
વોશિંગ્ટન : તા. 4, ઓક્ટોબર
ભારત એક એવી સૂચીમાં અવ્વલ રહ્યું છે જેના પર કોઈ ભારતીયને ગર્વ નહીં અનુભવાય. અમેરિકી સરકારના એક રિપોર્ટ અનુસાર બાળ મજૂરોને જુદાજુદા ઉદ્યમોમા કામ કરાવવા મામલે ભારત પ્રથમ ક્રમે છે. લગભગ 20 એવા ઉદ્યમ છે જેમાં બાળ મજૂરો કામ કરી રહ્યાં છે. તેમાંથી ઘણા બાળકો માટે પ્રતિબંધિત છે તથા જીવનું જોખમ છે.
ભારતમાં બાળ મજૂરી બીડી, ઈંટ, ચુડી, તાળા, માચિસ જેવા 30 ઉત્પાદનોના નિર્માણમાં કરાવવામાં આવે છે. બળજબરીપૂર્વક બાળ મજૂરો દ્વારા તૈયાર કરાવવામાં આવેલા સાત પ્રકારના ઉત્પાદનોની સૂચીમાં પણ ભારતનું સ્થાન પ્રથમ છે.
અમેરિકાના શ્રમ મંત્રાલયના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે આફ્રિકા, એશિયા અને લેટિન અમેરિકાના 71 દેશોમાં બાળ મજૂર ઈંટ અને બોલથી લઈને પોર્નોગ્રાફી તથા દુર્લભ ખનીજોના ઉત્પાદન જેવા કાર્યોમાં સંલગ્ન છે. વિશ્વમાં આ પ્રકારના સૌથી વધુ ઉત્પાદન ભારત, બાંગ્લાદેશ અને ફિલિપાઈન્સમાં બનાવવામાં આવે છે.