Monday, October 10, 2011

કમાલ કુદરતની, કસબ કેમેરાનો

લંડન તા. ૯ કેમેરા બનાવતી કંપની નિકોન દ્વારા નિકોન સ્મોલ વર્લ્ડ ફોટોમાઇક્રોગ્રાફી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેમેરાના કસબીઓ દ્વારા  કેમેરામાં કેદ કરી લેવાયેલા ડ્રામેટિક ફોટાઓને રજૂ કરવામાં આવ્યા હતા. સામાન્ય રીતે આપણી આંખો પારખી ન શકે તેવા ફોટાઓને કમાલ રીતે કચકડામાં કંડારવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં ૭૦ દેશમાંથી ૨,૦૦૦થી વધુ લોકોએ ભાગ લીધો હતો. વૈજ્ઞાનિકો અને ફોટોગ્રાફર્સ દ્વારા કેમેરામાં કંડારવામાં આવેલા કેટલાક પ્રાઇઝ વિજેતા ફોટાઓની કમાલ જોવા માટે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવાની જરૂર પડી હતી. જુદાજુદા વિષયોને તાદ્રશ્ય કરતા ફોટાનો કસબ પારખવા તેને અસલ સાઇઝ કરતાં ૨,૦૦૦ ગણા મોટા કરવા પડયા હતા.થર્ડ આઈઇન્ટરફિયરન્સ કોન્ટ્રાસ્ટ પદ્ધતિનો ઉપયોગ કરીને રોટરડેમ નેધરલેન્ડનાં વિમ વાન એગમોન્ડ દ્વારા પાણીમાં જોવા મળતી માખી લેપ્ટોડોરા કિન્ડતીની આંખને એન્લાર્જ કરવામાં આવી છે જે માનવીની આંખની કીકી કરતાં પણ મોટી દેખાઈ રહી છે.શાર્પ સ્વોર્ડજર્મન ડૉ. આઈગોર સિવાનોવિક્ઝને ગ્રીન લેસવિન્ગ લાર્વાના ધારદાર ડંખને ૨૦ ગણા મોટા કરવામાં આવ્યા છે જે તલવારની ધાર જેવા તીક્ષ્ણ દેખાઈ રહ્યા છેતેને કોન્ફોકલ પદ્ધતિથી કેેમેરામાં ઝડપવામાં આવી છે.
વૉટર કરંટજર્મનીના ઓન રોહ્લ દ્વારા પાણીમાં રહેતું મચ્છર જેવું આ સુક્ષ્મ જંતુ-ડેફ્નિયા મેગ્ના તેનાં શિકાર પર ત્રાટકીને બેઠું છે. ઈન્ટરફિયરન્સ કોન્ટ્રાસ્ટનો ઉપયોગ કરીને આ ફોટાને ૧૦૦ ગણો એન્લાર્જ કરાયો છે.
કલરફુલ સેન્ડબેઈજિંગના યાનપિન્ગ વાન્ગ દ્વારા રિફ્લેક્ટેડ લાઈટ્સનો ઉપયોગ કરીને માટીનાં કણોનો ફોટો લેવામાં આવ્યો છે જે ૪ ગણો મોટો કરવામાં આવ્યો છે.
શ્રીમ્પ કે સોલિડ સ્ક્રુપ્યુઅર્ટો રિકોનાં જોસ આલ્મોડોવર દ્વારા પાણીમાં રહેતી શ્રીમ્પ માછલીની આંખ અને માથાની ઈમેજ સ્ટેકિંગ ફોટોગ્રાફી વડે લેવાયેલી તસવીર લાકડામાં સોલિડ સ્ક્રુ ફિટ કર્યા જેવી લાગે છે,તેને માઈક્રોસ્કોપ વડે એન્લાર્જ કરવામાં આવી છે.
મરિન મેજિક રિયામાં જોવા મળતું સુક્ષ્મ જંતુને જર્મનીના ડૉ. જાન મિશેલ દ્વારા કેમેરામાં કંડારવામાં આવ્યું છે. પહેલી નજરે જોતાં ફોટો લાંબી દાઢીવાળા વૃદ્ધના ચહેરાનો હોય તેવું લાગે પણ તે દરિયાઈ જીવની તસવીર છે. આ ફોટો કોન્ફોકલ પદ્ધતિનો ઉપયોગ કરીને ૧૦ ગણો એન્લાર્જ કરાયો છે.

આન્ટ કે એલિયનબીજા ગ્રહના જીવ જેવો દેખાતો આ ચમકતો સિતારો વાસ્તવમાં કીડીનું માથું છે જેને ૧૦ ગણું મોટું કરીને તેની તસવીર લેવામાં આવી છે. જર્મનીનાં ડૉ. જાન મિશેલે કોન્ફોકલ પદ્ધતિ દ્વારા તેને કેમેરામાં કંડારેલ છે. ઓટોફ્લોરેન્સ પદ્ધતિનો પણ આ તસવીર ખેંચવામાં ઉપયોગ કરાયો છે.