Monday, October 10, 2011

ભારતીય વિજ્ઞાનીએ વધુ ઝડપી, ઉર્જા બચાવતી કોમ્પ્યુટર ચિપ વિકસાવી

વોશિંગ્ટનતા.૯
આઈઆઈટી ખડગપુરમાંથી એન્જિનિયરિંગની પદવી મેળવનાર ભારતીય રાજ દત્ત દ્વારા આધુનિક કોમ્પ્યુટર ચિપ વિકસાવવામાં આવી છે. જેના કારણે ઊર્જામાં ૯૦ ટકાની બચત થાય છે અને કોમ્પ્યુટર પ્રોસેસિંગની ઝડપમાં ૬૦ ટકાનો વધારો થાય છે. દત્તની આ શોધ પર પેન્ટાગોને નજર માંડી છે અને આધુનિક એફ-૩૫ જોઈન્ટ સ્ટ્રાઈક ફાઈટર્સમાં તેની પ્રાયોગિક ધોરણે ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે.
 રાજ દત્ત પ્રાઈવેટ કંપની એપિક કોર્પોરેશન અને ફોટોનિક કોર્પના ચેરમેન અને સીઈઓની આ આધુનિક ટેક્નોલોજીને કારણે કોમ્પ્યુટર પ્રોસેસિંગની એનર્જીમાં ૯૦ ટકા બચત થાય છે અને ઝડપમાં ૬૦ ટકાનો વધારો શક્ય બને છે. દત્તના જણાવ્યા મુજબ તેમની આ નવી ચિપને કારણે ઇલેક્ટ્રોન્સનો ઉપયોગ કરવાને બદલે લાઈટ ફોટોન્સનો ઉપયોગ કરીને સેમિકન્ડક્ટર ચિપ પર માહિતી ટ્રાન્સફર કરી શકાય છે. વિવિધ કોમ્પોનન્ટ્સમાં પણ માહિતી આસાનીથી ટ્રાન્સફર કરી શકાય છે.
આ નવી ચિપના અનેક ફાયદા છે જેનાં કદવજન અને વીજળીના વપરાશમાં અનેક લાભો છે. તાજેતરમાં તેઓ વોશિંગ્ટનમાં ભારતના નાણાં પ્રધાન પ્રણવ મુખરજીને પણ મળ્યા હતા અને તેમની આ શોધથી માહિતગાર કર્યા હતા. કોમ્પ્યુટરમાં ફોટોનના વપરાશથી ગરમી પેદા થતી નથી તેથી કોમ્પ્યુટર ચલાવવા માટે કૂલિંગની જરૂર પડતી નથી. જ્યારે ઇલેક્ટ્રોનિક્સમાં કૂલિંગ ફરજિયાત છેજેને કારણે ઊર્જાનો વધુ વપરાશ થાય છે.
·       રાજ દત્તના પ્રોસસર્સથી ઊર્જામાં ૯૦ ટકા બચત અને ઝડપમાં ૬૦ ટકા વધારો
·       એફ -૩૫ ફાઈટર્સ પ્લેનમાં કરાતી પ્રાયોગિક ચકાસણી
ફોટોનિક ઈન્ટરકનેક્શનમાં હિટ પેદા થતી નથી અને ઇલેક્ટ્રોનિક્સ કોપર ઈન્ટરકનેક્શન કરતાં ઓછી સાઈઝની જરૂર પડે છે. આને કારણે ચિપમાં વધુ ટ્રાન્ઝિસ્ટર્સ મૂકી શકાય છે. સેમિકન્ડક્ટર ચિપ્સનાં ઉત્પાદનમાં સસ્તી પ્રોસેસનો ઉપયોગ શક્ય બને છે અને લાખો લોકો તેનો આસાનીથી ઉપયોગ કરી શકે છે. આ ચિપ્સના અનેક ફાયદા હોવાથી અમેરિકાના ડિફેન્સ મંત્રાલય દ્વારા દત્ત અને તેમની કંપનીઓને સપોર્ટ કરવામાં આવી રહ્યો છે.
આધુનિક કોમ્પ્યુટર ચિપ શું છે રાજ દત્તની કંપની એપિક કોર્પો. દ્વારા શોધવામાં આવેલી આધુનિક ચિપ સર્વર જેવા ડિવાઈસમાં બહુ ઉપયોગી પુરવાર થાય છે. આવું કોમ્પ્યુટર પ્રોસેસર વીજળીના વપરાશમાં ૯૦ ટકાની બચત કરે છે અને ઝડપમાં ૬૦ ટકાનો વધારો શક્ય બને છે. આ ચિપનો સિલિકોન તેમજ ફોટોન સાથે ઉપયોગ શક્ય બન્યો છે પરિણામે સેમિકન્ડક્ટરમાં પણ તેનો આસાનીથી ઉપયોગ કરી શકાશે. લોસએન્જલસની એપિક કંપનીને ફેડરલ સરકાર દ્વારા આ માટે સહાય કરવામાં આવી છે. પેન્ટાગોનનવી ચિપ્સનો ડિફેન્સ ઈન્ડસ્ટ્રીમાં ઉપયોગ કરવા ધારે છે. આ ચિપમાં ઈલેકટ્રોન્સને બદલે ફોટોન્સનો ઉપયોગ કરવાથી વીજળીમાં નોંધપાત્ર બચત શક્ય બને છે અને પ્રોસેસર્સની ઝડપમાં ૬૦ ટકા જેટલો વધારો થાય છે. ભવિષ્યમાં લેપટોપ પર જ્યારે સુપરકોમ્પ્યુટર ચલાવવાનું હોય ત્યારે ફોટોનના ઉપયોગથી ઊર્જામાં વધારે બચત શક્ય બને છે. નવી શોધનો ૫૦૦ અબજ ડૉલરનાં સર્વર માર્કેટને સૌથી વધારે લાભ મળશે. નવી ચિપ કદમાં નાની હોવાથી ચિપ્સનાં ઉત્પાદકો તેમના હાલનાં ઈક્વિપમેન્ટમાં જ નવી ચિપ્સનું ઉત્પાદન કરી શકશે તેમણે પ્રોસેસ બદલવાની જરૂર પડશે નહીં.
રાજ દત્તનો પ્રોફાઈલરાજ દત્ત મૂળ ભારતના વતની છે અને વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયેલા છેતેમણે આઈઆઈટી ખડગપુરમાંથી એન્જિનિયરિંગમાં ડિગ્રી મેળવેલી છે. અમેરિકામાં તેઓ એપિક કોર્પ. તેમજ ફોટોનિક કોર્પ.ના ચેરમેન તેમજ સીઈઓ છેતેમણે કદમાં નાની એવી કોમ્પ્યુટર ચિપ વિકસાવી છે જેને માટે અમેરિકાની નેવી દ્વારા તેમને ૮૭ લાખ ડૉલરનો કોન્ટ્રેક્ટ મળેલો છે. ૧૮ મહિનામાં તેમણે આધુનિક ચિપ્સનો ક્વોટા અમેરિકન નેવીને પૂરો પાડવાનો છે.