Monday, October 10, 2011

પેશનને જાળવી જિંદગીમાં જીતો





કવર સ્ટોરી - ખુશાલી દવે

આવેશજુસ્સોગુસ્સોઝનૂનઅનુરાગલાલસા અને મોહ જેવા શબ્દોને ભેગા કરીને જે વૈચારિક ગોળી તૈયાર થાય એનું નામ પડયું અંગ્રેજીમાં પેશન. અફસોસ કે આવી કોઈ ગોળી કે જડીબુટ્ટી બજારમાં મળતી નથી એટલે તમારે તમારી કારકિર્દીને ઘડવા માટે પોતાનામાં જ આ પેશન ઊભું કરવું રહ્યું
ગુસ્સોલાલસા અને મોહ જેવા નેગેટિવ શબ્દો તમારી કારકિર્દીને ઘડવા માટે પોઝિટિવ કામ કરી શકે છે. દુનિયાની મોહમાયા ખોટી...” જેવી તાત્ત્વિક ફિલસૂફીને કારકિર્દી બનાવવાની વાત આવે ત્યારે સાઇડ પર જ રાખીને કંઈ કરી દેખાડવાના પેશનને ખુદમાં તમે જન્મ આપો. વૈશ્વિક ફલક પરના કોઈ પણ ક્ષેત્રના મહાનુભાવોનું નામ તમે યાદ કરી જુઓ. હર એક વ્યક્તિનો ધ્યેય અલગ અલગ હતો, પણ તેમનામાં કોઈ ને કોઈ પેશન કે ઝનૂન તો હતું જ. જેમ કેમધર ટેરેસા. તેમનામાં દુખિયાઓ માટે કંઈક કરી છૂટવાની ભાવના હતી. ઉદ્યોગપતિઓના લિસ્ટમાં તો બિલ ગેટ્સથી માંડીને તાતાનું નામ આવે. આ ઉદ્યોગપતિઓમાં હંમેશાં એ જુસ્સો રહ્યો હતો કે તે સફળ થાય.
જ્યોર્જ વિલબેલ્મ ફ્રેડરિચ હેગલે પેશન માટે કહ્યું છે કે તમારી અંદર રહેલા જુસ્સાને જગાડયા વગર મહાન બની શકાતું નથી અને લક્ષ્યો પાર કરી શકાતાં નથી.
જીત વિશે વિચારો
ઘણી વખત એવંંુ થાય કે તમે પસંદ કરેલા રસ્તા પર તમને સફળતા ન મળે ત્યારે તમારી એ ધ્યેય પ્રત્યેની રુચિમાંથી રસ ઊડી જાય. ઝનૂન ઓસરી જાય. એ વખતે એટલું જ ધ્યાન રાખો કે કરોળિયાનું જાળું વારંવાર તૂટે તો પણ એનું ઝનૂન બરકરાર રહે છે. અને મહેનતમાં કોઈ કમી આવતી નથી. એ એ રીતે જ જાળું ગૂંથે છે જે રીતે પહેલી વાર બનાવતો હોય. જ્યારે ભણતા હોવ ત્યારે દરેક કામને એ રીતે જ નવી શરૂઆત ગણીને મથો. ઇન્ટરવ્યૂ આપતી વખતે પણ નોકરી તમારા માટે જ છે એવા જુસ્સા સાથે ઇન્ટરવ્યૂ પાર કરો.
ઝનૂનને જાળવી રાખો
વિદ્યાર્થીકાળથી તમારામાં ઝનૂન કેળવો. મહત્ત્વનું એ છે કે તમને કોઈને કોઈ ક્ષેત્રમાં હંમેશાં રસ કે રુચિ હોય જ છેપણ તેમાં આગળ વધવા માટેનો જુસ્સો અને જિજ્ઞાસાવૃત્તિ તમારામાં ખૂટતા હોય છે એટલે જ પસંદગીના ક્ષેત્રને પારખો પછી એની કારકિર્દી તરીકે પસંદગી કરો. એ ક્ષેત્રમાં આગળ વધવા મહેનત કરો. મહાન નેતા સુભાષચંદ્ર બોઝે એક સરસ વાક્ય કહ્યું છે કે ડોન્ટ ટેક પેશન ફોર ગ્રાન્ટેડ લાઇક એનિથિંગ એલ્સ ઇન લાઇફ. કોઈ યોદ્ધો જ્યારે લડતો હોય તો એની ધૂન એ જ હોય કે કરો યા મરો. જીવનના દરેક ક્ષેત્રે એ જ લાગણી તમારામાં હોવી જોઈએ. યુદ્ધમેદાને જો શસ્ત્ર તલવાર હોય તો પ્રોફેશનલ લાઇફ માટે તમારા શિક્ષણ અને જ્ઞાનને હથિયાર બનાવો અને પ્રોફેશનલ જંગ જીતતા રહો. તમારી સફળતા એ જ તમારું પેશન છે એમ માનીને ચાલો.
તમારામાં પાંગરી રહેલી પ્રોફેશનલ કરિયર માટે ફોર એફની અહીં ટેસ્ટ
આપવામાં આવી છે જ્યારે આ ચારેય એફના જવાબ તમે યસ એટલે કે હકારમાં
આત્મવિશ્વાસ સાથે આપો ત્યારે માનજો કે તમને સફળ થતાં કોઈ રોકી શકે તેમ નથી
ફન :વિદ્યાર્થીઓ માટે પહેલી વાત એ કે તમે જે ક્ષેત્ર પસંદ કર્યું છે તે શિક્ષણમાં તમને મજા આવે છેજો ન આવતી હોય તો તમારે હજી તમારું પસંદગીનું ક્ષેત્ર નક્કી કરવાનું બાકી છે એમ માની લેજો. નોકરી કરતાં જોબર્સ માટે પણ આ જ સવાલ છે કે તમને તમારા કામનો સંતોષ છેજો તમને તમારા કામમાંથી ફન કે સંતોષ ન મળતો હોય તો એમાં વાંક તમારો પોતાનો જ છે કામને વ્હાલું કરતાં શીખો અને પોતાની કામની પદ્ધતિ વિકસાવો.
ફેમ : અહીં કોઈ વિશ્વની વિખ્યાત પ્રતિભાઓનો ઉલ્લેખ નથી કે એમની વાત પણ નથી. ખુદની જ વાત છે. નોકરીના સ્થળે તમારું કામ એવું ઉચ્ચ કોટિનું હોવું જોઈએ કે ના કોઈ પહેલાં તમારી જેવું કામ કરી શકતું હતું ના કોઈ કરી શકે એમ છે કે ભવિષ્યમાં કોઈ તમારા જેવું કામ કરી શકશે. તમારા કામને કોઈ વખાણે ત્યારે માનવું કે તમે જે કામ કરી રહ્યા છો એ માટે તમે પ્રખ્યાત છો અને યોગ્ય પણ છોશરત એટલી જ છે કે એ યોગ્યતા કેળવવા માટે તમારે પૂરતા ઝનૂની બનવું પડશે.
ફોર્ચ્યુન : ફોર્ચ્યુન એટલે કે નસીબ. પોતાનું નસીબ પોતે જ ઘડતાં શીખો. અહીં મહાન નેતા નેપોલિયનને યાદ કરવો ફરજિયાત છે. કહેવાય છે કે નેપોલિયનને કોઈક જોષ જાણતાએ કહ્યું કે તારા હાથમાં સફળ થવાની રેખા નથી ત્યારે નેપોલિયને એ વ્યક્તિને પૂછયું કે એ રેખા હાથમાં કેવી હોય છેવ્યક્તિએ તેને જેવી રેખા બતાવી એવી રેખા પોતાના હાથમાં ચપ્પુથી ચીરો પાડીને કરી. ટૂંકમાં તમે નસીબમાં ભરોસો કરો છો? તો તે નસીબ ઘડતાં શીખો.
ફ્યુચર : તમે ક્યારેય તમારા ભવિષ્ય વિશે કોઈ સ્વપ્નું જોયું છેન જોયું હોય તો પહેલાં ભવિષ્ય માટે વિચારો. દૂરંદેશીભર્યો નિર્ણય કરો કે આવતાં વીસ વર્ષ પછી તમે પોતાની જાતને ક્યાં જોવા ઇચ્છો છો. એક વખત એ વિચાર નિશ્ચિત હોય પછી એની પર અમલ કરો અને પોતાનું ભવિષ્ય પોતાના જ હાથમાં રહેલું છે એ સમજીને આગળ વધો.