Tuesday, October 4, 2011

ચાથી હાર્ટના રોગો અને સ્ટ્રોક સામે રક્ષણ મળે છે


લંડનતા.૪
દરરોજ ત્રણથી ચાર કપ ચા પીવાથી યાદશક્તિમાં વધારો થાય છે અને મગજ સતેજ બને છે તેવું તાજેતરના અભ્યાસ પરથી જાણવા મળ્યું છે. ચાના સેવનથી આળસ અને થાક દૂર કરી શકાય છે અને ચુસ્તી તેમજ સ્ફૂર્તિમાં પણ વધારો થાય છે. ચાથી હાર્ટના રોગો અને સ્ટ્રોક સામે રક્ષણ મળે છે.
ડચ સંશોધકો દ્વારા આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં ચામાં રહેલા રાસાયણિક તત્ત્વોથી મગજ વધારે સતેજ બનતું હોવાનું અને યાદશક્તિ વધતી હોવાનું જણાયું હતું. ૪૪ યુવાન સ્વયંસેવકોની ચા પીવાની આદતનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.
ગ્રીન-ટીમાં એમિનો એસિડ નામનું રાસાયણિક તત્ત્વ રહેલું છેજેને એલ-થીએનાઈન તરીકે ઓળખવામાં આવે છે. ચામાં રહેલું કેફીન નામનું તત્ત્વ પણ મગજને સતેજ બનાવીને યાદશક્તિમાં વધારો કરે છે અને આળસ દૂર કરીને ચુસ્તી અને સ્ફૂર્તિ વધારે છે. એક કપ ચા પીધા પછી ૨૦ અને ૭૦ મિનિટ પછી મગજના જ્ઞાનતંતુઓ સક્રિય બને છે અને હાથ પર લેવામાં આવેલા દરેક કામ ઝડપથી આટોપાય છે તેવું અભ્યાસનું તારણ છે.
ચામાં રહેલાં તત્ત્વોને કારણે વૃદ્ધાવસ્થા અટકે છે અને શરીરમાં ચુસ્તી અને સ્ફૂર્તિ આવે છે. ચામાં કોફી કરતાં કોકેઈનનું પ્રમાણ ઓછું છેજેને કારણે ચા પીવાથી થતું નુકસાન ઘટે છે. ચાના સેવનથી હાર્ટના રોગો અને સ્ટ્રોક સામે રક્ષણ મળે છે. ચા પીવાથી હાડકાં પણ મજબૂત બને છે. આ ઉપરાંત ચાના સેવનથી રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે. નિયમિત ચા પીવાથી કેન્સર સામે પણ રક્ષણ મળે છે અને મેદસ્વીતા દૂર કરી શકાય છે.
ચા પીવાથી યાદશક્તિમાં વધારો થાય છે
ચા પીવાથી મગજ સતેજ બને છે