Friday, September 30, 2011

ગાંધીનગર સહિત છ સ્થળોએ ફાર્મા શિક્ષણ સંસ્થાઓ સ્થપાશે


નવી દિલ્હીતા. ૩૦
દેશનાં ફાર્મા સેક્ટરમાં કુશળ કર્મચારીઓ અને માનવ સંસાધનની અછત નિવારવાનાં હેતુ માટે કેન્દ્ર સરકારે ગુજરાતનાં ગાંધીનગર સહિત દેશમાં છ સ્થળોએ નવી નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સંસ્થાઓ સ્થાપવાનો નિર્ણય લીધો છે. નવી સંસ્થાઓ ગાંધીનગરહૈદરાબાદકોલકાતાહાજીપુર,  ગુવાહાટી અને રાયબરેલી ખાતે શરૂ કરવામાં આવશે. વડાપ્રધાન મનમોહન સિંહનાં વડપણ હેઠળની કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. રૂ. ૬૩૩.૧૫ કરોડનાં ખર્ચે સ્થપાનારી આ સંસ્થાઓમાં પોસ્ટ ગ્રેજ્યુએશન સ્તરનું શિક્ષણ અપાશે અને સંશોધન અને વિકાસ પ્રોજેક્ટ્સ હાથ ધરાશે.
કેબિનેટની બેઠકમાં હેલ્થકેર સપ્લાય માટે સેન્ટ્રલ એજન્સી સ્થાપવાની દરખાસ્ત મંજૂર કરાઈ હતી. જેને કારણે જુદાજુદા રોગો માટેની દવાઓ અને રસીની પ્રાપ્તિ સરળ બનશે. આ સ્વાયત્ત સંસ્થા માટે રૂ. ૫૦ કરોડની ફાળવણી કરાઈ છે. સરકાર દ્વારા મહત્વાકાંક્ષી માઈનિંગ બિલનાં મુસદાને બહાલી આપવામાં આવી છે. જેમાં કોલસાનાં પ્રોજેક્ટથી અસરગ્રસ્તોને સહાય માટે ખાણકામ કરનારાઓએ નફામાંથી ૨૬ ટકા હિસ્સો ફાળવવાનો રહેશે જ્યારે નોન કોલ માઈનર્સ માટેની જવાબદારી તેમને મળનાર રોયલ્ટી જેટલી નક્કી કરવામાં આવી છે. આ બિલને કારણે ગેરકાયદે માઈનિંગની સમસ્યા ઉકેલાશે તેવી ધારણા છે.
  • હેલ્થકેર સપ્લાય માટે સેન્ટ્રલ એજન્સી સ્થાપવા દરખાસ્ત
  • કેબિનેટ દ્વારા માઈનિંગ બિલનાં મુસદાને બહાલી

Mercedes Bus or House?



cid:002101c7b59a$76c85520$0B27C3F2@NEWELL


cid:002001c7b59a$76c85520$0B27C3F2@NEWELL
cid:001f01c7b59a$76c85520$0B27C3F2@NEWELL
cid:001e01c7b59a$76c85520$0B27C3F2@NEWELL
cid:001d01c7b59a$76c85520$0B27C3F2@NEWELL
cid:001c01c7b59a$76c85520$0B27C3F2@NEWELL
cid:001b01c7b59a$76c85520$0B27C3F2@NEWELL
cid:001a01c7b59a$76c85520$0B27C3F2@NEWELL
cid:001801c7b59a$76c85520$0B27C3F2@NEWELL
cid:001701c7b59a$76c85520$0B27C3F2@NEWELL
cid:001601c7b59a$76c85520$0B27C3F2@NEWELL
cid:001501c7b59a$76c85520$0B27C3F2@NEWELL
cid:001401c7b59a$76c85520$0B27C3F2@NEWELL

No need to buy any land or property, when you have this “HOUSE on WHEELS with GARAGE in it !!” Simply amazing !! 

ભારતીય ફોજદારી ધારાની અગત્યની કલમો

ઝૂલતા રસ્તાની મજા : રોપ વે


સાયન્સ ટોક
પાવાગઢ ગયા હશો અથવા તો કોઈ મેળામાં ગયા હો ત્યાં રોપ વેમાં બેસવાની મજા અચૂક માણી હશે. જમીનથી અધ્ધર હાલક ડોલક થતા આ ઝૂલામાં બેસવાની ખૂબ મજા આવતી હોય છે પછી ભલેને શ્વાસ ઊંચા થઈ જાય. તમને કદાચ એવો વિચાર ચોક્કસ આવતો હશે કે આ રોપ વેની કામગીરી કઈ રીતની હશે? તો ચાલો આજે આ રસપ્રદ બાબત વિશે થોડી મજાની માહિતી મેળવીએ.
રોપ વેને એરિયલ ટ્રામ અથવા તો કેબલ કાર જેવાં નામ પણ આપવામાં આવ્યાં છે. હિલ સ્ટેશન, પહાડી વિસ્તારોમાં સહેલાણીઓને રોપ વે ખૂબ આકર્ષે છે. જ્યાં ચાલવામાં મુશ્કેલી હોય તેવા વિસ્તારોમાં રોપ વેથી જવું ખૂબ સરળ પડે છે. રોપ વેમાં બેસીને આજુબાજુના કુદરતી નજારાને સરસ રીતે નિહાળી શકાય છે. રોપ વે બનાવવા માટે બે મજબૂત ધાતુના તારનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે ત્રીજો તાર ગતિશીલ રાખવામાં આવે છે જેની પર બેસવાની કેબિન લટકાવીને તેનો અવરજવર માટે ઉપયોગ કરવામાં આવે છે.આ ત્રીજા તારને રોપ -વે સ્ટેશનમાં લાગેલી એક મોટર વડે ચલાવવામાં આવે છે.
આ રીતના પહેલા એરિયલ ટ્રામને ૧૬૪૪માં બનાવવામાં આવ્યો હતો. જેની ડિઝાઇન એટમ વેબે કરી હતી. જોકે તેણે રોપ વે માટી લાવવા લઇ જવા માટે કર્યો હતો. ત્યાર બાદ ખાણકામના કામમાં રોપ -વેનો બહોળો ઉપયોગ થવા લાગ્યો. અમેરિકાના કેલિર્ફોિનયા તથા નેવાડાની ખાણમાં સામાન તથા લોકોને લાવવા લઈ જવા માટે એરિયલ ટ્રામ વે પદ્ધતિ શરૂ કરી હતી. ૧૯૨૦ પછી અમેરિકા તથા યુરોપમાં મધ્યમ વર્ગનો ઉદય થતા પર્યટન ઉદ્યોગનો વિકાસ થયો તેમાં વધારે સારી સવલતો ઉપલબ્ધ થાય તે માટે રોપ વેનું નિર્માણ કરવામાં આવ્યું. રોપ વેની વિશેષતા એ છે કે તેને વિશ્વનું સૌથી સુરક્ષિત પરિવહન મનાય છે. અત્યાર સુધી વિશ્વમાં રોપ વે સંબંધી દુર્ઘટનાઓનું પ્રમાણ ખૂબ જ ઓછું રહ્યું છે. 
રોપવેનાં કેટલાંક રસપ્રદ તથ્યો
કેટલાક રોપ વે ખૂબ નાના તારના હોય છે જે એક  જ વ્યક્તિને અથવા ફક્ત સામાનને જ લઈ જઈ શકે છે જ્યારે કેટલાક રોપ વેની કેબિન એટલી વિશાળ હોય છે કે ઘણા બધા લોકો તેની સફરની મજા માણી  શકે છે.  રોપ વેમાં મોટી ગણાતી વેનોઇસ એક્સપ્રેસ કેબલ કાર ડબલ ડેકર એરિયલ ટ્રામ છે જેની દરેક કેબિનમાં લગભગ ૨૦૦ લોકોનો સમાવેશ થઈ શકે છે. ફ્રાંસના પોતુરિન ગોજર્ન ઉપરથી પસાર થતો આ રોપ વે લગભગ ૨૪૭ ફૂટની ઊંચાઈ પર છે.
જાપાનમાં પણ હોતાકા પર્વત પર ચાલતી શિનહોતાકા રોપ વેની કેબિન પણ ઘણી મોટી છે જેની પ્રત્યેક કેબિન લગભગ ૧૨૧ લોકોને સમાવે છે.
વિશ્વનો સૌથી લાંબા રોપ વેનો રેકોર્ડ સ્વિડનની ૯૬ કિલોમીટર લાંબી ક્રિસ્ટિનબર્ગ- બોલીદેન ટ્રામ વે પાસે હતો જે ૯૪૩થી ૧૯૭ સુધી ચાલી હતી.તેનો તેર કિલોમીટર લાંબો રૂટ આજે પણ નોર્જો એરિયલ ટ્રામ વે તરીકે કાર્યરત છે. જે વિશ્વનો બીજો સૌથી લાંબો રોપ વે છે. ૪૨ કિલોમીટર લાંબો ફોર્સ્બે કોપિંગ લાઇમસ્ટોન અત્યારનો સૌથી લાંબો રોપ વે રૂટ છે.

નોબેલ પારિતોષિક વિજેતા વિજ્ઞાની વેંકટરામન રામક્રિષ્ણન


મહાનુભાવ
મિત્રોઆજે આપણે મળવાના છીએ વર્ષ ૨૦૦૯માં રસાયણશાસ્ત્રના વિષયમાં નોબેલ પારિતોષિક મેળવનારા વિજ્ઞાની વેંકટરામન રામક્રિષ્ણનને. તેમને વેન્કીના હુલામણાં નામથી ઓળખવામાં આવે છે. વેન્કીનો જન્મ ૧૯૫૨માં તમિલનાડુના ચિદમ્બરમ્ ખાતે થયો હતો. તેમના પિતા સી.વી.રામક્રિષ્ણન અને માતા રાજલક્ષ્મી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિર્વિસટી ખાતે જીવરસાયણ વિષય ભણાવતાં હતાં. એટલે વેન્કીને વિજ્ઞાનના વિષયમાં રુચિ અને વિજ્ઞાની બનવાનું સપનું વારસામાં મળ્યું હતું. પ્રાથમિક શિક્ષણ વડોદરામાં મેળવનારા વેન્કી વધુ અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા ગયા હતા. ૧૯૭૧માં ભૌતિકશાસ્ત્રના વિષયમાં બી.એસસી.ની ઉપાધિ મેળવનારા વેન્કીએ અમેરિકાની ઓહાયો યુનિર્વિસટીમાંથી ડોક્ટરેટની પદવી મેળવી હતી.
૧૯૮૩ના ગાળાથી વેન્કીએ માનવશરીરની જૈવ પ્રણાલીસમા રિબોઝોમ પર સંશોધન કરવાની શરૂઆત કરી હતી. રિબોઝોમના બંધારણ અને કાર્ય પર કરેલા સંશોધનને કારણે તેમને ૨૦૦૯માં નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વર્ષ ૨૦૧૦માં ભારતના બીજા સર્વોચ્ચ સન્માન પદ્મ વિભૂષણથી તેમને નવાજવામાં આવ્યા હતા.   

ઇન્ડિયા ગેટ અને ગેટ વે ઓફ ઇન્ડિયા


સ્વતંત્રતા બાદ શહીદ સ્મારક એવા ઇન્ડિયા ગેટ પર યુદ્ધમાં શહીદ થયેલા જવાનોની યાદમાં સતત જ્યોતિ પ્રજ્વલિત રાખવામાં આવે છે
મિત્રોગેટ વે ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયા ગેટ વિશે તમને ખબર છે?કેટલાક મિત્રોને આ ઈમારતોના નામને કારણે કેટલીક વાર ગૂંચવણ ઊભી થતી હોય છે. તો આ રહ્યો તમારી મૂંઝવણનો જવાબ. ભારતના મહત્ત્વનાં જાણીતાં અને ઐતિહાસિક સ્થળોમાં ઇન્ડિયા ગેટનો સમાવેશ થાય છે. યુદ્ધ સ્થાપત્યમાં તેની ગણના થાય છે. દિલ્હીમાં આવેલા ઇન્ડિયા ગેટનું નિર્માણ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન શહીદ થયેલા સૈનિકોની યાદમાં અને તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે કરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા બાદ શહીદ સ્મારક એવા ઇન્ડિયા ગેટ પર યુદ્ધમાં શહીદ થયેલા જવાનોની યાદમાં સતત જ્યોતિ પ્રજ્વલિત રાખવામાં આવે છે જેને અમર જવાન જ્યોતિ તરીકે ઓળખવામાં આવે છે. ગેટ વે ઓફ ઇન્ડિયા મુંબઈમાં આવેલું છે. દક્ષિણ મુંબઈમાં સ્થિત આ સ્થાપત્ય દરિયામાંથી મુંબઈમાં આવવાનું પ્રવેશદ્વાર છે. બેસાલ્ટના પથ્થરોમાંથી બનાવવામાં આવેલું આ પ્રવેશદ્વાર ૨૬ મીટરની ઊંચાઈ ધરાવે છે. ૧૯૧૧માં ગેટ વે ઓફ ઈન્ડિયાનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું અને ૧૯૨૪માં તે સંપન્ન થયું હતું.  

ભારતના જાણીતા રોકેટ વિજ્ઞાની : સતીષ ધવન


મહાનુભાવ
સતીષ ધવનનો જન્મ ૨૫ સપ્ટેમ્બર૧૯૨૦ના રોજ શ્રીનગર ખાતે થયો હતો. તેઓ જાણીતા રોકેટ વિજ્ઞાની હતા અને એન્જિનિયરીંગ ક્ષેત્રમાં એરોસ્પેસ એન્જિનિયરની વિદ્યાશાખાના પ્રણેતા હતા. તેમને ફ્લુઈડ ડાયનામિક્સ એટલે કે પ્રવાહી કે વાયુની ગતિશીલતા પર આધારિત વૈજ્ઞાનિક સંશોધનોના પ્રણેતા માનવામાં આવે છે. ૧૯૭૨માં વિક્રમ સારાભાઈ બાદ પ્રોફેસર સતીષ ધવનની નિમણૂક ઈસરોના અધ્યક્ષ તરીકે કરવામાં આવી હતી. ધવને યુનિર્વિસટી ઓફ પંજાબ ( હાલમાં પાકિસ્તાન) ખાતેથી આટ્ર્સ અને સાયન્સની ડિગ્રી મેળવી હતી. ગણિતમાં માસ્ટર ડિગ્રી મેળવ્યા બાદ ૧૯૪૩માં તેઓ વધુ અભ્યાસ માટે અમેરિકા ગયા હતા. યુનિર્વિસટી ઓફ મિનેસોટામાંથી મિકેનિકલ એન્જિનિયરીંગની ડિગ્રી મેળવ્યા બાદ તેમણે એરોસ્પેસની ડિગ્રી મેળવી હતી. ગણિતમાં જ ડોક્ટરેટની ઉપાધિ મેળવ્યા બાદ તેઓ ભારત પરત ફર્યા હતા. થોડા જ સમયગાળામાં તેમની વરણી ઈસરોના અધ્યક્ષ તરીકે કરવામાં આવી હતી.  બેંગલોર ખાતે આવેલી ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ સાયન્સમાં તેઓ પ્રોફેસર હતા. સુપરસોનિક વાઈન્ડ ટનલ ( એટલે કે વિમાન અને પવન વચ્ચેનો સંબંધ અને પવનની વિમાનની ગતિ પર અસર) ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ સાયન્સ ખાતે વિકસાવવાનો શ્રેય તેમને જાય છે. ઉપગ્રહના માધ્યમથી ગામડાંઓમાં શિક્ષણ પહોંચાડવાનું કાર્યરિમોટ સેન્સિંગ સેટેલાઈટ એટલે કે દૂર રહીને માહિતી આપનાર ઉપગ્રહના સંશોધનનો શ્રેય તેમને જાય છે. હવે ઈસરો દ્વારા ઉપગ્રહના લોન્ચિંગ માટે જે વ્હિકલ વપરાય છે તે પીએસએલવીનું સંશોધનકાર્ય ધવન દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. ૧૯૮૧માં તેમને પદ્મ વિભૂષણના સન્માનથી નવાજવામાં આવ્યા હતા. ૩ જાન્યુઆરી૨૦૦૨ના રોજ તેઓ મૃત્યુ પામ્યા હતા.
ભારત દ્વારા જે ઉપગ્રહો અવકાશમાં મોકલવામાં આવે છે તે ઉપગ્રહ આંધ્રપ્રદેશના શ્રી હરિકોટા ખાતેથી લોન્ચ કરવામાં આવે છે. આ ઉપગ્રહ સેટેલાઈટ લોન્ચિંગ સેન્ટરનું નામ સતીષ ધવનના નામ પરથી સતીષ ધવન સ્પેસ સેન્ટર રાખવામાં આવ્યું છે.

નબળી દૃષ્ટિ ધરાવતા પ્રતિસ્પર્ધીઓ માટેના ચેસના નિયમો


ચેસમાં બનો ચેમ્પિયન
જોવામાં તકલીફ પડતી હોય કે દૃષ્ટિ નબળી હોય તેવા ખેલાડીઓ માટે ખાસ પ્રકારની બનાવેલી ચેસ માટેની ઘડિયાળ વાપરી શકાશે. આ ઘડિયાળના ડાયલ ઉપર કાંટાઓ ફીટ કરેલા હશે કે જેમાં દરેક પાંચ મિનિટે એક ડોટ અને દર પંદર મિનિટે બે મોટા ડોટ હોય.
ફ્લેગ કે જે સહેલાઈથી સ્પર્શીને અનુભવી શકાય તેવીકલાકની છેલ્લી પાંચ મિનિટે કાંટાને સાધીને અનુભવી શકે તેવી ફ્લેગ રાખવાની કાળજી રહેશે. આ ઉપરાંત જોવામાં તકલીફ પડતી હોય તેવા ઓછી દૃષ્ટિવાળા ખેલાડી રમતનો સ્કોર બ્રેઈલ લીપિમાં અથવા લોન્ગ હેન્ડ અથવા ટેપરેકોર્ડર પર પોતાની ચાલ નોંધશે.
ચાલ જાહેર કરવામાં બોલવાની ભૂલ થાય ત્યારે પ્રતિસ્પર્ધીની ઘડિયાળ શરૂ થાય તે પહેલાં તરત જ આ ભૂલ સુધારી લેવી જોઈએ.બે ખેલાડીઓના ચેસ બોર્ડ ઉપર જો રમત દરમિયાન જુદી જ પરિસ્થિતિ ઊભી થાય તો નિર્ણાયકની મદદથી તથા બંને ખેલાડીઓ રમતનો સ્કોર લક્ષમાં લઈને સુધારવાનો જ રહેશે.
જો બે રમતના સ્કોર સુધીનો વ્યવહાર એકબીજાની સાથે હોય તો ખેલાડી કે ખરી ચાલ લેખિતમાં હશે. પરંતુ ખોટી ચાલ ચાલી હોય તો તેણે પોતાની પોઝિશન સરખી ગોઠવવી જોઈએ કે જેથી રમતના સ્કોર ઉપર ચાલની સાથેનો વ્યવહાર કરે.
જો અને જ્યારે આવા તફાવત ઊભા થાય અને બે રમતના સ્કોર જુદા જણાય ત્યારે જો બે સ્કોર સરખા જણાય ત્યાં સુધી ચાલને
પીછેહઠ કરી નિર્ણાયકે તે પ્રમાણે ઘડિયાળ ગોઠવવાની રહેશે.
ઓછી દૃષ્ટિવાળા ખેલાડીને મદદનીશનો ઉપયોગ કરવાનો અધિકાર છે. મદદનીશ પ્રતિસ્પર્ધીના ચેસબોર્ડ પર કોઈ એક ખેલાડીની ચાલ ચાલી શકેબંને ખેલાડીઓની ચાલ જાહેર કરેસ્કોર નોંધે અને પ્રતિસ્પર્ધીની ઘડિયાળ ચાલુ કરેઓછી દૃષ્ટિવાળા ખેલાડી જો પૂછે તો ખેલાડીએ ઉપયોગમાં લીધેલો સમય જણાવી શકેજ્યારે સમયમર્યાદા બહાર જાય ત્યારે રમત પર દાવો કરી શકે અને ત્યારે દૃષ્ટિવાળો ખેલાડી મહોરાને હાથ લગાવે તો નિયંત્રકને જાણ કરેજ્યારે રમત બંધ રાખવામાં આવે ત્યારે જરૂરી કાર્યવાહી કરે. જો ઓછી દૃષ્ટિવાળો ખેલાડી મદદનીશનો ઉપયોગ ન કરે તો દૃષ્ટિવાળો ખેલાડી મદદનીશનો ઉપયોગ કરી શકે છે.

ભારતનાં પ્રથમ મહિલા પોલીસ ઓફિસરઃ કિરણ બેદી


મહાનુભાવ
કિરણ બેદીનો જન્મ ૯ જૂન,૧૯૪૯ના રોજ અમૃતસરમાં થયો હતો. ૧૯૭૨ની સાલમાં તેઓ ભારતીય પોલીસ દળ સાથે સંકળાયાં હતાં. એ સમયે પોલીસ દળમાં જોડાનારાં તેઓ પ્રથમ ભારતીય મહિલા હતાં. ભારતની પ્રથમ મહિલા પોલીસ ઓફિસર તરીકેનું બહુમાન તેઓ ધરાવે છે. પોલીસ દળમાંથી નિવૃત્ત થયા બાદ તેઓ સામાજિક કાર્યો સાથે સંકળાયેલાં છે. વર્ષ ૨૦૧૧ના ભારતીય માનવતા વિકાસ પુરસ્કારથી તેમને સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
શાળાકીય અભ્યાસ દરમિયાન કિરણ એનસીસી ( નેશનલ કેડેટ કોર્પ્સ) સાથે સંકળાયેલાં હતાં. જેના કારણે તેમને વિવિધ સ્થળોની મુલાકાત લેવાનું થતું. પરિણામે લોકોની દયાજનક પરિસ્થિતિનો ચિતાર તેમને ખૂબ નાની વયે જ આવી ગયો હતો. પરોપકારી સ્વભાવ ધરાવનારાં બેદી અનુશાસનમાં ખૂબ જ માનતાં હતાં. તેમના પિતા તેમને ટેનિસ પ્લેયર બનાવવા ઈચ્છતા હતા. કિરણને પણ ટેનિસ રમવાનો જબરો શોખ હતો. ૧૯૬૬માં તેમણે જુનિયર નેશનલ લોન ટેનિસ ચેમ્પિયનશિપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. જ્યારે ૧૯૭૨માં એશિયન લોન ટેનિસ ચેમ્પિયનશિપ ઉપરાંત ૧૯૭૬માં ઓલ ઈન્ડિયા ઈન્ટરસ્ટેટ વુમન્સ લોન ટેનિસ ચેમ્પિયનશિપમાં પણ તેમણે જીત મેળવી હતી. કિરણે પોલિટિકલ સાયન્સમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. તે સમયે આ રીતના વિષયોમાં કોઈ છોકરી રુચિ દાખવે તે થોડું વિસ્મય પમાડનારું હતું છતાં પણ કિરણ તેમનાં ધ્યેયને લઈને એકદમ દૃઢ હતાં. મક્કમ મનોબળ ધરાવનારાં કિરણ બેદીએ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવાની શરૂઆત કરી હતી. ૧૯૭૨માં તેમની મહેનત રંગ લાવી હતી. તેમની પાસે સારીઉચ્ચ હોદ્દાની અને શાંતિથી કામ કરી શકાય તેવી ઘણી નોકરીઓના વિકલ્પ હતા. છતાં પણ તેમણે આઈપીએસની પસંદગી કરી અને આજીવન લોકોની રક્ષા અને સમૃદ્ધ સમાજના નિર્માણમાં પોતાની જાતને જોતરી. તેઓ જાણતાં હતાં કે તેમના ક્ષેત્રમાં તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવાનો આવશે. એક મહિલા તરીકે તેમને ઘણાં વિપરીત સંજોગોની સામે ઊભા રહેવું પડશે અને જોખમોનો સામનો કરવો પડશે. આ બધી જ વાસ્તવિકતાઓથી વાકેફ હોવા છતાં કિરણ તેમના આઈપીએસ બનવાના લક્ષ્યને વળગી રહ્યાં અને દૃઢ મનોબળના સથવારે તેમણે પોલીસ ઓફિસર તરીકેની કારકિર્દી ખૂબ સુપેરે નિભાવી. કિરણે પોલીસ ઓફિસર તરીકેની કામગીરીની સાથે સાથે કાયદાની ડિગ્રી પણ લીધી જેથી તેઓ તેમના કાર્યને આસાનીથી નિભાવી શકે અને કાયદાની આંટીઘૂંટી અને કાનૂની કાર્યવાહીમાં ક્યારેય કોઈ ખોટી રીતે તેમને પરેશાન ન કરે.
મિઝોરમચંદીગઢ જેવાં વિવિધ સ્થળોએ તેમને ટ્રાફિક મેનેજમેન્ટવીઆઈપી સિક્યોરિટીચરસ -ગાંજાના દૂષણને અટકાવવા જેવાં મહત્ત્વનાં મિશન તેમને સોંપવામાં આવ્યાં હતાં. ભારતની જાણીતી તિહાડ જેલમાં સુધારા કરવાનો શ્રેય કિરણ બેદીને જાય છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા તેમની કામગીરીને બિરદાવતા તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. પડકારો ઝીલવાનો શોખ ધરાવનારાં કિરણના જીવન પરથી યસ મેડમ સર’ નામની ફિલ્મ પણ બની છે.

ઊર્જાનો અમૂલ્ય સ્રોત પવનઊર્જા


સાયન્સ ટોક
દોસ્તોઊર્જાના જે વિવિધ સ્ત્રોતો છે તેમાં ફરી ફરીને મેળવી શકાય અને અખૂટ ભંડાર કહી શકાય તેવાં સ્ત્રોતોમાં  સૌર ઊર્જાજળઊર્જાનો સમાવેશ થાય છે. કુદરતી સ્ત્રોતો દ્વારા મેળવાતી ઊર્જામાં પવનનો પણ સમાવેશ થાય છે. પવન દ્વારા પણ ઊર્જાનું ઉત્પાદન કરી શકાય છે. વીજળી મેળવવા માટે જે રીત પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરવામાં આવે છે એ જોતાં નજીકના જ ભવિષ્યમાં આપણી પાસે વીજપુરવઠા માટે કોલસો કે ખનીજતેલ જેવાં પુરવઠા નહીં રહે. આવા સમયે સૂર્યપાણી અને પવન જેવાં સ્ત્રોતોમાંથી મેળવવામાં આવતી ઊર્જા સમગ્ર વિશ્વ માટે અને પર્યાવરણ માટે ખૂબ જ લાભદાયી છે. પવનઊર્જા પવનચક્કીની મદદથી ઉત્પાદિત કરવામાં આવે છે. આ પવનચક્કી(વાઈન્ડ મશીન) માં ટર્બાઈન લગાવવામાં આવે છે. જે સતત ગતિશીલ રહે છે અને પવનનું ઊર્જામાં રૂપાંતર કરે છે. જેવી રીતે પવનની મદદથી જહાજ ચાલે છે ને એવી જ રીતે પવનની મદદથી ઊર્જા ઉત્પન્ન કરીને વિવિધ યંત્રો પણ ચલાવી શકાય છે. વિશ્વનું સૌથી મોટું ઊર્જા ઉત્પાદિત કરતું વિન્ડફાર્મ(જ્યાં બહુ બધી પવનચક્કી લગાવવામાં આવી હોય અને તેની મદદથી ઊર્જા ઉત્પન્ન કરવામાં આવતી હોય એ સ્થળ) અમેરિકાના ટેક્સાસમાં આવેલું છે. અહીં ૪૨૧ પવનચક્કીઓ આવેલી છે.

ભારતીય સબમરીન


ભારતીય નૌસેના દેશની સુરક્ષા માટે વિવિધ સરંજામ અને યંત્રોથી સજ્જ બની રહી છે. નૌસેના પાસે વિવિધ યુદ્ધ વિમાનોજહાજો,હેલિકોપ્ટર વગેરે છે. જે દેશની સુરક્ષા માટે સતત કાર્યરત રહે છે. એવી જ રીતે દરિયાઈ સીમામાં સુરક્ષા માટે બીજું મહત્ત્વનું શસ્ત્ર છે સબમરીન. ભારતીય નૌસેના પાસે સિંધુઘોષ ક્લાસ અને શિશુમાર ક્લાસ એમ બે પ્રકારની સબમરીન છે. સિંધુઘોષ ક્લાસમાં સિંધુકોષસિંધુધ્વજ,સિંધુરાજસિંધુવીરસિંધુરત્નસિંધુકેસરીસિંધુર્કીિતસિંધુવિજયસિંધુરક્ષક અને સિંધુશસ્ત્ર એમ  દસ સબમરીનનો સમાવેશ થાય છે જ્યારે શિશુમાર ક્લાસમાં શિશુમારશંકુશ,શાલ્કી અને શાંકુલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ભારતીય નૌસેના પાસે અકુલા ક્લાસઅરિહન્ત ક્લાસ,ર્સ્કોિપઅન ક્લાસ સબમરીન નિર્માણ હેઠળ છે. આજે વાત કરીએ સિંધુઘોષ ક્લાસની...
સિંધુઘોષ સબમરીનનું નામકરણ સંસ્કૃત ભાષાના આધારે કરવામાં આવ્યું છે. આ સબમરીન ૩૦૦૦ ટન જથ્થાને સ્થળાંતરિત કરવાની ક્ષમતા ધરાવે છે. ૧૮ નોટની ઝડપ ધરાવતી ૩૦૦ મીટરની ઊંડાઈ ધરાવે છે. ૧૯૮૬માં પહેલીવાર તેને કાર્યરત કરવામાં આવી હતી. સિંધુઘોષ ૭૨.૬ મીટર લંબાઈ ધરાવે છે તેમજ ૨૨૦ કિમી અંતર સુધી મિસાઈલ તાકવાની ક્ષમતા ધરાવે છે.

સ્પર્ધામાં ખેલાડીઓનું વર્તન


ચેસમાં બનો ચેમ્પિયન
ખેલાડીએ એવું કોઈ કામ ન કરવું જોઈએ જેનાથી ચેસની રમતને હાનિ પહોંચે કે નામ બગડે.
રમત દરમિયાન ખેલાડીઓને કોઈ નોંધનો દુરૂપયોગ કરવાની કે વિશ્લેષણ કરવાની મનાઈ છે.
મોબાઈલ ફોન કે બીજા કોઈ સંદેશા વ્યવહારના ઈલે. સાધન જે નિર્ણાયક દ્વારા માન્ય રાખવામાં ન આવ્યા હોય તે રમતની જગ્યાએ લાવવાની સખત મનાઈ છે. જો રમત દરમિયાન રમતની જગ્યા પર કોઈ ખેલાડીનો મોબાઈલ વાગે તો તે રમત હારી જાય છે.
સ્કોરશિટનો ઉપયોગ માત્ર ચાલઘડિયાળનો સમયડ્રોની ઓફર અને કોઈ દાવાને લગતી વિગતોની નોંધ માટે કરવામાં આવશે.
જો ખેલાડીઓએ રમત પૂરી કરી હોય તેઓની ગણતરી પ્રેક્ષક તરીકે થશે. નિર્ણાયકની પરવાનગી વગર ખેલાડીઓ રમતની જગ્યા છોડી નથી શકતા. કોઈપણ રીતે પ્રતિસ્પર્ધીને ઉશ્કેરવાની કે આર્કિષત કરવાની મનાઈ છે. આમાં ડ્રો માટે ગેરવ્યાજબી દવાઓ અને ગેરવ્યાજબી ઓફર પણ આવી જાય.
ખેલાડી દ્વારા લગાતાર ચેસના કાયદાનો અમલ ન કરવામાં આવે તો દંડ પેટે રમત ગુમાવશે અથવા નિર્ણાયક પ્રતિસ્પર્ધીનો સ્કોર નક્કી કરશે. ચેસની રમત ભલે બેઠા બેઠા રમવાની હોય,પરંતુ તેમાં કાયદા અને નિયમોનું ઉલ્લંઘન નહીં કરવાનું અને ફરજિયાપણે તેનું પાલન કરવું જરૂરી બની જાય છે.
આ ઉપરાંત આ રમત મગજથી રમવામાં આવે છે તેથી ધ્યાનપૂર્વક આ રમત રમવી જોઈએ.
* ક્યારેય ચીટિંગનો આશ્રય ન લેવો જોઈએ.
* જ્યારથી ચેસ રમવાની શરૂઆત કરો ત્યારથી ચેસના નાનામાં નાના અને પાયાના નિયમોને અનુસરવાનું રાખો જેથી સ્પર્ધા દરમિયાન કોઈ સમસ્યા ન ઉદ્ભવે.
* સમયનું પાલન કરવાનું રાખોનિર્ણાયકની સાથે તાલમેલ સાધીને કામ કરવાનું રાખો.
* મગજને કસનારી આ રમતમાં સહેજપણ બેદરકારી નથી પરવડતી. તેથી વિચારી વિચારીને મહોરા ચાલવાનું રાખો. એકવાર જો મહોરૃં ચાલવામાં આવે પછી તેની પીછેહઠ નથી થઈ શકતી. રમતના સ્થળે ધૂમ્રપાન કરવાનું ટાળો.
* ઓછી દૃષ્ટિવાળા ખેલાડીની સાથે જો રમત ચાલતી હોય તો તેને પૂરેપૂરો સહકાર આપવાનું રાખો.

વીજસંશોધનમાં મહત્ત્વનું પ્રદાન આપનારા નિકોલા ટેસ્લા


મહાનુભાવ
મિત્રોઆપણે જે વીજળી અત્યારે વાપરીએ છીએ તેની શોધ સાથે બેન્જામિન ફ્રેન્કલિન કે માઈકલ ફેરાડેનું નામ જોડાયેલું હોય પરંતુ કર્મિશયલ એટલે કે વપરાશ માટે વીજળીની સુગમતા કેળવવામાં નિકોલા ટેસ્લા નામના વૈજ્ઞાનિકનું પણ અમૂલ્ય પ્રદાન રહ્યું છે. નિકોલા ટેસ્લાનો જન્મ ૧૦ જુલાઈ,૧૮૫૬ના રોજ ક્રોએશિયાના સ્મિઆનમાં થયો હતો. તેઓ ભૌતિકશાસ્ત્રીશોધકયંત્રવિદ્યા અને વીજળીથી ચાલતા વિવિધ યંત્રોમાં નિપુણતા ધરાવતા હતા. ૧૯મી અને ૨૦મી સદીમાં વીજચુંબકીય તરંગોના ઉત્પાદન અને સંશોધનમાં તેમણે ક્રાંતિકારી શોધો કરી હતી. ટેસ્લાએ વીજળીના સંબંધમાં જેટલી પણ શોધો અને સંશોધનો કર્યા છેપેટન્ટ નોંધાવી છે તેનો અલાયદો અભ્યાસ વિજ્ઞાનની ઈલેક્ટ્રીકલ એન્જિનિયરીંગની શાખામાં કરવામાં આવે છે. ઊદ્યોગોમાં વીજળીના વપરાશની સુગમતા કેળવવા માટે ટેસ્લાએ આપેલાં નોંધપાત્ર પ્રદાનને સેકન્ડ ઈન્ડસ્ટ્રીઅલ રિવોલ્યુશન તરીકે ઓળખવામાં આવે છે.
રોબોટિક્સરિમોટ કન્ટ્રોલરડારકમ્પ્યુટર સાયન્સ વગેરે ઉપકરણોની બનાવટમાં ટેલ્સાએ આપેલાં નિયમો અને સિદ્ધાંતોને અનુસરવામાં આવે છે.  ૧૮૯૩ની સાલમાં ધાતુના તારના ઉપયોગ વિના તરંગોની મદદથી કોઈ ઉપકરણને કેવી રીતે ચલાવી શકાય તેનો ખ્યાલ રજૂ કર્યો હતો. બાદમાં તેમણે તેમની આ થિયરીને સાકાર સ્વરૂપ આપ્યું હતું. વોર્ડનક્લિફ ટાવર પ્રોજેક્ટ કરીને તારના ઉપયોગ વિના ઊદ્યોગોને વીજળીની સુવિધા આપવાની શરૂઆત આ ટાવરની મદદથી કરવામાં આવી હતી. ન્યૂયોર્ક ખાતે આવેલાં આ ટાવરને ટેસ્લા ટાવર તરીકે પણ ઓળખવામાં આવે છે.
વિવિધ વિષયોમાં નિપુણ એવા ટેસ્લા વિવિધ ભાષાઓમાં પણ પ્રાવીણ્ય ધરાવતા હતા. તેઓ ર્સિબઅનઝેચઅંગ્રેજીફ્રેન્ચજર્મનહંગેરીઅનઈટાલિઅન અને લેટિન જેવી આઠ ભાષાઓ જાણતા હતા. તેમના નામે ભૌતિકશાસ્ત્રમાં ટેસ્લા નામનો એકમ પણ વિકસાવવામાં આવ્યો છે જ્યારે યાંત્રિક ઉપકરણમાં ઉપયોગમાં લેવાતી કોઈલને ટેસ્લા કોઈલ તરીકે ઓળખવામાં આવે છે.

રંગબેરંગી છત્રીઓ


૧૬૦૯ સુધી અંગ્રેજી શબ્દકોશમાં અમ્બ્રેલા શબ્દનો ઉમેરો કરવામાં આવ્યો અને બાદમાં તે પ્રચલિત બન્યો.
દવરસાદમાં પલળવાની મજા આવે પણ પાછું પલળવાનું પણ કેવી રીતે! હાથમાં છત્રી લઈને....છત્રીઓ આમ તો વરસાદ અને તાપની સામે રક્ષણ મેળવવા માટે વાપરવામાં આવે છે પણ કેટલીક વાર છત્રીને કારણે પલળવાની પણ મોજ પડી જતી હોય છે. છત્રી લઈને નીકળવાનું એટલે ઘરે લાગે કે છોકરાંઓ વરસાદમાં પલળશે નહીં પણ છત્રી તો સાથે ખાલી નામની જ હોય છે. છત્રીના બહાને પલળવાનું. આજે છત્રીના ઇતિહાસ વિશે માહિતી મેળવીએ.
છત્રીને અંગ્રેજીમાં અમ્બ્રેલા અથવા પેરાસોલ તરીકે ઓળખવામાં આવે છે. લેટીન શબ્દ અમ્બ્રા જેનો અર્થ થાય છે છાંયડો તેના પરથી અમ્બ્રેલા શબ્દ ઊતરી આવ્યો છે. ૧૬૦૯ સુધી અંગ્રેજી શબ્દકોશમાં અમ્બ્રેલા શબ્દનો સમાવેશ નહોતો કરવામાં આવ્યો. બાદમાં આ શબ્દની ઉમેરણી કરવામાં આવી અને તે પ્રચલિત બન્યો. બીજી મજાની વાત એ કે અમ્બ્રેલા(umbrella)ની જોડણી આ રીતે નહોતી કરવામાં આવતી. આપણે અત્યારે આ રીતે લખીએ છીએ પણ પહેલાં તો umbrellow ,umbrello , umbrillo , આવતા હતા. છત્રીની સૌથી પહેલી શોધ કોણે કરી હતી તેના વિશે તો માહિતી નથી મેળવી શકાતીપરંતુ જુદી જુદી સંસ્કૃતિઓમાં છત્રીને લઈને જુદા જુ    દા સંદર્ભો મળે છે. જોકે આપણે અત્યારે જે ડિઝાઈનનીસાઈઝનીકલરની છત્રી વાપરીએ છીએ તેની શોધ કરવાનો શ્રેય લંડનના જ્હોન હાનવેને જાય છે. છત્રીઓ વિશે બીજી રસપ્રદ વાત એ છે કે દર વર્ષે આખા વિશ્વમાંથી પંચોતેર હજાર છત્રીઓની ચોરી થાય છે. વિવિધ રંગો અને વિવિધ આકાર ધરાવતી છત્રીઓ એટલી લોકપ્રિય છે કે તેનો ઉપયોગ કોલ્ડ્રીંક્સના ગ્લાસને શણગારવા માટે પણ કરવામાં આવે છે.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજ


મહાનુભાવ
ભારતની જુદી જુદી રમતો માટે જાણીતી મહિલા ખેલાડીઓનાં નામ વિશે પૂછીએ તો સાનિયા,સાયના સિવાય ભાગ્યે જ કોઈ નામ યાદ આવશે હેં ને..! પણ ભારતને જુદી જુદી રમતોમાં ગોરવભર્યું સ્થાન અપાવવામાં ઘણીબધી મહિલા ખેલાડીઓએ મહેનત કરી છે. ભારતની ફેવરિટ રમત કઈ છે - ક્રિકેટ. તો મહિલાક્રિકેટમાં પણ આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતું બનાવવામાં મહિલા ખેલાડીઓનો હાથ હોય કે નહીં! આજે વાત કરીશું ભારતની જાણીતી મહિલા ક્રિકેટર મિતાલી રાજ વિશે. જો તમે એમને જાણતા ન હો તો આજથી ઓળખવા લાગશો. આપણે ત્યાં ક્રિકેટમાં જેમ યુવરાજસિંઘ ટીમમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે ને એ જ રીતે મિતાલી રાજ ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં લેડી યુવરાજનું સ્થાન ધરાવે છે. તે ઓલરાઉન્ડર છે એટલે કે સરસ બેટિંગ કરી શકે છેબોલિંગ કરી શકે છે.
મિતાલીનો જન્મ ૩ ડિસેમ્બર,૧૯૮૨ના રોજ રાજસ્થાનના જોધપુર ખાતે થયો હતો. તે ભારતીય મહિલા ક્રિકેટ ટીમનું એકદિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ અને ટેસ્ટ મેચમાં પ્રતિનિધિત્વ કરે છે. એટલે કે તે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન છે. મિતાલીએ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રિકેટ રમવાની શરૃઆત ૧૯૯૯માં કરી હતી. આયર્લેન્ડ સામેની પહેલી મેચમાં તેણે નાબાદ ૧૧૪ રન ફટકાર્યા હતા. ટેસ્ટ ક્રિકેટ રમવાની શરૃઆત વર્ષ ૨૦૦૧-૨૦૦૨માં કરી હતી. મિતાલી રાજને તેની ટૌન્ટન ખાતેની યાદગાર ઈનિંગ માટે યાદ કરવામાં આવે છે. આ ઈનિંગે તેને રાતોરાત લોકપ્રિય અને જાણીતી બનાવી દીધી હતી. ટૌન્ટોન ખાતે રમાયેલી ઈંગ્લેન્ડ સામેની મેચમાં તેણે ૨૧૪ રન કર્યા હતા. મહિલા ટેસ્ટ ક્રિકેટમાં આ સ્કોરે વિક્રમ સ્થાપિત કર્યો હતો. મિતાલી રાજની આગેવાનીમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ૨૦૦૫માં મહિલા ક્રિકેટ વર્લ્ડકપની ફાઈનલ મેચમાં પહોંચી હતી. જોકે ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાની સામે હાર થઈ હતી. મિતાલીને તેના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે વર્ષ ૨૦૦૩માં અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. ફેબ્રુઆરી ૨૦૧૦માં આઈસીસી વર્લ્ડ વુમન્સ ક્રિકેટમાં મિતાલી રાજ નંબરવનના સ્થાને હતી. મિતાલી ભરતનાટયમ્ની ખૂબ સારી ડાન્સર છે.

ભારતીય સૈન્યનું મહત્ત્વનું શસ્ત્ર-મિગ-૨૧


* મિગ-૨૧નું નિર્માણ રશિયાના મિકોયન ગુરવિચ દ્વારા કરવામાં આવ્યું હોવાથી તેમના નામના આધારે તેનું નામ મિગ રખાયું છે.
* મિગ-૨૧નું હુલામણું નામ બાલાલાઈકા છે.
* લગભગ ૫૦ દેશો મિગ-૨૧નો ઉપયોગ કરે છે.
* મિગ-૨૧ના નામે કેટલાક રેકોર્ડ પણ છે. એવિયેશનના ઇતિહાસમાં મોટા પ્રમાણમાં ઉત્પાદિત થયેલા સુપર સોનિક એરક્રાફ્ટમાં મિગ-૨૧નો સમાવેશ થાય છે. આ ઉપરાંત કોરિયન યુદ્ધ પછી જેટલાં પણ ફાઈટર પ્લેન તૈયાર કરવામાં આવ્યા છે એ બધામાં સૌથી વધુ પ્રમાણમાં મિગ-૨૧નું ઉત્પાદન
થયું છે.
* ૧૪ ફેબ્રુઆરી૧૯૫૫ના રોજ પહેલી વાર તેણે ઉડાન ભરી હતી.

* રશિયામાં ગોર્કીમોસ્કો અને બિલીસ ખાતે આ જેટ ફાઈટર પ્લેનનું ઉત્પાદન કરવામાં
આવે છે.
* ૧૯૬૧માં ભારતીય સૈન્યએ મિગ-૨૧ ખરીદવાની શરૂઆત
કરી હતી.

વિશ્વમાંથી લુપ્ત થઈ ગયેલી પ્રાણીઓની પ્રજાતિઓ


જંગલબુક
વિશ્વમાં પ્રાણીઓની એવી પણ પ્રજાતિઓ છે જેઓ લુપ્ત થઈ ચૂકી છે. એટલે કે હવે તેમનાં નામ જ અસ્તિત્વ ધરાવે છે
ત્રોઆપણે ત્યાં વાઘલેમૂર જેવાં ઘણાં પ્રાણીઓ છે જેમની સંખ્યામાં એક સમયે ચિંતાજનક રીતે ઘટાડો નોંધાઈ રહ્યો હતો. તેમને બચાવવા માટે અભિયાન હાથ ધરવું પડયું છે. પણ વિશ્વમાં પ્રાણીઓની એવી પણ પ્રજાતિઓ છે જેઓ લુપ્ત થઈ ચૂકી છે. એટલે કે હવે તેમનાં નામ જ અસ્તિત્વ ધરાવે છે. એ પ્રાણીઓ અસ્તિત્વ નથી ધરાવતાં ડાયનાસોરની જેમ...
ટારાનોસોર રેક્સઃ ૬.૫ કરોડ વર્ષ પહેલાં ટારાનોસોર રેક્સ પૃથ્વી પર થઈ ગયા. અદ્દલ ડાયનાસોર જેવાં... ટારાનોસોર રેક્સ ૪૩.૩ ફૂટ લંબાઈ ધરાવતા હતા અને ૧૬.૬ ફૂટ ઊંચાઈ ધરાવતા હતા. તેમનું વજન લગભગ સાત ટન જેટલું હતું.
કાગાઃ કાગા ઝિબ્રા અને ઘોડાને મળતું આવતું હતું. ૧૮૮૩ની સાલમાં તે લુપ્તપ્રાય થઈ ગયું. આફ્રિકાનાં જાણીતાં પ્રાણીઓમાં તેનો સમાવેશ થતો હતો. તેને શરીરની એક જ તરફ ઝિબ્રા જેવા પટ્ટા હતા. કાગા ખૂબ જ હિંસક હતું. ૧૨ ઓગસ્ટ૧૮૮૩ના રોજ એમસ્ટરડેમના આર્ટીસ મગીસ્ટ્રા પ્રાણીસંગ્રહાલય ખાતે છેલ્લું કાગા પણ મૃત્યુ પામ્યું હતું અને આ સાથે જ પૃથ્વી પરથી તેનું અસ્તિત્વ નામશેષ થઈ ગયું હતું.
ટાસ્માનીઅન ટાઈગરઃ ટાસ્માનીઅન ટાઈગર ૧૯૩૬ની સાલમાં નામશેષ થઈ ગયા. આ સસ્તન પ્રાણી પોતાનાં બચ્ચાંને કોથળીમાં સાથે રાખીને ફરતું. ઓસ્ટ્રેલિયા અને ન્યુ ગિનીમાં તે જોવા મળતું. પ્રમાણમાં સારું એવું હિંસક આ પ્રાણી મનુષ્યોને કારણે અને અસ્તિત્વ ટકાવી રાખવા માટે અન્ય પ્રાણીઓ સાથેની દુશ્મનીને કારણે તે નામશેષ થઈ ગયું.
સ્ટેલર્સ સી કાઉઃ ૧૭૬૮માં લુપ્તપ્રાય થયેલ આ પ્રાણી સહેજ પણ રક્ષણાત્મક ન હતું. તે ખૂબ જ ભીરુ એટલે કે ડરપોક હતું. ૧૭૪૧માં જ્યોર્જ સ્ટેલર નામના પ્રકૃતિવિદે તેની શોધ કરી હતી.  ત્રણ ટન જેટલું વજન આ પ્રાણી ધરાવતું હતું. સીલ અને વ્હેલ જેવાં પ્રાણીઓને મળતું આવતું હતું.
આઈરિશ ડિઅરઃ ડિઅર એટલે હરણ. વિશ્વના સૌથી મોટા હરણમાં આઈરિશ ડિઅરનો સમાવેશ થતો હતો. ૭,૭૦૦ વર્ષ અગાઉ તે નામશેષ થઈ ગયું. આ પ્રાણી યુરેશિયાથી લઈને આયર્લેન્ડ અને લેક બેઈકલ સુધીના પ્રદેશોમાં જોવા મળતું હતું. લગભગ ૧૨ ફૂટ ઊંચાં શિંગડાં ધરાવતું આ હરણ ૯૦ પાઉન્ડ વજન ધરાવતું હતું.
કાસ્પિઅન ટાઈગરઃ વાઘની બધી જ પ્રજાતિઓમાં કાસ્પિઅન ટાઈગર ત્રીજી સૌથી મોટી પ્રજાતિ હતી. ૧૯૭૦માં છેલ્લે આ વાઘ જોવા મળ્યો હતો. ઈરાનઈરાકઅફ્ઘાનિસ્તાનટર્કી,મોંગોલિયાઉઝબેકિસ્તાનમાં આ વાઘ જોવા મળતા હતા.
ઔરોક્સઃ ઈ.સ. ૧૬૨૭ની આસપાસ ઔરક્સ લુપ્તપ્રાય થઈ ગયાનું નોંધાયું છે. આ ઉપરાંત એન્ટિલિઅન કેવ રેટ( ગુફામાં જોવા મળતા ઉંદર)અરેબિઅન ગેઝલબાર્બાડોસ રેકૂન જેવાં ઘણાં પ્રાણીઓ છે જે નામશેષ થઈ ચૂક્યાં છે.

સ્વતંત્ર ભારતના ઘડવૈયા


મહાનુભાવ
૧૫ ઓગસ્ટ એટલે આપણો સ્વાતંત્ર્ય દિન. ભારતને અંગ્રેજોના શાસનમાંથી મુક્ત કરાવવામાં ઘણાં લડવૈયાઓએ પોતાનું લોહી વહાવ્યું હતું. એમાં મંગલ પાંડે પણ આવી જાયતાત્યા ટોપે પણ આવી જાય અને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પણ આવી જાય. આવા તો ઘણાં નામો છે - શહીદ ભગત સિંહચંદ્રશેખર આઝાદસુભાષચંદ્ર બોઝબાળ ગંગાધર તિલક વગેરે વગેરે... આજે આપણે એવી કેટલીક વિભૂતિઓને યાદ કરીએ જેમણે આપણને આઝાદીની ભેટ આપી

ડો. એની બેસન્ટ
ડો. એની બેસન્ટ વિદેશી હતા. ભારત તરફના પ્રેમથી ખેંચાઈને તેઓ ભારત આવ્યા હતા. એની બેસન્ટનો જન્મ ૧ ઓક્ટોબર૧૮૪૭ના રોજ લંડનમાં થયો હતો. ૧૮૯૩માં તેઓ ભારત આવીને વસ્યા હતા. તેઓ મહાત્મા ગાંધીના અનુયાયી હતા. ન્યુ ઈન્ડિયા નામનું સમાચારપત્ર તેમણે શરૂ કર્યું હતું જેણે આઝાદીની ચળવળમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. ૧૯૩૩માં તેઓ મૃત્યુ પામ્યા હતા.
બાલ ગંગાધર તિલક
બાલ ગંગાધર તિલકને આધુનિક ભારતના પિતામહ માનવામાં આવે છે. તેઓ કુશળ રાજકારણી હતા. ગણેશોત્સવને જાહેર તહેવારમાં ફેરવનારા તિલકનો જન્મ ૨૨ જુલાઈ૧૮૫૬ના રોજ મહારાષ્ટ્રમાં થયો હતો. અંગ્રેજોની સામે તેમણે વિવિધ ચળવળોમાં ભાગ લીધો હતો. સ્વરાજ મારો જન્મ સિદ્ધ અધિકાર છે એ સૂત્ર તેમણે આપ્યું હતું. તિલક ૧ ઓગસ્ટ૧૯૨૦ના રોજ મૃત્યુ પામ્યા હતા.
ભુલાભાઈ દેસાઈ
ભુલાભાઈ દેસાઈનો જન્મ ૧૩ ઓક્ટોબર૧૮૭૭ના રોજ વલસાડમાં થયો હતો. વ્યવસાયે તેઓ વકીલ અને રાજકારણી હતા. બ્રિટિશ સરકારની ખેડૂત વિરોધી નીતિઓને વાચા આપવામાં ભુલાભાઈએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. અસહકારની ચળવળમાં મહાત્મા ગાંધીસરદાર પટેલની સાથે ભુલાભાઈએ આ સત્યાગ્રહની આગેવાની લીધી હતી. તેઓ ૬ મે૧૯૪૬ના રોજ મૃત્યુ પામ્યા હતા.
ગોપાલકૃષ્ણ ગોખલે
ગોપાલકૃષ્ણ ગોખલેનો જન્મ ૯ મે૧૮૬૬ના રોજ મહારાષ્ટ્રમાં થયો હતો. સામાજિક ઉદ્ધારક તરીકે તેમની ગણના કરવામાં આવે છે.
બિપીનચંદ્ર પાલ
આઝાદ ભારતના ઘડવૈયાઓમાં લાલ બાલ પાલની ત્રિપુટી જાણીતી છે. લાલ એટલે લાલા લજપત રાયબાલ એટલે બાલ ગંગાધર તિલક અને પાલ એટલે બિપીન ચંદ્ર પાલ. બિપીન ચંદ્ર પાલ પત્રકારસામાજસુધારકશિક્ષક અને સ્વાતંત્ર્ય સેનાની હતા. તેમણે ભારતના લોકોમાં આઝાદીની લહેરખી જગાવવામાં અગત્યની ભૂમિકા ભજવી હતી. રાજા રામ મોહન રાયકેશવ ચંદ્ર સેનમર્હિષ અરવિંદો ઘોષ અને રવીન્દ્રનાથ ટાગોર જેવા મહાનુભાવોના સ્વતંત્ર્યતાને લગતા વિચારો અને તેમનાં કાર્યો પાલ જનસમૂહ સુધી પહોંચાડવાનું કામ કરતા હતા. પરિદર્શકન્યુ ઈન્ડિયા,વંદે માતરમ્ જેવાં મુખપત્રો તેમના દ્વારા શરૂ કરવામાં આવ્યા હતા. રાજકારણ ક્ષેત્રે સક્રિય રહેનારા એવા પાલ ૨૦ મે૧૯૩૨ના રોજ મૃત્યુ પામ્યા હતા.
બિધાનચંદ્ર રોય
ભારતમાં તબીબી ક્ષેત્રમાં બિધાન ચંદ્ર રોયનું નામ ખૂબ આદર અને માન સાથે લેવામાં આવે છે. અંગ્રેજોની અત્યાચારી અને દમનભરી નીતિ વચ્ચે નર્કાગાર જેવું જીવન જીવી રહેલી ગરીબ પ્રજાના સ્વાસ્થ્ય અને તંદુરસ્તી માટે બી.સી.રોયે તબીબી ક્ષેત્રે ખૂબ સરસ અને નોંધપાત્ર કામ કર્યું હતું. તેમનું માનવું હતું કે જો ભારતને આઝાદી મેળવવી હશે તો લોકોએ માનસિક અને શારીરિક રીતે તંદુરસ્ત રહેવું પડશે. ૧ જુલાઈ૧૮૮૨ના રોજ પટનામાં જન્મેલા બિધાન ચંદ્ર રોયને ભારતરત્નથી નવાજવામાં આવ્યા હતા. ૧ જુલાઈ૧૯૬૨ના રોજ તેઓ મૃત્યુ પામ્યા હતા.
ચક્રવર્તી રાજગોપાલાચારી
સી. રાજગોપાલાચારી ભારતના પહેલા ગવર્નર જનરલ હતા. ભારતરત્ન રાજગોપાલાચારી સફળ વહીવટકર્તા અને કુશળ રાજકારણી હતા.
મૃત્યુપર્યંત તેઓ રાજકારણ ક્ષેત્રે સક્રિય રહ્યા હતા. ભારતના બંધારણમાં જરૂરી મૂલ્યોને સૂચવનારા રાજગોપાલાચારીનો જન્મ ૧૦ ડિસેમ્બર૧૮૭૮ના રોજ તમિલનાડુમાં થયો હતો. સત્તામાં ન હોય છતાં પણ અમેરિકન રાષ્ટ્રપ્રમુખનું વ્હાઈટ હાઉસની મુલાકાત માટે આમંત્રણ મેળવનારા તેઓ પહેલા નાગરિક હતા.૧૯૭૨માં ટૂંકી બીમારી બાદ તેઓ મૃત્યુ પામ્યા હતા.
ચંદ્રશેખર આઝાદ
૨૩ જુલાઈ૧૯૦૬ના રોજ જન્મેલા ચંદ્રશેખરની સાચી અટક તિવારી હતી. પરંતુ આઝાદી માટે અંગ્રેજોની સામે પડનારા અને આંખના કણાંની જેમ ખૂંચનારા ચંદ્રશેખરે આઝાદ શબ્દને જ પોતાની અટક બનાવી દીધી હતી.
ભગત સિંહ અને ચંદ્રશેખર આઝાદની સ્વરાજ મેળવવાની વિચારધારા સમાન હતી. તેથી જ તેમણે સાથે મળીને આઝાદીની ચળવળને વેગવાન બનાવી હતી.
ઈન્કિલાબ ઝિન્દાબાદનો નારો આપનારા આઝાદ આખરી શ્વાસ સુધી અંગ્રેજો સામે લડતા રહ્યા હતા. તેમણે અંગ્રેજોના હાથમાં નહીં આવવાની કસમ લીધી હતી. એટલે જ જ્યારે એમને લાગ્યું કે હવે અંગ્રેજોની ચુંગાલમાંથી છટકી શકાય એમ નથી ત્યારે તેમણે પોતાની જાતને ગોળી મારીને મોતને વહાલું કર્યું હતું.
દાદાભાઈ નવરોજી
દાદાભાઈ નવરોજીનો જન્મ ૪ સપ્ટેમ્બર૧૮૨૫ના રોજ થયો હતો. દાદાભાઈનું માનવું હતું કે ભારતની નિરક્ષર પ્રજાનો લાભ અંગ્રેજો ઉઠાવી રહ્યા છે. આથી તેમણે ભારતના લોકોને સાક્ષર બનાવવાનું બીડું ઝડપ્યું હતું. સમાજ સુધારક એવા દાદાભાઈ ૯૨ વર્ષની ઉંમરે ૩૦ જૂન૧૯૧૭ના રોજ મૃત્યુ પામ્યા હતા.
ભગતસિંહ 
ત્રેવીસ વર્ષની ઉંમરે માભોમ માટે શહીદી વહોરનારા ભગતસિંહનો જન્મ ૨૭ સપ્ટેમ્બર૧૯૦૭ના રોજ પંજાબના બાંગા નામના ગામમાં થયો હતો. અંગ્રેજોના નાકમાં દમ કરી દેનાર ભગત સિંહને ૨૩ માર્ચ૧૯૩૧ના રોજ ફાંસી આપવામાં આવી હતી. તેઓ શહિદે આઝમ તરીકે ઓળખાય છે.
જયપ્રકાશ નારાયણ
આઝાદીની વાત કરીએ અને જય પ્રકાશ નારાયણને ભૂલી જઈએ તો ન ચાલે. જયપ્રકાશ નારાયણનો જન્મ ૧૧ ઓક્ટોબર૧૯૦૨ના રોજ ઉત્તરપ્રદેશમાં થયો હતો. આઝાદીની ચળવળમાં ગાંધીજીની પડખે
રહેનારા નારાયણને
બ્રિટિશ શાસનની નીતિઓ વિરુદ્ધ બોલવા માટે જેલવાસ ભોગવવાનો વારો આવ્યો હતો. તેમનું જીવન વિનોબા ભાવેની સર્વોદય ચળવળને સર્મિપત કરનારા નારાયણ સફળ રાજકારણી હતા. લોકસેવક અને લોકનાયકનું બિરુદ મેળવનારા નારાયણ ૮ ઓક્ટોબર૧૯૭૯ના રોજ મૃત્યુ પામ્યા હતા.
રામ મનોહર લોહિયા
રામ મનોહર લોહિયાનો જન્મ ૨૩ માર્ચ૧૯૧૦ના રોજ થયો હતો. તેઓ રાજકારણ ક્ષેત્રે સક્રિય હતા. ઈન્ડિયન નેશનલ કોેંગ્રેસ પક્ષની નવી શાખા ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીની સ્થાપના કરી હતી. શિક્ષણ ક્ષેત્રે તેમણે મહત્ત્વના ફેરફાર હાથ ધર્યા હતા. ખેડૂતોના પ્રશ્નોને વાચા આપતી હિંદ કિસાન પંચાયતની સ્થાપના તેમણે કરી હતી.
આ ઉપરાંત જવાહરલાલ નહેરુસરદાર વલ્લભભાઈ પટેલવીર સાવરકર,સરોજિની નાયડુવિજ્યા લક્ષ્મી પંડિતઝાંસીની રાણીતાત્યા ટોપેડો. ઝાકિર હુસૈનખાન અબ્દુલ ગફાર ખાનસર્વપલ્લી રાધાક્રિષ્નનરાજેન્દ્રપ્રસાદલાલા લજપતરાય અને લાલ બહાદુર શાસ્ત્રી જેવી ઘણી મહાન વિભૂતિઓનો સમાવેશ થાય છે.
બંકિમચંદ્ર ચેટર્જી
આપણાં રાષ્ટ્રીય ગાન વંદેમાતરમ્ના રચયિતા એટલે બંકિમચંદ્ર ચેટર્જી કે ચટ્ટોપાધ્યાય. ચેટર્જી સાહિત્યકાર હતા. તેમનો જન્મ ૨૬ જૂન૧૮૩૮ના રોજ પ.બંગાળમાં થયો હતો. ભારતની ભૂમિને પ્રેમ કરનારા ચેટર્જી ૮ એપ્રિલ૧૮૯૪ના રોજ મૃત્યુ પામ્યા હતા.
ગાંધી બાપુ
આપણાં સૌના પ્રિય લોકલાડીલા બાપુ એટલે કે ગાંધી બાપુ. મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ ૨ ઓક્ટોબર૧૮૬૯ના રોજ પોરબંદરમાં થયો હતો. સમગ્ર ભારતમાં આઝાદીની અહાલેક જગાવવામાં ગાંધીબાપુએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. તેમના વિશે તો જેટલું લખીએ એટલું ઓછું પડે બરાબરને! ગાંધી બાપુ ૩૦ જાન્યુઆરી,૧૯૪૮ના રોજ મૃત્યુ પામ્યા હતા.

રાષ્ટ્રધ્વજ કોઈ પણ દિવસે ફરકાવી શકાય છે એવું કેમ?


તબાળમિત્રોતમે એ વિગતો તો વાંચી જ હશે કેઆપણો રાષ્ટ્રધ્વજ પહેલી વાર ક્યાંકઈ રીતે ફરકાવવામાં આવ્યો હતો? એટલે તેના ઇતિહાસમાં ન જતા આજે આપણે થોડી અલગ પ્રકારની માહિતી મેળવીએ. તમને ખબર છે કે પહેલાં આપણે ફક્ત ચોક્કસ દિવસોએ જ રાષ્ટ્રધ્વજ ફરકાવી શકતા હતાજ્યારે અત્યારના સમયે બધા જ ભારતીયો કોઈ પણ દિવસે રાષ્ટ્રધ્વજ યોગ્ય સન્માન સાથે ફરકાવી શકાય છે.
આની પાછળ ખૂબ જ રસપ્રદ બાબત રહેલી છે ને તમને જાણવી ગમશે જ...વાત એવી  છે કે,દેશના ખૂબ જ જાણીતા ઉદ્યોગપતિ નવીન જિંદાલે ૨૦૦૨માં પોતાના કાર્યસ્થળે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. અને આ બાબત માટે તેમને કહેવામાં આવ્યું કેઆ તેમણે યોગ્ય નથી કર્યુંઆવી રીતે ધ્વજ ફરકાવવા માટે તેમની પર કાનૂની પગલાં લેવાઈ શકે છે. નવીન જિંદાલની વિરુદ્ધમાં અદાલતમાં એક અરજી દાખલ કરવામાં આવી. એટલે  સર્વોચ્ચ અદાલતે દેશની સરકારને કહ્યું કે આ મુદ્દે વિચાર કરવા એક કમિટીની નિમણૂક કરવામાં આવે. એટલે કમિટી દ્વારા બંધારણમાં આ મુદે સંશોધન કરવામાં આવ્યું અને એવું જાહેર કરવામાં આવ્યું કે બધા જ ભારતીયો કોઈ પણ દિવસે યોગ્ય સન્માન સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવી શકે છે. એટલે જ મિત્રો આજે આપણે કોઈ પણ દિવસે તિરંગો લહેરાવી શકીએ છીએ.
એ જ રીતે ૨૦૦૫ પહેલાં આપણે આપણા રાષ્ટ્રધ્વજને ગણવેશ અથવા તો વસ્ત્રોમાં વાપરી શકતા ન હતાપરંતુ ૨૦૦૫માં થયેલા બંધારણીય સંશોધનને આધારે આ અધિકાર પણ ભારતીય નાગરિકોને મળ્યો. જોકે વસ્ત્રોમાં કે ગણવેશમાં રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરતી વખતે એ ધ્યાન રાખવાનું રહે છે કેરાષ્ટ્રધ્વજ કમરની નીચેના ભાગમાં ન હોય. વળી રાષ્ટ્રધ્વજ એ રીતે ન પહેરાવવો જોઈએ કે તેનું સન્માન ન જળવાય.
રાષ્ટધ્વજ સાથે જોડાયેલાં કેટલાંક તથ્યો મહત્ત્વપૂર્ણ રાષ્ટ્રીય કાર્યક્રમોસાંસ્કૃતિક કાર્યક્રમો અને રમતગમતના અવસરો પર સામાન્ય જનતા કાગળના બનાવેલા તિરંગાને ફરકાવી શકે છે,પરંતુ સમારંભ બાદ તેને જમીન પર ફેંકવા તે રાષ્ટ્રધ્વજનું અપમાન છે. જો તમે પણ આમ કરતા હો તો તમારી ભૂલ સુધારી લેજો. તમે જો આ રીતે રાષ્ટ્રધ્વજ જમીન પર પડેલો જુઓ તો અચ્છા બચ્ચા બનીને જમીન પરથી તિરંગાને
ઉઠાવી લેજો.
***
આઝાદ ભારતની પહેલી ટપાલટિકિટ તિરંગાની જ હતી.
તમે આજે જે તિરંગો જુઓ છો તે આપણા તિરંગાને ૨૨ જૂલાઈ ૧૯૪૭ના રોજ બંધારણ સભાએ સ્વીકાર્યો હતો ત્યાર બાદ સ્વતંત્રતા દિવસ પર એટલે કે ૧૫ ઓગસ્ટટ ૧૯૪૭ના રોજ તેને શાન અને સન્માન સાથે ફરકાવવામાં આવ્યો હતો.
***
આપણા ધ્વજની ડિઝાઇન ભારતીય કોંગ્રેસના એ સ્વરાજના ઝંડા પર આધારિત છે જેને પિંગલી વૈંકેયાએ ડિઝાઇન કર્યો હતો.
***
ઈ.સ ૨૦૦૨માં ફ્લેગ ઇન્ડિયા કોડ લાગુ કરવામાં આવ્યો જેમાં તિરંગા સાથે જોડાયેલી કેટલીક મહત્ત્વપૂર્ણ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો.આ સમય પહેલાં રાષ્ટ્રીય દિવસને બાદ કરતા સામાન્ય જનતા કોઈ સાર્વજનિક સ્થળે ઝંડો ફરકાવી શકતી ન હતીફક્ત સરકારી કાર્યાલયો પર જ ઝંડો લહેરાતો રહેતો હતો.

ભારતના સૌથી યુવાન વડાપ્રધાન રાજીવ ગાંધી


મહાનુભાવ
ભારતના છઠ્ઠા અને સૌથી યુવાનવયે પ્રધાનમંત્રી બનવાનું બહુમાન મેળવનારા રાજીવ ગાંધીનો આજે જન્મદિવસ છે. રાજીવ ગાંધીનો જન્મ ૧૯૪૪માં મુંબઈમાં થયો હતો. રાજીવે કેમ્બ્રિજ યુનિર્વિસટીમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ કરનારા રાજીવ બાળપણથી જ હવામાં વિમાનો ઉડાડવાના સપના જોતા હતા. તેમણે તેમની કારકિર્દીની શરૂઆત પણ પાઈલટ તરીકે કરી હતી. તેઓ જ્યારે કેમ્બ્રિજ યુનિર્વિસટીમાં ભણવા ગયા ત્યારે જ તેમની મુલાકાત સોનિયા સાથે થઈ હતી અને તેમણે પ્રેમમાં પડીને લગ્ન કર્યા હતાં. સોનિયા ગાંધી હાલમાં પક્ષપ્રમુખ તરીકે કોગ્રેસનું સુકાન સંભાળી રહ્યાં છે.
ઈન્દિરા ગાંધીના મૃત્યુ બાદ રાજીવ ગાંધીને વડાપ્રધાન પદસોંપવામાં આવ્યું હતું. ભલે રાજકીય પરિવારમાંથી આવતા હોય પરંતુ તેમને રાજકારણમાં સહેજ પણ રુચિ નહતી. તેઓ તો આકાશમાં વિમાનો ઉડાડવાના સપના જ જોતા રહ્યા હતા.વડાપ્રધાન પદ પર નિમવામાં આવ્યા તે પહેલાં રાજીવે  વિદેશ મંત્રાલય,સુરક્ષા મંત્રાલયનાણાં મંત્રાલય જેવાં મંત્રાલયોમાં પણ કામ કર્યું હતું. ૩૧ ઓક્ટોબર૧૯૮૪ના રોજ તેઓ વડાપ્રધાન બન્યા હતા અને ૧૯૮૯ સુધી તેમણે આ પદ શોભાવ્યું હતું. રાજીવે વડાપ્રધાનનો હોદ્દો સુપેરે નિભાવવાનો પ્રયત્ન કર્યો હતો. બહુ ઓછું બોલનારાં રાજીવે સામ પિત્રોડા સાથે મળીને દેશમાં ટેલિફોન ક્ષેત્રે ક્રાંતિ લાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. ભારતની આર્થિક નીતિઓમાં સુધારા લાવવામાં રાજીવે મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. લાઈસન્સ રાજ એટલે કે કોઈપણ વેપાર શરૂ કરવા માટે કેટલાંક નિયમો અને ધારાધોરણોને અનુસરવાનું અને પરવાનો મેળવવાની પ્રથાને નાબૂદ કરવાનું મહત્ત્વનું કામ તેમણે કર્યું હતું. શિક્ષણ ક્ષેત્રે પણ રાજીવે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તેને આધુનિક બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. રાજીવે પાડોશી દેશો સાથે સુમેળભર્યા સંબંધો જળવાઈ રહે તે માટે જરૂરી પગલાંઓ ભર્યા હતાં. શ્રીલંકામાં એલટીટીઈ એટલે કે અલગ તમિલ રાજ્યની માંગણી કરતા લિબરેશન ટાઈગર ઓફ તમિલ ઈલમની સામે શ્રીલંકન સરકારને મદદ કરવાના કારણોસર ૨૧ મે૧૯૯૧ના રોજ તેમની હત્યા કરવામાં આવી હતી.

માનવયંત્ર એટલે કે રોબોટ


૧૯૪૧માં સાયન્સ ફિક્શન રાઈટર ઈઝાક આસીમોવે રોબોટિક ટેકનોલોજી અને રોબોટ ઈન્ડસ્ટ્રીનું રસપ્રદ વિવરણ કર્યું છે. રોબોટને લઈને તો ત્યારબાદ ઘણા બધા શબ્દો પ્રચલિત બન્યા,જેમ કે રોબોટ રિવોલ્યુશન,રોબોટ એજ અને રોબોટ એરા વગેરે
માનવયંત્રો એટલે કે રોબોટની ઊપજ એ કાંઈ આજની ઉત્પત્તિ નથી. રોબોટ શબ્દનો પ્રયોગ પહેલવહેલો ૧૯૨૦માં ઝેચ લેખક કારેલ કેપેકે તેમના પુસ્તક રોઝમ્સ યુનિવર્સલ રોબોટમાં કર્યો હતો. જેમાં એક વ્યક્તિ એવું યંત્ર બનાવે છેજે મનુષ્યને તેના કામમાં મદદરૂપ થઈ શકે એટલે કે રોબોટ અને પછી આ જ રોબોટ તે વ્યક્તિને મારી નાખે છે. ત્યારબાદ તો આ કથાવસ્તુ પરથી ઘણી ફિલ્મો પણ બની. ૧૯૭૭માં આવેલી બ્લોકબસ્ટર ફિલ્મ સ્ટાર વોર્સમાં સી૩પીઓ અને આર૨ડી૨ નામના રોબોટને મનુષ્યોને મદદરૂપ થતા દર્શાવવામાં આવ્યા હતા. મનુષ્ય જેવા દેખાતા રોબોટને એન્ડ્રોઈડ્સ તરીકે ઓળખવામાં આવે છે. ૧૯૪૧માં સાયન્સ ફિક્શન રાઈટર ઈઝાક આસીમોવે રોબોટિક ટેકનોલોજી અને રોબોટ ઈન્ડસ્ટ્રીનું રસપ્રદ વિવરણ કર્યું છે. રોબોટને લઈને તો ત્યારબાદ ઘણા બધા શબ્દો પ્રચલિત બન્યાજેમ કે રોબોટ રિવોલ્યુશનરોબોટ એજ અને રોબોટ એરા વગેરે.
૧૯૫૬માં જ્યોર્જ ડેવિલ અને જોસેફ એન્જેલબર્ગરે વિશ્વની પ્રથમ રોબોટ નિર્માણ કરતી કંપનીની સ્થાપના કરી. તેમણે રોબોટનું ઉત્પાદન મનુષ્યને વિવિધ ફેક્ટરીઓમાં કામ કરવામાં આસાની રહે તે હેતુથી કર્યુ હતું. ૧૯૬૧માં વિશ્વનો પ્રથમ રોબોટ જનરલ મોટર્સની કંપનીમાં કર્મચારી તરીકે નીમવામાં આવ્યો.
૧૯૮૦ના સમયગાળા બાદ તો રોબોટિક ઈન્ડ્સ્ટ્રીમાં ઘણું પરિવર્તન આવ્યું છે. માઈક્રોઈલેક્ટ્રોનિક્સ અને કમ્પ્યુટરની મદદથી રોબોટિક સાયન્સે અવનવી અને ઝડપી પ્રગતિ સાધી છે.
સોના વિશે જાણવા જેવું
બધી જ ધાતુઓમાં સોનુ એ સૌથી કિંમતી અને મૂલ્યવાન છે. તે ઘણું મોંઘું હોવાછતાં તે જબરદસ્ત લોકપ્રિયતા ધરાવે છે.
સોનાનો કેમિકલ સિમ્બોલએયુ’ છેજે લેટિન શબ્દ ઓરમ પરથી ઊતરી આવ્યો છે જેનો અર્થ થાય છે સોનેરી પ્રભાત’.
સોનાને ચકાસવા માટેનો એકમ કેરેટ છે. જોકે પ્રાચીન સમયમાં વહેપારીઓ સોના માટે કેરોબ એકમ વાપરતા હતા.
બાઈબલમાં પણ સોનાનો ઉલ્લેખ જોવા મળે છે.
સોનાની શુદ્ધતા કેરેટમાં માપવામાં આવે છે. એક કેરેટ એટલે બસો મિલીગ્રામ. શુદ્ધ સોનું ૨૪ કેરેટનું હોય છે.
એમ માનવામાં આવે છે કે પૃથ્વીના પેટાળમાં જેટલું સોનું રહેલું છે તેનાથી વધુ સોનું દરિયામાં રહેલું હોય છે. એક અંદાજ અનુસાર વિશ્વમાં જુદા જુદા સમુદ્રોમાં લગભગ ૧૦ કરોડ ટન જેટલું સોનું રહેલું છે.
ઈ.સ. પૂર્વે ૩૫૦૦માં પ્રથમ વાર સોનાનાં આભૂષણોનો ઉપયોગ કર્યો હોવાનું માનવામાં આવે છે.
સોનામાં હંમેશાં થોડા ઘણા અંશે તાંબુ મિક્સ કરવામાં આવતું હોય છે.
બધી જ ધાતુઓમાં સોનું વજનમાં સૌથી હલકી અને એકદમ પાતળી ધાતુ છે.
સોનાને ૨,૦૬૩ ડિગ્રી ફેરનહીટ પર ભઠ્ઠીમાં ઓગાળવામાં આવે છે અને તેમાંથી શુદ્ધ સોનું છૂટું પાડીને ઘરેણાં તૈયાર કરવામાં આવે છે.
આમ તો સોનાનો પર્યાય મળવો શક્ય જ નથી. છતાં પણ પ્લેટિનમને સોનાની અવેજીમાં વાપરવામાં આવે છે. પ્લેટિનમ વિશ્વની સૌથી મજબૂત ધાતુ છે અને તેનું વજન એક કેરેટ સોના કરતાં ૬૦ ટકા વધુ હોય છે.
આ ધાતુની વિશેષતા એ છે કે તેને વારંવાર પીગળાવી ઉપયોગમાં લઇ શકાય છે અને છતાં તેનું મૂલ્ય સહેજ પણ ઓછું થતું નથી.
સોનાને મળતી જ બીજી ધાતુ પ્લેટેનિમ ઉપલબ્ધ છેપરંતુ ઘરેણાં સિવાય ભાગ્યે જ તેનો ઉપયોગ સોના જેટલો કરવામાં આવે છે.
વાસ્તવિકતામાં સોનું ખૂબ નરમ ધાતુ છે. તેથી તેમાંથી અન્ય ચીજો બનાવવા માટે અન્ય ધાતુઓનું મિશ્રણ કરવામાં આવે છે.
સોનું એવી ધાતુ છે કે જેને કારણે ક્યારેય કોઈપણ પ્રકારની એલર્જી નથી થતી

Thursday, September 29, 2011

શિક્ષકથી રાષ્ટ્રપતિ સુધીની સફર ખેડનારા : ડો. રાધાકૃષ્ણન


મહાનુભાવ
મિત્રોપાંચમી સપ્ટેમ્બર એટલે શિક્ષક દિન. શિક્ષક દિને સાડી કે ઝભ્ભો-કૂર્તો પહેરવાનો અને એક દિવસ માટે શિક્ષક બની જવાનું. બહુ મજા આવે નહિપણ તમને ખબર છે શિક્ષક દિન કોના માનમાં ઊજવવામાં આવે છેઆપણાં પહેલા ઉપરાષ્ટ્રપતિ અને બાદમાં રાષ્ટ્રપતિ બનેલા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના માનમાં. વિશ્વના શ્રેષ્ઠ શિક્ષકોમાં તેમનો સમાવેશ કરવામાં આવે છે.
રાધાકૃષ્ણનનો જન્મ ૫ સપ્ટેમ્બર૧૮૮૮ના રોજ તમિલનાડુના તિરુતાનીમાં થયો હતો. બાળપણથી જ રાધાકૃષ્ણન ભણવામાં હોશિયાર હતા. ૧૯૦૬માં મદ્રાસ કોલેજમાંથી તેમણે ફિલોસોફીના વિષયમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. તેઓ જ્યારે વીસ વર્ષના હતા ત્યારે જ તેમણે માસ્ટર ડિગ્રી માટે તૈયાર કરેલા શોધનિબંધથી તેમના પ્રોફેસર ખૂબ જ પ્રભાવિત થયા હતા. તેમનો આ શોધનિબંધ વીસ વર્ષની ઉંમરે પ્રકાશિત થયો હતો. ફિલોસોફીનો વિષય તેમને પસંદ ન હતોપરંતુ તેમના દૂરના એક ભાઈ કે જે તેમની શાળા અને કોલેજમાં ભણતા હતા એ ફિલોસોફીનાં પુસ્તકો રાધાકૃષ્ણનને આપતા. રાધાકૃષ્ણન સમય પસાર કરવા માટે તે વાંચતા અને આ રીતે ફિલોસોફીમાં તેમનો શોખ કેળવાતો ગયો. ૧૯૦૯માં રાધાકૃષ્ણને ફિલોસોફીના અધ્યાપક તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. કોલેજની નોકરીની સાથે સાથે તેઓ લેખનકાર્ય પણ કરતા. કેટલાંક સાંપ્રત સામયિકોમાં તેઓ ફિલોસોફી પર લેખ લખતા. તેમના સૌથી પહેલા પુસ્તકનું નામ ધ ફિલોસોફી ઓફ રવીન્દ્રનાથ ટાગોર’ હતું. ૧૯૨૬માં હાર્વર્ડ યુનિર્વિસટી ખાતે તેમણે ઈન્ટરનેશનલ કોંગ્રેસ ઓફ ફિલોસોફીમાં તેમણે કોલકાત્તા યુનિર્વિસટીનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ૧૯૪૭માં ભારત આઝાદ થયું ત્યારે તેઓ યુનેસ્કો ખાતે ભારતના પ્રતિનિધિ તરીકે કાર્યરત હતા. જ્યારે ૧૯૪૯થી ૧૯૫૨ દરમિયાન તેઓ સોવિયેત યુનિયન ખાતે ભારતના રાજદૂત રહ્યા હતા. ૧૯૫૨માં તેમની વરણી ભારતના રાષ્ટ્રપતિ તરીકે કરવામાં આવી હતી. જ્યારે તેઓ ભારતના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમના મિત્રો અને વિદ્યાર્થીઓ દ્વારા તેમના જન્મદિવસની ઉજવણી કરવા માટે ઉત્સાહ બતાવવામાં આવ્યો હતો.
જોકે રાધાકૃષ્ણને પોતાના જન્મદિવસને શિક્ષકદિન તરીકે ઊજવવાનું સૂચન કર્યું હતું. બસ,ત્યારથી તેમનો જન્મદિવસ ભારતમાં શિક્ષકદિન તરીકે ઊજવવામાં આવે છે. ડો. રાધાકૃષ્ણનને તેમના સેવાકાર્ય માટે કેટલાક બ્રિટિશ અને ભારતીય ઈલકાબોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ૧૯૫૪માં તેમને ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ૧૯૭૫માં ઓક્સફર્ડ યુનિર્વિસટીએ તેમને ટેમ્પલટન એવોર્ડથી નવાજ્યા હતા. ઈનામમાં મળેલી બધી જ રકમ તેમણે યુનિર્વિસટીને દાનમાં આપી દીધી હતી. ત્યારથી ૧૯૮૯માં ઓક્સફર્ડ યુનિર્વિસટીએ ડો. રાધાકૃષ્ણનની યાદમાં સ્કોલરશિપ આપવાની શરૂઆત કરી છે. 

ભારતમાં ટપાલસેવાનો પ્રારંભ.


ભારતની સૌથી પહેલી ટપાલસેવા ૧૭ જાન્યુઆરી૧૭૭૪ના રોજ બંગાળ ખાતે શરૂ કરવામાં આવી હતી. બંગાળના ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સે ઈસ્ટ ઈન્ડિયા કંપનીના કાગળો લાવવા લઈ જવા માટે આ ટપાલસેવાની યોજના ઘડી હતી. શરૂઆતમાં તો કંપનીના કાગળોનો વ્યવહાર જ કરવામાં આવતો પરંતુ બાદમાં સ્થાનિક લોકોની ટપાલોના વિતરણ અને વહેંચણીની વ્યવસ્થા શરૂ કરવામાં આવી. જે ઈમારતમાં આ પોસ્ટ ઓફિસ શરૂ કરવામાં આવી હતી એ ઈમારત એક સમયે નવાબ સિરાજ-ઉદ-દૌલાની નૃત્યશાળા હતી. ૧ એપ્રિલ,૧૭૭૪થી જાહેર જનતાની ટપાલોને પહોંચાડવાનું કામ પણ શરૂ કરવામાં આવ્યું. આમ ૧ એપ્રિલ૧૭૭૪ના રોજ ભારતને તેની પહેલી પોસ્ટ ઓફિસ મળી. કોલકાતાથી મુંબઈઆંધ્રપ્રદેશમદ્રાસ વગેરે સ્થળોએ પણ ટપાલ પહોંચાડવામાં આવતી. કોલકાતાથી મદ્રાસ ટપાલ પહોંચાડવા માટે ૧૭ દિવસનો સમય લાગતો જ્યારે કોલકાતાથી મુંબઈ ટપાલ પહોંચાડવા માટે ૨૬ દિવસનો સમય લાગતો હતો. ટપાલ પહોંચાડવા માટે સામાન્ય જનતા માટે સો મિલે બાર આના રૂપિયા રાખવામાં આવ્યા હતા.
ટપાલ પહોંચાડવા માટે ઘોડાગાડી અને બળદગાડાનો ઉપયોગ કરવામાં આવતો. ૧૮૬૬માં રેલવેનો ઉપયોગ કરવાની શરૂઆત કરવામાં આવી. ૧૮૬૮માં જે ઈમારતમાંથી આ કામ સંભાળવામાં આવતું હતું તેના બદલે નવી ઈમારતમાં સ્થાનાંતરણ કરવામાં આવ્યું. આ ઈમારત એટલે કે નવી પોસ્ટ ઓફિસ બનાવવામાં ૬,૩૦,૦૦૦ રૂપિયાનો ખર્ચ થયો હતો તેમજ ચાર વર્ષનો સમય લાગ્યો હતો અને ડબલ્યૂ. બી. ગ્રેનવિલે તેની ડિઝાઈન તૈયાર કરી હતી.

રાજીવ ગાંધી ખેલરત્ન વિજેતા ગગન નારંગ


મહાનુભાવ
મિત્રોઆ વખતે ખેલરત્ન એવોર્ડ ભારતીય શૂટર એટલે કે નિશાનેબાજ ગગન નારંગને આપવામાં આવ્યો છે. ગગન નારંગે ભારતને એર રાઈફલ શૂટિંગમાં વૈશ્વિક ફલક પર માનભર્યું સ્થાન અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ૬ મે૧૯૮૩ના રોજ જન્મેલા ગગન નારંગને બાળપણથી જ રમકડાની પિસ્તોલ લઈને રમવાનું ગમતું. તીક્ષ્ણ અને તેજતર્રાર નિશાન સાધવાનું કૌવત તેને બાળપણથી જ હાથવગું હતું. નારંગે ૨૦૦૩માં હૈદરાબાદમાં રમાયેલ આફ્રો-એશિયન ગેમ્સથી આંતરરાષ્ટ્રીય સ્તરે શૂટિંગ સ્પર્ધામાં ઝંપલાવ્યું હતું. આ સ્પર્ધામાં તેણે સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. ત્યારબાદ ૨૦૦૬માં આયોજિત શૂટિંગ ચેમ્પિયનશિપમાં તેણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને કાંસ્યચંદ્રક અપાવ્યો હતો. ૨૦૦૬માં જ વર્લ્ડ કપમાં સુવર્ણચંદ્રક અપાવ્યો હતો અને એ જ વર્ષે કોમનવેલ્થ ગેમ્સમાં ચાર સુવર્ણચંદ્રક મેળવીને ભારતનો દબદબો જાળવ્યો હતો. ગયા વર્ષે દિલ્હીમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સમાં બે સુવર્ણચંદ્રક જીતવાની સિદ્ધિ તેણે હાંસલ કરી હતી. આમ એક પછી એક સિદ્ધિઓ મેળવવાનો સિલસિલો તેણે જાળવી રાખ્યો હતો અને તેની આ સફળતાએ તેને ભારત સરકાર દ્વારા રમતગમતના ક્ષેત્રમાં ખેલાડીને આપવામાં આવતા સર્વોચ્ચ સન્માન રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ અપાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. નારંગ એકાગ્રતાને સૌથી વધુ મહત્ત્વ આપે છે. કોઈ પણ વસ્તુમાં સફળતા મેળવવી હોય તો એકાગ્રતા અને ધ્યાનમગ્નતા મહત્ત્વનો ભાગ ભજવે છે. નારંગ ૯૮ કિમી વજન અને પાંચ ફૂટ આઠ ઈંચ ઊંચાઈ ધરાવે છે.
નારંગે અત્યાર સુધીની કારકિર્દીમાં કેટલાક વિક્રમો સ્થાપિત કર્યા છે. ઓસ્ટ્રિયાના થોમસ ર્ફિનકનો ૭૦૩.૧ પોઈન્ટનો રેકોર્ડ નારંગે ૭૦૪.૩ પોઈન્ટ મેળવીને તોડયો હતો. આ ઉપરાંત તે દસ મીટર રાઈફલમાં પુરુષ વર્ગમાં સૌથી વધુ ૬૦૦ પોઈન્ટનો વિક્રમ પણ ધરાવે છે. શૂટિંગના ક્ષેત્રમાં આગળ વધવા માટે ઈન્ડિયન એરલાઈન્સ દ્વારા સ્કોલરશિપ આપવામાં આવી છે. નારંગ બરાક ઓબામાને તેના પ્રેરણાસ્ત્રોત માને છે. ઓબામાએ જે દિવસે ચૂંટણીમાં વિજય મેળવ્યો અને અમેરિકાનું પ્રમુખપદ મેળવ્યું એ જ દિવસે તેણે વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો હતો. ઓબામાના શબ્દોએ તેના પર પ્રભાવ પાડયો હતો. અભિનવ બિન્દ્રારાજ્યવર્ધનસિંહ રાઠોડતેજસ્વિની સાવંત વગેરેની સાથે તે શૂટિંગના ક્ષેત્રમાં નામના મેળવી રહ્યો છે અને ભારતનું નામ રોશન કરી રહ્યો છે.

ISB Dean Ajit Rangnekar to represent India in GMAC


ISB Dean Ajit Rangnekar has been appointed as a member of board of directors of the Graduate Management Admission Council (GMAC). The council is an association of global graduate business schools. The appointment coincides with ISB’s 10 years of existence.
Ajit is the only representative from India. The Council is expanding its operations internationally and will launch the Next Generation GMAT exam in June 2012.
"I am honoured to have been chosen as a member of the Graduate Management Admission Council. GMAC has established itself as a leading entity for prospective management students and Bschools, owing to its universal appeal, standardised format and greater transparency. As a member of the board, we aim to widen GMAC's ambit by extending its affiliation to other leading Bschools," said Ajit Rangnekar.
ISB is touted as the youngest institution to be ranked among the top 20 Bschools in the world.
Chairman of ISB Adi Godrej said, “This is a testimony to ISB's growing repute as a global business school over the last decade. We are confident that Ajit's vast experience in the education space and his zest for excellence will hold him in good stead and help him charter Asia's, and by extension, India's growth as the global destination for management education."
Rangnekar holds an undergraduate degree from the Indian Institute of Technology, Mumbai, before completing his post graduation in Management from the Indian Institute of Management, Ahmedabad. He has a background spanning over thirty years in Consulting and Industry across different countries in Asia.
[Source: IBNLive]

Research, faculty exchange high on Indo- US education collaboration agenda


The India US collaboration on higher education will start in October 2011. The two year old initiative between the two countries will be discusses between Human resource development minister Kapil Sibal and US secretary of state Hillary Clinton in Washington on October 13, 2011.
“It will give shape to the initiative announced jointly by Indian Prime Minister (Manmohan Singh) and US President (Barack Obama),” said an HRD ministry spokesperson.
The collaboration was announced during Singh’s visit to the US in November 2009.
The key co-operation areas include education and educational reform, community development and innovation, according to the HRD ministry’s proposal document.
India wants to set up 14 theme-based universities, promote research, train teachers and brand a group of leading educational institutes the Indian Ivy League under the Obama-Singh 21st Century Knowledge Initiative or OSI.
With an initial funding of $10 million (around Rs 50 crore) shared by both partners, the knowledge initiative will promote increasing university linkages, junior faculty development exchanges and teachers training.
Leading higher education institutes in India are facing a 20-35% shortage of faculty, according to data available with the HRD ministry. Central universities face a shortage of at least 30%.
To overcome this, institutes have been allowed to hire non-resident Indians and foreigners as well as opt for faculty exchange programmes.
A delegation comprising industry experts, academicians, vice-chancellors of some Central universities and representatives of industry bodies will accompany Sibal and his bureaucrats for the meeting with Clinton, the first HRD ministry official said.
“When you want to establish yourself as a knowledge economy, such cooperation are vital as we need to adopt best practices,” said S.S. Chawla, a senior director, education committee, Associated Chambers of Commerce and Industry of India, an industry body.
Chawla said he is likely to be a part of Sibal’s delegation.

[Source: Livemint]

Indian-origin scientists in White House honors list of 12


Three renowned scientists of Indian-origin figure in prestigious White House honors list this year. Out of the three luminaries, two are inventors and the third is a researcher. Two of them are IIT-ians, alumni of the academically elite Indian Institute of Technology.

New York University's Srinivasa SR Vardhan, Purdue University's Rakesh Agarwal, and North Carolina State Univeristy's B Jayant Baliga are among the select dozen named by President Obama to receive the National Medal of Science, and for Technology and Innovation, the highest honor bestowed by the US government on scientists, engineers and inventors.

"Each of these extraordinary scientists, engineers, and inventors is guided by a passion for innovation, fearlessness even as they explore the very frontiers of human knowledge, and a desire to make the world a better place. Their ingenuity inspires us all to reach higher and try harder, no matter how difficult the challenges we face." said Obama in a statement.

Srinivasa S.R. Varadhan, an alumnus of Presidency College, Chennai and Indian Statistical Institute, Kolkota, won the award for his work in probability theory, especially his work on large deviations from expected random behaviour, which has revolutionized this field of study during the second half of the twentieth century and become a cornerstone of both pure and applied probability.
Rakesh Agarwal, an alumnus of IIT Kanpur, was awarded the National Medal of Technology and Innovation for "an extraordinary record of innovations in improving the energy efficiency and reducing the cost of gas liquefaction and separation. These innovations have had significant positive impacts on electronic device manufacturing, liquefied gas production, and the supply of industrial gases for diverse industries," the citation said.
B.Jayant Baliga, an alumnus of IIT Chennai, won in the same category for development and commercialization of the Insulated Gate Bipolar Transistor and other power semiconductor devices that are extensively used in transportation, lighting, medicine, defense, and renewable energy generation systems.
[Source: Times of India]