Monday, October 10, 2011

સોયા પ્રોટીન-નટ્સ ખાવાથી કોલેસ્ટરોલનું પ્રમાણ ઘટે છે

ટોરન્ટોતા. ૯
જે લોકોનું કોલેસ્ટરોલ વધતું જાય છે અને જેમણે કોલેસ્ટરોલનું પ્રમાણ નિયંત્રિત રાખવા માટે તેમના આહારમાં ફેરફાર કરવાની જરૂર છે તેવાં લોકોએ સોયા પ્રોટીન અને નટ્સ તેમજ ઘન મદ્યાર્ક જેવી ચીજોનો ખોરાકમાં ઉપયોગ કરવાથી કોલેસ્ટરોલનાં પ્રમાણને ઘટાડી શકાય છે તેવું તાજેતરમાં હાથ ધરવામાં આવેલા અભ્યાસ પરથી જાણવા મળે છે. ઓછા સેચ્યુરેટેડ ફેટ ડાયેટ કરતાં સોયા પ્રોટીન અને નટ્સનો સતત છ મહિના સુધી વધારેપડતો ઉપયોગ કરવાથી કોલેસ્ટરોલને અંકુશમાં રાખી શકાય છે તેવું નવા અભ્યાસ પરથી જાણવા મળ્યું છે.
·       છ મહિના સુધી ખોરાકમાં ઉપયોગથી થતો ફાયદો
સેન્ટ માઈકલ હોસ્પિટલ અને ટોરન્ટો યુનિર્વિસટીના એમડી ડેવિડ જેન્કિન્સ તેમજ તેમના સાથીઓ દ્વારા છ મહિના સુધી આ ડાયેટનો સતત અભ્યાસ કરવામાં આવ્યો હતોજેમાં વધુ ફાઈબર અને આખું ઘન અનાજ લેવાથી કોલેસ્ટરોલ ઘટતું હોવાનું જણાયું હતુંઆમાં પ્લાન્ટ સ્ટેરોલ્સ અને સોયા પ્રોટીન તથા વિસ્કોસ ફાઈબર્સ અને નટ્સનો ખોરાકમાં વધારેપડતો ઉપયોગ કરવાનું અભ્યાસનું તારણ છે.
જેન્કિન્સ દ્વારા જૂન ૨૦૦૭થી ફેબ્રુઆરી ૨૦૦૯ વચ્ચે ૩૫૧ લોકોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો,જેમને સતત છ મહિના સુધી ઓછી સેચ્યુરેટેડ ચરબી ધરાવતો ખોરાક અને સોયા પ્રોટીન તથા નટ્સ લેવા વખતોવખત સૂચના આપવામાં આવતી હતી. જે લોકો સોયા પ્રોટીન અને નટ્સ ખાતા હતા તેમનું લૉ ડેન્સિટી લીપોપ્રોટીન કોલેસ્ટરોલનું પ્રમાણ ૧૩ ટકા ઘટયું હતું જ્યારે સેચ્યુરેટેડ ફેટ ધરાવતો ખોરાક લેનારાઓમાં કોલેસ્ટરોલનું પ્રમાણ ૩ ટકા ઘટયું હતું.