ મોટાભાગે પોતાને સુરક્ષિત અનુભવ કરતી નથી. સતત દહેશતમાં રહેલી મહિલાઓ માટે હવે સારા સમાચાર છે. પ્રાપ્ત અહેવાલ મુજબ હવે મોબાઈલ ફોન મહિલાઓને રક્ષણ આપવામાં મદદરૂપ થશે. બળાત્કારીઓ અને મહિલાઓ ઉપર હુમલાઓ કરીને નાસી જતાં શખ્સો સામે તવાઈ આવશે.
મહિલાઓ ટૂંક સમયમાં જ મોબાઈલ ફોનના એક બટનને દબાવી દીધા બાદ તરત જ આ ફોન સક્રિય થઈ જશે અને મિત્રો અને પરિવાર તથા પોલીસને જાણ કરી દેશે. આ ઉપરાંત તેમના સોશિયલ નેટર્વિંકગ સાઈટ ઉપર એલાર્મ પણ વાગશે. દિલ્હી રેપ કેપિટલ તરીકે ઊભરી આવ્યું છે. ભારતમાં ચાર પૈકી એક બળાત્કાર દિલ્હીમાં થાય છે. પોલીસનું કહેવું છે કે,ચાલતી કારમાં મહિલાઓને ખેંચી જવામાં આવે છે. ગેંગરેપના કિસ્સાઓ તાજેતરમાં નોંધાયા છે. ગેંગરેપ બાદ મહિલાઓને માર્ગની બાજુએ ફેંકીને શખ્સો ફરાર થઈ જાય છે.
  • નવેમ્બરમાં ફોન એપ 'ફાઈટ બેકલોન્ચ કરાશે : બટન દબાવવાથી પોલીસ,પરિવારમિત્રો સુધી મેસેજ જશે
દિલ્હી રેપ કેપિટલ તરીકે ઊભરી આવ્યું છે. દર ૧૮ કલાકમાં એક બળાત્કાર થાય છે. એક સ્થાનિક ચેરિટી દ્વારા નવેમ્બરમાં ફોન એપ 'ફાઈટ બેકલોન્ચ કરશે જેમાં એસઓએસ એલર્ટ સાધન હશે. જેનાથી જીપીએસ લોકેશન સાથે મેસેજ પાંચ લોકોને જશે જેમાં પોલીસ અને ફેસબુકટ્વીટરમિત્રો અને પરિવારનો સમાવેશ થાય છે. દિલ્હીમાં સુરક્ષા એક મોટો વિષય બની ગઈ છે ત્યારે આ પ્રકારનાં સાધનથી ગુનાઓને રોકવામાં મદદ મળશે. માત્ર દિલ્હીમાં જ નહીં દેશનાં અન્ય મોટાં શહેરોમાં પણ માર્કેટમેટ્રો સ્ટેશનબસ સ્ટેન્ડ પર મહિલાઓ સાથે છેડતી થતી રહે છે. મહિલાઓને વધુ સુરક્ષિત બનાવવાના હેતુસર એશિયામાં પ્રથમ ફોન એપ્લિકેશન લોન્ચ કરનાર છે.